jivan Sangram 2 - 12 books and stories free download online pdf in Gujarati

જીવન સંગ્રામ 2 - 12

પ્રકરણ ૧૨

આગળ આપણે જોયું કે ભવ્ય પાસે એક ખાનગી પરમિશન લેવા માટે જીજ્ઞા દીદી ભવ્ય ને તપોવન ધામ બોલાવે છે......
હવે આગળ......

વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ભવ્ય તપોવન ધામ પહોંચે છે. જીજ્ઞા દીદી પણ વહેલા તૈયાર થઈને યોગ સાધનામાં હતા . તેમણે મહારાજને કહ્યું હતું કે ભવ્ય આવે એટલે મને તરત જ જાણ કરજો .... એટલે ભવ્યની આવવાની જાણ થતા જ મહારાજે જિજ્ઞા દીદીને યોગ-સાધનામાંથી જગાડીને સમાચાર આપ્યા અને ભવ્ય માટે ચા-નાસ્તાની વ્યવસ્થામાં લાગી ગયા. જીજ્ઞા દીદી કાર્યાલયમાં આવ્યા.ભવ્ય પણ કાર્યાલયમાં આવીને પોતાની જગ્યા પર બેસે છે. થોડી ઔપચારિક વાતો કરી ત્યાં મહારાજ ચા અને નાસ્તો લઈને આવ્યા.....
ભવ્ય અને જીજ્ઞા દીદી એ ચા- નાસ્તો કર્યો... એટલી વારમાં રાજ અને રાજન પણ આવી ગયા.
બધા કાર્યાલયમાં ગોઠવાયા.
" દીદી એવી તે કઈ ગંભીર વાત છે કે તમે મને તાબડતોબ અહીં બોલાવ્યો."વાતની શરૂઆત કરતાં ભવ્ય બોલ્યો.
જીજ્ઞાદીદીએ ભવ્યને ગગનના કેસની વિગતો કહી.ત્યાર બાદ નીરુ અને જય સાથે બનેલ આખી ઘટના પણ કહી સંભળાવી.....
હા દીદી ગગનના કેસની તો મને જાણ છે. અને તે કેસની સીઆઈડી તપાસની પરવાનગી પણ મળી ગઈ એ પણ ખ્યાલ છે.....
હા ભવ્ય પણ હવે હું જે કહેવા જઈ રહી છું એ માત્ર મારો અંદેશો છે. .... પણ જો આખી ઘટના મારા માનવા પ્રમાણે હશે તો આખા દેશ માટે ઘાતકી સાબિત થશે .... પણ આ માત્ર મારો અંદેશો છે... સત્ય જાણવા તપાસ કરવી પડશે અને એ પણ તમને યોગ્ય લાગે તો....
દીદી તમે અમારા માટે સરની બરાબર છો. મતલબ તમે જે કહેશો એની પાછળનું તથ્ય તમે જાણતા જ હશો .... માટે આપ પહેલા સઘળી વાત અમને કરો જેથી અમે પણ કંઈક એ બાબતે વિચારી શકીએ.....
ઠીક છે ભવ્ય... તો હવે હું જે કહું છું તે શાંતિથી સાંભળજો અને આગળ એ બાબતે તમારે શું કરવું તેનો નિર્ણય તમારે તમારી જાતે જ લેવાનું છે...
ઠીક છે દીદી.....
મેં જ્યારથી ગગનના કેસ વિશે સાંભળ્યું અને જાણ્યું કે ગગન આ કેસમાં સતત ચૂપ રહે છે,એની પત્નીનું ગુમ થવું ,અલબત્ત ખૂન થવું ....વગેરે જાણ્યું અને ત્યાર બાદ જાણવા મળ્યું કે આ એક મોટું રેકેટ છે. અલગ-અલગ શહેરોમાંથી છોકરીઓને ફોસલાવી, દબાણથી અથવા તો બ્લેકમેઇલ કરીને અહીંયાથી અમુક લોકો,મતલબ અમુક પુરુષો તેનો ઉપયોગ કરે અને ત્યારબાદ તેને આતંકવાદી સંગઠનોને સોંપી દે.એ હેવાનો એ અબળા ઉપર અમાનુષી જુલમ ગુજારે , બળાત્કાર કરે અને ભૂખ્યા વરુની જેમ વારંવાર આ છોકરીઓને પીંખી નાખે અને એ જ્યારે ઉપયોગ વગરની બને ત્યારે તેના વિવિધ અંગો કાઢીને તેનું વેચાણ કરી તગડી રકમ મેળવે અને એ રકમનો આપણા જ દેશમાં આતંકવાદ ફેલાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
સ્થાનિક પુરુષો છોકરીઓને સારી કોલેજમાં એડમિશન અપાવવાના બહાને તેની કોલેજમાં એડમિશન રદ કરાવી પોતાની લાગવગ અને મનમાની ચાલે એમ હોય એવી કોલેજમાં પહેલા એડમિશન અપાવે .... ત્યારબાદ પહેલા તેનું શારીરિક શોષણ કરી બ્લેકમેલ કરે.... જ્યારે તે પોતાની તાબે થઈ જાય ત્યારબાદ તે આતંકવાદીઓને સોંપી દે અને બદલામાં થોડી ઘણી રકમ મેળવે છે.ગગન આ બધી હકીકત જાણી ચુક્યો હતો . માટે તેના પર દબાણ કરવામાં આવ્યું... તેની પત્નીનું પણ ખુન કરી નાખવામાં આવ્યું છે .અને જો ગગનનો હવાલો સીઆઈડીને ન મળ્યો હોત તો એક-બે દિવસમાં ગગનનું પણ પૂરું કરી દેત આ લોકો.....
રાજ અને રાજન તો આ વાત સાંભળી આશ્ચર્ય માં સરી પડે છે..ઓહ ગોડ આવડું મોટું .... અને આગળ શું બોલવું આ ઘટના વિશે એ ના સમજાતું હોય એ રીતે રાજ અને રાજન ભવ્ય તરફ જૂવે છે..
થોડા આશ્ચર્ય સાથે ભવ્ય પણ પોતાની વાત ચાલુ કરે છે..... હા દીદી સરકારને પણ આ પ્રકારની બાતમી મળી છે. પણ કોઈ પુરાવા કે કોઈ ગુમ થયેલ છોકરીના માતા પિતા ફરિયાદ લઇ આવતા નથી. અમે ઘણા પ્રયત્નો કર્યા કે એકાદ કડી મળે તો આ ષડયંત્રની પૂર્ણ તપાસ કરાવીએ. પણ એક પણ કડી મળતી જ નથી .અમે કોલેજોમાં પણ તપાસ કરી..... મોટી મોટી કોલેજોમાં અધવચ્ચેથી એડમિશન કેન્સલ કરાવીને જતી રહેલી છોકરીઓ નો કોન્ટેક્ટ કર્યો.... પણ તેમના વાલીઓ એનકેન પ્રકારે સાચી માહિતી આપતા નથી. હજુ ગઇકાલે સવારે અમે વિવિધ રાજ્યોના સીએમ સાથે મિટિંગ કરી આ બાબતે ચર્ચા કરીને આગળ માટે શું એક્શન લેવા એ બાબતે પીએમના માર્ગદર્શનની રાહ જોઈએ છીએ.
વાહ ભવ્ય તારી પાસે અમને આવી જ આશા અને અપેક્ષા હતી . પણ એક વાત કહી દઉં કે આમાં ઘણા ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ પણ સામેલ છે. માટે હવે તમે જો આખા કેસની સંપૂર્ણ તપાસ કરવા માંગો છો તો એક સિક્રેટ મિશન શરૂ કરો.....
હા દીદી તમે જ કહો હવે આ કેસમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ.
જો ભવ્ય હું જે કંઈ કહું એ પ્રમાણે તમારે થોડી ખાનગી પરમિશન આપવી પડશે. બહુ વિચારીને કહેજે .... કેમકે આ ખાનગી પરમિશનથી આખો કેસ ખૂલે નહિં અને માત્ર ગગન સુધી જ સીમિત રહે તો....... સમજે છે ને તું ........ હું ......શું કહેવા માગું છું.......
હા દીદી તમે માત્ર આજ્ઞા કરો. હું બધી જ કોશિશ કરીશ. અને જો આ કેસ માત્ર ગગન સુધી સિમિત રહેશે અને કેસ આગળ નહીં ખૂલે તો હું મારા હોદ્દા પરથી રાજીનામું આપી દઈશ. આખા દેશની આ વાત આવતી હોય અને હું પરમિશન ન આપાવું માત્ર મારી સત્તા માટે તો તો મારું માતૃભૂમિ અને દેશ પ્રત્યેનું સરે આપેલ જ્ઞાન લાજે... દેશ માટે હું આવા હજારો હોદ્દા છોડી શકું છું. હજુ મારા કાંડામાં એટલી તાકાત છે કે આ પેટ માટે જરૂરી રોટલો કમાઈ શકું . માટે દીદી તમે બેધડક કહો તમારે કેવી ખાનગી પરમિશન જોઈએ છે.
શાબાશ ભવ્ય.... i proud of you....
થેન્ક યુ દીદી......
તો સાંભળો... ભવ્ય તું કેન્દ્રીય ગૃહ ખાતા પાસેથી રાજનને મતલબ કે એક cid ટીમ બનાવી એમને એવી લેખિત પરમીશન આપશે તે કોઇપણ રાજ્યમાં કોઈપણ પોલીસ અધિકારી , રાજકીય વ્યક્તિ એટલે કે પદાધિકારી કે અન્ય કોઈપણ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને પૂછપરછ કરી શકે... અલબત્ત એ વ્યક્તિની ધરપકડ વિષે માત્ર કેન્દ્રમાંથી એક વ્યક્તિને જ ( અગાઉ થી નક્કી કરેલ) બધી માહિતી આપે.
ભલે દીદી હું અત્યારે સીધો જ ફ્લાઇટ પકડી દિલ્હી જાવ ને ત્યાં ગૃહ પ્રધાનને બોલાવી બધી હકીકત જણાવીને રાજન તથા તેની ટીમને બધા જ હકો આપતો લેખીત લેટર લઈને જ પાછો આવીશ બસ તમારા આશીર્વાદ આપો.
સદા સફળ થાઓ .... પણ ભવ્ય અહીં ગગનના પત્નીનો અંતિમ સંસ્કાર....
હા દીદી , એ બધું તમે પૂર્ણ કરાવી દેજો. મારા માટે દેશ હિત પહેલું હોવાથી દિલ્હી પહોંચવું ખૂબ જરૂરી છે અને સાંજ સુધીમાં અહીં પાછા પણ આવું પડશેને....
હા ભવ્ય એ વાત તારી સાચી.તો તું હવે નીકળ ઝડપથી....
ઓકે દીદી.... ચાલો રાજ....રાજન... હું નીકળું છું....રાજન તુ તારી ટીમ બનાવી બધાના નામ, હોદ્દા, એડ્રેસ,ફોટો મને મોકલી દેજે.જેથી એ લેટર માં બધાના નામ ,ફોટા પણ એડ કરાવી દઉં...
ઓકે ભવ્ય....
ચાલો બાય...
અને છએક વાગ્યે ભવ્ય સીધો જ ફ્લાઇટ પકડી દિલ્લી જતો રહે છે.
ભવ્યના ગયા પછી જીજ્ઞા દીદી રાજ અને રાજનને આખા પ્રકરણમાં કઈ રીતે આગળ વધવું.. કઈ કઈ બાધાઓ આવશે એ બાબતે ચર્ચા કરે છે..
આશરે સાતેક વાગ્યે રાજનના મોબાઇલમાં કમલનો ફોન આવે છે... કોલ ઉચકતા કમલ ગગનના પત્નીનું નદીમાંથી ડેડ બોડી મળી છે અને સાથે એક સુસાઈડ નોટ છે.એ માહિતી આપી કોલ કાપે છે.
મોબાઇલ ખિસ્સામાં મુકતા રાજન બધી વાત જીજ્ઞા દીદી અને રાજને કરે છે .અને ત્રણેય જણા ઉભા થઇ ગગનના પત્નીના ડેડ બોડીનો હાલો લેવા નીકળી પડે છે.
નદી કિનારે પહોંચી રાજન કમલ પાસે બધી વિગતો મેળવી છે .સુસાઇટ નોટ વાંચે છે.
ગગન..
હવે હું તારા આવા કાળા કામો સહન કરી શકું તેમ નથી. તારા દિવસેને દિવસે આવા કારનામાને કારણે હું ક્યાંય બહાર મોટું દેખાડી શકતી નથી. આથી જ છેલ્લા કેટલાક દિવસથી એક ગુમનામ જગ્યા પર જતી રહી હતી. પણ, ત્યાં પણ છાપામાં તારા કારનામાના સમાચાર વાંચીને બધા મને સંભળાવતા એટલે નાછુટકે હવે મારે આત્મહત્યા કરવી પડે છે.
મારી આત્મહત્યા પાછળ માત્ર ને માત્ર તું જ જવાબદાર છે.
બસ લીખીતન તારી અભાગણી પત્ની ચારુ..
ઓહ.....શીટ.... કમલ બીજું કાંઈ મળ્યું?
ના રાજન તેના હાથમાં પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલી ચિઠ્ઠી માથામાં નાખવાની રીંગ સાથે હાથમાં મળી ... (ચિઠ્ઠી પરના ફીંગર પ્રિન્ટ મેળવવાના બાકી હોવાથી રાજન અને કમલે સ્પેશિયલ પાવડર છાટેલ મોજા પહેરેલ હોય છે)
ઓકે કમલ આ ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દે.... આખો કેસ તારા એરિયામાં છે એટલે કે તારે જ હેન્ડલ કરવાનો થશે ને?
હા રાજન.
બસ એ જ ભૂલ આ લોકોએ કરી.
રાજન કંઈ સમજાયું નહિ...કંઈ ભૂલ?
રાજ તું હવે જોતો જા... ચપટી વગાડતા એ લોકોને હું પકડી લઈશ..... એમ કહી રાજન કમલ અને રાજને બે ત્રણ કામો ચીંધે છે .... ને એક બે કલાકમાં ફટાફટ એ કામો પૂર્ણ કરી સીધા ઓફિસે આવી જવાની સૂચના આપે છે .પોતે પોસ્ટમોર્ટમ સેન્ટર તરફ જવા નીકળે છે. જીજ્ઞા દીદીને કહે છે ;"તમે ગગન પાસે જઈને તેને આખી ઘટનાની જાણ કરી દેજો..... સમય ખૂબ ઓછો છે એટલે હું ત્યાં આવી શકું તેમ નથી..."
"હા રાજન હું ગગનને સંભાળું છું તમે આ કેસને સંભાળો".
બધા પોતપોતાને કામ માટે રવાના થાય છે.......

ક્રમશ::

આપના પ્રતિભાવોની રાહે ....રાજુ સર.......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED