ગુમનામ ટાપુ - 2 BIMAL RAVAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ગુમનામ ટાપુ - 2

ગુમનામ ટાપુ

પ્રકરણ ૨ - સાથીઓ સાથે મુલાકાત

પ્લાન પ્રમાણે કેપ્ટ્ન રાજ, ડો. સાકેત અને દેવની પ્રથમ દિવસની રહેવાની વ્યવસ્થા પોર્ટબ્લેરની હોટલ ઍરપોર્ટમાં કરવામાં આવી હતી. ત્રણે જણે સગવડતા પ્રમાણે બપોર સુધીમાં હોટલ પર પહોંચીને બપોરે લંચ માટે ભેગા થવાનું હતું, જ્યાં તેમની સાથે ઇન્સ્પેક્ટર કાજલ, કે જે પોર્ટબ્લેરમાંજ રહેતી હતી તે જોડાઈ જવાની હતી.

રાજ સવારની ફ્લાઇટમાં આવી ગયો હોવાથી બાર વાગ્યાનો હોટલના રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો હતો. લગભગ સાડાબાર વાગે ડો સાકેત અને દેવ રેસ્ટોરન્ટમાં આવી ગયા.

એકવડીયો બાંધો, વાંકડીયા ભૂખરા વાળ, ગોળ ફ્રેમના ચશ્માં, સાધારણ વ્યક્તિત્વ ધરાવતા ચાલીસેક વર્ષના પ્રૌઢયુવાન જેવા દેખાતા વ્યક્તિની સાથે હસ્તધૂનન કરતા રાજે કહ્યું ડો. સાકેત રાઇટ, ડો સાકેત હળવા સ્મિત સાથે કહ્યું યસ, પ્લેઝર ટુ સી યુ કેપ્ટન.

રાજ દેવ તરફ જોઈ કઈં બોલે તે પહેલા દેવે તેની સામે હાથ લંબાવતા કહ્યું, હું દેવ, તમને મળીને ઘણો આનંદ થયો. દેવ એકદમ ખડતલ બાંધાનો, દેખાવડો, તરવરાટ ભર્યો ત્રીસેક વર્ષનો યુવાન હતો.

ત્રણે જણ ડાઇનિંગ ટેબલ પાસેની ખુરશી પર ગોઠવાયા.

અચાનક દેવે પુછયુ આ મિસ કાજલ નથી દેખાતા, દેવના અવાજમાં થોડી મસ્તીભરી તાલાવેલી હતી.

રાજે કહ્યુ તેનો ફોન આવી ગયો છે તે બસ પોહંચતીજ હશે. ત્રણે એક બીજા વિષે થોડી ઔપચારિક વાતો કરી રહ્યા હતા ત્યાં દેવની નજર રેસ્ટોરન્ટના દરવાજા પર ચોંટી ગઈ ને તેના મોઢામાંથી ઉદગાર નીકળી ગયો…ઓહ માય ગૂડનેસ, સુંદર... અતિસુંદર.

રાજ અને સાકેતે દરવાજા ભણી જોયુ તો વ્હાઇટ ટીશર્ટ, બ્લેક જીન્સ, ગ્રીન ગ્લાસ ગોગલ્સ અને બ્રાઉન બૂટ્સ મા લગભગ પચ્ચીસેક વર્ષની એક ખુબસુરત યુવતી તેમના તરફ આવી રહી હતી. તે યુવતીએ આવતાની સાથેજ બધાને અભિવાદન કરતા કહ્યું હાઈ, આઈ એમ કાજલ, પછી એકી ટશે તેની સામે રોમેન્ટિક અદાથી જોઈ રહેલા દેવ સામે તીરછી નજર કરી ફરી બોલી ઇન્સ્પેક્ટર કાજલ.

દેવે અનુભવ્યું કે કાજલે ઇન્સ્પેક્ટર શબ્દ પર જરા વધારે ભાર મૂક્યો. બધા એ પોતપોતાનો પરિચય આપ્યો અને કાજલને બેસવા કહ્યુ.

હકીકતમાં તો રાજ પણ કાજલને જોઈને ચક્કર ખાઈ ગયો હતો કારણ તેણે કાજલને પોલીસખાતામાં નોકરી કરતી એક સાધારણ છોકરીજ ધારેલી, પણ કાજલ એકદમ યુવાન અને ફિલ્મી પોલીસ ઇન્સ્પેક્ટર જેવી નીકળી. રાજને તેની સામે જોઈ વિચારોમાં ખોવેયેલો જોઈ કાજલ સમજી ગઈ કે આ બધા તેને જોઈને ચક્કર ખાઈ ગયા છે. દેવ તો કાજલને જોઈને સપનાઓની દુનિયામાં તેની સાથે એકાદ ગીત પણ ગાઈ નાખ્યું.

બધાને મૂંગા થઇ ગયેલા જોઈ કાજલ કટાક્ષમાં બોલી કે તમે બધા કોઈ આડા અવળા મિશન પર ચડી જાવ તે પહેલા આપણે જમવાનું ઓર્ડર કરી લઈએ, જેથી કરીને આપણે જમીને થોડી કામની વાતો પણ કરી શકીએ, કારણ કાલે સવારે તો આપણે મિશન પર ઉપડી જવાનું છે.

કાજલના કટાક્ષથી રાજ જરા છોભીલો પડી ગયો અને સ્વસ્થ થતા બોલ્યો હા ચોક્કસ, આ રહ્યું મેનુ કાર્ડ જેને જે ફાવે તે મંગાવી લ્યો. દેવે શરારતી અંદાઝમાં મેનુ કાર્ડ કાજલ તરફ ધકેલતા કહ્યું લેડીઝ ફર્સ્ટ આપણને તો તમે જે મંગાવશો તે ચાલશે.

કાજલ થોડું શરમાઈ ગઈ, તેણે દેવને અવગણતી હોય તેમ સાકેત તરફ જોઈ પૂછ્યું ડોક્ટર તમે શું લેશો. સાકેત કાજલના આવા અચાનક કરેલા સવાલથી થોડો મુંજાઈ ગયો, પછી સ્વસ્થ થતા બોલ્યો મારા માટે મનચાઉં સૂપ ઓર્ડર કરજો બાકી જમવામાં તમે જે મંગાવશો તે મને ચાલશે. કાજલે બધા વતી જમવાનું ઓર્ડર કરી દીધું.

લગભગ અઢી વાગે બધા જમીને ઉભા થયા.

રાજે કહ્યુ કે હવે આપણે બધા મારા રૂમમા ભેગા થઈએ જ્યાં આપણે કાલે કેવી રીતે નીકળવાનું છે અને આગળ ઉપર જતા કોણે શું કરવાનું છે તેની ચર્ચા કરી કરી લઈએ. આશા રાખું છું કે મેં તમને બધાને ફોન પર કીધું હતું તે બધી તૈયારી તમે લોકોએ કરી લીધી હશે.

બધાનો જવાબ હામાં આવ્યો હોય રાજને એક વાતની રાહત થઈ કે તેણે સાથીદારો પસંદ કરવામાં કોઈ ચૂક નથી કરી.

બધા રાજના રૂમમાં ભેગા થયા, સૌ પ્રથમ કાજલે કહ્યું રાજની સાથે ચર્ચા થયા મુજબ ટાપુ પર જવા માટે સવારે સાત વાગે બોટ પોર્ટ પર તૈયાર હશે અને તમે બધાએ જે જે કહ્યું હતું તે જરૂરિયાતનો બધો સામાન બોટ પર પહોંચાડી દેવામાં આવશે. કોઈ બોટ વાળો ત્યાં જવા તૈયાર નહોતો થતો, અંતે શીતલ કરીને એક આદિવાસી છે જે પોતાની બોટ સરકારી પ્રવાસન વિભાગમાં ચલાવે છે તેને તૈયાર કર્યો છે.

સરસ, અતિસુંદર દેવ એકીટશે કાજલના સામું જોતા બોલ્યો. કાજલને થોડું હસવું આવી ગયું અને તેણે કહ્યું એ તો તમે કાલે સવારે શીતલને મળશો પછીજ ખબર પડશે. દેવને કાજલ સાથે વાત કરવાનું ગમતું હોવાથી તેને ચર્ચા લંબાવવામાં રસ હતો

પણ રાજે બંનેને અટકાવતા કહ્યું આપ સહુને જણાવી દઉં કે આપણે એક ખુબજ અગત્યના અને જોખમી મિશન પર જઈ રહ્યા છીએ એટલે તેના વિષે ચર્ચા કરીએ તો વધુ સારું.

રાજનો ગંભીર ચહેરો અને કરડાકી ભર્યા અવાજથી દેવ થોડો અકળાયો અને કાજલ થોડી સહેમી ગઈ.

કાજલના હાવભાવ પારખી રાજે થોડા હળવા અવાજે પૂછ્યું, કાજલ તારા હિસાબે ત્યાં પહોંચતા આપણને કેટલો સમય લાગશે?

કાજલે કહ્યુ જો કોઈ પ્રકારનું વિઘ્ન ન નડે તો સાંજે પાંચેક વાગ્યા સુધીમાં આપણે ત્યાં પહોંચી જઈશું.

દેવ થોડો જુસ્સામાં આવી ગયો અને બોલ્યો વિઘ્ન એટલે તું પેલા વિચિત્ર દરિયાઈ રાક્ષસ કે જાનવરની વાત કરતી હોય તો નિશ્ચિન્ત થઇ જજે મેં ભલ ભલા ગાંડાતુર હાથીઓને કાબુમાં કરેલા છે ને તેમ છતાં જો તે કાબુ નહિ આવે તો મારી પાસે એકથી એક શક્તિશાળી ટ્રાન્ક્વિલાઈઝર પણ છે, એક શોટ અને તે આપણા કાબુમાં આવી જશે.

રાજે દેવને કહ્યુ ખૂબ સરસ પણ આપણે જોશની સાથે સાથે હોશથી કામ લેવાાનું છે. બીજું એ કે આપણું લક્ષ્ય તે દરિયાઈ રાક્ષસ કે જાનવર નથી પણ તે ગુમનામ ટાપુ પર જો કોઈ અવૈધ ગતિવિધિઓ ચાલી રહી હોય તો તેને રોકવાનું છે.

ડો. સાકેત કે જે અત્યાર સુધી ચૂપ હતા, તેમણે કહ્યું રાજ એકદમ સાચું કહી રહ્યો છે, કદાચ એવું બને કે ટાપુ પર ગયા પછી ખબર પડે કે એ દરિયાઈ જાનવર કરતા મોટી મુસીબત ત્યાં આપણી રાહ જોઈ રહી હોય.

રાજને ડો. સાકેતના શબ્દોમાં ક્યાંક હળવો ભય દેખાયો, પણ તે “ડર કે આગે જીત હૈ” વાલા સ્લોગનમાં માનનારો વ્યક્તિ હતો, તેણે સાકેતને કહ્યું, ડોક્ટર એટલે તો તમે આપણી આ ટીમમાં છો, અને હા રહી વાત મુસીબતોની તો તે તો હોયજ છે સામનો કરવા માટે.

સાકેત બોલ્યો, ઓહ નો કેપ્ટન, તમે ચિંતા ના કરો હું એટલો બધો પણ ડરપોક નથી જેટલો તમે મને ધારી લીધો છે.

સાંજ સુધી લગભગ બધા મિશનની તૈયારીમાં લાગ્યા રહ્યા અને તેના વિષે ચર્ચા કરતા રહ્યા. રાત્રે ડિનર પતાવીને કાજલ ઘરે જવા ઉભી થઇ , તેણે બધાને સવારે સમયસર પોર્ટ પર પહોંચી જવા સૂચન કર્યું અને આવજો કહી નીકળી ગઈ દેવની ઇચ્છા તેને ઘર સુધી મુકવા જવાની હતી પણ કાજલે આવજો કરતી વખતે જે તીખી નજરથી દેવ તરફ જોયું જે જોઈ દેવે પોતાના અરમાન મનમાંજ ધરબી દીધા, કાજલના ગયા પછી સહુ પોતપોતાના રૂમ ભેગા થઇ ગયા .

*****