દિલાસો - 12 shekhar kharadi Idriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલાસો - 12

રાજુ તેની બૂન કાન્તા અને મા..ને અચાનક નજરને થાપ આપી ને ઘરથી ચટકી ગયો, એ પણ એકદમ દબાયેલા પગે હેડીને દારૂના અડ્ડા વાળા તરફ જવા લાગ્યો. ત્યારે તેનું મન આકળ વિકળ બની દારૂ પીવા માટે તડફવા લાગ્યું કારણ કે કંઈ દન પછી તેને દારૂ પીવા માટે આટલો મોટો મોકો મળી ગયો હતો. એટલે તેની પત્ની અને મા ની બધી વાતો તરત જ ભૂલીને રાજુ ફરીથી આજે દારૂના રવાડે ચડવા તત્પર હતો.
અચાનક રાજુ ઘરે ન જોવા મળ્યો એટલે તેની પત્ની એ લાગ્યું કે રાજુ ફરીથી આજે દારૂ પીવા માટે નાસી ગયો હશે એ પણ કાન્તા બુન અને મા ને વાતમાં બરાબર તરબોળ થવા દઈને , ત્યાં બારણા પાસે ઉભેલી વહુને આટલી ચિંતિત જોઈને સાસુ એ કહ્યું " અલી વહુ શું થયું ? કેમ આજે આટલી ઉદાસ દેખાય છે કંઈ તારા પિયર બિયમાં મરી ગયું કે કેમ ? "
" ના મા..એવું તો નથી પણ રાજુ ક્યોં દેખાતો નથી એટલે મને તો ચોક્કસ લાગે છે કે આજે તે ફરીથી દારૂ પીવા માટે નાસી ગયો. "
" જોયું ને કાન્તા.. આ રાજુ જરા પણ સુધરવાનો નથી , એ પણ એક છોરાનો બાપ થયો તો પણ એને શરમ બરનું ભાન જ નથી, એને જવાબદારી કોને કહેવાય એ પણ ખબર નથી."
" મા.. એમને તો દારૂ સિવાય.. બીજું કંઈ દેખાતું નથી. બસ હવાર હોજ દારૂના અડ્ડાઓ પર નજર બાજની જેમ ફેરવતા રહેવું , જ્યારે દૂર ધુમાડો દેખાય એટલે પીવા માટે ગમતેમ કરી જતી રહેવું. "
કાન્તા.. એ આવી વાત સાંભળીને તરત જ કહ્યું " તમને રાજુને બરાબર હમજાવ્યો નથી કે કેમ ? "
" કાન્તા.. એને તો કંઈક વાર મને અને વહુએ હમજાવ્યો તો પણ એને ક્યાં જરા ફરક પડે છે એને તો બસ પોતાનું મન ફાવે તેમ કરે છે."
" મા.. કંઈ ડાકણ બાકણ કે ભૂતનું વળગાડ તો રાજુમાં નથી પેસી ગયું ને."
" ના કાન્તા.. એવું તો કંઈ નથી પણ રાજુ દારૂ પીવાનો વધારે શોખીન બની ગયો છે એટલે એના વગર એનું જરા પણ ચાલતું નથી. "
" મા.. ક્યારેક તમે દારૂ વાળાના ઘરે જઈને તેમની ખબર અંતરના સમાચાર લીધા કે નહિ ? "
વાતમાં કંઈ ખબર ન પડી એટલે મા.. એ ફરીથી પૂછ્યું
" કાન્તા.. શેના ખબર અંતર વાત કરે છે જરા ચોખ્ખી વાત કરને."
" લાગે છે કે મા.. તું મારી વાત બરાબર સમજી નથી એટલે પાછી પૂછવા લાગી ને. "
" હા કાન્તા.. હા જરા આખી વાત બતાવ ને "
" મા.. મારો કહેવાનો મતલબ એ હતો કે જ્યાં જ્યાં રાજુ દારૂ પીવા જાય છે તેમને ખૂબ ખરી ખોટી સભળાવવી પડશે, ત્યારે જ દારૂ વાળાની અક્કલ ઠેકાણે આવશે, નહીંતર તે બેફામ બનની દારૂ બનાવતા રહશે અને લોકોને દારૂ પાઈ પાઈને સતત મારતા રહશે."
