યુનિફોર્મ Amit KalsAʀiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુનિફોર્મ

કેમ છો મિત્રો !!
                      જે સ્ટોરી હું તમને કહેવા જઇ રહ્યો છું તેં કઈક ખાસ છે મારી લાઇફમાં કારણ કે મે અનુભવ કરેલી જ એક યાદગાર પળ વર્ણવી છે. આશા રાખું છું કે તમને ગમશે.
અને હાં પસંદ આવે તો જરૂર જણાવજો...



અરે યાર બોવ કંટાળો આવે છે!!!!

     આ શબ્દ સાંભળતા જ લગભગ તો બધાને ખબર પડી જ જાય કે કદાચ વેકેશન ચાલતું હશે . અને વેકેશન એટલે શરૂઆતથી લઇને અંત સુધી ફરવા જવાનું પ્લાનિંગ. હાં માત્ર પ્લાનિંગ જ હો ! અને ખાસ કરીને આ પ્લાનિંગ કરવામાં મારા બધાં મિત્રો હોશિયાર અને માસ્ટર માઈન્ડ છે. એક્ઝામ ચાલું નાં થઈ હોઇ એ પેહલા તો બધું પ્લાનિંગ થવાં માંડે. અને આ પ્લાનિંગ માટેની ખાસ જગ્યાં એટ્લે અમારી લાઈબ્રેરી જ હો. અને હાં ખાલી ફરવા જવાનાં જ પ્લાન નહીં સાથે સાથે બિઝનેસ કરવાનાં પણ મોટા મોટા પ્લાન બનાવતાં અને દરેક મિત્રની બિઝનેસ ટિપ્સ એકથી એક ચડિયાતી હોય. અને પછી વેકેશનમાં માત્ર ખાવું,સુવું,રખડવું,ટીવી જોવી અને ફોન મચેંડવો.. બસ આ જ નિત્યક્રમ બની જતો..

       કૉલેજની સેકન્ડયરની એક્ઝામ પુરી થઈ અને વેકેશન પણ પડી ગયું. ઘણાં બધાં પ્લાનિંગસ , ઘણાં બધા સપનાઓ અને ફરવા જવાનું બધું સાઈડ પર રહી ગ્યું , અને મે તમને જણાવ્યાં પ્રમાણે રોજનો નિત્યક્રમ ચાલું થઈ ગયો. સવારે મોડાં ઉઠવાનું , ટીવી જોવાની , રખડવાનું , મોબાઇલ લઇ ને બેસી જવાનું વગેરે ચાલ્યાં કરતું.. અને આમ જ બધાં પોતપોતાની રીતે સમય પસાર કરવાં લાગ્યાં.
 
         આ રોજનાં નિત્યક્રમથી તો હું પણ કંટાળી ગયો.
જેવી રીતે નાનું બાળક એક જ રમકડાંથી રમી રમી ને કંટાળે એવી  જ હાલત મારી થઈ ગઇ . વેકેશનનાં ઘણાં દિવસ વીતી ગયાં હતાં. અને મને ગુસ્સો આવતો હતો મારાં મિત્રો પર , કારણ કે ડઝન જેટલાં પ્લાન બનાવીને ભાગી ગયાં . અને અમુક તો ગામડે તો અમુક ફેમિલી સાથે ફરવા નીકળી ગયાં હતાં.
  
     રોજની જેમ હું આજે પણ મોડો ઉઠ્યો. અને ટીવીની એક પછી એક ચેનલ ફેરવી અને પછી ફોન લઇને બેસી ગયો. આમને આમ આજે તો બપોર પડી ગયાં. કંટાળીને મે પછી મારાં મિત્રને ફોન કરવાનું વિચાર્યું . મે મારાં મિત્ર દિવ્યેશને કોલ કર્યો...
  હલો, દિવ્યેશ... યાર બોવ કંટાળો આવે છે ભાઈ...
   તું આવ મારાં ઘરે આપડે ક્યાંક જઇએ આંટો મારવા.
દિવ્યેશે આવું કહીને કોલ કટ કર્યો ..

    મે નક્કી કર્યું કે મિત્રોનાં ઘરે આંટો મારીએ , વેકેશનનાં ઘણાં દિવસ વીત્યાં પણ કોઈ મિત્રોને મળ્યા નથી તો આજે મળીએ..

         અડધી કલાકમાં દિવ્યેશ આવ્યો મારાં ઘરે ..મારાં ઘરે આવીને બૂમ પાડી એટ્લે હૂં બહાર નીકળ્યો.. પરંતું  દિવ્યેશ કઈક આજે અલગ જ અંદાજમાં હતો...
બે ઘડી તો મારી આખો તેની સામેથી હટી નહીં .. આ શું દિવ્યેશ ? કહેતાં હું તો જોર જોર થી હસવા લાગ્યો .
હસી હસીને મને તો પેટમાં દુખવા માંડ્યું સાચે હો !!!

       મારાં હસવાનું કારણ બીજું કઇ નહોતું પણવાત સાંભળતા કદાચ તમને પણ હસવું આવશે કે દિવ્યેશ આજે સ્કુલ યુનિફોર્મ પહેરીને મારાં ઘરે આવ્યો હતો.
ખરેખર એ જોઈને તો યાર કઇ મજા આવી છે , કારણકે
લગભગ બે વર્ષ વીતી ગયાં હતાં અમારાં શાળા માંથી
વિદાય લીધાંને. તેમ છતાં દિવ્યેશે આજે યુનિફોર્મ પહેર્યો એ મને બહું નવાઈની વાત લાગી.

      મે દિવ્યેશને યુનિફોર્મ પહેરવાંનું કારણ પુછ્યું. દિવ્યેશે જવાબ આપતાં કહ્યું , આ તો ઘરની સફાઇ ચાલતી હતી તો આ યુનિફોર્મ હાથમાં આવી ગયો એટ્લે વિચાર્યું કે , જો
આજે યુનિફોર્મ પહેરું તો એક સ્કુલ વિધાર્થી જેવું અનુભવું. અને ખરેખર યુનિફોર્મ પહેર્યા બાદ આજે સ્કૂલની યાદ આવી ગઈ.અને આ જોઈને બીજા આપડી પર હસે પણ ખરાં પરંતું જે સમય અને જે આ યુનિફોર્મ આજે પહેરવાંનો મોકો મળ્યો છે તો આ ક્ષણને માણી લઉં.

    ખરેખર દિવ્યેશની વાત સાચી હતી અને મને પણ સમજણ પડી કે આ સમય એ જીવનમાં યાદગાર બની જશે. દિવ્યેશે મને કહ્યું કે તું પણ સ્કૂલ યુનિફોર્મ પહેરી લે મજા આવશે. પરંતુ મારી પાસે યુનિફોર્મ ન હતો , એટ્લે અમે બન્ને ગયાં બીજાં મિત્રો પાસે.અને ખરેખર પેહલા તો બધાં દિવ્યેશ પર ખૂબ હસ્યાં પરંતું એ યુનિફોર્મ સાથે જોડાયેલી સ્કૂલની યાદો ફરી તાજી થઈ ગઇ. અને મારાં મિત્રો તો બધાં દિવ્યેશ સાથે સેલ્ફી લેવાં લાગ્યાં , દિવ્યેશ તો જાણે સેલિબ્રિટી નાં હોય તેમ !! સ્કૂલનાં એ યુનિફોર્મમાં હજી પણ એક વિદ્યાર્થી હોવાની ભાવના જાગે છે.

           સાચે જ મિત્રો હૂં તો તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ તમારી આવી સ્કૂલની યાદો તાજી કરવાં ક્યારેક આવી મજા માણતા રહેજો.
  
      સ્ટોરી ગમી હોય તો રેટિંગ જરૂર કરજો..?

★ instagram : - 【1】 Amit kalsariya
                       【2】 _words_in_bold_

✍️. writer :- amit kalsariya

take care ?????