ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૪
.....આ સાંભળીને હું ઘભરાઈ ગયો અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારા મનમાં પ્રશ્નોનું જાણે વાવાઝોડું આવ્યું હોય એમ મારૂ મન મને એક પછી એક પ્રશ્નો કરતુ હતું. જેમકે પેલો જોહનનો બોસ કોણ છે જોહન કોણ છે તેમનો પાસવર્ડ "ગુડિયા-૩૬" કેમ છે અને એ લોકોને રોશનીની લાશ કેમ જોઈએ છે? આવા ઘણા બધા પ્રશ્નો મારા મનમાં ચાલી રહ્યા હતા.
હવે આગળ.....
જોહને ગાડી પુણા પહોચાડી. પુણા પહોચતા પહોચતા રાત પડી ગઈ. ભૂખ અને શરીરમાંથી આટલું લોહી વહી જવાના કારણે અને મારા મનમાં ઉદ્ભવતા આટલા બધા પ્રશ્નો જેના ઉત્તર ખુબજ ભયાનક હશે, આ બધું વિચારતા વિચારતા મારી આંખો એકાદમજ બંધ થઇ ગઈ અને હું બેભાન થઇ ગયો. થોડી વાર રહીને મારું શરીર જમીન પર જોરથી પટકાયું અને મારી આંખો ખુલી ગઈ. આંખો ખુલી એ સાથે મારા મનમાં વિચાર આવ્યો કે મેં આંખો કેમ ખોલી, જોહન જોઈ જશે તો મરી ગયા સમજો, પણ અંધારું ખુબજ હતું અને જોહનનું ધ્યાન મને નીચે નાખીને રોશનીની લાશ તરફ હતું. મારું માથું ધડાકેભેર નીચે પટકાયું હતું. જોહન માટે હું લાશ હતો એટલે એણે કોઈજ ફરક નહોતો પડતો કે મારી શું હાલત થઇ રહી હશે. મને એ ૧ સેકંડમાં એટલી ખબર પડી કે જોહને ગાડી ક્યાંક જંગલ વચ્ચે ઉભી રાખી છે. તરતજ મેં મારી આંખો બંધ કરી દીધી. ડેકી જેવી હતી એવી ક્યારની કરી દીધેલી એટલે જોહનને મારા પર શક જાય એવું શક્ય ન હતું. રોશનીની ગળાની સોનાની ચેઈન અને બંગડીયો મેં કાઢી દીધેલી. મને બીક હતી કે જહોનનું ધ્યાન જો રોશનીની બંગડીઓ અને ચેઈન પર જશે તો હું મર્યો, પણ જોહનને એ બધી વસ્તુથી કઈ લેવા દેવા ન હોય એટલે રોશનીને મારતી વખતે એનું ધ્યાન બીજે ક્યાય નહી ગયું હોય કે એ વખતે રોશનીએ શું પહેર્યું હશે અને શું નહિ. મને આગલી ક્ષણે શું થવાનું છે એની પણ ખબર નહોતી એટલે હું ભવિષ્યને ધારીને વર્તમાનમાં જે કરી શકું એ કરવાનું પ્રયત્ન કરી રહ્યો હતો અને એજ વિચારીને મેં રોશનીની સોનાની ચેઈન અને બંગડીઓ કાઢીને મેં મારી પાસે રાખી લીધી હતી અને જોહનની પેલી નાની કારતુસ પણ. હવે મારે જરૂર હતી એક ફોનની જેની મદદથી જહોન ક્યારેક આઘોપાછો થાય તો કોઈની જોડે વાત કરી શકું. એનાથી પણ અગત્યનું હતું મારું જીવતા રહેવાનું, કારણકે જોહનને એના બોસે મારી લાશને ક્યાંક ઠેકાણે પાડી દેવાનું કીધું હતું.
જોહન એના બોસે કીધા પ્રમાણે કરતો હતો એવું મને લાગ્યું કારણકે એણે ફક્ત મારી લાશને ગાડીમાંથી નીચે ફેકી પણ રોશનીની લાશને એણે ગાડીમાંજ રાખી. મને એટલી તો ખબર પડી ગઈ કે જોહન અહિયાં મને મુકીને રોશનીની લાશ લઇને જતો રહેશે. હું આ બધું આંખો બંધ કરીને વિચારતો હતો એટલામાં તો જોહને મને ફરીથી એના ખભા પર ઉચક્યો, ઉચકીને જોહન ચાલવા લાગ્યો મને એના ખભા પર લટકાવેલો હતો એટલે મેં આખો ખોલી કે જોહન મારી જોડે શું કરે છે અને મને ક્યાં લઇ જઈને ફેકે છે. થોડેક દુર ચાલીને જોહન જેવો મને ફેકવા ગયો એવો તરતજ મેં મારી પેલી બંદુક કાઢી અને જોહનના કાન નીચે મૂકી દીધી અને બોલ્યો, ‘જોહન હેન્ડ્સ અપ.’ , જોહન જાણે એકદમ ડઘાઈ ગયો હોય એમ કશું બોલ્યોજ નહિ. જોહન બોલ્યો, ‘દુર્ધ તું જીવે છે યુ બાસ્ટરડ હું તને.....’, એ એનું વાક્ય પૂરું કરે અને મને કશુક કરે એ પહેલા મેં એની કાન નીચે મુકેલી બંદુક પર જોરથી ભાર આપ્યો અને કીધું, ‘શટ યોર માઉથ’, એણે એક્દમજ મને નીચે પટક્યો પણ મને ખબર હતી કે એ આવું જ કશુક કરશે માટેજ મેં મારા હાથમાં બંદુક ખુબજ તાકાતથી પકડી રાખી હતી અને એણે મને એટલાજ માટે નીચે પટક્યો જેથી મારા હાથની બંદુક છુટીને પડી જાય અને એ મારા પર હુમલો કરી શકે, પણ આ બાજી હું જીતી ગયો હતો. જમીન પર પડતાજ મેં એણે જમીન પરથીજ એની સામે બંદુક તાણી અને કીધું કે, ‘બંદુક મારી જોડે છે માટે હું જેમ કહું છું તેમજ એ કરે.’
આટલો જોરથી મને પટકયા બાદ પણ મેં બંદુક નહોતી છોડી એટલે એ સમજી ગયો હતો કે હું સાવ કાચો ખેલાડી નથી. એ મને આફ્રિકન ભાષામાં ગાળો બોલવા લાગ્યો એવું મને લાગ્યું, પણ મારી જોડે બંદુક હતી એટલે એ માત્ર એટલુજ કરી શકે તેમ હતું. મેં પહેલા એની જોડે એનો ફોન માંગીને તરત મારા પેલા ૨ મિત્રોમાંથી એક મિત્રને ફોન લગાવ્યો પણ એનો ફોન ન લાગ્યો કારણકે રાતના ૨ વાગી ગયા હતા. મેં ફરીથી પ્રયત્ન કર્યો કારણકે એજ વ્યક્તિ મારા કામનો હતો. કારણકે મારે જોહનને આફ્રિકાથી આવેલા ફોન પરથી એનું ઘર શોધાવડાવું હતું અને એ કામ માત્ર કુશ જ કરી શકે એવું હતું. નસીબ જોકે એણે ફોન ઉપાડ્યો અને મેં એણે સામે કોઈજ પ્રશ્ન કર્યા વગર આફ્રિકાથી આવેલા ફોનનો નંબર આપીને આ જગ્યાની તપાસ કરવા કહ્યું. એ પ્રોફેશનલ હેકર તરીકે ગુજરાત પોલીશમાં કામ કરે છે . માટે એણે મને ઘરેથીજ એના કમ્પ્યુટર પરથી શોધીને કહેવાનું હતું.
***
કુશ પહેલેથી ખુબ હોશિયાર હતો. બી.કોમમાં હોવા છતાં એણે કમ્પ્યુટરની વાતો કરવા મળે એટલે એ ખુબ એક્સાઈટ થઇ જતો. મને ખબર હતી કે આગળ જઈને આજ ફિલ્ડમાં કારકિર્દી બનાવશે. બી.કોમ. કરીને એણે કમ્પ્યુટર લગતા થોડા કોર્સ કર્યા અને છેવટે એ પ્રોફેશનલ હેકર બની ગયો માટે મારા કામ માટે કુશ એકદમ યોગ્ય હતો.
***
જોહ્નનના ઘરનું એડ્રેસ શોધીને એનો ફોન આવે એટલીવાર અમે ત્યાં જંગલમાં જ રહ્યા. હું જોહનની સામે બંદુક તાણીને કુશનાં ફોનની રાહ જોતો હતો. અંદરથી મને ખુબ બીક હતી પણ બહારથી હું એ ડર જોહનને બતાવવાં માંગતો ન હતો કારણકે જોહનને જો એ ખબર પડી જાય તો એ જાનવર મારા પર ત્રાટકવામાં જરા પણ વાર ન કરે. જંગલ વચ્ચો-વચ્ચ અંધારી રાતમાં ચાંદના કારણે થોડુક અજવાળું આવી રહ્યું હતું. ગાડીથી અમે થોડાક દુર હતા છતા રોશનીની લાશના કારણે અમને ગંધ આવતી હતી.
મને ખબર પડી ગયી હતી કે આ રાત જલ્દી પતવાની નથી. મારે મારા પેટમાં કશુક ખાવાનું નાખવું ખુબ જરૂરી હતું. મેં જોહનને એની બાજુની સીટ પરથી એણે ખરીદેલું ખાવાનું જે વધ્યું હોય એ મને આપવાનું કહ્યું અને કીધુ કે જો જરા પણ હોશીયારી કરી છે તો બંદુકમાંથી ગોળી નીકળતા વાર નહિ થાય. હું ભલે શુટર નથી પણ આટલી નજીકથી ગોળી તો કોઈ પણ માણસ મારી શકે એ એણે ખબર હતી. માટે જોહન હું જેમ કહું તેમજ કરતો હતો. ગાડીથી થોડાક દુર હોવાથી જોહનને ગાડી જોડે એકલો મોકલવો હિતાવહ ન હતો કારણકે એમ કરવામાં જોહન ગાડી લઈએ ભાગી જવાની શક્યતા હતી. માટે હું પણ એની પાછળ પાછળ ગયો. એણે ગાડી જોડે પહોચતાજ મને એનું ખાવાનું આપ્યું, ખાવાનું પેટમાં જતાજ મારું મગજ ફક્ત આ પરિસ્થિતિ સામે કેવી રીતે લડવું તેજ તરફ વિચારવા લાગ્યું. ખાઈને મેં તરતજ જોહનને કીધું કે આ લાશને પહેલા બરાબર લપેટી દે જેનાથી વાસ થોડીક ઓછી થાય. જોહન રોશનીની લાશને એની જોડે આગળ પડેલા જુના કપડામાં લપેટવા લાગ્યો. હું એની પાછળ બંદુક લઇને ઉભો હતો. જોહને ધ્યાનથી જોયું તો રોશનીને મેં પહેરાવેલી જર્સી ઉતાવળમાં ઉંધી પહેરાવી દીધી હતી. આ જોઈને જોહનને અંદાજો આવી ગયો કે મેં આખા રસ્તા દરમ્યાન ડેકીમાં રહીને શું શું કાવત્રા કર્યા હશે. એણે ધીમે રહીને એની બેગ ખોલી અને એની બીજી બંદુક કાઢીને તરતજ મારી સામે તાકી અને બંદુક ચલાવી પણ એમાંથી ગોળીજ ન નીકળી કારણકે એ બંદુકની ગોળીઓ મેં કાઢીને મારા ખિસ્સામાં મૂકી દીધી હતી અને બંદુક પાછી બેગમાં મૂકી દીધી હતી. બંને બંદુકો એકસરખીજ હતી એટલે એની ગોળીઓ મને કામમાં લાગવાની હતી અને આવી કોઈ પરિસ્થિતિ સર્જાશે એનો પણ મને અંદાજો હતો.
.....હવે ભાગ-૫માં
સુકેતુ કોઠારી