હાં તું !
ચાર વર્ષ વીત્યાં છતાં પણ તું હજું મને કડકડાટ યાદ છે.માત્ર તું જ નહીં પણ તારાથી જોડાયેલી એક એક વાત અને દરેકે દરેક મુલાકાત...અને ઘણું બધું...
હાં કાવ્યા! યાદ છે મને આજે કે આજે તારી birthday છે.છતાં આ ચાર વર્ષમાં મારે આ તારીખ યાદ રાખવાં ન તો ક્યાંય લખવું પડયું કે ન તો reminderની જરૂર પડી.
યાદ તો હોય જ ને કેમ નાં હોય !
એક તું અને એક મારી ડાયરી આ બે જ તો હતાં કે જેને મે મારો બધો જ સમય આપ્યો હતો.
વિચારો માંથી બહાર આવ્યો હું , અને કાંઈ પણ અપેક્ષા રાખ્યાં વગર થયું કે લાવ જન્મદિવસની શુભેચ્છા આપી દઉં.
ફોન હાથમાં લીધો અને આંગળીનાં ટેરવાંને તારાં નામ સુધી પોહચાડયાં, 'my poem' હાં! હજું પણ આ જ નામથી સાચવી રાખ્યો છે મે તારો નંબર. જાણું છું કે હતી તકલીફ મારાથી તને છતાં આજે પણ આ કલમ ડાયરીનો સાથ મે નથી છોડ્યો.
ફોન લગાવીને કાને રાખ્યો,અવાજ જોડાણો અને તેણે ફોન ઉપાડ્યો હૂં બોલ્યો; happy birthday કાવ્યા, છેલ્લાં ત્રણ વર્ષની જેમ જ આ વર્ષે પણ એ જ જવાબ મળ્યો કે.. thank you બટ તમે કોણ ?
મે જવાબ આપતાં કહ્યું રોહિત બોલું છું...
તેણે કહ્યુ, ઓહ!!! રોહિત તને મારો birthday યાદ છે હજું!!! છેલ્લાં ત્રણ વર્ષની જેમ જ મારો જવાબ સરખો રહ્યો કે ‛નાં પણ હજું ભુલ્યો નથી'...
બસ આટલી વાત છેલ્લાં ત્રણ વર્ષથી તેનાં birthday પર થતી. નાં મારે કાંઈ પુછવું હતું નાં તેને મારાથી કઈ કેહવું હતું.પણ તેનાં માટે હું જે સ્થાન પર છું તેનાં કરતાં મારાં માટે તે ઘણું બધું છે અને એની જગ્યાં હજું પણ કોઈ નથી લઇ શકયું અને તેનું કારણ કદાચ મારી ડાયરી અને મારી કવિતા જ હશે.
ચાર વર્ષ પહેલાં આ જન્મદિવસ મારાં માટે ખાસ હતો, દરિયાનો કિનારો.... હાં! એ જગ્યાં જ્યા મને અને કાવ્યાને સાથે બેસવું ગમતું.ગમવાની વાતમાં તો એવું હતું ને કે કાવ્યાને દરીયો જોવો ગમતો અને મને દરિયાની લહેરોનો પવન જે કાવ્યાની લટ સાથે અથડાય ને જે શોર કરતી એ જોવું અને કાવ્યાને જોતાં જોતાં મારી કવિતાનું સર્જન કરવું.
ચાર વર્ષ પેલાં આ જ દિવસે અમે સાથે કિનારે બેઠા હતાં,કાવ્યાની નજર ક્ષિતિજ પર હતી અને દરિયાની લહેર એવી ગાંડી બની હતી કે એવું લાગતું હતું કે એક પછી એક લહેર કિનારે અથડાયને કાવ્યાને જન્મદિવસની શુભેચ્છા આપી રહીં હોઈ!!!!! મારાં હાથમાં કલમ અને ડાયરી હતી.. અને હું કાવ્યાને અને દરિયાની આ લહેરો વચ્ચે થતાં મિલનને મારાં શબ્દોમાં કેદ કરતો હતો.
મારાં હાથમાં મારી ડાયરી જોઇ કાવ્યાને ગુસ્સો આવી ગયો,અને મને કહ્યું રોહિત! બસ બોવ થયું આ બધું. શું યાર આપણે જ્યારે મળીએ ત્યારે તું આ ડાયરીને સાથે લઇ ને આવે છે, રોહિત આ દરિયામાં ફેંકી દે તારી ડાયરી અને તારી કવિતા.તું મને સમય આપવા જ નથી માંગતો કેટલાં સમય પછી આપડે મળીએ અને ત્યારે પણ તું મને સમય નાં આપી શક્તો હોય તો કાં તો તારી ડાયરી કા તો હું બે માંથી એક પસંદ કર.
કાવ્યાનાં આ શબ્દો એ મને હચમચાવી નાંખ્યો ન તો હું કાવ્યાને નાં પાડી શક્યો નાં તો આ મારી એકલતા સાચવનાર મારી ડાયરીને........
કવિતા તો આજે પણ લખાય છે ફર્ક માત્ર એટલો જ પડ્યો કે પ્રેમની ભાષા વિરહમાં બદલાઇ ગઈ......
Thank you 🤗
【 મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારાં મિત્રો સાથે શેર કરવાનું નાં ભૂલતા...】
Follow me on Instagram :-
1)amit kalsariya
2) __vhalam__