" મા.. મને તો કાન્તા બૂનની વાત ખૂબ ગમી કેમ કે આ દારૂ આપનારને જ્યાં સુધી આપણે પાઠ ન ભણાવીએ ત્યાં સુધી તેમની બુદ્ધિ ઠેકાણે ના આવે. "
" વહુ તારી વાત એકદમ હાચી છે એટલે આપણે જ તેમની બરાબર ખબર અંતર લેવી પડશે."
બીજી તરફ રાજુ ડુંગરીના થકમાં આવેલો હુરિયાના અડ્ડે પહોંચી ગયો હતો એ પણ દારૂ પીવાના જોશમાં ભૂલી ગયો હતો કે તેના ઘરે કાન્તા બૂન મહેમાન આવેલી છે જેને જરા પણ ખબર પડી જાય તો રાજુનું આવી બન્યું.
એટલામાં કાન્તા એ કહ્યું " હેડો ભાભી..! આજે તો દારૂ વાળને અને રાજુનો રાવણ કાઢવા જઈએ નહીંતર આમને આમ રાજુ એક દિવસ મરી જશે અને તમે ભર જવાનીમાં વિધવા બની જશો ? "
"હા.. કાન્તા બૂન તમારી વાત હાચી છે. એટલે મારે આવવું જ પડશે કેમ મારો ધણી કહેવાય ને.."
"તો સારું..! " એમ કહીને બંને જણી રણચંડી બની નીકળી પડી જાણે કોઈ યુદ્ધના મોરચે લડવા નીકળી પડી હોય તેમ રાજુનો બરાબર ખબર અંતર લેવા વાટ પકડી લીધી.
જરાક હરખાતો મલકાતો રાજુ હુરિયાના અડ્ડે દારૂ પીવામાં ઘણો ઓતપ્રોત થઈ ગયો હતો જાણે કોઈ પણ ચિંતા વગર આજે ઘણા દન પછી પી રહ્યોં એવું તેને લાગી રહ્યું હતું. એટલામાં ત્યાં કાન્તા અને વહુ એકદમ ગુસ્સા ભરાયેલા સ્વભાવે આવી પહોંચી, તેમને જોઈને રાજુ ઘબરાઈ ગયો એટલે કાન્તા એ ક્રોધમાં કહ્યું " અલ્યા રાજુ.. તું તો એક નંબરનો દારુડીયો બની ગયો લાગે." રાજુ કંઈ બોલ્યો નહીં એકદમ ચૂપચાપ થઈને બેસી રહ્યો જાણે કોઈ ગંભીર ગુનો કર્યો હોય એમ ટગર ટગર નીચે નજર કરીને જોઈ રહ્યો હતો.
" જોયું ને કાન્તા બૂન કોઈ લાજ શરમ ના હોય તેમ બરાબર દારૂ ઢિચવા બેઠો હોય એમ પોતાને લાગી રહ્યું છે."
કાન્તા બોલી " આનું મૂળ કારણ દારૂ બનાવનાર અને આપનાર છે જેના કારણે આપણું આખું ગામ બરબાદ થઈ રહ્યું છે " આવી વાત સાંભળીને રાજુની પત્ની એ કહ્યું " આ દારૂના કારણ કેટલાય પરિવાર વેરણ છેરણ થઈ ગયા, કેટલાય બરબાદ થઈ ગયા તો પણ દારૂ બનાવાનું અને પીવા છોડતા નથી ? '
" હુંરિયાનું નખ્ખોદ જાય.. પાણીના પૈસા પાણીમાં જાય, ઘરમાં બિમારીની ઉધઈ કોતરી કોતરીને ખાય.. છોરું લંગડુ લૂલુ જનમે હાય..હાય..!!"
કાન્તાની આવી તીર જેવી વાત સાંભળીને હુરિયાના મનને ઘણું કાઠું લાગ્યું પણ થાય શું તે ગુનામાં હતો એટલે તેને થયું કે એક કાને વાત સાંભળવી અને બીજે કાને કાઢી નાખવી નહીંતર વારંવાર પરેશાન કરશે ?

( પ્લીઝ વેટ નેકસ્ટ ચેપ્ટર- 13 )

- શેખર ખરાડી ઈડરિયા