આગળના ભાગમાં આપણે જોયું કે, સેમને ભીંતચિત્રોમાં કંઈક ઉકેલ દેખાય રહ્યો હતો અને તેની વાતથી સન્નાટો છવાય જાય છે. હવે આગળ,
4. ભીંતચિત્રોનું રહસ્ય
" સેમ, શું કહે છે તું. હવે આપણે જીતતા વાર નહિ લાગે." - રીકે ઉત્સાહથી કહ્યું.
" ના. એવું નથી આ ઉપાય સરળ નથી." - સેમે કહ્યું.
" એ બધું છોડ પહેલા ઉપાય બોલ." - જુલીએ ચિંતિત સ્વરે કહ્યું.
" તમને ખબર હશે આપણે અહીં શક્તિ મળી છે ત્યાં જ પાંચમી શક્તિ છે. આ પાંચમી શક્તિ જ ડિસ્ટ્રોયરને જોઈતી હશે. તથા આ શક્તિ જ તેનો નાશ કરી શકે છે." - સેમે કહ્યું.
" તો તેને ભીંતચિત્રો સાથે શું લાગે વળગે છે ?" - ઈવાએ કહ્યું.
" આ ભીંત ચિત્રો ધ્યાનથી જોવો. તેમાં ડિસ્ટ્રોયર જેવોજ કોઈ એલિયન દેખાઈ રહ્યો છે. સાથે જ તેને હરાવતા હીરો પણ દેખાય છે. આ પાંચ હીરો માંથી ચાર આપણા જેવા છે જયારે આ એક અલગ પડે છે. તે પાંચમી શક્તિ ધરાવનાર હીરો છે." - સેમે કહ્યું.
" કઈ રીતે કહી શકાય કે તે પાંચમા હીરો પાસે એ જ શક્તિ છે જે અહીં ઉપલબ્ધ છે." - રીકે કહ્યું.
" સરળ છે. તમારા બધાનો પોશાક તમારી શક્તિ જે પાત્રમાંથી મળી આવેલી હતી તેના ચિહ્નોને આધારિત છે. આ પાંચમા પાત્રમાં જે ચિહ્નો છે તેવા જ ચિહ્નો આ ભીંતચિત્રોમાં રહેલા પાંચમાં હીરોના પોશાકમાં છે." - સેમે કહ્યું.
" તો તારો પોશાક શું માટે અલગ છે." - જુલીએ પૂછ્યું.
" મારી શક્તિ ધરાવના પોતાનો પોશાક જાતે અને જે તે સમયમાં ઉપલબ્ધ સુવિધાઓના આધારે બનાવે છે. આથી મારો પોશાક જુદો છે." - સેમે કહ્યું.
" પણ આપણને તે પાંચમી શક્તિ માટે યોગ્ય માણશ કેવી રીતે મળશે." - ઈવાએ કહ્યું.
" તે માટે આપણે ઉપાય જાતે શોધવો પડશે." - સેમે કહ્યું.
" ચલો તો બધા ઉપાય શોધવાનું ચાલુ કરીએ ?" - રીકે પૂછ્યું.
" હા બધા અલગ અલગ થઈને ઉપાય શોધીએ. પછી આઠ વાગ્યે બધા ફરી અહીં મળીએ. અને હજી એક ખાશ વાત કોઈ અહીંથી બહાર નહિ નીકળે. " - સેમે કહ્યું.
" આપણે તો બહાર નહિ નીકળીએ પણ જો ડિસ્ટ્રોયર અહીં આવી ચડ્યો તો આપણે શું કરશું ?" - જુલીએ પૂછ્યું.
" તારું જાદુ અને મારી હોશિયારી ક્યારે કામ આવશે ? " - સેમે ઉત્તર આપ્યો.
" મતલબ ? " - જુલીએ પૂછ્યું.
" મતલબ એ કે હું મારી ટેકનોલોજીથી આ સ્થળને છુપાવી દઈશ. સાથે જ સેટેલાઇટ સિસ્ટમ તો ચાલુ જ છે. અને તું તારા જાદુથી સુરક્ષામાં વધારો કર અને આ જગ્યા માંથી નીકળતી શક્તિ અટકાવી નાખ." - સેમે કહ્યું.
" હા આ પ્લાન સારો છે. હું હમણાં જ તે કીધું એ પ્રમાણે કરી દઉં." - જુલીએ કહ્યું.
" ચાલો હવે બધા જેઇ શકો છે. પરંતુ આ જાગ્યથી બહાર નહિ. આઠ વાગ્યે મળીએ." - સેમે કહ્યું.
બધા પોતપોતાની મંપશંદ જગ્યા પાર જાય છે.
સેમ પોતાની રેસર્ચલેબમાં જાય છે. તે લિયોને ગીતો વગાડવાનો આદેશ આપે છે. સેમને ગીત દ્વારા વિચારવામાં મદદ મળે છે. ગીત દ્વારા તેનું મન શાંત રહે છે અને તે ધ્યાન એકત્રિત કરી શકે છે. તે બેડ પાર આડો પાડીને વિચારે છે. થોડીક થોડીક વાર તે લિયો સાથે રહીને કામ કરે છે.
જુલીને કુદરતી વાતાવરણ ગમે છે. આથી તે ત્યાંના જંગલમાં જાય છે. વાતાવરણ ખુશનુમાં અને તાજગીથી ભરેલું છે. જંગલ ત્યાંની અજીબ વનસ્પતિઓથી ચમકે છે. દૂર દૂર સુધી હરિયાળી ફેલાયેલી હોય છે. જેને પ્રકૃતિ સાથે મતલબ ન હોય તે પણ આ જંગલની શોભા જોઈને મોહિત થઈ જાય.
રીક કલારસિક છે આથી તે પોતાની શક્તિથી બનાવેલી જગ્યા જેને કોઈ આર્ટિસ્ટની આર્ટ ગૅલરી સાથે સરખાવી શકાય ત્યાં જાય છે.
ઈવાને શાંતિ ગમે છે આથી તે ગુફામાં જાય છે. તેને પણ વિચારવામાં મદદ મળે છે.
હવે આઠ વાગવાની તૈયારી છે.સેમ સિવાય બધા ત્યાં આવી જાય છે. આઠ વાગતા જુલી સેમને બોલાવવા જાય છે. પરંતુ સેમ વિચારવામાં મગ્ન હોય છે. થોડી વારમાં જુલી સેમેન બમ પડે છે. અચાનક પડેલી બૂમથી સેમ ગભરાય જાય છે અને તૈયાર થઇ જાય છે. પરંતુ ઘડિયાળ જોતા તેને ખ્યાલ આવી જાય છે. આથી તે શાંત થઇ જાય છે. બધા ડિસકસન રૂમમાં ભેગા થાય છે.
* શું દરેકે ઉપાય શોધી લીધો હશે ? *
* શું આ વખતના ઉપાય સસચા હશે ?"
આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાંચતા રહો રક્ષકો.જલ્દી મળીએ નવા ભાગ સાથે.મને આગળના ભાગમાં સપોર્ટ કરવા માટે ધન્યવાદ.