કીટલીથી કેફે સુધી... - 25 Anand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કીટલીથી કેફે સુધી... - 25

કીટલીથી કેફે સુધી
આનંદ
(25)

દીવાળીની રજા સુધીમા ત્રણેક ઓપનમાઇકમા તો જઇ આવ્યો. દીવાળીએ ઓફીસમાથી પહેલીવાર ‘સ્ટાઇપન્ડ’ આવ્યુ. પૈસા વપરાઇ જાય એ પહેલા મે ગીટાર નો શોખ પુરો કરી લીધો. મને એમ હતુ કે છેલ્લા દસ દીવસમા વગાડતા શીખી લઇશ. એવુ કંઇજ થયુ નહી. હુ મારા બાકી રહેલા બધા સપના પુરા કરીને જવા માંગતો હતો.

દીવાળી પછી છેલ્લા પંદર દીવસ હતા. એ નીકળી ગયા એ જ ખબર ન પડી. અત્યાર સુધી જેટલાને મળ્યો એટલાને મારે ફરીથી મળવુ હતુ. રોજ રાતે અને દીવસે કોઇના કોઇ માણસને ‘ચા’ ના બહાને મળવાનુ.

આટલા ટાઇમમા તો એપાર્ટમેન્ટમાય બધાય મારા ઓળખીતા થઇ ગયા હતા. આ બધા સાથે ભાઇબંધી છોડીને જવુ મને જેર સમાન લાગવા માંડયુ. ઇન્ટરન્શીપ નુ છેલ્લુ અઠવાડીયુ અને ટાઇમ જતા છેલ્લો દીવસ આવતા વાર ન લાગી.

આજે ફાઇનલી જવાનો દીવસ આવી ગયો. આટલા દીવસ મને એમ થતુ કે હવે ઇન્ટર્નશીપ પુરી થાય તો સારુ. પણ આમ છેલ્લા દીવસે હવે જવાનુ મન નથી થતુ. સામાન ભરીને તૈયાર રાખેલો છે. હમણા લઇને નીકળી જઇશ એટલે બધુ પુરુ. મારા હાથમાથી બધુ નીકળી જશે એવો ભય મને લાગવા માંડયો.

આગલા રાતે મે શક્ય એટલા બધાને મળી લીધુ. મને સૌથી વધારે યાદ આવશે તો શૈલેષભાઇની કીટલી અને એનુ જુનુ સ્કુટર. એ માણસના હાથ જેવી ચા મે હજી સુધી નથી પીધી.

થોડા દીવસો પહેલા મને પણ અચાનક જ ખબર પડી હતી કે આવી જોરદાર ‘ચા’ પણ કોઇ બનાવી શકે. હુ ને નીલ એકવાર ઘરે જતા હતા. રસ્તામા હુ કીટલી જોઇ ગયો. અમે સીંધુભવન પર આગળ નીકળી ગયા હતા. એણે મને ચા પીવાની ના પાડી. મારા અભીમાન ખાતર મે એને એક્ટીવા પાછુ ફેરવાવ્યુ. મે ચા પીધી એ જ સેકન્ડે હુ એ માણસ નો ફેન થઇ ગયો. પછી તો મારે રોજનુ થઇ ગયુ.

આટલા દીવસથી સૌરાષ્ટ્ અને કાઠીયાવાડ કહીને ઉછળતો હતો. અચાનક જ હુ શાંત થઇ ગયો. મને થયુ હજી થોડો ટાઇમ રોકાવા મળે તો સારુ અને જો ટીકીટ બુક ન કરી હોત તો રોકાઇ પણ જાત. એક્ટીવા મે મોરબી મોકલાવી દીધુ. એટલે બધી મોહમાયા પણ છુટી ગઇ. હુ આવ્યો એ પહેલા જીનીયસનો ફોન આવ્યો. ‘પહોંચુ એટલી વાર..’ કહીને મે ફોન રાખ્યો.

મારી પાસે એક્ટીવા નથી. હુ હાલીને નીકળ્યો. મને અમદાવાદનો પહેલો દીવસ યાદ આવી ગયો. મારો પહેલો અને છેલ્લો દીવસ સરખા થઇ ગયા. હુ ભાવથી ઉભરાઇ રહ્યો હતો. છેલ્લો દીવસ છે અને મને જવાનુ મન નથી થતુ.

હાલીને હુ પહોચ્યો કીટલી પર.

“આવો...આવો...માલીક ક્યારનો રાહ જોતો હતો. મે કીધુ નો આવે એવુ બને નય...બેસો બેસો ચા લઇ આવુ.” મને આવતો જોઇને શૈલેષભાઇ સ્ટુલ લઇને સામા આવ્યા. કોઇ અજાણ્યા માણસને મારા પ્રત્યે આટલી લાગણી હોઇ શકે એવુ મે ક્યારેય નહોતુ વીચાર્યુ. એ પણ અમદાવાદના માણસમા...પણ હુ આવા માણસોને મળ્યો એનો મને સંતોષ છે. આ એવા માણસો છે જેને કદાચ લાગણી છુપાવતા નથી આવડતુ. એના સ્વભાવમા જ એ ખાસીયત છે.

“મજામા ને...” હુ આટલુ જ બોલી શક્યો. મારુ માથુ ભારે થઇ ગયુ છે.

“હોવ તમે આવી ગયા એટલે મજામા.” થોડીવાર પહેલા શૈલેષભાઇનો પણ ફોન આવ્યો હતો. સામાન પેક કરવામા મારે થોડુ મોડુ થયુ.

“માલીક વય જાહો તો મજા નય આવે હો. અને હા આજની ચા મારા તરફથી પૈસા દીધા તો માતાજીના સમ છે. માતાજીના સમ કોઇદી ખોટા નો ખવાઇ. આજે કાંઇ બોલવાનુ નથી થાતુ.” રોજની જેમ આજે પણ ગરાગી સારી એવી છે પણ ગરાગીને પડતી મુકીને અમને ચા આપી ગયા.

બાકીના ગરાગને જોઇતુ હોય એ હાથે લઇ લેવા કહી દીધુ અને સ્ટુલ લઇને અમારી સાથે બેસી ગયા. આટલા વીશ્વાસ કરનારની દુકાને કયો માણસ બીજીવાર ન આવે. માણસ ખાલી ભાવનો જ ભુખ્યો હોય. કદાચ થાળીમા મળતો ખોરાક તો પછીની વાત છે. મને અંદરથી ડુમો ભરાવા લાગ્યો છે. આજની રાત અને હવે પછીના થોડા દીવસ કેમ નીકળશે એ વીચારવા જેવી વાત છે.

“મને એમ કે નીકળી ગયા પ્રભુ.” મારી સામે હસીને કહ્યુ.

“ના...ના તમારી ચા પીધા વગર થોડીને નીકળી જાઉ.” મે સ્ટુલ થોડુ પાછળ ખસેડયુ. “કીધુ તુ એટલે મળ્યા વગર થોડીને જાઉ. બીજુ બધુય તો બરોબર પણ તમારી ચા બવ યાદ આવશ.”

“તો રોકાઇ જાવ ને જવાની શુ જરુર છે.” એણે ખાલી એટલુ જ કહ્યુ.

“હા કેન્સલ કરાવી દઇ ટીકીટ.” બાજુમાથી જીનીયસ બોલ્યો.

“ના...ના ભાઇ ફરીથી પાછો આવીશ ક્યારેક.” હુ બોલ્યો.

“હા કેન્સલ જ કરો.” શૈલેષભાઇ બોલ્યા.

“હવે આપડી નવી દુકાને જ આવજો સીધા.” નવી દુકાન લેવાનો ઉત્સાહ એમના મોઢા પર દેખાતો હતો. “પાછા આવો ત્યા તો ચાલુ થઇ જ ગય હશે.”
“હવે તો નવી દુકાને જ અવાય ને.”

“અરે ગમે ત્યારે આવી જાવાની છુટ. અમદાવાદમા અડધી રાતેય કાઇ કામ પડે તો ફોન કરી દેવાનો.”

“તમે બધાય સૌરાષ્ટ્ર આવો...”

“હોવ.” હુ બોલ્યો.

“કાલથી રાજકોટ એમને...” જીનીયસ બોલ્યો.

“ના ભાઇ રજા મળી ગઇ તો થોડાક દીવસ મોરબી એકવાર કોલેજ ચાલુ થઇ ગઇ તો રજા નઇ મળે એટલે વેકેશન.” મે કહ્યુ.

“બરોબર”

થોડીવાર સુધી અમે બેઠા રહ્યા. રોજની જેમ વાતો કરવા માટે આજે હુ ગરીબ હતો. મારી પાસે કોઇ જ શબ્દો નહોતા. જીવનમા ઘણી ઓછીવાર મારે આ પરીસ્થિતીમા મુકાવુ પડયુ છે.

“હાલો હવે નીકળી બે વાગવા આવ્યા.” હુ કમને ઉભો થયો.

“જાઉ છે ભાઇ. આપણે ફોટો લેવાનો રય ગયો કાલ કીધુ હતુ.” મે શૈલેષભાઇ સાથે ફોટો પડાવ્યો.

“એ આવજો હો...” એ હાથ ઉંચો કરીને બોલ્યા. “જય માતાજી...”

“જય માતાજી...” મારાથી એટલુ જ કહેવાયુ. મોડી રાતે હુ રુમે પાછો આવ્યો. દેવલો રાહ જોઇને બેઠો હતો.

“દેવલા કાલથી મજા આવશે ને તારુ નામ લેવાવાળુ કોઇ નહી હોય.” હુ સામેના પલંગ પર જઇને બેઠો. “કાલથી રુમ તારો એકલાનો. મારી ટ્રીપ પુરી થઇ ગઇ. નો વાત કરી શક્યો નો મળી શક્યો. વડોદરા તો જઇ આયવો તોય.”

મને ખાલી એજ વાતનુ દુઃખ હતુ કે હુ એને મળી ન શક્યો. હુ ઘણુ બધુ લઇને નીકળીશ અને ઘણુ છોડીને જઇશ. અઠવાડીયામા બધાની યાદમાથી પણ કદાચ નીકળી જઇશ. રાજને મે સાબરમતીમા વહેવા દીધો છે પાછો ખાલી આનંદ જવાનો છે.

“હવે તો મુક એલા...છેલ્લા દીવસે આવી રીતે ઉદાસ થઇને નો જવાય” એ પણ ભાવહીન થઇ ગયો છે. “કાલે કેટલા વાગે જવાનુ છે.”

“સાડા ચાર” હુ બોલ્યો.

“જે થયુ એ સારુ થયુ. આટલો મોટો કવિ તો બની ગયો. હવે શુ જોય છે તારે.” મને જાણ શાંત્વના આપી રહ્યો છે.

એ રાતે મોડેથી ઉંઘ આવી. સવારે રીપોર્ટમા સાઇન કરાવા અને સર્ટીફીકેટ લેવા માટે ઓફીસે જવાનુ હતુ.

હુ રીક્શામા થોડો મોડો પહોચ્યો. અમે જવાના એ જાણીને સરે અમને કાંઇ કહેવાનુ બંધ કરી દીધુ છે. હુ ઉપર પહોચ્યો. સર અને કાજલ મારી પહેલા આવી ગયા.

“આજે જવાનુ ને તમારે સર.” મને સર કહીને બોલાવતા.

“હા...”

“સારુ...” કહીને જુનુ કોમ્પ્યુટર ચાલુ કર્યુ.

“સર્ટીફીકેટમા લખી દઉને કે કેટલા બંક માર્યા અને સ્ટેજ પર ચઢીને ગીતો ગાવા જતો એ બધુ.” મારી સામુ જોઇને હસી પડયા.

“ના સર...” હુ એટલુ જ બોલ્યો. મને લાગ્યુ કે સાચુ લખીને હમણા આપી દેશે.

અમને બેયને સર્ટીફીકેટ આપી દીધા. બીજી બધી ફોર્માલીટી પુરી કરી આપી.

એ કદાચ થોડા જલ્દીમા હતા. અમને જવા દેવાનુ એનુ મન નહોતુ પણ બીજો કોઇ રસ્તો નહોતો. છેલ્લે મે ગ્રુપ ફોટો માટે એમને રોક્યા. અમે બધા એ ગ્રુપ ફોટો અને સેલ્ફી લીધા.

મે એકલા એ સર સાથે ફોટો લીધો.

“સોરી કોઇ ભુલ થઇ હોય તો અને થેંક્યુ ફોર એવરીથીંગ...” મે બોલી દીધુ.

મે મારી અડધી લખેલી બુકની પ્રીન્ટ કરાવીને રાખી હતી. એ મે સરને આપી દીધી.

“અરે બાપ રે આ શુ...” હાથમા લઇને પેજ ફેરવ્યા.

“મારી નવલકથા છે...અડધી લખેલી છે...” હુ વીચારતો હતો કે સર હવે શુ કહેવાના છે.

“તો આ છે એમને તારા કામ ન કરવાનુ કારણ...” એકાદ સેકન્ડ તો મને લાગ્યુ કે મે એમને આપીને ભુલ કરી નાખી. “આ વાંચી તો આનંદને ઓળખી જઇ એમને.”

એ એકદમ જ હસી પડયા. ખુશ થઇને મારી સાથે હાથ મીલાવ્યો.

“યુ બોથ...અમદાવાદ આવો એટલે મળીને જવાનુ...” એના ગોળ ટેબલ પર બુક મુકી ને નીકળ્યા.

હુ કાઇ બોલવા જતો હતો. મને એમ કે સર નીકળી ગયા. ત્યા પાછો દરવાજો ખુલ્યો. મને થયુ ચાવી ભુલી ગયા.

“તે તારી ગર્લફ્રેન્ડનુ નામ ન કીધુ હો અત્યાર સુધી...” મારી સામે અચાનક જ ગોળીબાર થયો.

“સર બુક પુરી થાય ત્યારે સામેથી આવીને કઇશ...” મારાથી કહેવાઇ ગયુ.

“તુ રહેવા દે...” કહીને સર પાછા નીકળી ગયા.

છેલ્લા દીવસે મે અને કાજલે છેલ્લો ફોટો ઓફીસમા લીધો. કોઇ છોકરી સાથે પહેલીવારમે ફોટો લીધો. મે નેમીતાદીદી અને કાજલે ઘણા ફોટા લીધા. મે આખી ઓફીસના ફોટોગ્રાફ લીધા. સરના લેપટોપથી લઇને ખટારા જેવા કમપ્યુટર સુધીના બધાજ...

બાજુની ઓફીસમા જીગર અને છેલ્લેથી બીજી ઓફીસમા થોમસસાહેબને છેલ્લીવાર મળી આવ્યો. મારે છેલ્લી ચા ઓફીસની નીચે પીવાની હતી.

મને અચાનક જ અનુપભાઇ યાદ આવ્યા. મે ફોન કર્યો તો સીધી સામેથી ગાળ આવી. “હરામી હવે કેવાનુ જાશ એમ. કીધા વગર નીકળી જવાનુ.”

મે ચા પીવા નીચે બોલાવ્યા. પાર્કીંગના ખુણા પાસે છેલ્લીવાર મળ્યા.

“રોકાઇ જા ક્યાય નથી જવાનુ થતુ. નવલકથા લખવા મંડયા એટલે કેતા ય નથી જાય છે તોય.” મને રોકી રાખવાની પુરી કોશીશ કરી.

“હુ ચા લઇ આવુ.”

“ના ચા નથી પીવી. સીગારેટ પીવડાવી દે...”

થોડીવાર જુની મગજમારી કરી. પછી સેલ્ફી લઇને હુ નીકળ્યો. ઓફીસની નીચે હુ જ્યા ખાવા-પીવા જતો એ બધાને છેલ્લીવાર મળી આવ્યો.

જવાનુ મન નહોતુ પણ જવુ પડયુ. ફરી પહેલેથી શરુઆત. રીક્શાથી શરુઆત થઇને ફરી રીક્શામા આવી ગયા. રસ્તામાથી નીકળતા એ ટી-પોસ્ટને જોતો રહ્યો અને ખુણા પરનુ એ કેફે જ્યા કાયમ જવા માંગતો હતો. મને સૌથી મોટો ભાર એ છે કે ચા પાર્ટનર કોઇ ન મળ્યુ.

આખા રસ્તે અમદાવાદનો પહેલો દીવસ યાદ કરતો રહ્યો. ત્યા દેવલાનો ફોન આવ્યો. ક્યારે નીકળેશ પુછવા માટે...હુ લીફ્ટના બદલે સીડી ચઢીને ઉપર ગયો. જીનીયસને છેલ્લીવાર મળવા બોલાવ્યો. ત્યા દેવલો રુમમા આવ્યો. ઓફીસમા બહાનુ કાઢીને એ મળવા આવ્યો.

“ભુલ થઇ હોય તો સોરી ભાઇ...હવે બીજીવાર હારે રહેવાનુ થાય તો હારે રઇશ કે નઇ...” મે ભરેલા હદયે કહ્યુ.

“કેવી વાતો કરે...એલા...હા જ હોયને...”

એને ઓફીસે જવાનુ હતુ. એ મોઢુ બતાવીને નીકળ્યો. હુ નીચે સુધી સાથે ગયો. નીચે જઇને સેલ્ફી લીધી.

“મળીએ પાછા રાજકોટમા...” મારા માટે કહેવુ અઘરુ હતુ.

“હાલ પહોચીને ફોન કરી દેજે...” એ બાઇક ચાલુ કરીને નીકળ્યો.

દેવલાના આવ્યા પહેલા મે છેલ્લીવાર ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો હતો.

છેલ્લી વખત ચા પીવા માટે રાજુભાઇની કીટલીએ ગયા.

ચા પીને મારે નીકળવાનુ હતુ. મે છેલ્લીવાર કેબ મંગાવી. કેબ આવી ત્યા સુધી જીનીયસ અને યશ રાહ જોઇને ઉભા રહ્યા. સીક્યોરીટીવાળા બેય ભાઇ,રાહુલભાઇ,રોહીતભાઇ બાકી જેટલા ને મળી શક્યો એટલાને મળી આવ્યો.

કેબની રીક્શા આવી ગઇ એમા સામાન મુકાઇ ગયો. બધા સાથે હાથ મીલાવીને હુ નીકળી ગયો. રીક્શા હાલતી ગઇ અને હુ બધાને અને એપાર્ટમેન્ટને જોતો રહ્યો.

અપુર્વઅમીનનુ બીલ્ડીંગ મારી આંખ સામે નાનુ થઇ રહ્યુ હતુ. નહેરુનગર ઉતરીને પાછળ ચા પીવા માટે ગયો. મારુ મન સાવ શુન્યાવકાશમા છે.

ચા પીને થોડુ હળવુ થયુ. મોરબીની બ્લુ વોલ્વો આવી ગઇ.

હુ બારીના કાચમાથી અમદાવાદને જતુ જોઇ રહ્યો પણ કાઇ ન કરી શક્યો.

‘અમદાવાદ હાથમાથી ગયુ ત્યારે લાગ્યુ કે બધુ હાથમાથી નીકળી ગયુ...’

(ક્રમશ:)