Rakshko - 3 books and stories free download online pdf in Gujarati

રક્ષકો - ૩

આગળના ભાગમાં આપણે જોયું કે સેમ અને તેના સાથીઓ ભાગી છૂટે છે. તેઓ પોતાના મથક પાર જાય છે. હવે આગળ,

2. પ્લાનિંગ - ૧

" સેમ, આપણે ત્યાંથી ભાગી તો ગયા પણ હવે આપણે શું કરીશું ? ડિસ્ટ્રોયર થોડીક જ વારમાં અહીં આવી જશે. અહીં રહેવું સલામત નથી." - રીકે કહ્યું.

" હા, આપણે અહીંથી આપણા ઉદ્ભવ સ્થાન અર્થાત જ્યાંથી આપણે શક્તિ મળી તે મથકે જઈએ. ત્યાં ડિસ્ટ્રોયર સરળતાથી પહોંચી શકશે નહીં. તમને એ ખબર જ હશે. " - સેમે કહ્યું.

" હા. " - બધાએ સંમતિ દર્શાવી.

" એ પહેલા મારી એક વાતનો જવાબ આપો કોઈને ડિસ્ટ્રોયર કે તેના સાથીઓ દ્વારા ઈજા થઇ છે ?" - સેમે પ્રશ્ન પૂછ્યો.

" ઈજાઓ તો નાની મોટી થયા કરે ? " - ઈવાએ કહ્યું.

" તને ઈજા થઇ છે ?" - સેમે કહ્યું.

" હા." - ઈવાએ કહ્યું.

" લિઓ, જલ્દીથી સ્કેન કર." - સેમે આદેશ આપ્યો.

" સર, આનામાંથી એલિયન વાંચન પ્રાપ્ત થાય છે." - લીઓએ કહ્યું.

" આને કોઈ રીતે દૂર કરી શકાય ?" - સેમે લિઓને પૂછ્યું.

" હા સર, તમારી મશીન દ્વારા મેં તેનો ઈલાજ શોધ્યો છે." - લીઓએ કહ્યું.

" ઓકે, ઈવા જલ્દી આ મશીનમાં જા."- સેમે કહ્યું. ઈવા મશીનમાં જાય છે. મશીનમાં ધુમાડો નીકળે છે. તેનાથી ઈવાના ઘાવનો રંગ બદલાય છે અને સામાન્ય માણસો જેવો થાય છે.

" આવું શું માટે થયું ? " - જુલીએ પ્રશ્ન કર્યો.

" આ એલિયાનો દ્વારા વપરાતી કોઈ GPS તકનીક છે. જેના વિશે મેં આપણા રહસ્યમય ગ્રંથોમાં વાંચ્યું હતું. તેથી એને દૂર કરવું જરૂરી હતું. " - સેમે ઉત્તર આપ્યો.

" ચાલો તો હવે આપણે પેલા મથકે જે શકીએ ને?" - રીકે પૂછ્યું.

" હા, ચાલો." - સેમે કહ્યું. સેમ અમે તેના સાથીઓ ત્યાં જાય છે.

" હવે , આપણે અહીં રહી જ કઈ વિચારવું પડશે. " - સેમે કહ્યું.

" મને લાગે છે કે આપણે આ ચાર શક્તિઓ જ્યાં મેળવી ત્યાં જે પાંચમી શક્તિ હતી તે ડિસ્ટ્રોયરને જોઈએ છે." - સેમે પોતાનો મત મુક્યો.

" હા, હોઈ શકે." - જુલીએ કહ્યું.

" આ બધું પછી પણ થઇ શકે પરંતુ હમણાં આપણે આરામ કાવો જોઈએ સાંજ થવા આવી છે. લાંબા આરામ પછી આપણે વિચારવામાં સરળતા રહેશે. એમ પણ ડિસ્ટ્રોયર અને તેના સાથીઓ પણ આરામ જ કરતા હશે. " -રીકે કહ્યું. " હા, રીકની વાત સાચી છે. " - સેમે કહ્યું. બધા પોતપોતાના રૂમમાં જાય છે. આ રૂમમાં સેમે કેટલાક સુધરા કાર્ય હતા. આ જગ્યાનું નિર્માણ કોણે કરાવ્યું તે હજુ રહસ્ય જ હતું.

" અરે યાર, આ ઊંઘ આટલી જલ્દી ખુલી ગઈ. હવે ચાલો ઉઠી જ ગયો છું તો સમયનો સદુપયોગ થાય." - સેમે આળશ મરડતા પોતાને કહ્યું. સેમ આ જગ્યા પરના ભીંત ચિત્રોને પોતાના કમ્પ્યુટર દ્વારા નીરખે છે. સેમ સાથે તેની વિશિષ્ટ શોધ લિયો તો હતો જ. જે ચોવીશ કલાક કાર્યરત હોય છે અને પૃથ્વીનું નિરીક્ષણ કરતો રહે છે.પ્રાચીન સમયના આ ભીંતચિત્રો હજી પણ થોડાક દિવસ પહેલા કોતરાવ્યા હોય એવું લાગતું હતું. સેમને આમાં કંઈક રહસ્ય ઉઘડતું હોય તેવું લાગ્યું. અચાનક તેને ઊંઘ આવી ગઈ.

સવાર થઇ ગઈ હતી. બધા જાગી ગયા હતા સિવાય કે સેમ. સેમ ખુરશી પર સૂતેલો હતો તેથી બધા સમજી ગયા હતા કે તે મોડી રાત સુધી કામ કરતો હતો. તેથી કોઈએ તેને ઉઠાડ્યો ન હતો. બધા નાસ્તો પતાવી ડિસ્ટ્રોયરને હરાવવાના ઉપાયો વિષે ચર્ચા કરતા હતા. સેમની અચાનક ઊંઘ ખુલે છે. જુલી તેને નાસ્તો આપે છે. આવી વેરાન જગ્યા જે જમીનથી ખાસ્સે ઊંડે સમુદ્ર નીચે હતી ત્યાં પણ રહસ્યમયી રીતે વનસ્પતિ ઉગેલી હતી જે અચંબાની વાત હતી.સેમ નાસ્તો પતાવે છે.

" દોસ્તો મને આ ભીંતચિત્રોમાં કઇંક ઉકેલ દેખાય રહ્યો છે." - સેમે કહ્યું. સામેની આ વાતથી સન્નાટો છવાઈ ગયો હતો.

* શું આ ઉકેલ અંતિમ અને સરળ હશે ? *

* શું તે ડિસ્ટ્રોયરનો ખાત્મો કરવા પૂરતો હશે ? *

આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાંચતા રહો રક્ષકો. જલ્દી મળીએ નવા ભાગ સાથે.

આગળના ભાગમાં સપોર્ટ કરવા બદલ આભાર. આ series ને share કરવાનું ભૂલતા નહિ. આ સ્ટોરી તમને કેવી લાગી તે અંગે કોમેન્ટ કરજો.

માફ કરજો આગળના ભાગોમાં પાત્રોનો પરિચય આપવાનો રહી ગયો હતો જે આ પ્રમાણે છે :-

********************************************************************

* સેમ : શક્તિ પ્રાપ્ત થવાથી ટેક્નિકલ એક્ષપર્ટ બને છે. *

* રિક : શક્તિ પ્રાપ્ત થવાથી તત્વોને કાબુ કરી શકે છે. *

* જુલી : શક્તિ પ્રાપ્ત થવાથી જાદુમાં માહિર બને છે. *

* ઈવા : શક્તિ પ્રાપ્ત થવાથી સમયને કાબુ કરી શકે છે તથા સામેનાના મનમાં ચાલતી વાત જાણી શકે છે. *

* લિયો : તે સેમે બનાવેલ AI - Artificial intelligence સિસ્ટમ છે. *

* ડિસ્ટ્રોયર : તે કોઈની પણ શક્તિ ઘટાડી શકે છે તથા કોઈ પણ નિર્જિવ વસ્તુનો વિનાશ કરી શકે છે. *

********************************************************************

to be continued......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED