rakshako - 1 books and stories free download online pdf in Gujarati

રક્ષકો - ૧

"તમને અમારી સ્ટોરી કઈ રીતે કહું.એ ઘણી લાંબી છે. તમને થોડીક થોડીક કરીને કહું."-સેમે કોન્ફેરેન્સમાં કહ્યું.

1. શરૂઆત

લાલ રંગનું ભયદર્શક સિગ્નલ ચાલું થાય છે. આ પ્રકાશથી પથ્થરો પણ લાલ થયેલા છે.

"સર, પૃથ્વી પર ઘણી મોટી આફત આવી ગઇ છે. તેનું નામ ડિસ્ટ્રોયર છે. તે કોઈ અંતરિક્ષવાસી છે. તે અત્યંત શક્તિશાળી લાગે છે. તેનામાંથી કોઇક તીવ્ર શક્તિની ઓળખ મળે છે. આ ઉપરાંત તેની સેના ઘણી મોટી છે. તેની એક વીડિયો પણ વાયરલ થઇ ચૂક્યો છે. "- લીયોએ ક્યું.

"લીયો મોટી સ્ક્રીન પર વીડિયો ચાલુ કર. "- સેમે આદેશ આપ્યો. સ્ક્રીન પર વીડિયો ચાલું થાય છે.

"સર સમાચાર અને તમારી સેટેલાઇટ સિસ્ટમ મુજબ તેણે મુંબઇ શહેરમાં ધમાલ મચાવી લીધી છે. ઘણું મોટું નુકશાન થયું છે. "- લીયોએ કહ્યું.

"ચાલો દોસ્તો હવે આપણે આપણી પહેલી મોટી જંગ પર જવાનું છે. ઇવા આ તારી પહેલી લડાઇ છે એટલે સાચવજે. હવેથી આપણું જીવન આવી લડાઇઓમાં પસાર થશે." - સેમે કહ્યું.

"સેમ આપણે પહેલા મુખ્ય મથક(Head quarters) જવું જોઇએ. કદાચ કોઇક સરકારી માહિતી કે કોઇની સંદેશો મળી જાય"- જુલિએ સૂચવ્યું.

"મુખ્ય મથક !એ કર્યું ? "- ઈવાએ પૂછયું.

"તે સેમે બનાવેલું છે. તે ઘણી સારી અને અત્યાધુનિક જગ્યા છે. તે ઘણી સુવિધાઓથી સજ્જ છે. એક રીતે હવેથી તે આપણું ઘર છે. "-રીકે કહ્યું.

"હા તે મેં જ બનાવ્યું છે. પહેલા તે મારું ફાર્મહાઉસ હતું. પરંતુ આજે તે દુનિયાની સર્વશ્રેષ્ઠ ઇમારત છે. "- સેને કહ્યું.

"હા હા જો પોતાના વખાણ પતી ગયા હોય તો જઈએ. "- જુલિએ કહ્યું,

"હું ક્યારેય પોતાના વખાણ નથી કરતી. છતાં તમે જેમ કહો તેમ મહોતરમાં "- સેમે ઉત્તર આપ્યો.

"ચાલ બસ હવે નાટક બંધ કર - જુલિએ કહ્યું.

"હવે આપણે જઇએ...... - રીકે કહ્યું.

"ચાલો. "- સેમ ટેકો આપ્યો.

( તેઓ પોતાના વિમાનમાં બેસીને જાય છે. ત્યાં પહોંચતા સરકારની મંજૂરી મળે છે.)

"આહા, કેટલા સમય પછી સુરજ જોવા મળ્યો."– ઈવાએ ખુશી વ્યક્ત કરતાં ક્યું. "એટલે તું કેટલા વર્ષ પહેલા નીકળેલી આ સફરે. "- સેમે કહ્યું. "આપણે એ વિશે પછી વાત કરીશું તો સારું રહેશે. "- જુલિએ કહ્યું.

"એમ પણ આ બંનેની કહાની સાંભળવાની છે અને આપણી કહાની એમને જણાવવાની છે. આ ડિસ્ટ્રોયર નામની બલાથી પીછો છૂટી જાય પછી એક મહિનાનું વેકેશન લઈશું. તેમાં બધું જાણવા મળશે."

"તો લોકોનું શું થશે ?" રીકે પુછ્યું. "લોકો નું જે થવાનું હોય તે થાય. "- સેમે કહ્યું."આનો સ્વભાવ આવો જ છે. "- જુલિએ કહ્યું.

"એમ પણ જયારે આપણી પાસે શક્તિઓ ન હતી ત્યારે પણ લોકો જીવતા જ હતા. ને. "- સેમે કહ્યું.

"હા બસ ચાલ એમ પણ તારી સાથે વિવાદમાં કોઇ જીતી નહિ શકે."- જુલિએ.

( બધાં હીરો મથક પર પહોંચે છે.)

"આપણે સીધી હમલી કરીએ કે પછી પ્લાનિંગ કરીને ?"- જુલિએ પુછયું.

"મારા મત પ્રમાણે સીધો હુમલો કરીએ તો એની શક્તિઓ, હેતુઓ વગેરે જાણી શકાય. પછી જો હાર્યા તો કોઈ પણ રીતે ભાગી જઈશું. "- સેમ જણાવ્યું.

"સારું" - બધાએ એક્સાથે છું.(અહીં સેમ સૌથી વધુ અનુભવી હોવાથી તેની વાત માનવી બધાને યોગ્ય લાગી.)"ચાલો તો જઇએ...... "- સેમે કહ્યું.

બધાં વિમાનમાં બેસીને જાય છે. "એમ વિમાનને આપણા સુરક્ષિત સ્થળ પર ઉતારજે.કદાચ ભાગી છૂટવા માટે આપણે બીજો કોઈ રસ્તો વાપરવો પડે. "- જુલિએ કહ્યું. વિમાન ઉતારી તેઓ ડિસ્ત્રોયર પાસે જાય છે.

વાતાવરણ લોકોના ભયની ચિચિયારીઓથી ભરાયેલું છે. લોકો આમતેમ ભાગી રહ્યા છે. આસપાસ આગ લાગેલી છે. આકાશનો રંગ ઘેરો બનેલો છે.

*હવે શું થશે *

*શું આપણ હીરો પહેલી વારમાં જીતશે ? *

જાણવા માટે વાંચતા રહો રક્ષકો.જલ્દી મળીએ નવા ભાગ સાથે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED