પાંચ કોયડા - 10 ashish raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાંચ કોયડા - 10

પાંચ કોયડા -10

વાત એમ હતી કે, અમદાવાદમાં એ વખતે એક નાટક આવ્યું હતું .નાટકનું નામ હતું

“ નસીબ ની માયાજાળ “ નાટકના સો એક જેવા show પુરા થવાના હતા. તેની ખુશાલીમાં ડાયરેક્ટરે નાટકનો સોમો શો પૂરો થાય, ત્યારબાદ નાની પાર્ટીનું આયોજન કરેલું .હવે આપણે તો કંઈ આવા મોંઘા નાટક જોવા જઈ શકીએ ? ત્યાં જ પાછી શરૂ થઈ નસીબ ની માયાજાળ. મારા સાહેબ કનુભાઈ પટેલ જેમની ફેક્ટરીમાં હું કામ કરતો હતો,એમણે પોતાના પત્ની સાથે આ નાટક જોવાનું ગોઠવેલું. પણ અણીના સમયે એની રૂપાળી રાણીની તબિયત બગડી અને પ્રોગ્રામ કેન્સલ. ટીકીટ તો પહેલાથી લઈ રાખેલી. ઘરે ! કરે શું ? બસ એ જ વખતે હું ધ્યાનમાં આવી ગયો. મને કહે ‘પ્રજાપતિ લે આ વીઆઈપી ટિકિટ, જા આજની રાત જલસો કરતો આવ’.

તો શું આજ ખાસ વાત હતી ? રઘલા એ અધીરાઈથી પૂછી લીધું.

ના ખાસ વાત તો હવે શરૂ થાય છે. મેં અને કપિલા એ બને એટલી ઉતાવળ કરી. પણ એ વખતે તો કોઈ સાધન નહીં. પાછો હું એક કાળો કોટ માંગી લાવ્યો હતો પહેરવા માટે . વીઆઈપી વચ્ચે સારું લાગે ને !. અને એ કોટેજ કરામત કરી. બન્યું એવું કે એમણે ચીફ ગેસ્ટ તરીકે સુરતના કોઈ શેઠ ભાસ્કર રાવલ ને બોલાવ્યા હતા. ગમે તે કારણ હોય શેઠ તો આવ્યા જ નહીં. Show શરૂ થઈ ગયો હતો. ડાયરેક્ટરને પણ મૂંઝવણ થતી હતી. અમારે પહોંચવામાં મોડું થયું, અમે છેલ્લે vip ગેટના દરવાજામાંથી અંદર જતા હતા ત્યાં ડાયરેક્ટર પવન કુમાર અમને પકડાયા. અરે રીતસરની આજીજી કરી ! કેમ કપિલા!

હાસ્તો વળી ,કહેવા લાગ્યા “ અમારા ચીફ ગૅસ્ટ આજે આવી શકેલ નથી મે તેમના આવવાની ઘોષણા કરી દીધેલ છે. એક બે છાપાના પત્રકારો પણ આવેલ છે. આજના દિવસ માટે તમે અને તમારા ધર્મ પત્ની અમારા ચીફ ગેસ્ટ બની જાવ”. -કપિલાબેન તો ભૂતકાળ નું વર્ણન કરતા ફરી ખીલી ઉઠ્યા.

“તમે આના-કાની તો કરી હશે ને”- મેં પૂછ્યું.?

હા, આનાકાની તો ઘણી કરી પણ ડાયરેક્ટર સાહેબ માન્યા નહિ. અમને ખાત્રી આપી કે ચીફ ગેસ્ટને આ શહેરમાં હજી કોઈ ઓળખતું નથી. એટલે અમને જરાય હેરાન ગતિ નહીં થાય. આટલા મોટા માણસને ના પાડવી કેમ ? હવે પછીના નાટકના ફ્રી પાસ આપવાની પણ વાત કરી.

“પછી શું થયું?” મને પણ તેમના જેટલો જ આનંદ આવતો હતો

પછી તો ભાઈ ખૂબ મજા આવી. અમને એ મુખ્ય યજમાન ની ખુશી બેસાડ્યા ચાલુ નાટકે ચા, કોફી , નાસ્તો આવવાનું તો ચાલુ જ ચાલુ. જેવું નાટક પત્યું બધા અમારી સાથે ફોટો પડાવવા પડાપડી કરે તમે નહીં માનો આ કપિલા ની એકે સાડીના વખાણ બાપ જિંદગીમાં કોઈએ કર્યા નહીં હોય! અને એ વખતે બધા કહે ‘મેડમ તમે આ સાડીમાં ખુબ સુંદર લાગો છો ‘ ડાહ્યાભાઈના કથન પર અમે ચારેય સાથે હસી પડ્યા.

“પછી મુખ્ય અતિથિ તરીકે કઈ બોલવાનું તો આવ્યું હશે ?”મેં પૂછ્યું

હા બિલકુલ. ડાયરેક્ટર પવનકુમાર પણ હોશિયાર માણસ .ચાલુ નાટકે એક કાગળમાં બધું લખી નાખ્યું. કોનો આભાર માનવો ? કોના વખાણ કરવા ? બંદા તો બધું જ સડસડાટ વાંચી ગયા .અને શું તાળીનો ગડગડાટ થયો !

હા પછીના દિવસે અમારો ફોટો છાપામાં પણ આવ્યો હતો હજી એ છાપુ સાચવી રાખેલું છે.

“શું મને છાપુ જોવા મળી શકે”

હા ! કેમ નહિ હમણાં લાવી. આટલું બોલીને કપિલાબેન ઊભા થયા ઘરની અંદર તિજોરી પર પડેલી પેટીઓ ફંફોસી.થોડીવારમાં પ્લાસ્ટીક કવર સાથે હાજર થયા. બહુ સાવચેતીથી એક કવરમાંથી તેમણે તે છાપુ કાઢ્યું .છાપાની સ્થિતિ પરથી ખ્યાલ આવ્યો તેમણે કેટલું સાચવ્યું હશે ! સામાન્ય માણસની જીંદગીમાં આવતા આવા પ્રસંગો જીવનભરનું સંભારણું બની જતા હોય છે .ફોટોગ્રાફમાં પાંચ વ્યક્તિઓ હતા જેમાંના બે હું જાણતો હતો જે મારી સામે બેઠેલા હતા. ફોટોગ્રાફ ની નીચે આ પ્રસંગના વર્ણનનો નાનો લેખ પણ હતો મે રઘલા ને તમામ ફોટોગ્રાફ લેવા નો ઈશારો કર્યો. રઘલા એ ઝીણવટથી વારંવાર તે છાપાના ફોટો લીધા .આટલા બધા ફોટોગ્રાફ્સ કેમ લેવાય છે ,તેનું કપિલાબેન ને પણ આશ્ચર્ય થયું. ફોટોગ્રાફ લેવાનું ચાલુ હતું ત્યાં જ કપિલાબેન બોલ્યા, હા એક મહિના પહેલા ફોન આવ્યો હતો આ ફોટા માટે

“ હવે હું ચમક્યો ,ફોન આવ્યો હતો ? ફોટા માટે ? “ શું વાત થઈ ફોનમાં ?

“ ભાઇ,મને તો કાંઇ ખબર ના પડી.સામેથી કોઇ ચૌધરી બોલતા હતા.મને કહે-‘ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમને વંદન કરુ છું.ખુબ જતનથી તમે એક યાદગીરી સાચવેલી છે.એક ફોટોગ્રાફ !તમારા એ ફોટોગ્રાફમાં એક વસ્તુ ખુટે છે’ અરે ! હુ કંઇ પુછુ તે પહેલા ફોન મુકી દીધો.ફકત એટલુ જ કીધુ તમારા ફોટોગ્રાફ માં એક વસ્તુ ખુટે છે.

મારી અને રઘલાની નજરો મળી.અમને આશ્ર્ચર્ય ની સાથે આનંદ પણ હતો કે અમે સાચા ટ્રેક પર જઇ રહ્યા હતા.હવે વધુ વખત આ ઘરમાં રોકાવાનો અર્થ નહોતો.બાકીનો ઇન્ટરવ્યુ અમે જલ્દીથી પતાવ્યો.ડાહ્યાભાઇ ને ખુશ કરવા તેમના અને કપિલાબેન ના ઘણા ફોટા પણ લીધા.

