miracle old tample - 20 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પુરાણી દેરી - 20

ભાગ-20
રહસયમય પુરાણી દેરી - 20

(આગળના ભાગમાં જોયું કે કરશનભગત વાલજીની પત્ની ઉપર તૂટી પડવાની આશા રાખતો હતો. અને વાલજીની પત્ની બચીને ભાગવા જાય છે. હવે આગળ...)

જાન ને બચાવી નાસી પામેલ હરણીની જેમ વાલજીની પત્ની દરવાજા તરફ ભાગી. પરંતુ ભૂખ્યા સિંહથી બચવું મુશ્કેલ હોઇ છે તેમ કરશન ભગત તેની પહેલા જ દરવાજા પાસે પહોચી ગયો અને તેનાં માર્ગમાં ઉભો રહી ગયો.

પોતાનો માર્ગ રોકી કરશન ભગત પોતાના બન્ને હાથ ફેલાવી ઉભો હતો. વાલજીની પત્ની વિશે હવે બહાર જવાનો કોઈ જ માર્ગ વધ્યો નહતો. ડરતા ડરતા અને પોતાની સાડીનું પલ્લું હાથમાં પકડી ભીખ માંગવા લાગી કે "કરશન ભાઈ, મહેરબાની કરી મને જવા દયો."

ત્યાં કરશન ભગત બોલ્યો "હુ તને જવા દઈશ, પણ તો મારી ઉધારી ચૂકવી દે, નહિતર મને તુ પોતાને સોંપી દે."

ડૂસકે ડૂસકે વાલજીની પત્ની પોતાના સાડીનું પલ્લું જોરથી પકડી રડવા લાગી. પરંતુ હોશ હવાશ ખોઈ બેઠેલ કરશન ભગતનાં મનમાં તો ઘનાભાઈનાં જ શબ્દો ચાલી રહ્યાં હતાં કે મેલી ઘેલી સાડી પાછળ તેનુ ગોરું શરીર. કરશન પોતાના મોઢાને દબાવતા બોલ્યો કે " વિચાર, તારે ક્યારેય મારી પાસે ભીખ નહીં માંગવી પડે, દુકાને હટાણુ કરવા જઈશ તો હાથ નહીં જોડવા પડે, ઢોલીને મનગમતું લઈ શકીશ, વાલજીનાં દવાનાં રૂપિયા મળી જશે, આટલું બધુ સામે ખાલી એક અઠવાડિયામાં..."

એક તરફ વાલજીની પત્નીની મજબૂરી સાફ દેખાઈ રહી હતી તો બીજી તરફ હવસમાં સોચવિહીન ખૂંખાર હેવાન જણાઈ રહ્યો હતો. આખરે એક સ્ત્રી કેટલા કષ્ટ સહન કરી શકે. અત્યાર સુધી કરશન ભગતની ઉધારી સાથે જ બધાં લોકોની સામે લડતી હતી. આજે તે પણ પાયો ખરી પડ્યો હતો. બધાં લોકોની આંખ સામે આબરૂ બચાવતી આજ ખુદ જ હવસની શિકાર બનવા જઇ રહી હતી.

હિમ્મત તો હજુ દુનિયાને હરાવી શકે તેમ હતી પરંતુ હવે પોતે હારી જાય તેમાં જ દુનિયા ખુશ હતી. પોતાની જીંદગીને માફી માંગતા પોતાને કરશન ભગતને હવાલે કરવાનું વિચાર્યું અને એક વાર ઊંચું જોઇ લીધુ કેમ કે ખબર હતી કે જીવનમાં હવે પછી ક્યારેય ઊંચું નહીં જોઇ શકે.

વાલજીની પત્નીને કરશન ભગતની આંખમાં આજે કોઈ અલગ જ માનવ જણાય રહ્યો હતો. તેને ખબર હતી કે આજે કરશન ભગત નથી સામે આજે એક હવસનો હેવાન ઉભો છે. પોતાના હાથથી આંખના આંસુ લુંછીયા અને મોઢું નીચે કરી સાડીનું પલ્લું નીચે પાડી દીધું.

કરશન ભગતે વાલજીની પત્ની સામે જ રહીને ઊંધા હાથે પોતાના ઘરનો દરવાજો ધીરેથી બંધ કાર્યો. ટરરરરર...ટરરરર...

ટરરર... ટરરર... કરતા પ્રવીણ ભાઈની પત્ની પોતાના છુટા પડેલા વાળને હાથમાં લઈ અંબોળો વારતા રુમમાંથી બાહર આવી. બન્ને મિત્રો ને સવારનાં 4:30 વાગ્યા સુધી જાગતા જોઇ થોડી અચંબામાં પડી ગઇ પછી બોલી કે "તમે બને મિત્રો હજુ નથી સુતા...આખી રાત શુ ગપ્પા જ મારતાં રહ્યાં. બન્નેની આંખો તો જોવો લાલ ટામેટા જેવી થઈ ગઇ છે."

પ્રવીણભાઈની પત્નીને જોતાં મુખી પોતાના મુખ નીચે કરી આંખના અસલી આંસુ સંતાડી દઇ છે અને પ્રવીણભાઈ આંખ ચોણતા ચોણતા આંસુ લુંતા બોલે છે "જા હવે જા, તુ પેલા ચા. મુક, ખબર પડે નહીં કાઈને"

ત્યાં જ પ્રવીણભાઈની પત્ની પોતાની આંખો સરખી ખોલીને જોવે છે તો તેને ભાસ થાઈ છે કે ખોટા વાતાવરણમાં બોલી ગઇ હુ તો, મારે સમજવું જોઇ કે મુખીજી કેટલા દુઃખી હશે, પોતાની બાળકીને લઇને.

પ્રવીણભાઈ ફરી વાત વાળતા બોલ્યા કે "મુખીજી તમે ચિંતા નહીં કરો, બસ હવે સવાર પડતાં જ આપણે ઘનાની બાળકીને લઈ આવશું." પ્રવીણભાઈની પત્ની એક ક્ષણ ત્યાં જ ઊભી રહે છે પછી ચૂપચાપ નીચું મુખ કરીને રસોડા તરફ પ્રયાણ કરે છે.

ત્યાં પ્રવીણભાઈ પોતાનો હાથ મુખીનાં પીઠ પર રાખી બોલ્યા " કરશન ભગતે આવુ કર્યું, માનવામાં નથી આવતું." મુખીજી એ પ્રવીણભાઈની સામે જોતાં કહ્યુ કે "મારી પણ આંખ પહોળી રહી ગઇ હતી, આ સાંભળીને પરંતુ આ વાત માનવી જ પડશે."

"પરંતું આગળ શું થયુ ? મુખી જી" પ્રવીણભાઇએ દુઃખી થતાની સાથે કહ્યુ કેમ કે આગળ વાત સાંભળવામાં આતુરતા વધી ગઇ હતી.

ક્રમશ...

કરશન ભગતનો આ નીતિ વાલજીની પત્ની ઉપર ચાલશે કે નહીં?
આગળ ઘનાભાઈ શું કરશે.?

આગળ જાણવા બન્યા રહો "રહસ્યમય પુરાણી દેરી"ની રોમાંચક સફર સાથે.

પ્રિત'z...💐બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED