મુંજવણ Amit KalsAʀiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુંજવણ

          મિત્રો પ્રેમ ક્યાં પૂછીને થાય છે, અને પ્રેમનાં સરનામાં પણ કોને ખબર છે , લાગણીઓ વચ્ચે બંધાયેલા અતૂટ સંબંધને સમજતા ‛પ્રેમ' શબ્દની સાર્થકતા જણાય છે.આવી જ એક વાત હું તમારી સમક્ષ રજુ કરું છું. આશા છે કે તમારી લાગણીને હું મારા શબ્દોથી ભીંજવી શકુ.

       કોલેજમાં રીસેસ પુરી થયાં બાદ હુ અને મારા મિત્રો ક્લાસ તરફ વળ્યાં. અમે ક્લાસમાં જઈ ને બેઠાં .અને મે બુક કાઢવા મારી બેગની ચેન ખોલી પરંતું  બેગ કોઈકે ખોલ્યું હતું તેવું મને લાગ્યું કારણકે, બેગની ચેન અડધી જ બંધ હતી અને મારી બેગ માં છેલ્લી ચેનમાં મુકેલી મારી ડાયરી ઉપરની ચેનમાં હતી . એટ્લે મને પાક્કી ખાતરી હતી કે બેગ કોઈકે ખોલ્યું છે. હુ મારી ડાયરી હંમેશા છેલ્લા ખાનામાં રાખતો કે જેથી કોઈ જોઇ નાં લે અને  આમ પણ દરેક મારા જેવાં વ્યક્તિ એ જ ઇચ્છતા હોય છે કે પોતાની પર્સનલ ડાયરી કોઈ જોઇ નાં લે. 

              લેકચર પૂરાં થયાં બાદ મે ક્લામાં રહેલા મારાં  મીત્રને આ વાત જણાવી કે કોઇએ મારુ બેગ ખોલ્યું હતું , પરંતું કોઈને ખબર ન હતી. બે દીવસ બાદ મને મારી ફ્રેન્ડ નીશાએ જણાવ્યું કે તારું બેગ ધારાએ ખોલ્યું હતું .

【હું તમને ધારા વિશે થોડો પરિચય આપતાં જણાવું કે ધારા અને હું સારા મિત્રો હતાં કારણકે અમે સ્કૂલમાં પણ સાથે જ હતાં. હું તેને પ્રેમ પણ કરતો હતો પરંતું ક્યારેય કહી ન્હોતો શક્તો.】

                    આ વાતની જાણ થતાં હુ તો એકદમ ઘભરાય ગયો હતો, કારણ કે મારી ડાયરીમાં મે જાતે લખેલી ગઝલ અને અન્ય લવ સ્ટોરી લખેલી હતી ,જેમાં મે ધારાનો ઉલ્લેખ કર્યો હતો . સાચું કહું તો જે વાત હું ધારાને નાં કહી શક્યો તે મે મારી ડાયરીમાં લખી હતી, અને લગભગ ધારાએ આ બધું વાંચી લીધું હશે એવું મને લાગ્યું.

                 બીજાં દિવસે હું ગભરાયને ક્લાસમાં જ નાં ગયો .અને કોલેજની બહાર ચોપાટીનાં બાંકડે જઇને બેઠો હતો . મનમાં સતત એ જ મૂંઝવણ હતી કે ધારા મારાં પર ગુસ્સે થશે અને હવે કદાચ  મારી સાથે બોલવાનું બંધ કરી દેશે. સતત આજ વિચારોમાં લગભગ હુ ત્રણ કલાકથી બેઠો હતો.

         હવે મને મારા સ્કૂલનાં દિવસો યાદ આવતાં હતાં કે જ્યારે હું પેહલી વાર તેને મળ્યો હતો અને પેહલી જ નજરમાં તેની સાથે પ્રેમ થઈ ગયો હતો . પરંતું અમે સારાં મિત્રો હોવાથી હું આ મિત્રતાને ક્યારેય તોડવા નહોતો માંગતો . અને એટ્લે જ મે ક્યારેય તેને આ વાત જણાવી ન્હોતી . આ વિચારોની વચ્ચે મારી આંખો ભીની થઈ ગઈ હતી . અને હવે શું થશે એજ ખબર ન્હોતી પડતી .

                  એટલામાં પાછળથી કોઈકે મારાં ખભા પર હાથ મુક્યો , મે જોયું તો ધારા . હૂં એક્દમ ગભરાયને ઉભો થઈ ગયો , ધારા તુ અહીંયા કેમ ? હું મારી આંખોથી આસું છુપાવતો ધારા સામે બોલ્યો.
ધારાએ મને બેસવા કહ્યું , અને તેં મારી બાજુમાં મારા હાથ પર હાથ રાખીને બેઠી . મારુ શરીર એક્દમ નર્વસ થઈ ગયુ હતું , મારા હાથ એકદમ ધ્રુજતા હતાં . મારાં ખભા પર હાથ રાખીને ધારાએ કહ્યું , તું આટલો સારો શાયર ક્યારથી બની ગયો . તેં મને ક્યારેય જાણ પણનાં કરી . મે કહ્યુ, ધારા આ તો બસ એમજ લખું છું મને શોખ છે એટ્લે અને આમ પણ તને જણાવી ને શુ ફાયદો . શુ ફાયદો એટ્લે શું ? હૂં તને એક વાત કહું, મે ડાયરીની એક-એક ગઝલ વાંચી અને જાણે કે એ ગઝલ બધી તું મને સંભળાવી રહ્યો છે એવું મને લાગતું હતુ, કારણકે હું તને પ્રેમ કરૂ છું . તું પણ મને પ્રેમ કરતો હતો તો મને ક્યારેય કીધું પણ નહીં . મે જવાબ આપતાં કહ્યું , ધારા મને એમ હતું કે આપણે સારા મિત્રો હોવાથી જો હું તને પ્રેમનો ઇઝહાર કરું તો તને ખોટું લાગે અને તુ કહે કે , તેં આપણી દોસ્તીનો ફાયદો ઉઠાવ્યો . બસ આજ બીકે હું કાઈ બોલી નાં શક્યો . 

   આટલું બોલતાં જ મારી આખો ભીની થઈ ગઈ , અને ધારા પણ મારાં ખભા પર માથું રાખીને રડવા લાગી.અને અંતે બન્ને પક્ષીઓ માળામાં પહોંચ્યાં ખરાં......

              મિત્રો દરેક ફ્રેન્ડશીપમાં ક્યાંકને ક્યાંક એકતરફી પ્રેમ છુપાયેલો હોય છે. મિત્રો જો તમે પણ કોઈને પ્રેમ કરતાં હોઇ તો ક્યારેક તો ઇઝહાર કરવાની હિમ્મત કરજો , નહીતો તમને પણ આ શાયરોની દુનિયામાં રહેલી મહેફિલ માણવાનું મન થઈ જશે.

આવી જ લવસ્ટોરી સાથે જલ્દી મળીશું .
Take care.....