ADHOORI MULAKAAT books and stories free download online pdf in Gujarati

અધૂરી મુલાકાત

શબ્દે શણગારી કેટલીક રચનાઓ આપ સમક્ષ મૂકું છું..આશા છે કે આપ ને પસંદ આવશે.


------- -------------
❤️ મીઠી યાદ ❤️


નજરથી નજર મળી હતી યાદ છે ?
સુંવાળી સંગત મળી હતી યાદ છે ?

સ્પર્શ એ હાથનો ને સ્નેહ એ વાતનો !
નીતરતા હેતનો ને મધુરી રાતનો !
રૂપાળી રંગત મળી હતી યાદ છે ?

ખીલતાં પુષ્પ સમાં નાજુક એ હોંઠનો ,
સ્પર્શ અનેરો એ ગુલાબી ગાલનો ,
પળ કંઇક અંગત મળી હતી યાદ છે ?

સદાયે હસતું ને સૌમ્ય એ મુખનો ,
ભાવ નીતરતી હસતી એ આંખનો,
મસ્તાની રંગત મળી હતી યાદ છે ?

નજરથી નજર મળી હતી યાદ છે ?
સુંવાળી સંગત મળી હતી યાદ છે ?


----- -------
❤️ દીપ પેટાવો ❤️

અંતરના ઓરડે દીપ પેટાવો ,
પ્રીતની કેડીએ પગરવ મંડાવો.

સપ્તરંગી ઊર્મિઓ હરખાઈ છે ને
આ સાંજ કંઇક કહે છે સાનમાં ,

લહેરાતી લાગણીઓ ઊછળતી
જાય એમાં શું કામ રહેવું હવે ભાનમાં ?

કોઈ તો થોડી અગ્નિ ચેતાવો ,
અંતરના ઓરડે દીપ પેટાવો.

સ્નેહાળ આ સાથ ને
પ્રેમાળ આ રીત છે,
મધમીઠું વ્હાલ સમી
અનોખી પ્રીત છે .

અધૂરા અરમાન સજાવો ,
અંતરના ઓરડે દીપ પેટાવો..

અંતરના ઓરડે દીપ પેટાવો ,
પ્રીતની કેડીએ પગરવ મંડાવો.

------------ ± ------------------


❤️ અધૂરી મુલાકાત ❤️


નજરને નજરથી કઈક વાત થઇ ગઈ ,
અજાણે અધૂરી મુલાકાત થઈ ગઈ .

અધરો મળ્યાં અધોરોથી ને મધુરી રાત થઇ ગઈ,
હૈયાં પર હૈયાની કોમળ વજ્રઘાત થઈ ગઈ.

કૌમુદી અજવાશમાં રંગીલી ભાત થઈ ગઈ,
હૃદયમાં પ્રગટેલી જાણે પારિજાત થઈ ગઈ.

આંખોને આંખોની પ્રેમાળ રજૂઆત થઈ ગઈ,
પવિત્ર સાથની છાનીમાની કબૂલાત થઈ ગઈ.

નજરને નજરથી કઈક વાત થઇ ગઈ ,
અજાણે અધૂરી મુલાકાત થઈ ગઈ .


-------------------- ±± ---------------
❤️ અલબેલી સુંદરી ❤️


એક અલબેલી સુંદરી મળી ગઈ,
મીઠી મધુરી સંગત મળી ગઈ.

યૌવનના રંગમાં સુગંધ ભળી ગઈ,
કામણગારી એ મારામાં ઢળી ગઈ.

જાણે વૃક્ષની નાજુક ડાળ વળી ગઈ,
હાથ પકડ્યો ને તરત જ લળી ગઈ.

આલિંગનમાં એ બરફ શી ગળી ગઈ,
જાણે મારી સર્વ પીડાઓ ટળી ગઈ .

એક અલબેલી સુંદરી મળી ગઈ,
મીઠી મધુરી સંગત મળી ગઈ.

---------------- -------------------

❤️ સપનાની કેડીએ ❤️

સપનાની કેડીએ ચાલતો જાઉં છું,
મનની મેડીએ માલતો જાઉં છું.

વાત અંતરની કહેતા મૂંઝાવું છું,
તોયે હૈયાના ઘાને રૂઝાવું છું.

મળ્યાં જે પળ તેને વધાવું છું,
અધૂરા સપના ને સજાવું છું.

રાખી વિશ્વાસ મનને મનાવું છું,
પ્રેમરૂપી પ્રસાદ તેને ધરાવું છું.

વિહ્વળ બનેલા મનને સમજાવું છું,
મળશે એ આશમાં હરખાઉં છું.

આંખોના બાણ વડે વિંધાવું છું,
રિસાયેલ મનને રોજ રિઝાવું છું.

સપનાની કેડીએ ચાલતો જાઉં છું,
મનની મેડીએ માલતો જાઉં છું.

------------------ ± ±--------------------
❤️ ગમી ગઈ ❤️ ( ગઝલ)

નાજુક ને નમણી એ નાર ગમી ગઈ,
હૈયામાં ઉઠેલી એક જ્વાર શમી ગઈ.

અમે તો એમની રાહ જોઈ બેઠા હતા,
ને સામેથી એમની જ ભાળ મળી ગઈ.

લાગણીઓના પ્રત્યેક ઉછાળમાં ,
સ્નેહની મીઠી ધાર વહી ગઈ.

ને અમે તો રાખ્યો તો વિશ્વાસ આપમાં,
એમને તો એમાં પણ શંકા રહી ગઈ.

સાથે ચાલવાનો જે રસ્તો લીધો હતો,
એ રસ્તે ખુદ એ જ ભમી ગઈ.

રમકડું ક્યાં હતું ? એ તો દિલ હતું,
તોયે એની સાથે રમી ગઈ.

નાજુક ને નમણી એ નાર ગમી ગઈ,
હૈયામાં ઉઠેલી એક જ્વાર શમી ગઈ.


----------------- -----------------------

કાવ્યો અને ગઝલ આપે વાંચ્યા અને માણ્યા ,આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો હૃદય થી આભાર વ્યકત કરું છું.
આપને આ કાવ્યો કેવાં લાગ્યા એ વિશેનો આપનો અમૂલ્ય અભિપ્રાય જરૂર આપજો.કોઈ સુધારાત્મક બાબત હોય તો મારું ધ્યાન દોરશો હું આપનો આભારી રહીશ. એને આ પુસ્તકને રેટિંગ જરૂર આપજો.આભાર 🙏🙏


બીજા રસપ્રદ વિકલ્પો