પાંચ કોયડા ભાગ 7 ashish raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાંચ કોયડા ભાગ 7

(પ્રતિ શ્રી,

મહેન્દ્ર શર્મા. સર અહીં પહેલો કોયડો સોલ્વ કરવા એક ચોરસ આકૃતિ મુકેલી છે.જે પહેલા કોયડા પછી બાકી રાખેલી જ્ગ્યામાં આગળ વાર્તા માં છાપવાની છે.જે હું ઇમેલ વડે અને કવર પેજ પર મોકલી રહ્યો છુ.પ્લીઝ,વાર્તા ની મજા માટે તે પ્રમાણે કરશો.મોબાઇલ -૯૪૨૭૭૦૨૭૭૬,takshka7056@gmail.com)

ભાગ 7 :- પાંચ કોયડાનો પ્રથમકોયડો

બીજા દિવસે સવારે રઘલાએ બેન્કમાંથી પૈસા ઉપાડી એક લાખ મને આપ્યા.રઘલો જરૂર કરતા વધારે ઉત્સાહમાં લાગ્યો.તે પોતે, પોતાની અલગ સ્વપનસૃષ્ટિ રચી બેઠો હતો.

સવારે અગિયાર વાગ્યે અમે બે હોટેલે પહોંચ્યા.અતુલ મજુમદારે અમારુ હર્ષભેર સ્વાગત કર્યુ.આજે તે મિત્રતાના મુડમાં વધારે લાગ્યો.કોફી અને નાસ્તાનો ઑડર આપી તેણે વાત ની શરૂઆત કરી.-“ મિ.ભાગવત ! જયારે કિર્તી ચૌધરીએ મને તમારી સાથે લાગેલી શર્ત ની વાત કરી હતી ત્યારે મને ખુબ આશ્ર્ચર્ય થયેલુ.તે પોતાની બે ચોપડીઓની રોયલ્ટી એક અજાણ્યા માણસ ને આપવા ઇચ્છતા હતા, જે ઇવન તેમની એકપણ ચોપડી વાંચતો ના હોય ! વધારામાં મધ્યમવર્ગીય પરિવાર માંથી આવતા વ્યકિત આવુ જોખમ લેવા કરતા એકલાખ રૂપિયા લેવાનુ વધુ યોગ્ય ગણશે તેવો મારો વિચાર હતો.પણ ! તેમને અજીબ વિશ્ર્વાસ હતો તમારામાં.એટલે જ તો તમને હેરાન કરવા એક લાખ રૂપિયાની માગણી કરી.તે માનતા હતા કે જયારે માણસ પાસે પાછા જવાનો રસ્તો ના રહે તો જ તે મંજિલ સુધી પહોંચી શકે.મને આનંદ છે તમે એમના વિશ્ર્વાસ ને તમે સાર્થક કર્યો છે.તમારી યાત્રા માં જયાં પણ તમને મારી મદદ ની જરૂર પડે ત્યારે તમે ચોકકસ મારો કૉન્ટેક કરી શકો છો.”

કોફી અને નાસ્તો પતાવ્યા બાદ અતુલે મારી પાસે કેટલીક સહીઓ લીધી.આખરે તે ફાઇલ ! તે પહેલો કોયડો ! મારી પાસે આવ્યો.રઘલો અને હું તેને વાંચવા આતુર હતા.અમે બંને એ શાંતિ રાખીને પહેલા રઘલાની ઓફિસે જવાનુ નકકી કર્યુ.રઘલાએ ઓફિસે આજે બે ટીફિન મંગાવી રાખ્યા હતા.અમે તે ત્વરાથી પતાવી તમામ ઇશ્ર્વર ને યાદ કરી,આજુ બાજુ રહેલા ભગવાન ના ફોટા ને મનોમન દર્શન કરી તે ફાઇલ ખોલી.

શર્ત ની શરૂઆતમાં કિર્તી ચૌધરીના હેન્ડ રાઇટીંગ માં લખાયેલો એક સંદેશો હતો જે આ પ્રમાણે હતો.-“ ભાગવત , મારા મિત્ર ! મને ખાતરી છે કે તુ આ શર્ત નો સ્વીકાર કરીશ.જિંદગીની એક ખાસિયત છે કે જટિલ માર્ગો પર ચાલતા-ચાલતા જ નવા સરળ રસ્તા ખુલે છે.મારા આ કોયડા ચોકક્સ તને ખુબ હેરાન કરશે.કદાચ એક સમય એવો પણ આવે કે તને આ શર્ત સ્વીકારવા માટે અફસોસ થાય.પણ યાદ રાખજે ! તારે આ કોયડાઓના ઉકેલ માટે ફકત દિમાગનો ઉપયોગ કરવાની જગ્યાએ આંતર-સુઝ નો ઉપયોગ કરવો.તારે એ વિચારવાનુ ,જોવાનુ છે જે બીજા નથી વિચારી શકતા.જોઇ શકતા.મારુ ગુડ લક મર્યા પછી પણ તારી સાથે છે”

( વાચક મિત્રો ને એક અપીલ છે.અહીંથી પહેલો કોયડો શરૂ થાય છે.ભાગવત સાથે તેઓ પણ આ કોયડાને ઉકેલવા પ્રયત્ન શરૂ કરે.પોતે શોધેલા જવાબ ને ભાગવત ના જવાબ સાથે સરખાવી જુએ અને વાર્તા નો આનંદ લે.એન્ડ ઇટસ નોટ ગોંઇગ ટુ સિમ્પલ)

હવે પહેલો કોયડો જોઇએ.(અહીં આકૃતિ મુકવી)

આ ચોરસ ના પચીસ ખાનામાં એક એવી આકૃતિ બને છે.જે એમ તો શાંતિ નુ પ્રતિક છે પણ આ જ આકૃતિ વિનાશ નુ કારણ પણ બની એ આકૃતિ ને બાદ કરતા બાકી જે શબ્દો બનશે તે નામ વાળા વ્યકિત પાસે આગળનો બીજો કોયડો છે.)

દસેક વખત મેં અને રઘલાએ પહેલો કોયડો વાંચ્યો.રઘલાએ સુચન કર્યુ.પહેલા એક કાગળ અને પેન્સિલ લઇ આ કોયડો ઉતારી દઇએ અને પેન્સિલ થી પછી આમાં એક પછી એક આકૃતિ બનાવીએ. “ ગુડ આઇડિયા ! મેં જવાબ આપ્યો.”

અમે થોડીવારમાં તો અનેક સ્કેચ બનાવી નાખ્યા.રઘલાએ અને મેં ત્રિકોણ,ચોરસ ,લંબચોરસ અને જે જે આકૃતિઓ અમે અમારા જીવન કાળમાં ભણેલા તે બધી તે ચોરસમાં ગોઠવી.રઘલો દર દ્સ મિનિટે એક નવી આકૃતિ વિચારતો અને કહેતો –‘ ગજા, બીજુ બધુ મુક,હવે આ ટ્રાય કરીએ.હવે જવાબ આવ્યો સમજ.’ પણ ! અફસોસ દર વખતે અમે ખોટા ઠરતા.તે ચોરસ માંથી નામ શુ ? નામ ના નજીક ની વસ્તુ પણ અમે શોધી શકયા નહી ! રઘલા ની નજીક ની કિટલી વાળો પણ આજે ખુશ હસે ! દર અડઘા કલાકે અમે ત્યાંથી ચા નો ઑડર કરતા.આખરે ચા ના ઑવરડોઝ થયા પણ અમે તે ચોરસ કોયડાનો ભેદ ઉકેલી શકયા નહી.શાંતિ ની એ આકૃતિ જે વિનાશ નુ કારણ બની ! શુ કહેવા માંગે છે આ કોયડામાં કિર્તિ ચૌધરી ! મારા ચશ્માના નંબર વધી ગયા પણ એ આકૃતિ મને ના દેખાઇ.

બપોરના ત્રણ વાગ્યા પછી અમે ઉંધી રીતે વિચારવાનુ શરૂ કર્યુ.જો આ કોયડામા એક નામ જ શોધવાનુ હોય તો ચલો એ કોઇ આકૃતિ વગર પણ શોધી નાખીએ.એક પછી એક અક્ષરો ગોઠવી અમે અનેક નામો બનાવ્યા પણ એકપણ નામ ને અમે તે મુર્દા કિર્તી ચૌધરી ના જીવન સાથે જોડી શકયા નહી.એક બે અંગ્રેજી ટાઇપ નામ માટે અમે અતુલ મજુમદાર ને ફોન પણ લગાડયો.શુ તે આવા કોઇ નામ વાળા વ્યકિત ને જાણે છે જે કિર્તી ચૌધરી ના જીવન સાથે સંકળાયેલો હોય.અતુલ નો જવાબ દર વખતે એવો રહેતો –‘ મારા ખ્યાલમાં તો આવો કોઇ વ્યકિત હજી આવ્યો નથી.’

આખરે રઘલો બોલ્યો-‘ ગજા ભાઇ ! ગમે તે રીતે આ કોયડાને ઉકેલો નહીંતર મારે તો ઠીક તારે તો ડુબી મરવાનો વખત આવ્યો સમજ.’ રઘલાની વાત સાચી હતી.આ કોયડાનો જવાબ હું ના શોધી શકુ તો ? એ વિચારે મને કમકમા આવતા.

આ સમ્રગ ઘટના દરમિયાન વચ્ચે વચ્ચે મારી કંપનીના મિત્રો ના ફોન આવતા.જે આજ સુધી મને અવગણતા તે બધા માટે તે દિવસ પછી હું હિરો બની ગયો હતો.મોટાભાગના લોકોએ મારા સાહસ ને વખાણ્યુ અને બને એટલુ માર્કેટ માં જાહેર કર્યુ.આવા સમાચારો ચેપી વાઇરસ ની જેમ ફેલાઇ જતા હોય છે.જેમ આ સમાચાર માર્કેટ માં ફેલાતા જાય તેમ મારી બીજી કંપનીમાં નોકરી મેળવવાની તકો ઓછી થતી જતી હતી.એમ તો આ સાહસ હતુ ! પણ કોણ કંપનીનો મેનેજર એવા એમપ્લોઇ ને રાખવાની હિંમત કરે જેણે આગળના બોસ ને લાફો માર્યો હોય.પંડિતની પ્રતિકીયા પણ રસપ્રદ રહી.કંપનીના ઉપરી અધિકારીઓ એ તેને આ વાત ઉપર ખુબ ઠપકો આપેલો.તે ભાઇ અઠવાડિયાની રજા મુકી કયાંક શરમ થી સંતાઇ ગયા હતા.કર્મા મુવી ના ડોકટર ડેન ની જેમ એક થપ્પડ ની ગુંજ ખુબ ગાજી હતી.એક માથુર જ માત્ર એવા હતા જેમણે મારા માટે દિલ થી વિચારેલ.તેમણે મને ફોનમાં કહ્યુ-“ હજી તેં રાજીનામુ મુકયુ નથી.તારા માટે તક છે.હું ઉપરના લેવલે વાત કરીશ.બધુ થાળે પડી જશે.’ માથુર ની સમજાવટ પર મેં તેમનો આભાર માન્યો પણ મારી જિદ ના છોડી.

સાંજના સાત વાગી ચુકયા હતા.મને કે રઘલાને આ કોયડાને તાળો મળ્યો નહી.અમે એ કોયડાની બે ત્રણ પ્રિન્ટ કરાવી અને કાલે ફરી આના પર કામ કરવાનુ વિર્ચાયુ.ઘરે જતા આખા રસ્તે હું ગમગીન રહ્યો.હજી તો આ પહેલો કોયડો હતો.પંદર દિવસમાં પાંચ કોયડા ! આજના દિવસે હું સવારથી બહાર હતો.બપોરે જમવા પણ આવ્યો ના હતો.મને હતુ કે ઘરે પહોંચતા જ મારા પર પ્રશ્નોની ઝડી વરસશે ! થેંક્સ ટુ સાસુજી ! સાધના તેની મા સાથે ફોન પર વાત કરવા મશગુલ હતી.

બુટ કાઢીને હું પલંગ પર બેઠો જ હોઇશ ત્યાં સાહિલ મારી પાસે આવ્યો.-‘પપ્પા ! મારે એક પ્રોજેકટ બનાવવા તમારી મદદ ની જરૂર છે.’

‘ બેટા ! આ બધુ મમ્મી પાસે કરાવી લેવુ.’

‘ ના,આજે મમ્મી નહી.તમારે બેસવુ પડશે.પ્રોજેકટ બહુ હાર્ડ છે’

‘ એટલે જ કહુ છુ કે તારી મમ્મી વધુ સારી રીતે કરી શકશે.’

‘ ના પપ્પા ! મમ્મી ને પણ ખબર નથી.ટીચરે બીજા વિશ્વયુદ્ધ વિશે પ્રોજેકટ આપેલો છે’

અનિચ્છાએ મેં તેનો પ્રોજેકટ હાથમાં લીધો.અચાનક તે કાગળ માંથી એક પર મારી નજર ગઇ.વીજળી ની ઝડપે મેં તે કિર્તી ચૌધરી વાળી પ્રિંન્ટ આઉટ બહાર કાઢી અને મેં એક ગોઠવણ કરી’

‘ સાહીલ ! મારા દીકરા મેં તેને ચુમી લીધો.પહેલો કોયડો ઉકેલાઇ ગયો હતો.’

( પહેલો કોયડો કઇ રીતે ઉકેલાયો.શુ હતુ સાહિલના પ્ર્રોજેકટ માં તે જાણવા માટે આગળનો ભાગ જરૂર વાંચો)...........................ક્રમશ : ........................................