Jivan Sangram 2 - 11 books and stories free download online pdf in Gujarati

જીવન સંગ્રામ 2 - 11

પ્રકરણ ૧૧


આગળ આપણે જોયું કે ગગનના કે સની સીઆઇડી તપાસ કરવાનો આદેશ કોર્ટે આપ્યો....
બીજી તરફ જીજ્ઞાદીદીને કંઇક ન બનાવવાનું બનશે એવો અંદેશો થાય છે.........
હવે આગળ......

રાજ અને રાજન ગગનને મળવા સીધા સીઆઇડી ઓફિસે આવે છે.અને ગગન પાસે લોકઅપ રૂમમાં જાય છે.
ગગન રાજ અને રાજનને જોતા જ ઉભો થઈને રડવા લાગે છે..... રાજ અને રાજનને ભેટી પડે છે..... ને બોલે છે કે" મને ખબર જ હતી કે તમે ગમે તેમ કરી ને મારા કે સની સીઆઇડી તપાસ કરાવશો જ...... પણ એમાં મને તમારી મહેનત સફળ થતી દેખાતી નથી.......હું તમારી સામે કંઈ પણ બોલી શકું તેમ નથી".
"પણ શા માટે? તું આમ ચુપ રહેશે તો અમે કંઈ રીતે આગળ વધી શકીશું.અને તારી આ ચૂપકીદી પાછળ કોણ છે એ અમને કહે.અમે એને જમીન આસમાન એક કરીને ગોતી લાવીશું અને સત્ય સાબિત કરીશું". ગગનની આંખના આંસુ લૂછતાં રાજ બોલ્યો.
"હા ગગન રાજ કહે તેમ તું અમને તારી સઘળી કહાની જણાવ....જેથી તને વહેલામાં વહેલો બહાર લાવી શકીએ અને આ આરોપમાંથી છોડાવી શકીએ".
"પ્લીઝ રાજન હું કઈ પણ કહી શકું તેમ નથી. તમે મારા પર ગમે તેટલું દબાણ લાવો...પણ કોઈના જીવનનો હિસાબ મારાથી પૂર્ણ થઈ શકે એમ નથી....અને હા તમે લોકો કદાચ એને સજા પણ"...
"પણ શું"? ગગન ની એકદમ સામે આવીને રાજ બોલ્યો.... "પણ શું ? ગગન.... અમે એ લોકોને એણે કરેલ તમામ ગુનાની આકારમાં આકરી સજા કરાવીશું..... અને હા શું તારે આમ ચુપ રહીને નીરુ અને જય જેવો બીજો પ્રસંગ ઊભો કરવો છે,અને એમાં તે પોતે તારા પુત્રને ગુમાવ્યો. હજુ આમ ચૂપ રહીને બીજા કોઈને ગુમાવવાનું કારણ બનાવવા માગે છે".
"મારે હવે બીજા કોઈને ગુમાવવા નથી એટલે જ ચૂપ છું.... તમે નીરુ પાસેથી બધું જાણી લીધું લાગે છે".
"હા બધું જ જાણ્યું... અને હા તું એ વાતથી હજુ અજાણ છો કે તારા પુત્ર ઓમનો અકસ્માત તરંગ અને એના મિત્રએ કરાવ્યો અને બીજા અકસ્માતમાં એ બંને મૃત્યુ પામ્યા,પણ એ બંનેનો અકસ્માત પણ કોઈએ કરાવ્યા હતા.થયો નહોતો. સમજ્યો કઈ તું".
"હા ગગન તરંગ અને એનો મિત્ર પણ બીજાના ઇશારે કામ કરતા હતા અને તે વ્યક્તિ હજુ જીવે છે.અને અમારું માનવું છે કે તારા આ કેસમાં પણ એ જ વ્યક્તિનો હાથ છે*.રાજ ની વાતમાં પોતાનો સૂર પુરાવતા રાજન બોલ્યો..
"રાજ,રાજન મને એ બધી વાતની ખબર છે.તરંગ અને એના મિત્રને પણ મારા ઓમની જેમ એ જ વ્યક્તિ એ મરાવી નાખ્યા છે.કેમકે તરંગ અને એના મિત્રને એ વ્યક્તિની અસલિયત ની ખબર પડી ગઈ હતી.અને તે લોકો મને બધું જ કહી દેવાના હતા.અલબત્ત એ બધું કહેવા મારી પાસે જ આવતા હતા . ત્યારે જ તેનો અકસ્માત કરાવવામાં આવ્યો હતો".
"શું તું આ બધું જાણે છે ?? તો તે અમને પહેલા કેમ બતાવ્યું નહિ".આશ્ચર્ય ચકીત થતાં રાજન ગગનના ખભા પકડીને બોલ્યો.
"રાજન મે આ બધું મારા પર જ્યારે આ કેસ થયો અને હું પોલીસ લોકઅપમાં આવ્યો ત્યારે જાણ્યું.એ જ વ્યક્તિ એ આવીને મને બધું કહ્યું. અને જુદા જુદા વિડિયો બતાવ્યા ...અને....... અને....."
"અને શું....ગગન..... પ્લીઝ તું અમને બધું પહેલી અત્યાર સુધી બન્યું એ જણાવ તો કઈક ખબર પડે ને".
"રાજ મહેરબાની કરીને મને હવે બીજું કંઈ ન પૂછો.મે મારો પુત્ર ગુમાવ્યો....એમ હવે બીજા કોઈને ગુમાવવા નથી માગતો......પ્લીઝ".
ગગન આટલું બોલી રાજ અને રાજનને ભેટીને રડવા લાગે છે."મિત્રો હું તમને કંઈ બતાવી પણ શકતો નથી અને છતાં તમારા તરફ જ મને બધી આશા છે. આ દુનિયામાં આપણા ગુરૂએ શીખવેલ સિદ્ધાંતને અનુસરીને ચાલનારા આપણે બધા , એમાંથી હું આજે મારો જીવન સંગ્રામ હારતો દેખાવ છું . મારી પાસે તમારા જેવા અજેય યોદ્ધા હોવા છતાં મારે મારી હાર સ્વીકારવી પડે છે. મારી કમનસીબી તો જુઓ..... હું બધું જાણું છું છતાં કહી શકતો નથી અને પાછો તમને કહું છું કે સત્યને બહાર લાવો..... રાજ ,રાજન મને મારા હાલ પર છોડી દો .... ક્યાંક મને છોડાવવા જતાં તમારે પણ કંઈ સહન કરવું ન પડે. માટે કહું છું કે તમે બંને આ કેસમાંથી હટી જાવ. કેમ કે એ વ્યક્તિ ને માટે માણસ મારવા એ શાક- બકાલુ કાપવા સમાન છે. માટે તમે બંને દૂર થઈ જાવ . ભલે મને સજા થાય. હું એકલો ભોગવી લઈશ..... શા માટે ???? એ તો મારા ગુરુ અને મારા ભગવાન જાણે. પણ તમારે મારા કારણે કંઈ ભોગવવું ન પડે. માટે તમે બંને અત્યારે જ આ જ ક્ષણે આ કેસમાંથી દૂર થઈ જાઓ નહીં તો તમને..........." હજુ ગગન કંઈ આગળ બોલવા જાય છે ત્યાં જ પાછળથી જીજ્ઞા દીદીનો આજ્ઞાકારી અવાજ આવે છે.
"આગળ કંઈ ન બોલતો ગગન . આપણી વાતોમાં વચ્ચે કોઈને લાવવાના નથી.તારે રાજ અને રાજનને કોઈના પણ સોગંધ આપવાના નથી. જે ગયા અને જે જવાના છે એ એમના સમયે જતા રહેશે . આપણે માત્ર આપણું કર્મ કરવાનું છે સમજ્યો".
અચાનક જીજ્ઞાદીદીનો અવાજ સાંભળતા રાજ, રાજન અને ગગન ત્રણેય જીજ્ઞાદીદી તરફ જુએ છે .......અને થોડી વાર લોકઅપ રૂમમાં સન્નાટો છવાઈ જાય છે. ગગન જીજ્ઞાદીદીને જોઈને રડી પડ્યો..... જીજ્ઞાદીદી ગગનને સાંત્વના આપતા બોલ્યા;"ગગન જે બની રહ્યું છે,જે બની ગયું છે, એમાં કોઈથી કંઈ પણ ફેરફાર થઈ શકવાનો નથી. પણ જે બનવાનું છે એમાં આપણાથી ઘણો બધો ફેર પડી શકે એમ છે. માટે તું કોઈની પણ ચિંતા કર્યા વગર રાજ અને રાજનને હકીકત જણાવી દે. જેથી કરીને તે લોકો સત્યને બહાર લાવી શકે". આટલું બોલી જીજ્ઞાદીદી તરત જ બહાર ચાલ્યા જાય છે.
રાજ,રાજન અને ગગનના આશ્ચર્યનો પાર નથી રહેતો....કે શું ખરેખર જીજ્ઞાદીદી આવ્યા હતા. અને જો આવ્યા હતા તો આટલી જ વારમાં તે કેમ તરત પાછા ફરી ગયા.
"મિત્રો તમે પણ હવે ઘેર જાવ.સાંજ પડવાનો સમય છે.મને મારા હાલ પર છોડી દો.મેં તમને જેટલું કહ્યું એનાથી વિશેષ કંઈ પણ કહી શકું તેમ નથી".એમ કહી ગગન રાજ અને રાજનથી મોઢું ફેરવીને દૂર ઊભો રહે છે.
રાજ અને રાજન વિચારે છે કે હવે ગગનને અત્યારે કંઇ પણ પૂછવું વ્યર્થ છે. માટે તે બન્ને પણ બહાર નીકળી ને સીધા જ તપોવનધામ તરફ રવાના થાય છે.
તપોવનધામ પહોંચીને રાજ અને રાજન સીધા કાર્યાલયમાં જાય છે. પણ ત્યાં દીદી હોતા નથી. એટલે મહારાજને પૂછે છે કે દીદી ક્યાં?
મહારાજ જવાબ આપતા કહે છે કે તમે ગયા ત્યારે જ તો દીદી બોલ્યા હતા કે મારું સાંજનું જમવાનું ન બનાવતા. હું ધ્યાનમાં બેસવા જાવ છું અને કોઈ મને ઉઠાડે નહિ.
મહારાજની વાત સાંભળતા રાજ અને રાજન પાછા આશ્ચર્ય ચકીત થઈ જાય છે..... તે સમજી ગયા કે આજ સવાર થી દીદીમાં કંઇક પરિવર્તન દેખાય છે..શું આપણા ધારવા પ્રમાણે દીદી લોકઅપ રૂમમાં..... અને આગળ કંઇ વિચારવાને અસમર્થ હોય એમ બંને બહાર જ બેન્ચિસ પર બેસી રહે છે.રાજ તું કાલે પાછો ગગન પાસે જજે અને એને પૂછજે કદાચ કંઇક કહે .અને હું કાલે પેલા પોલીસ સ્ટેશને જાવ જો કોઈ કડી મળે તો ત્યાંથી.
રાજન પોલીસ સ્ટેશનેથી કડી મળવી મુશ્કેલ છે ને. કેમ કે આપણે સીધી તપાસતો ત્યાં કરી શકીએ નહિને.
"હા રાજ પણ કંઇક તો કરવું પડશેને.... અને સાથે સાથે એની કોલેજમાં પણ થોડી તપાસ કરી જોવ.જોઈએ ભગવાન કેટલોક સાથ આપે છે".
"હા હું પણ ગગનને બોલતો કરવા માટે પુરે પુરો પ્રયત્ન કરીશ".
"ઓકે સારું તો ચાલ હવે ઘેર જઇએ કેમ કે દીદી તો સવાર પહેલા આપણે મળવાના નથી".
અને બંને મિત્રો પોતાને ઘેર જવા નીકળે છે ત્યાં જ સામેથી દીદી આવતા દેખાય છે .એટલે બંને ત્યાં જ ઉભા રહે છે.
"રાજન તને મે અત્યારે જ તપાસમાં લાગી જવાનું કીધું હતું ને.... તો તું અત્યારે અહીંયા આવ્યો"?આદેશાત્મક આવજે જીજ્ઞા દીદી બોલ્યા.
"હા દીદી પણ કંઈ રીતે તપાસ કરું...ગગન કંઈ પણ કહેવા તૈયાર નથી".
"એને જે કહ્યું એટલામાં બધું આવી ગયું.આ કેસની શરૂઆત તારે પેલા પોલીસ સ્ટેશનથી જ કરવાની છે.ત્યાંથી જ તમને સાચો રસ્તો મળશે".
"હા દીદી રાજન કાલે સવારે જ ત્યાં જવાનો છે પણ ત્યાંથી તો આપણ ને શું મળે?અને ત્યાં આપણે સીધી તપાસ પણ ના કરી શકીએને".
"ઓકે સારું...પણ સવારે થોડું મોડું થઈ જશે. અલબત્ત મોડું થઈ ગયું.એની વે..ચાલો ત્યારે સવારે મળીએ".
"દીદી આજ સવારથી તમે કંઇક અલગ જ બોલી રહ્યા છો....ન સમજાય એવી વાતો કરી રહ્યા છો... અને આજે તો તમે લોકઅપ રૂમમાં પણ આવ્યાને મહારાજ કહે છે કે તમે તો અહીંયા જ હતા.તો દીદી હકીકત શું છે"?
"રાજન ,રાજ એ બધું સમય આવ્યે સમજાવીશ. પણ એક વાત કરી દઉં".થોડા ઉદાશિભર્યા આવજે દીદી બોલે છે;"તમે બંને મન મક્કમ કરીને સાંભળજો અને સવાર પહેલા કોઈ ને આ વાત કરતા નહિ".
કોઈ ગંભીર વાત સાંભળવા અને સહન કરવા બંને તૈયાર થતાં દેખાઈ રહ્યા હતા..એટલે દીદી બોલ્યા;"ગગનના પત્ની હવે આ દુનિયામાં રહ્યા નથી. સવારે સમાચાર મળી જશે કે તેમને આત્મહત્યા કરી છે. પણ હું કહું છું કે તેનું ખૂન કરાવવામાં આવ્યું છે. ગગનને આ જ વાતની ધમકી આપતા. અને હજુ એક છોકરી એના કબજામાં છે.અલબત્ત આ કેસમાં જોડાયેલ એક છોકરી હજુ એમના કબ્જામાં છે. બીજી તો કેટલી હશે એ તપાસને અંતે ખબર પડે.એ છોકરી કંઈ જગ્યાએ છે એ હું નથી જાણી શકાતી.અને મને શંકા છે કે આ આખો મામલો દેશ વ્યાપી છે.અને આપણે ત્યાં સુધી ક્યારે પહોંચી શકીશું એ બાબતની ચિંતાથી જ આજ સવાર થી વ્યાકુળ છું.આ આખો કેસ માત્ર ગગન સુધી સીમિત નથી.દેશ વ્યાપી ફેલાયેલ છે. બહુ જ ગંભીર વાત છે.અને ગગન બધી હકીકત જાણે છે.એટલે એના ઉપર દબાણ કરીને એને ચૂપ કરાવી દીધો.જ્યારે આ આખું કારસ્તાન ઉઘાડું થશે ત્યારે આખો દેશ ધ્રુજી ઉઠશે.અને એટલા માટે જ મારું મન વ્યાકુળ બની ગયું છે. અત્યારે સર આપણી વચ્ચે અહીંયા નથી એનો મને પારાવાર અફસોસ થાઈ છે".
"આખો આટલો મોટો મામલો છે ને આપણે તો માત્ર ગગન માટે જ બધું કરવા તૈયાર હતા.પણ ગગનને તો એનું બધું જ ગુમાવી દીધું ને!એને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે શું વીતશે એના પર"?
"ગગન આખો મામલો જાણે છે માટે એ આ બધું સહન કરી લેશે પણ જો આ કેસમાં એ બધા અપરાધીઓને સજા મળશે તો..... કેમ કે આખા દેશમાંથી તો આવી કેટલીય અબલાઓ બિચારી કેટલુંય ભોગવતી હશે"!
"જે થયું એ થવાનું જ હતું અને જે થવાનું છે થઈને જ રહેશે એવું તો તમે જ ગગનને કહ્યું હતું ને દીદી.તો પછી શા માટ નિરાશ થાઓ છો તમે . આપણે આ કેસની એકદમ નજીક જ છીએ".
"એ શબ્દો પણ આપણા ગુરુના જ હતા.હું માત્ર નિમિત્ત બની હતી. અને હા હવે આપણે ભવ્યનો સહારો લેવો પડશે.કેમ કે તે અત્યારે સતાધારી પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે.આ કેસ પણ આખા દેશને અસર કરે છે માટે હવે ભવ્ય પાસેથી થોડી ખાનગી પરમિશ લેવડાવવી પડશે.હું અત્યારે જ તેને કોલ કરીને કહી દવ કે બને એટલો વહેલો સીધો તપોવનધામ જ આવે".એમ કહી દીદી ભવ્યને કોલ કરી બધી વાત કરે છે.અને કોલ કાપતા કહે છે :"ઓકે સારું તો તમે હવે નીકળો. સવારે ભવ્ય વહેલો આવી જશે.રાતે જ એ નીકળી જશે અહીંયા આવવા.એટલે આપણે સવારે વહેલા મળીએ.અને આખો પ્લાન પૂરો કરી લઈએ.કેમ કે પછી આપણે ગગનની પત્નીની અંતિમ વિધિ પણ પતાવવી પડશેને.ગગનને પણ સંભળાવો પડશેને".

ક્રમશ:::::

આખા દેશ ને લાગુ પડશે એવો મામલો ક્યો હશે?????

શું થશે આગળ ગગન નું ????????

શું રાજન અપરાધી ઓ સુધી પહોંચવામાં સફળ થશે???????

ભવ્ય પાસે કંઈ ખાનગી પરમિશન માગવાના હશે?????

આ બધા જ સવાલોના જવાબ માટે વાંચતા રહો જીવન સંગ્રામ ૨ નું પ્રકરણ ૧૨........

આપના પ્રતિભાવ ની રાહે રાજુ સર........



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED