ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૯ Suketu kothari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૯

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૯

.....અમારા નાટકના ખુબ વખાણ ન થયા કારણકે નાટકમાં એક્ટિંગ કરતા અમારા મિત્રોએ ડાયલોગ બોલવામાં ખુબ લોચા માર્યા હતા, પણ અમારા નાટકની વાર્તાના ખુબ વખાણ થયા હતા. એના કરતા વધારે રોશનીના એન્કરીંગના વખાણ થયા હતા, જેના કારણે રોશની અને હું કોલેજમાં ઘણા પ્રખ્યાત થઇ ગયા હતા.

હવે આગળ.....

એ દિવસ વિષે હજુ થોડુક કહેવાનું બાકી રહી ગયું હતું. કલ-ફેસ્ટના એ દિવસે રોશની સાડી પહેરીને અને લાંબાવાળની વિગ પહેરીને તય્યાર થઇને આવી હતી. કોલેજનો એ દિવસ અને પ્રથમ દિવસ હું કેવી રીતે ભૂલી શકું. રોશની પ્રથમ દિવસે જેટલી હોટ લાગતી હતી એટલીજ સરળ અને સુંદર કલ-ફેસ્ટના દિવસે લાગતી હતી. હું એને સાડીમાં જોઈને મંત્ર-મુગદ થઇ ગયો હતો. એ દિવસે મેં રોશનીને પ્રપોસ કરવાનું નક્કી કરી કાઢેલું. મેં મનમાં વિચાર્યું કે આટલી ઉતાવળ કરવી યોગ્ય નથી. મેં થોડાક દિવસો પસાર થવા દિધા અને મેં વિચારવા માટે પોતાને સમય આપ્યો. મારે મારા જીવન સાથીમાં જોઈતી બધી ખૂબીઓ વિષે વિચાર્યું. હું ફરીથી એ બધા પોઈન્ટ્સ રોશનીમાં છે કે નહિ એ રોજ-એ-રોજ એનામાં શોધવા લાગ્યો. કારણકે હું નહોતો ઈચ્છતો કે હું મારી લાઈફ-પાર્ટનરની પસંદગી માત્ર એના લુક પરથી કરું. કારણકે લુક તો આજે છે ને કાલે નથી પણ સ્વભાવ કે ખૂબીઓ હમેશા સાથે રેહશે. રોશની વોસ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અને એજ વાત મને રોશનીની ખુબ ગમતી. મારા માટે સૌથી વધારે અગત્યની વસ્તુ હતી કે અમે બંને એકબીજાને પોતપોતાની લાઈફમાં પુરેપુરી સ્પેસ આપીએ અને એકબીજાની વાતો-વિચારોને માન આપીએ. આ વસ્તુ રોશનીમાં હતી જે મેં કલ-ફેસ્ટની તયારીઓ કરતી વખતે એનામાં જોયેલી, અને એ સીવાયની ૪-૫ વસ્તુઓ છોડીને બાકીની ૧૦૩ વસ્તુઓ મારે જે જોઈતી હતી એ એનામાં હતી. બસ હવે મારાથી રાહ જોવાય તેમ નહોતું. મેં એણે એક દિવસ પ્રપોસ કરી દીધું. એણે મને તરત હા પાડી દીધી. રોશનીને હું ગમતો હતો એ મને ખબર હતી પણ આટલી જલ્દી એ મને હા પાડી દેશે એ મને ખબર નહોતી. મેં એણે કીધું કે રોશની તારે વિચારવા માટે સમય જોઈ તો હોય તો તું એ સમય લઇ શકે છે તો રોશની એ કીધું કે, “દૃધ તે મને ન પૂછ્યું હોત તો હું તને એક-બે દિવસમાં પ્રપોસ કરવાની જ હતી.” આ સાંભળીને જ હું રોશનીને બધા વચ્ચે ભેટી પડ્યો અને જોશમાં આવીને લીપ-કિસ પણ કરી કાઢી, જે મારે બધા વચ્ચે નહોતી કરવી જોઈતી. એની માત્ર એકજ શરત હતી કે એને હજુ આગળ ભણવું હતું અને મારે નહોતું ભણવું. મેં એણે કીધું કે, ‘નો પ્રોબ્લેમ રોશની મને એમાં કશોજ વાંધો નથી.’ એણે કેટની એક્ષામ આપીને ખુબ સારા માર્ક આવ્યા અને એણે એ.એમ.એ-અમદાવાદમાં એડમીશન લીધું, અને મારે લખવામાં આગળ વધવું હતું માટે મેં પણ ડીપ્લોમાં ઇન રાઈટીંગનો કોર્સ કર્યો. અમે બન્નેએ ભણવાનું પતાવીને લગ્ન કર્યા. રોશનીને એ.એમ.એના કેમ્પસ પ્લેસમેન્ટમાંથીજ નોકરી મળી ગયી હતી માટે એ નોકરી ચાલુ કરે એ પહેલા અમે કાશ્મીર જવાનું નક્કી કર્યું હનીમુન માટે. હનીમુન પરથી પાછા આવીને રોશનીએ તરત એની નોકરી ચાલુ કરી કાઢી હતી અને મેં મારી નોવેલ લખવાની. ત્યાર પછીના એકાદ મહિનામાંજ આ ઘટના બની હતી જેને બધુજ બદલી કાઢ્યું હતું.

***

આ બધું વિચારતા વિચારતા મારી આંખ મીચાઈ ગઈ હતી, હું ગાઢ નિંદ્રામાં હતો. મારી આંખ ખુલી ત્યારે લગભગ બીજું ૨૦૦-૨૫૦કી.મી. અંતર કપાયું હશે અને સાંજના ૭-૮ વાગ્યા હશે. અમે લોકો ઈન્દોરની આસપાસ ક્યાંક પહોચ્યા હતા. મેં જોહનને ગાડી ઉભી રાખવા કહ્યું એણે ફરીથી ક્યાંક એકાંત જગ્યાએ ગાડી ઉભી રાખી. અમે એક-એક કરીને ગાડીમાંથી ઉતરીને બાથરૂમ કરી આવ્યા. મેં પેલું પીપ ખોલીને જોયું તો રોશનીનું મોઢું સુજી ગયું હતું અને બરફ એવો ને એવો હતો એ જોઈને મને નવાઈ લાગી. મેં જોહનને થોડી વાર આરામ કરવાનું કહીને એની પાસેથી ગાડીની ચાવી લીધી. ડ્રાઈવરની સીટ પર બેસતાજ મારું ધ્યાન ડીઝલના કાંટા પર ગયું, ગાડીમાં ડીઝલ ફૂલ હતું એટલે મને લાગ્યું કે જોહને વચ્ચે ક્યાંક ગાડી ઉભી રાખીને ડીઝલ અને બરફની વ્યવસ્થા કરી હશે. મને મનોમન જોહન માટે લાગણી થઇ કારણકે હું એટલી ઊંઘમાં હતો કે આ બધી વાતોની મને ખબરજ ન થઇ અને માટે એ સમયે જોહન મને કઈ પણ કરી શકત. પણ પછી મને યાદ આવ્યું કે મેં એના ફેમિલીની બીક આપી હતી કે જો હું મારા મિત્રને દર કલાકે ફોન નહિ કરું તો એ લોકો એની ફેમિલીને મારી નાખશે. મેં તરત જ નાટક કરતો હઉ એમ મારા મિત્રને ફોન કરીને એની ફમીલીને કશું ન કરવાના આદેશ આપ્યા. જોહનને હતું કે હું ઊંઘી ગયો છું માટે જો હું દર કલાકે ફોન નહિ કરું તો એની ફેમિલી સંકટમાં આવી જશે, માટે એણે મારા ફોન ઉપરથી દર કલાકે એમ મારી ચાર કલાકની ઊંઘ દરમ્યાન ચાર વાર મારા મિત્રને મિસકોલ મારેલો હતો. કોઈ પણ માણસ એની ફમિલીને કેટલો પ્રેમ કરે છે અને એની ફમિલી માટે કેટલી ચિંતા કરે છે એ મેં જોહને માંરેલા મિસકોલ પરથી ખબર પડી. જોડે જોડે નસીબ મારું સારું હતું કે સુતીર્થે ન તો સામે ફોન કર્યો કે ન તો જોહને એની જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો.

જોહને એ મારા ફોન પરથી એની ફમિલીને પણ ફોન કરીને ખબર-અંતર પૂછ્યા હશે કારણકે એ દર કલાકના મિસકોલ પછીના દરેક ફોન એણે એની ફમિલીને કરેલા હતા. એમાં પણ કુશે અને સુતીર્થે મને બચાવી લીધો જેના વિષે મેં વિચાર્યું પણ નહોતું. જોહન જે નંબર ઉપર એની ફેમીલી જોડે વાત કરતો હતો એ ફોન કુશે સુતીર્થને ડાઈવરટ કરી કાઢ્યો હતો. મારી ઊંઘ દરમ્યાન જોહને જેટલા પણ ફોન કરેલા, એ બધા ફોન લુશને થયા હતા અને કુશેજ જોહ્નનની પત્ની અને દીકરીના અવાજમાં વાત કરી હતી. કુશે આ પહેલા ગમે તે રીતે જોહ્નનની પત્ની અને દીકરીનો અવાજ સાંભળી લીધો હશે. મેં ગાડી ચાલુ કરી અને જોહનને આરામ કરવાનું કીધું.

હવે અમને એકબીજાની જરૂર હતી માટે એકબીજા ઉપર વિશ્વાસ આવી ગયો હતો. રોશનીની લાશના કારણે રસ્તા ઉપર કોઈ પણ જગ્યાએ જમવા ઉભું રહેવું પણ શક્ય ન હતું, પણ અમને બન્નેને શાંતિથી બેસીને ગરમ ખાવાની ખુબજ જરૂર હતી. મેં જોહ્નનને ક્યાંક જમીને પછી આરામ કરવાનું કહ્યું જેથી એણે એકધારી ઉંગ મળે. અમારે એવી રેસ્ટોરન્ટની જરૂર હતી જેમાં બેઝમેન્ટ પાર્કિંગની સગવડ હોય જેથી પકડ્યા જવાનો ડર ન રહે. આવી જગ્યા ફક્ત ૫ સ્ટાર હોટેલમાં હોય અને એવી હોટેલમાં જવા અમારી જોડે પૈસા ન હતા. સાંજ પડી ગયી હતી એટલે અમે તરત ઝવેરીની દુકાન શોધી કાઢી જેની માટે અમારે ઈન્દોર સિટીની અંદર જવું પડ્યું. જેવી એક ઝવેરીની દુકાન દેખાઈકે હું તરત જોહનને ગાડીમાં બેસવાનું કહીને દુકાનમાં અંદર ગયો. રાતના ૮-૩૦ થી ૯ વાગી ગયા હતા એટલે એ ઝવેરી દુકાન બંધ કરતો હતો માટે મેં ખુબ રીક્વેસ્ટ કરીને એણે રોશનીની ચેઈન અને બંગડીઓ આપ્યા અને એણે જે ભાવ ગણીને પૈસા આપ્યા એ કેશ લઇને હું ગાડીમાં બેઠો અને તરત અમે નીકળી ગયા. ઝવેરીને મેં ફક્ત હાઈવે તરફ કોઈ ૫ સ્ટાર હોટેલ વિષે પૂછેલું તો એણે કીધેલું કે હાઈવે પર ચડાતાજ ૧ કિમી આગળ જમણી બાજુ ગોલ્ડફીશ કરીને હોટેલ આવશે. જોહને ગાડી હાઈવે પર જવા દીધી પણ જોહને કીધું આવા કપડા અને આવી હાલતમાં જઈશું તો બધાને શક જશે માટે અમે એક નાની કપડાની દુકાનમાંથી મારા અને જોહનના કપડા લઇ લીધા. જોહને એનું પેન્ટ ત્યાજ બદલી કાઢ્યું અને મેં પણ મારી શર્ટ અને પેન્ટ ત્યાજ બદલી દીધા. પેલો દુકાનવાળો અમને જોયા કરતો હતો કે આ બે લોકો કરે છે શું. એની જોડે પડેલા પાણીના બાટલામાંથી અમે બંનેએ ફટાફટ મો ધોઈ લીધું. હવે ફક્ત પ્રશ્ન હતો મને માથા પર જે વાગેલું હતું એનો, પણ એનું હવે કશું થાય એવું નહોતું જોકે મેં જોહ્નનની બેગમાંથી ફર્સ્ટ–એડ કીટમાંથી પાટાપીંડી તો કરી દીધેલા. પગે લીધેલા ટાંકા અને જોહ્નને વાગેલી ગોળી હવે દેખાતી નહોતી. પેલી ફોલ્ડેબલ દુકાનવાળાને ૫૦૦ની નોટ આપીને જોહને ગાડી ૧ કિમી જવા દીધી અને અમને પેલી હોટેલ દેખાઈ, એ જમણી બાજુ હોવાથી અમેં આગળ જઈને યુ-ટર્ન લઈને એ હોટેલે પહોચ્યા. હાઈવેની હોટેલ હતી એટલે વધારે કડક સિક્યોરિટી ન હતી બાકી જો સિટીની ૫ સ્ટાર હોટેલ હોય તો એ લોકો ડેક્કી તો અવશ્ય ચેક કરે. જોકે આ ખાલી કહેવાની ૫ સ્ટાર હોટેલ હતી કારણકે બહારથી કોઈ પણ પ્રકારે એવી લાગતી ન હતી,પણ અમને તો ગાડી મુકવા બેસમેન્ટ મળ્યું એ બહુ હતું. જોહને ગાડી સીધી ભોયરામાં જવા દીધી અને એક ખૂણામાં દીવાલ બાજુ રિવર્સ કરીને મૂકી દીધી. ભોયરામાં અંધારું પણ ખુબ હતું માટે અમને હવે રોશનીની લાશ વિષે બીજી કોઈ ચિંતા ન હતી. લીફ્ટ સુધી જવા માટે પણ અમારે ફોનની પાછળની લાઈટ કરવી પડી. લીફ્ટમાં રેસ્ટોરન્ટનો ફ્લોર લખેલો હતો અમે એ બટન દબાવીને સીધા એ માળે પહોચ્યા. ફટાફટ મેનુ મંગાયું તો ખબર પડીકે આતો આખેઆખી નોન-વૈજ રેસ્ટોરન્ટ છે. હવે હું તો શુદ્ધ શાકાહારી ખાવાવાળો, શું કરવું એ ખબર નહોતી પડતી પણ ભૂખ એટલી બધી લાગેલી કે ખાધા વગર છૂટકો નહોતો. જોહનને જે મંગાયું એ વસ્તુ મેં પણ મંગાઈ લીધી કારણકે મેનુમાં કઈ ખાસ ખબર પડે એવું હતું નહિ. ખાવાનું આવતાજ એણે જોતા અને એની સુગંધ મારા નાકમાં જતાજ મને તો ઉપકા આવ્યા અને સીધો હું બાથરૂમમાં ગયો અને વોમિટ કરી. પણ મને એટલી ખબર હતી કે આ સાહસીક સફરને મંઝીલ સુધી પોહ્ચ્યા વગર અધવચ્ચેથી છોડવી એ શક્ય ન હતી. અરીશામાં જોઇને પોતાને હિમ્મત આપી અને ટેબલ પર જઈને જે પણ ખાવાનું પડ્યું હતું એ મગજ અને નાક બંધ કરીને ઝડપથી ખાવા લાગ્યો. ઝીન્દગીમાં પહેલીવાર આટલી નજીકથી ચીકન જોયું હશે, અરે જોયુ એતો ઠીક, પેટભરીને ખાધું પણ ખરું. જોહન તો બે હાથ વડે એવો મંડ્યો હતો જાણે ઘણા દિવસથી કઈ ખાધુજ ન હોય. અમને બંનેને ખુબજ ભૂખ લાગી હતી, કારણકે અત્યારસુધી અમે લારી પર જે મળે એ નાસ્તાના પેકેટ જ ખાતા હતા. જમીને બીલ ચૂકવીને ટીપ આપ્યા વગર અમે નીકળી ગયા કારણકે વધારાના પૈસા અમારી જોડે હતા નહિ. બેઝમેન્ટમાં જઈને હું ડ્રાઈવર સીટ પર બેઠો અને ફટાફટ ગાડી બહાર કાઢી. અમારે સામેની બાજુ જવાનું હતું એટલે બેઝમેન્ટમાંથી બહાર નીકળીને જમણી બાજુ લીધી. ગાડી થોડીક રોંગ-સાઇડ ચલાવીને ગાડી સામેની બાજુ કાશ્મીર જવાના રસ્તે ઉત્તર તરફ લીધી. થોડીવાર રહીને જોહ્નનને ઉંગવાનું કહું એ પહેલાતો એ ઊંઘી ગયો હતો.

.....વધુ ભાગ-૧૦માં

સુકેતુ કોઠારી