Comfort - 4 books and stories free download online pdf in Gujarati

દિલાસો - 4

અગાઉ આપણે જોઈએ ગયા કે રાજુ અને જીવો ઢળતી સંધ્યા વેળાએ દારૂની ભઠ્ઠી પર દારૂ પીવા બેસી ગયા, તેમાં ગણો સમય વીતી ગયો હતો. કારણ કે આંખોમાં ધીમું અંધારું છવાઈ ગયું હતું.

બીજી બાજુ એટલો ટેમ થઈ જવા છતાં પણ રાજુ ઘેર ન આવવાથી તેની પત્ની વધારે ચિંતા કરવા લાગી. એટલે સાસુ ને પૂછયું ' માં.. તમારો છોરો હજી સુધી ઘેર આવ્યો નથી ? '
' વહુ આ રાજુ તો હવારે કહેતો કે હું ફલાણાનો પાયો ખોદવા જવું  છું ? પણ હજી સુધી તેના વાવડ ( સમાચાર ) મળ્યા નહિ '
માં.. લાગે છે કે આખી રાત સુધી આજે પાયો ખોદવા નો ને....એટલે એમને ક્યો ખબર હોય કે મારો પણ એક પરિવાર છે જે મારા વિશે સારુ વિચારે ને '

એટલું સાંભળતાં જ સાસુ એ કહ્યુ ' વહુ હવે ઘણો ટેમ થઈ ગયો છે એટલે આપણે બે રાજુને ગમે તેથી ગોતી લાવીએ નહીંતર ક્યાં દારૂ પઈને અવાવરુ જગ્યાએ જઈને અધમૂવો બની પડ્યો હશે ?  

થોડુક હસતા સાથે સાસુ એ કહ્યું ' પોતાના છોરા વિશે ઘણા દન પછી માં.. એ હાચી વાત કીધી . '
હવે વહુ વાતો કરવાની રહેવા દે, નહીંતર રાજુ ને શોધવામાં વધારે મોડુ થઈ જશે ? '
આમ કહેતા સાસુ અને વહુ રાજુ ને શોધવા જાણે અંધારાની અાંગળી પકડીને નીકળી પડ્યા હોય. તેમ પગવાટ પકડી લીધી, હાથમાં નાની બત્તીના સહારો સોમા ને ઘેર પહોંચી પૂછયું ' સોમા ભઈ મારો ધણી રાજુ હજી સુધી ઘેર આવ્યો નથી ?  એટલે તેમને ક્યો આજે જોયા ખરા.. ? '
આ સાંભળીને સોમો સ્તબ્ધ રહીને બોલ્યો ' શું વાત કરે છે ભાભી.. હજી સુધી રાજુ ઘેર આવ્યો નથી ? કદાચ એ દારૂ વાળાને ઘરે તો નથી ગયો ને ..  નહીંતર આજના દનમાં તેને ક્યો નહિ જોયો.? '
હા.. સારુ કહીને સાસુ અને વહુ આગળ જવા લાગ્યા. એટલામાં વહુ એ કહ્યું ' માં.. એમને અણધાર્યુ પગલું તો નહિ ભર્યું હોય ને, પરિવારના દારૂ છોડવાના દબાણ કરવાની વાત દિલ પર લઈને '
' વહુ.. શુભ.. શુભ બોલ ને,  નહીંતર મારા છોરાને તારી નજર લાગી જશે ? '
' માં.. હું એમની બૈરી છું ? પછી મારી નજર ક્યાં લાગે ? ' 
' વહુ તારી વાત તો ઘણી રૂપાળી લાગે હો.. એટલે તારી લાંબી ઉંમર મારા છોરાને લાગી જાય  ? '

આમ સાસુ અને વહુ રાજુને શોધવા બે, ચાર ઘેર ફરી વળ્યા છતાં પણ રાજુની જરા પણ ભાળ ન મળી એટલે તેમની ભીતર ના ચિંતાના વાદળો વધુ ઘેરા બનવા લાગ્યા, જાણે હવે હ્રદયના ધબકારા પણ વાયુના વેગે ધબકી રહ્યા હતા. જે અનિચ્છનીય ઘટનાની અંદેશો બની. મન પણ આમતેમ ભટકાઈ રહ્યું હતુ, ખબર વગર ખાલી જગ્યાએ માથુ પણ નસીબ પછાડી રહ્યુ હતું, જાણે ઝાડ પરનું પાદડું પણ પાનખર વગર ડાળી પરથી તૂટવાની ગડમથલ કરી રહ્યુ હોય. તેમ સાસુ અને વહુ પણ રાજુની ખબર અંતર વગર અંધારામાં વાતોના બાણ શોધવા માટે છોડી રહ્યા હોય તેમ સાફ લાગી રહ્યુ હતુ ?  

આમતેમ અલગ, અલગ ઘેર જઈને રાજુને શોધવા સાસુ અને વહુ થાકીને, કંટાળી ગયા એટલે પાછા પોતાના ઘેર આવી જાય છે , એટલે ખાટલામાં રાજુને ઉંઘ તો જોઈને તેની પત્ની એ કહ્યુ ' જોયું ને માં.. મારો પિટીઓ દારૂ પીને પડ્યો છે જે શોધવા આખું ગામ આપણે ખોદી વળ્યા તે સાલો બગલમાં નિકળ્યો ? ' 
' વહુ એ તો ઉપર વાળાની ઘણી દયા કહેવાય. એટલે આપણને રાજુ એકદમ હાજો (સાજો ) મળી ગયો. નહીંતર ક્યો માંદો બનીને પડ્યો હોય ને.. '

એટલામાં રાજુની પત્નીએ કહ્યુ ' લ્યો રોટલો ખાઈ લો.. આખો દન ના થાકેલા લાગો છો ? '
પણ રાજુએ કાંઈ જવાબ ન આપ્યો. કારણ તેને દારૂ વધારે પઈને ઘસઘસાટ ઊંઘ ગયો હતો . એટલે તે ક્યો થી સાંભળે ? ત્યારે તેની પત્ની એ નજીક પહોંચી ને જોયું તો દારૂની ભયંકર દુર્ગંધ આવી રહી હતી , જાણે દેશી મહુડીનું ફુલ કોવાઈને ગંધ ફેલાવતું હોય એવા ભાસ થઇ રહ્યો હતો, એટલે વહુ એ નાક દબાવતા કહ્યુ ' જોયુને માં.. તમારો લાડલો છોરો આજે તો ઘણો દારૂ ઢીંચીને આવ્યો ને.. પછી ક્યો ભાન હોય એમને રોટલો ખાવાનો ? '

રાજુ ની માં. વધારે થાકી જવાથી જલદી ખાદા વગર ઉંઘ ગઈ. એટલે વહુને વાતો કોણ સાંભળે ..!  પણ વહુ પોતે વારંવાર બબડી રહી થી, જાણે રાતનું અંધારું ગમગીની બની વાત સાંભળતું હોય. એમ લાગતું ..! પછી વહુ પણ એકલી વાતો કરીને થાકી ગઈ એટલે તેની આંખો આપોઆપ મીંચાઈ ગઇ..

      ( વધુ સ્ટોરી ક્રમશઃ )


___ શેખર ખરાડી ઈડરિયા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED