હું અને મારા અહસાસ - 3 Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને મારા અહસાસ - 3

હું અને મારા અહસાસ

ભાગ -૩

લોકડાઉન થી
પૃથ્વી પર
વસંત ઋતુ
નું આગમન થયું છે
હવા શુધ્ધ,
ઝાડ પાન નવપલલિત,
આકાશ ભૂરું અને સુંદર
દેખાય છે.

********************************************

માનવ પશુઓ - પંખીઓ
ને પાંજરામાં પુરી
પોતે બેલગામ
ઘોડા ની
જેમ દોડવા
માંડ્યું હતું
તેના આ પ્રતાપ
માનવ પીજરામાં અને
પશુઓ - પંખીઓ
ખુલ્લા આકાશ
નીચે
ખુશખુશાલ
વિહરી રહ્યાં છે.
********************************************

કહેલા શબ્દો
કરતાં
ના કહેલા શબ્દો
ની
અસર વધારે
થાય છે

********************************************

જીવન ના
અંતિમ
પડાવ ની
જાણ દરેક ને છે
ને છતાં
જિંદગીભર
ભાગંભાગ કરી
જીવવા ની
અદ્વિતીય પળો
ગુમાવી દે છે.

********************************************

માં - બાપ
ના
પ્રેમ
ની કોઈ
કીમત
ના આંકી
શકાય.

********************************************

જિંદગી અજનબી બની ગઈ છે,
બંદગી અજનબી બની ગઈ છે.

ચારે બાજુ કહેર વર્તાય છે,
માંદગી અજનબી બની ગઈ છે.

ચાર દિવાલો ની વચ્ચે આજે,
સાદગી અજનબી બની ગઈ છે.
૧૪-૪-૨૦૨૦

********************************************

એક બાળક માટે
એનું સર્વસ્વ
એની દુનિયા
પોતાની
"માં".

********************************************

દિલને
પૂછ
આંસુનું કારણ
જવાબ
સાચો
મળશે

********************************************

આંખ તેજસ્વી છે,
વાત તેજસ્વી છે.

રાત પૂનમની ને,
ચાંદ તેજસ્વી છે.

વર્ષો જૂની હજુ,
યાદ તેજસ્વી છે.

********************************************

પ્રેમ જન્મો જન્મ નો આપવા માગું છું,
સાથ જન્મો જન્મ નો આપવા માગું છું.

મનભરીને લખલૂંટ વ્હાલ વરસાવી દઉં,
યાદ જન્મો જન્મ ની આપવા માગું છું.

********************************************

હું રડું છું આભમાંથી જો બની વરસાદ આજે,
ને છતાં કોરો રહે તું એવું પણ ક્યારેક લાગે.

********************************************

લાગણી ઓનો દુકાળ પડ્યો છે,
વાદળી ઓનો દુકાળ પડ્યો છે.

ભર વસંતે ચારેકોર ડાળી એ,
પાંદળી ઓનો દુકાળ પડ્યો છે.

મેઘ મનમૂકી વરસી રહ્યો છે,
છાજલી ઓનો દુકાળ પડ્યો છે.
૨૭-૪-૨૦૨૦

********************************************

ચહેરાની બનાવટ જોઈ ભરમાઈના જશો,
ચહેરા પર મ્હોંરું પહેરી ને ફરી રહ્યાં છે.

********************************************

જવું જો હતું દૂર મારાથી કહીને જવુંતું ને,
કશું પણ કહ્યાં વિના આમ ચાલતી કેમ પકડી.

********************************************

લેખ ભાગ્ય નાં બદલવા છે,
ભેખ ભાગ્ય નાં બદલવા છે.

********************************************

આનંદ ને બહાર ના શોધાશો,
મન માં છુપાઈ ને બેઠો છે.

હદય ના કોઇક ખૂણા માં ,
ચિત માં લપાઇ ને બેઠો છે.

********************************************