હું અને મારા અહસાસ - 4 Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને મારા અહસાસ - 4

હું અને મારા અહસાસ

ભાગ -૪

*****

મિત્રતા લાબી ટકાવી
હોય તો માન સન્માન
નું તૂટડું પકડી ના રખાય.
મન મોટું રાખી મિત્ર
અને મિત્રતા સચવાય.

******

ઘણી વાર
હસતાં
ચહેરા પાછળ
આંસુ નો
દરિયો
વહેતો હોય છે.
૫-૪-૨૦૨૦

******

કાશ ભૂલવાનું
એટલું સરળ હોત
જિંદગી ના એ દિવાસો
તો ભૂલી જાત
એ પ્રેમ ભર્યો વાર્તાલાપ
પણ ના એવું નથી
અમુક પળો - દિવસો
ક્યારેય ભુલાતા નથી
તે દિલ ની દિવાલ
પર ટીંગાઈ જાય છે
ખૂબસુરત તસવીર બની.

******

સ્પર્શ તારો આહલાદક લાગે છે,
ભાવ તારો આહલાદક લાગે છે.

મીઠો ખોટો, લાગણી છુપાવતો,
ગુસ્સો તારો આહલાદક લાગે છે,

******

જે વસ્તુ નથી તેની યાદી તૈયાર છે,
તેના અસંતોષ માં જીવ બાળ્યા ના કરે ,
ભગવાન જે આપ્યું છે તેમાં સંતોષ માન,
ભગવાન નો આભાર માની,
સૌની સાથે હળી મળી જીવ અને જીવવા દે,
બની શકે તો કોઈ ને મદદરૂપ થા,
આજ ના સમય નું આ સનાતન સત્ય છે.

******

હમેશાં દિલ નું
સાંભળો
તે
ક્યારેય ખોટે
માર્ગે નહીં લઇ જાય.

******

સાંભળો વાત આ દિલ ની,
છોડશો સાથ ના દિલ નો.

વચન આપો હાથ પકડી,
રાખશો કોઈ ખૂણે દિલ ના.

******

બાળક ના
હદય માં
માં નું હદય
ધબકતું
હોય છે.

******

અદાઓ એમની મારકણી છે,
નજરો એમની મારકણી છે.
આ સમયગાળા દરમિયાન
જુદાઈ ના દિવસો પસાર
કરવા મુશ્કેલી ભર્યા છે,
ચહેરા નું સ્મિત અંતરમુખ
થઈ ગયું,
આંખો માં સ્મિત જોતાં
શીખવું પડશે.

******

તું કેટલા ને
ઓળખે છે તે
મહત્વ નું નથી,
તને કેટલા લોકો
તારા કામ થી
ઓળખે છે તે
અગત્ય નું છે.

******

માત્ર કહેવા થી ભૂલી જવાતું હોત?
જિંદગી જીવવી ખૂબ જ સરળ હોત.

***** સમાપ્ત *****