એલાર્મ વાગતાંની સાથે જ નિશા ઉઠી ગઇ . અને ફટાફટ કૉલેજ જવાં માટે તૈયાર થવાં લાગી ,કારણ કે આજે કૉલેજમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવાની હતી . અને નિશા ખૂબ જ ઉત્સુક હતી વેલેન્ટાઈન ડે માટે , કારણ કે તેં આજે રાજને પ્રપોઝ કરવાની હતી.
રાજ સ્ટડીંમાં ખૂબ જ ટેલેન્ટેડ છોકરો હતો એટ્લે જ તેની દરેક અદાઓ પર નિશા ફિદા હતી . અને નિશા પણ સ્ટડીમાં સારી હતી બટ તેંને કૉલેજની અધર એક્ટીવીટીઝમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. રાજ માટે આ ડે સેલિબ્રેશન બધું જ નકામું હતું કારણ કે તેં સ્ટડી પર જ ફોક્સ કરતો.
નિશા કૉલેજમાં એન્ટર થાય છે. કૉલેજનો માહોલ આજે એક્દમ રોમેન્ટિક છે. આખી કૉલેજનાં સ્ટુડન્ટસ આજે રેડ કપડાંમાં છે. એક -બીજાંને પોતાના દિલની વાતો જણાવી ને પ્રપોઝ કરી રહ્યાં છે. એટલામાં જ રાજ પણ કોલેજમાં આવે છે. ગાડી પાર્ક કરીને તેં લાયબ્રેરી તરફ જાય છે. પરંતું નિશા તેની તરફ આવે છે , અને રાજને રોકે છે. હાઈ રાજ, નિશા એ કહ્યુ. રાજે જવાબ આપતાં કહ્યું હાઈ . હું જઉં મારે લાયબ્રેરીમાં જવું છે બુક્સ લેવા . નિશા બોલી , પણ રાજ બે મિનીટ મારે તને કઈક કહેવું છે. હા બોલ નિશા ફટાફટ રાજે કહ્યું ,
નિશાએ ગુલાબ આપતાં રાજને કહ્યું ,
રાજ "આઈ લવ યુ ".
રાજની આંખો એક્દમ ખુલ્લી રહી ગઇ. નિશા...
આટલું બોલતાં જ રાજ ગભરાઈ ગયો. નિશા એ રાજને કહ્યું , રાજ શું હું તારા પ્રેમમાં પડી શકું ? રાજે જવાબ આપતાં કહ્યું , નિશા આ બધું મને નહીં ફાવે મને તો માત્ર મારા ડ્રીમસ સાથે જ પ્રેમ છે. આ બધું મારાં ગજા બહાર નું છે. સોરી નિશા ,રાજે કહ્યું. વેલેન્ટાઈન માટે ઉત્સુક નિશા એક્દમ અપસેટ થઈ ગઇ. તેંને સમજાયું નહીં કે રાજ તેને નાં પાડી જ કેમ શકે . કૉલેજમાં આજે કોઈ પોતાના પ્રેમને મેળવીને ખુશ છે. તો કોઇક ને નાં મળ્યાં નું દુઃખ છે. આમ , વેલેન્ટાઈન પૂરો થાય છે. અને નિશા ઘરે પહોચે છે.
નિશા ઘરે આવે છે અને પોતાની રૂમમાં ચાલી જાઇ છે. તેનાં મગજમાં બસ એક જ વિચાર ભમે છે કે રાજે મને કેમ ના પાડી. વિચારોમાં ને વિચારોમાં નિશા રડતી રડતી સુઈ જાય છે.
પણ આ બાજુ રાજ પણ એક્દમ ગભરાયેલ હતો. નિશાનાં પ્રપોઝ પછી રાજનું સ્ટડીમાં મન જ નહોતું લાગતું. રાજનાં મગજની નસો એક્દમ જકડાઈ ગઇ હતી. નિશાના પ્રપોઝ પાછળ રાજનું કૈક ભૂતકાળ એકાએક નજર સામે ઉભું થઈ જતું હતું. તેને મનોમન જ માની લીધું હતું કે હું ક્યારેય પણ પ્રેમ વ્હેમમાં નહીં પડું. મન મનાવીને રાજે પોતાનો દિવસ માંડ માંડ પસાર કાર્યો.
પરંતું રાજને મનમાં ને મનમાં વિચારો આવ્યાં કરતાં હતાં કે મારે કાલે કૉલેજમાં નિશા સાથે વાત કરવી જોઈએ.
બીજા દિવસે રાજ કૉલેજમાં આવે છે. અને ક્લાસમાં બેસે છે. થોડીક વારમાં નિશા પણ ક્લાસમાં આવીને રાજ તરફ નજર ફેરવીને બેસી જાઇ છે. પરંતું રાજ નિશા સામે બોલવાની હિંમત નહોતો કરી શક્તો.
આખરે ક્લાસ પૂરો થાય છે ત્યારે રાજ હિમ્મત કરી ને નિશાને બોલાવે છે. નિશા મારે કૈક કેહવું છે ,રાજે કહ્યુ.
નિશાએ મોઢું ચડાવીને જવાબ આપતાં કહ્યું ,હા બોલ..
નિશા આપડે આજે મળી શકીએ રાજે કહ્યું , નિશા એ માથું હલાવીને હકારમાં જવાબ આપ્યો. સારુ, આજે છ વાગ્યે બીચ પર મળીએ રાજે નિશાને કહ્યું...
રાજ છ વાગ્યે બીચ પર આવીને બેસે છે , થોડી વારમાં નિશા પણ આવે છે . થોડી વાર માટે બન્ને કઈ બોલતાં નથી , વહેતાં પાણી સામે નજર કરીને બેઠા છે . એટલાંમાં રાજે નિશાને કહ્યું , નિશા સોરી . નિશા એકદમ ગુસ્સામાં રાજ સામે જુએ છે , અને રાજને કહે છે, નાં - નાં તું તમતમારે સ્ટડીમાં ફોકસ કર , તારી માટે આ બધું કાંઈ કામનું નાથી ઓકે. અને હાં કોઈને હર્ટ કરીને તને શું ફેર પડવાનો છે. તને માત્ર તારી જ પડી છે , બીજાની તો કાઈ પડી જ નથી.મારી જગ્યાં પર તું હૉત તો તને ખબર પડે.કોઈની સાથે ક્યારેય પ્રેમ થયો હોય તો જાણે ને તુ , કે કેટલું મુશ્કેલ છે આ.
બસ નિશા બોવ થયું ચુપ થા હવે, રાજ બોલ્યો , તારા બધા સવાલોનાં જવાબ છે મારી પાસે . મને પણ બધુ આવડે છે , હું પણ જાણું જ છું કે લાગણી દુભાય ત્યારે દિલ અને દિમાગ બન્ને કામ કરતાં બંધ થય જાય છે.
મારાથી હર્ટ થયું હું જાણું છું , એટ્લે જ તો મે તને અહિયાં બોલાવી . પણ નિશા જે પરિસ્થિતિમાં તું છે ને એમાંથી હું પણ પસાર થઇ ચુક્યો છું. મને પણ દર્દ થાય છે , કોઈનાં છોડી જવાથી . હાં અને સાંભળ મે પણ પ્રેમ કર્યો છે , હૂં પણ આ લાગણીમાં ભીંજાયો છું. એટ્લે ? , હૂં કાઈ સમજી નઈ . નિશા એ કહ્યું .
રાજે વાત આગળ વધારતાં કહ્યું ,
નિશા મારી લાઈફમાં પણ એક છોકરી હતી , જેને હું ખૂબ જ પ્રેમ કરતો હતો. તેનાં ગયાનાં બે વર્ષ થયાં છતાં પણ મને એમ લાગે છે કે હજું કાલે જ સાથે હતાં.
રાજ તું મને પહેલેથી જણાવીશ કેમકે હું કાઈ સમજી નથી શકતી , નિશાએ કહ્યું. રાજે જવાબ આપતાં કહ્યું , હા નિશા સાંભળ ,
તેનું નામ પાયલ હતું . અને હું તેને 11th માં હતો ત્યારે મળ્યો હતો . અમે માત્ર સારા મિત્રો ન હતાં , એકબીજાને એટલો પ્રેમ પણ કરતાં હતાં . હું હંમેશા તેને સ્ટડીંમાં હેલ્પ કરતો. સ્કૂલ ટાઈમ સિવાય પણ અમે ઘણી વાર મળતાં . ક્યારેક ગાર્ડનમાં તો ક્યારેક આ બીચ પર . મેરેજ સુધીનાં સ્વપ્ન સાથે જોયાં હતાં અને ઘણાં બધાં પ્રોમિસ , ઘણી બધી ગિફટસ વગેરે ચાલતું રહેતું. તેં
ક્યારેય પણ સ્ટડી ટાઈમમાં મને ડિસ્ટરબ નાં કરતી . ક્લાસમાં બસ નજર તાકીને એકીટશે સામું જોયાં જ કરતી. બસ આ જ આદતથી હું તેને પ્રેમ કરતો હતો. ઊંડો શ્વાસ લેતાં નિશા બોલી , સોરી હો રાજ ! મને ખબર નહોતી કે તું કોઈ બીજાંનાં પ્રેમમાં છે. બાય ધ વે રાજ !! શું હું પાયલને મળી શકું ? નીશાએ કહ્યું . રાજે પ્રત્યુત્તર આપતાં કહ્યું , સોરી નિશા , પાયલ હવે આ દુનિયામાં નથી!! નિશા એકાએક ઊભી થઇને વોટ !!! મતલબ ??
રાજે જવાબ આપતાં કહ્યું , હાં નિશા . પાયલ સાથે રહેવાનાં પ્રોમિસ આપીને પોતે જ ચાલી ગઇ . એનાં માટે હું અજાણ બની ગયો , એનો કોઈ જ સંબંધ નથી રહ્યો મારી સાથે.
હા , પણ રાજ પાયલનું મોત કેવી રીતે થયું હતું. નીશાએ રાજને પુછ્યું. એવું કઇક ખાસ કારણ તો હશે ને ? રાજે કહ્યું , હા નિશા , પાયલનાં મૃત્યું પછી હું તેનાં ઘરવાળાને પણ મળ્યો હતો . તેઓનું કેહવું હતું કે , પાયલને છેલ્લા પાંચ વર્ષથી મગજનું કેન્સર હતું , અને ધીમે ધીમે સમય જતાં તેં પ્રોબ્લેમ વધી ગઇ અને આમ પાયલનું મોત નીપજ્યું.
નિશા , હું એનાં પ્રેમમાં એટલો પાગલ હતો કે તેનાં મૃત્યું પછી મનોમન નક્કી કરી લીધું હતું કે હવે ક્યારેય પણ કોઈને પ્રેમ નહીં કરુ. મારા અને પાયલનાં પ્રેમમાં વિશ્વાસ હતો ,શ્રદ્ધા હતી ,પરંતું ઇશ્વરની ઇચ્છા જ કંઇક અલગ હશે કે અમે નાં મળી શક્યાં. આજે પણ એનાં એક જ વિચારથી એવું લાગે છે કે પાયલ મારી નજીક જ છે .
? Thank you ??