“ ચોકકસ , આ કોયડા ઉકેલાયા પછી જે પુસ્તકોની રોયલ્ટી મળશે તેમાંથી અમુક ટકા રકમ હું તેમને આપીશ” મેં મનોમન આ ગરીબ જોડાને મદદ કરવાનો નિશ્ર્ચય કર્યો.

પાછા જતી વખતે અમેં નજીકની હૉટેલે ગાડી ઉભી રાખી.બંને સવારના ભુખ્યા હતા.હૉટેલ વાળા એ અમને જોઇને ચોકકસ પ્રાથના કરી હશે કે “ જો આવા જ ગ્રાહકો આવતા રહ્યા તો અમારે અનલિમિટેડ થાળી બંધ કરવી પડશે” આમ વેઇટરો ને ખાસા હરાવી અમે રઘલાની ઓફિસે પહોંચ્યા.રઘલાએ સૌથી પહેલુ કામ તે ફોટાઓને કમ્પ્યુટરમાં લેવાનુ કર્યુ.જો કે અમારા માટે તો મુળ ફોટોગ્રાફ જ જરૂરી હતો.તે દિવસના છાપામાં છપાયોલો ફોટો રઘલાએ બને એટલો ઝુમ કર્યો.જરા ફોટોગ્રાફ જોઇએ.

“ હૉલની અંદર વકતાઓ બોલે તે પ્રમાણે નુ ડેસ્ક,પાછળ પાંચ વ્યકિતઓ હરોળમાં ઉભા હતા.ફોટોગ્રાફ ની બિલકુલ નીચે આ પ્રમાણે લખેલુ હતુ. ‘ ટાઉનહૉલમાં સો વખત ભજવાયેલ રેર્કોડ બ્રેક નાટક નસીબની માયાજાળ ના સભારંભમાં ઉપસ્થિત મહાનુભાવો ડાબેથી જમણે-“ નાટકના મુખ્ય એકટર વ્યોમ પટવારી,ડાયરેકટર શ્રી પવન કુમાર,મુખ્ય મહેમાન શ્રી ભાસ્કર રાવલ અને તેમના ધર્મપત્ની શ્રીમતિ છબી રાવલ,એકટ્રેસ ભુમિ પરીખ” નીચે આ નાટકની પ્રશસ્તિ રજુ કરતો નાનો લેખ હતો.લેખ અમે દસેક વાર વાંચ્યો પણ તે કાયમ લખાતા સામાન્ય લેખ જેવો જ હતો.અમારા માટે સૌથી મહત્વની કડી હતી તે ફોટોગ્રાફ.એમ પણ કપિલાબેન પર આવેલ ફોનમાં એજ વાતનો ઉલ્લેખ હતો-‘ ફોટામાં એક વસ્તુ ખુટે છે ‘ અમને ખાતરી હતી કે એ ફોન કિર્તી ચૌધરી દ્રારા જ કરવામાં આવ્યો હશે અમને રહસ્ય ની નજીક લાવવા.

ફોટોગ્રાફ અમે ઘણા સમય સુધી ધ્યાનથી જોયો.તેની નીચે લખેલા નામ પણ અમે અનેક વાર વાંચ્યા.છતાં એવી કોઇ ચીજ અમને મળી નહી કે જે સીધી કોયડા સુધી પહોંચાડી શકે.તર્ક-વિતર્ક અનેક થયા,પણ એમાંથી એકપણ તર્ક સમાધાન ની નજીક નહોતો.રઘલાએ કરેલા કેટલાક તર્કો

તર્ક 1 – આ ફોટોગ્રાફમાં ફોટો લેનાર ફોટોગ્રાફર જ ખુટે છે.તેને જ શોધવાનો થશે.
તર્ક 2 – ઓરિજનલ મુખ્ય મહેમાન ‘ ભાસ્કર રાવલ ‘ ની શોધ ચલાવીએ.
તે જરૂર કંઇક જાણતા હશે.
તર્ક 3 –ફોટામાં ત્રણ પુરુષો અને બે સ્ત્રીઓ છે.આપણે હજી એક સ્ત્રી ની તપાસ કરવી પડશે.