આગળના ભાગમાં આપણે જોયું કે બધા ડિક્સનરૂમમાં ભેગા થાય છે. હવે આગળ,
5. પ્લાનિંગ - ૨
બધા ડિક્સનરૂમમાં ભેગા થાય છે. સેમ ઉત્સાહિત લાગી રહ્યો છે. " તમારામાંથી કોઈને ઉપાય જડ્યો છે ?" - સેમે પૂછ્યું.
" મળ્યો તો છે પરંતુ સાચો છે કે નહિ તે તો ડિક્સન પરથી ખબર પડશે." - રીકે કહ્યું.
" કઈ નહિ આપણે શરૂઆત કરીએ. રિક, સૌથી પહેલા તું બોલ." - સેમે કહ્યું.
" મારા હિસાબે આપણામાંથી જ કોઈએ એ શક્તિ મેળવવી જોઈએ." - રીકે કહ્યું.
" પરંતુ આપણામાંથી બધા તેની પરીક્ષા આપી ચુક્યા છે જેમાં બધા નાપાસ થયા છે." - જુલીએ કહ્યું.
" ચાલો એક ઉપાય ગયો. જુલી, હવે તું કહે." - સેમે કહ્યું.
" મારા મત મુજબ આપણે એ શક્તિને તબાહ કરી દેવી જોઈએ." - જુલીએ પોતાનો મત મુક્યો.
" ના, એવું પણ નહિ કરી શકાય." - સેમે કહ્યું.
" શા માટે ? " - જુલીએ કહ્યું.
" જો આપમેં એવું કરીએ તો આપણે ડિસ્ટ્રોયરને પણ હરાવી નહિ શકીએ. જેનાથી આપણી પૃથ્વીને નુકશાન પહોંચી શકે છે." - સેમે કહ્યું.
" સારું." - જુલીએ કહ્યું.
" ઇવા તે કોઈક ઉપાય શોધ્યો છે ?" - સેમે પૂછ્યું.
" મારા મત મુજબ આપણે વિશ્વના અન્ય દેશોની આર્મી સાથી મળીને કામ કરવું જોઈએ." - ઈવાએ કહું.
" ના, આ પણ શક્ય નથી કારણકે આ ડિસ્ટ્રોયર ટેન્ક-જેટ જેવા મોટા વાહનોને પળવારમાં ધૂળ બનાવી શકે છે. અને આપણે તો તેની સામે એક વાર હારી જ ચુક્યા છે." - સેમે કહ્યું.
" સેમ, અમારા બધાના ઉપાય કારગત નથી તો તું જ કોઈ ઉપાય કહે." - જુલીએ કહ્યું.
" મારા મત મુજબ આપણેબધે જે ટેસ્ટ આપી તેમાં સરખી લાગતી બાબતો ને ભેગી કરવી જોઈએ." - સેમે કહ્યું.
" તેનાથી શું થશે ?" - રીકે પૂછ્યું.
" એના દ્વારા આપણે આ પરીક્ષા પસાર કરી શકે એવી યોગ્ય વ્યક્તિને શોધી શકીએ." - સેમે કહ્યું.
" સેમ, આપણામાંથી તારા જ સૌથી વધુ ગુણ હતા ને ?" - જુલીએ કહ્યું.
" હા." - સેમે કહ્યું.
" તો પછી તે એ પરીક્ષામાં વાપરેલી ખૂબીઓ જણાવ." - જુલીએ કહ્યું.
" મારી ખૂબી એ હતી કે જયારે મેં એ પરીક્ષા આપેલી ત્યારે હું જીવનથી હારી ગયો હતો. હવે તમે બાષા વારાફરતી પોતપોતાની ખૂબીઓ જણાવો." - સેમે કહ્યું.
" મારામાં એટિટયુડ વધારે હતો." - જુલીએ કહ્યું.
" એ તો હમણાં પણ છે." - સેમે રીકને તાળી મારતાં કહ્યું.
" બસ, હમણાં મસ્તી નહિ." - જુલીએ કહ્યું.
" જીવનમાં હસવું જરૂરી છે છતાં જો કોટી લાગ્યું હોય તો સોરી....." - સેમે કહ્યું.
" હા હા , બસ ચાલ રિક હવે તું કહે." - જુલીએ કહ્યું.
" હું જસબાતી હતો." - રીકે કહ્યું.
" અને તું ઇવા" - સેમે કહ્યું.
" હું અત્યંત લાગણીશીલ છું." - ઈવાએ કહ્યું.
" ઓકે આ બધું તો ઠીક છે પણ આપણે કેવી આ બધી ખૂબીઓ ધરાવતી વ્યક્તિને કઈ રીતે શોધીએ." - રીકે પૂછ્યું.
" આ માટે આપણને જુલીના જાદુની જરૂર પડશે." - સેમે કહ્યું.
" હા મારા જાદુ વડે આપણે આ કામ કરી શકીએ." - જુલીએ કહ્યું.
" ચાલ જુલી તો તું તારી ખોજ શરુ કર." - સેમે કહ્યું.
" હમણાં આપણે બધાને ઊંઘની જરૂર છે." - રીકે કહ્યું.
" કઇની આપણે સવારે કામ શરુ કરીએ." - સેમે કહ્યું.
બધા પોતપોતાના રૂમમાં જાય છે. બીજી બાજુ ડિસ્ટ્રોયરને હજી સુધી તે શક્તિ વિષે જાણકારી મળતી નથી.
to be continued............
મને આગળના ભાગમાં સપોર્ટ કરવા બદલ આભાર. મારી નોવેલને બને તેટલી share કરો.આગળના ભાગો વિષેની update મેળવવા માટે મને INSTAGRAM પર follow કરી "READER" એવો message મોકલો જેથી તમે મારા નોવેલ માટેના ગ્રૂપમાં એડ થઇ શકો.
Instagram : https://www.instagram.com/yash.242005/