નસીબ ના ખેલ... - 30 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... - 30

ધરા ના સૌથી મોટા જેઠાણી ગામડે જ રહેતા હતા અને ત્યાં જ ધરા ના શ્રીમંત નો પ્રસંગ રાખ્યો હતો, એટલે નિશા અને ઘરના અન્ય બધા એક અઠવાડિયા પહેલા ત્યાં પહોંચી ગયા, નિશા ધરાને પોતાની સાથે જ લઇ જવા માંગતી હતી પણ ધરાના નણંદે ધરાને રોકી, કહ્યું કે ધરા ને પહેરાવવા માટેની રાખડી ધરા ની પસંદગી ની લેવી છે, ધરા અમારી સાથે આવશે....

જો કે આ વાત નિશાને ગમી તો નહીં પણ નણંદ મોટા હોવાથી એ એમની સામે કઇ બોલી ન શકી , અને કમને ધરાને એકલી મૂકીને એને ગામડે જવું પડ્યું ....
આ તરફ ધરા એના નણંદના ઘરે રોકાવા ગઈ, ધરા ના નણંદને બે દિકરી અને એક દીકરો હતા અને આ ત્રણેય ધરાનું ખૂબ ધ્યાન રાખતા હતા , ધરાને બહુ કામ જ નોહતા કરવા દેતા , નિશા એને ઝગડાલું સ્વભાવ ને કારણે આખા કુટુંબમાં પંકાઈ ગઈ હતી , બધા નિશાથી દૂર રહેવાનું જ પસંદ કરતા હતા , જ્યારે ધરાને હવે બધાં પસંદ કરવા લાગ્યા હતા , ધરા બધા સાથે પ્રેમથી મીઠાશથી વાત કરતી, ધરાનો આ નિખાલસ સ્વભાવ બધાને એની તરફ ખેંચતો હતો .
ધરા એના નણંદના ઘરે હતી , આ પહેલો મોકો હતો કે ધરા નિશા વગર એકલી ક્યાંય હતી, ધરા 3 દિવસ ત્યાં રોકાણી, અબે આ 3 દિવસ માં ધરા સામે બધા ના ચહેરાની અસલિયત આવી ગઈ. ધરા એ એના નણંદનો પ્રેમ પણ જોયો, એના ભાણેજોનો સાથ પણ જોયો, નિશાનું અસલી રૂપ પણ સામે આવ્યું અને કેવલ ના મનમાં રહેલું પાપ પણ...
બપોરે જમી ને જ્યારે સૌ નવરા પડતા, અને સુઈ જતા ત્યારે ધરાને એના ભાણેજો ઘેરી વળતા , શરૂઆતમાં આડીઅવળી વાત થઈ પણ એકવાર અચાનક ઘરના નણંદની નાની દીકરી બોલી ગઈ કે હવે તો કેવલમામા નિશામામી નું નહીં પણ તમારું જ બધું માનતા હશે ને ?હવે તો મામા નિશાની સામું પણ નહિ જોતા હોય ને ..?
ધરા એતો પૂછવા ખાતર જ પૂછ્યું કે કેમ એમ કહો છો ? ((ધરા ની સાસરીમાં ભાણેજ ને માનથી બોલાવવાનો રિવાજ હતો, ભાણેજ ભલે ગમે એટલા નાના હોય પણ એમને "તમે" કહીને જ બોલાવાય)) બસ ધરાનું આટલું પૂછવાનું જ હતું અને ધરાના નણંદનો દીકરો આખો ઇતિહાસ કહેવા લાગ્યો .....
કઈ રીતે નિશાના અને કેવલના અનૈતિક સંબંધો છે , કઈ રીતે આખા કુટુંબમાં એની ચર્ચા છે , કોણ કોણ આ બધું જાણે છે , અને કઈ રીતે બંને રંગેહાથ પકડાયેલા પણ છે એ બધી જ વાત , એ બધા જ પાનાં ખુલ્યા .... ધરા ના ભાણેજોએ એ પણ કહ્યું કે આ વાત બીજા આટલા જણાને ખબર છે , ખાતરી કરવા તમે ગમે તેને પૂછી શકો છો .... અને સાથે એમ પણ કહ્યું કે મામી પ્લીઝ અમારું નામ ન આપતા કે અમે તમને આ બધું કીધું છે , તમે ગમે તે બહાનું બતાવજો પણ અમારું નામન આપતા ....
ધરા આ બધું સાંભળી તો રહી હતી પણ અંદરથી તૂટતી જતી હતી , એક બાજુ આવનાર બાળક ના સપના માં ખુશ હતી તો બીજી બાજુ હવે એને પોતાનું જ ભવિષ્ય અંધકારમાં લાગતું હતું, આમાં એ આવનાર બાળકનું ભવિષ્ય શુ એ વાતે ચિંતિત પણ હતી ...
જમ્યા પછીની આ બે કલાક માં એનું ઘણું બધું બળી ગયું, એનો જીવ, એનું બપોરનું ખાધું હતું એ અને એનું ભવિષ્ય, એણે કેવલમાં મુકેલો વિશ્વાસ, નિશામાં એના પપ્પાએ મુકેલો વિશ્વાસ , એના આવનાર બાળકનું ભવિષ્ય , કેટલું બધું ........
ધરાના મનમાં ગજબનું તોફાન ચાલી રહ્યું હતું , સારું થયું કે ધરાની તબિયત ઉપર કાઈ અસર થાય એ પહેલા જ ધરાના નણંદ જાગી ગયા અને ધરાને તૈયાર થવાનું કહ્યું, અને બપોરની ચા મૂકી... બધા જાગી ગયા હતા, અને ઘરમાં ચહેલપહેલ વધી, સૌએ ચા પીધી અને ધરા તૈયાર થઈને એના નણંદ સાથે બજારમાં ખરીદી માટે ગઈ...
બીજી વાતમાં ધ્યાન પરોવવું જરૂરી હતું, એટલે આ સમય પૂરતી તો ધરાની તબિયત સારી રહી ... ધરાના નણંદ એ શ્રીમંત માં પોતાને પહેરાવવાની રાખડી ધરાની પસંદગીની લીધી કારણ પહેરવાની તો ધરાને જ હતી ,અને સાથેસાથે હોશથી સાડી પણ લઈ દીધી, રિવાજ એવો ક્યાંય નથી કે ભાભીના શ્રીમંતમાં નણંદ ભાભીને સાડી લઇ દયે .... પણ ધરા તો બધાની લાડકી બની ગઈ હતી....
ખરીદી થઈ ગઈ હતી અને બીજે દિવસે બધા ગામડે જાવા નીકળવાના હતા, થોડા સમય માટે ધરા ને પેલી વાત મનમાંથી કાઢવી પડી હતી , જો કે વાત એટલી મામુલી પણ ન હતી કે મનમાંથી નીકળી શકે ... ધરાના મનમાં તોફાન સતત શરૂ જ હતું , કોને પૂછે કોને કહે એ વાત સમજાતી ન હતી પણ એટલું જરૂર સમજી ગઈ હતી કે આ વાત કેવલ ને કહેવાનો કોઈ જ અર્થ નથી.... ધરા ના મનમાં દરેક વાતનું ફ્લેશબેક થવા લાગ્યું... કેમ કેવલ નિશાને કાઈ જ નોહતો કહેતો, લગ્ન બાદ નિશાના શબ્દો પેલા બેવર્ષ સાચવવાનું વચન વાળા પણ યાદ આવ્યા , પહેલી વાર ફિલ્મ જોવા ગયા અને નિશાએ જે તમાશો કર્યો હતો એ પણ યાદ આવ્યું, અને પોતાની પહેલી ગર્ભાવસ્થા માં નિશાની દખલગીરી, એ ઇન્જેક્શન લેવાનું અને એમાંય કેવલનો નિશાને જ સાથ આપવાનો....બધું જ યાદ આવતું હતું ....કેમ નિશા એને અત્યાર સુધી ક્યાંય એકલી જાવા નોહતી દેતી એ ભેદ હવે ખુલ્યો...
ભાવનગરથી ગામડા સુધી રસ્તામાં જાણે છેલ્લા 8/9 મહિનાની એની જિંદગીની ફિલ્મ આખી રિવર્સ જોઈ લીધી એણે... , ઘરે પહોંચતા જ સામી નિશા આવી, એને જોતા જ ધરાના મનમાં ચાલી રહેલા તોફાનોએ ગતિ પકડી, ગુસ્સો મનમાં ઘૂઘવવા લાગ્યો, માંડ માંડ મન પર કાબુ રાખીને આગળ વધી, તેના મોટા જેઠાણીએ તેને પોતાની પાસે બેસાડી, અને ત્યાંના (ગામડાંના) રીતરિવાજ કહેવા લાગ્યા , ધરાના સાસુ આ જ ગામ માં રહ્યા હતા , બાપદાદા ના વખતનું એ ઘર હતું, ખૂબ મોટું પણ ન કહી શકાય અને સાવ નાનું પણ નહીં .... શ્રીમંત ને હજી બે દિવસની વાર હતી તેથી ધરાના જેઠાણી ધરાને બધું સમજાવી રહ્યા હતા ,પણ ધરાનું ધ્યાન નિશા અને કેવલ પર જ રહેતું હતું જે બહાર ફળીયામાં ઉભા ઉભા કાંઈક વાતો કરી રહ્યા હતા ....