ટ્વિસ્ટ વાળો લવ - 34 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 34

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 34 )


ઓહ માય ગોડ.. આભાસ અહીં.. કેમ..?? . અને આવી રીતે અચાનક મારી સામે આવી જશે એવું મેં ક્યારેય વિચાર્યું નોતું... હવે... શું થશે...? . અને એનો.. તો એક બેબી પણ છે..અને એ કેટલો ક્યુટ છે... અને એની સાથે એવુ થયું કે એની મમ્મી પણ આ દુનિયા માં નથી...આ વિચાર આવતા એ એકદમ સ્તબધ થઇ જાય.છે......... અને થોડીવાર પછી એ બોલે છે.. ઓહ... હે ભગવાન.... આશુ થયું.....? અક્ષ આભાસ નો બેબી છે.. અને એની મમ્મી.. આ દુનિયા માં નથી.. એનો મતલબ કે.. મારી રી...... યા..... !!!!! મારી બેસ્ટ ફ્રેન્ડ..... રી....... યા... !!!!..........એની આંખ માંથી અંશુ આવવા લાગે છે.. એને કઈ જ સમજાતું નથી... કે શું કરવું અને શું નઈ..... ના ના... એવુ કઈ નહિ થયું હોય.... મારે જાણવું છે.. કે... અક્ષ ની મમ્મી કોન છે..? ... પણ અત્યારે તો અક્ષ શૂઈ ગયો હશે.... પણ ત્યાં શુધી મારાં થી નહિ રેવાય.... ના ના.. જો રિયા અને આભાસના મેરેજ થયાં હોય.. તો એ મને ઇન્ફોર્મ કરે... જ.... ! પણ ઇન્ફોર્મ પણ કેવી રીતે કરે... મેં એવો કોઈ રસ્તો જ બાકી નોતો રાખ્યો કે એ મને કોઈ કોન્ટેક્ટ કરી શકે.... !! હવે શું કરું હું.... !!! એ પોતાના રૂમ માં આંટા મારતી મારતી બોલે છે... !! ઓહ હા ભાઈ... રિયા એ ભાઈ ને કોલ કર્યો જ હશે... હા.. અને અત્યારે અહીં રાત છે તો ત્યાં દિવસ હશે.. હું ભાઈને.. કોલ કરું...... હા...


મોક્ષિતા કુલજીત ને કોલ કરે છે પણ તેનો ફોન લાગતો નથી... તે ફરી થી ટ્રાય કરે છે પણ.. લાગ્યો ફોન પણ ભાઈ ઉપાડતો નથી... એ ઘણી વાર ટ્રાય કરે છે.. પણ ઉપાડતો નથી....


ઓહ... હવે હું શું કરું..?? મારાં થી નથી રહેવાતું.. હું કેમ ના ગઈ... ઇન્ડિયા.. યાર.... એક વાર તો ગઈ હોત ઇન્ડિયા.... ઓહ...... પછી એ થોડીવાર પોતાના બેડ


પર બેસે છે... બધું સારુ જ છે.... રિયા ને કઈ નથી થયું.... હા... અને હવે હું.. ગાર્ડન માં જઈને બેશુ એટલે મને શાંતિ થાય... હા..


પછી રિયા ફટાફટ ગાર્ડન માં જાય છે..અને ત્યાં એ સમયે કોઈ નોતું... પછી ત્યાં એ જઈને બેન્ચ પર બેસે છે.. !! અને ત્યાં મસ્ત પવન આવ્યો હોય છે...


અને તે ત્યાં જઈને બેસી રહે છે.. ગાર્ડન ની લાઈટસ ચાલુ હોય છે....


...અને આ બાજુ...


એ પછી મોક્ષિતા ક્યાય દેખાણી જ નથી... એ અહીં જ છે ને......? ક્યાય ગઈ નથી ને...? એને મળવાની બહુજ ઈચ્છા થઇ છે યારર..... એને કેવાની...એટલા વર્ષ એ દૂર રહી અને આજે અચાનક આમ મળી એતો મેં ક્યારેય સપના માં પણ નોતો વિચાર્યું.... અને જે મેં ના વિચાર્યું હોય એજ થાય છે યાર.. પણ સારુ થયું... એ મળી તો ખરા... હવે હું.. એને કહી દઈશ...થોડીવાર રહી ને એને બીજો વિચાર આવ્યો... કે... પણ... અક્ષ.... અક્ષ નું શું..? અક્ષ શું વિચારશે.... મારાં વિશે....? .... ઓહ.... શું કરું હું... એક તરફ મારો અક્ષ અને બીજી તરફ મોક્ષિતા.... ના ના... મારે અક્ષ ને હર્ટ ના કરવો જોઈએ...એને ખબર પડશે તો..? .....


ઓહ.... શું કરું હું..?? ... એવો યકીન હતો કે એ મળશે પણ આવી રીતે મળશે એ નોતું વિચાર્યું.. યાર.....શું કરું હું...?? અને હવે મારી લાઈફ માં માત્ર મોક્ષિતા જ નઈ પણ હવે અક્ષ પણ છે એની જવાબદારી.... મારી છે.... એને હર્ટ થાય એવુ મારે ના કરવું જોઈએ.... ઓહ... શું કરું હું....??? એવું આભાસ મનમાં વિચારતો હોય છે... અને અક્ષ ને સુવાડતાં સુવાડાતા પોતે જ ગહન વિચાર માં પડી ને ક્યારે શૂઈ જાય છે તેની તેને પણ નોતી ખબર... એન્ડ અક્ષ ને તો હજુ ઊંઘ આવી જ નોતી... અને અક્ષ જોવે છે તો... આભાસ શૂઈ ગયો હોય છે.. એ પોતાને પોતાને જ કહે છે


" લો.. પાપા.. તો છુઈ ( શૂઈ ) ગયા... હવે.. મને કોન છુવાડસે ( શુવાડસે ) કોન...?


મને તો પાપાની નવી નવી પોએમ સાંભળીને જ નીની ( ઊંઘ ) આવે... ! હવે હું છું ( શું ) કલુ ( કરું ).???. " - અક્ષ પોતાના ક્યુટ ફેસ પર હાથ રાખીને વિચારે વિચારતો પોતાની સાથે જ વાત કરે છે..


પછી પોતે જ વિચારે છે.. કે.. પાપા ઉઠી જશે... હું બાકની (બાલ્કની) માં જાવ.. પછી તે ધીરે થી આભાસ ને ઓઢાળી ને બાલ્કની માં જાય છે.. અને ત્યાં ઉભો ઉભો વિચાર કરે છે.. કે.. ઓલા મમ્મા હતા.. એનું નામ છું ( શું ) હશે? અને એ છું ( શું) કલતા ( કરતા ) હશે...? અને એને જોઈએ ને પાપાને પેલી વાર એટલા ખુશ જોયા... એને જોઈ ને તરત જ પાપા ના ફેસ પર અલગ જ ચમક આવી ગઈ... એમ વિચારતો હોય છે ત્યાં તેની નઝર ગાર્ડન ની બેન્ચ પર બેઠેલી મોક્ષિતા પર પડી... અલે ( અરે ) મમ્મા....અલે ( અરે ) મમ્મા હજુ જાગે છે... !.. ચાલો હું પણ જાવ.... પછી.. અક્ષ મોક્ષિતા પાસે જાય છે....


થોડીવાર થઇ ને અક્ષ મોક્ષિતા પાસે આવે છે.. પણ મોક્ષિતાનું ધ્યાન હોતું નથી... અને અક્ષ બોલે છે..


" મમ્મા તમે હજુ છુતા ( સુતા ) હથી ( નથી )?... - અક્ષ..


અક્ષ નો અવાજ સાંભળીને તે તેની સામું જોવે છે...


" ના.. બેબી.. ના હું નથી શુતી... પણ આ શું તમે પણ હજુ સુતા નથી...? " - મોક્ષિતા અક્ષ ને તેડી ને પોતાની પાસે બેસાડતા બોલે છે..


" ના મમ્મા આજે મને નીની ( ઊંઘ ) હથી ( નથી ) આવતી... !"- અક્ષ..


" ઓહ.. કેમ નથી આવતી મારાં અક્ષ ને નીની..? . " - મોક્ષિતા


" મમ્મા મને પાપા ની પોએમ સાંભળીને જ નીની આવે.. પણ.. આજે પાપા માલા (મારાં ) પેલા જ છુંઈ ( શૂઈ ) ગયા... " - અક્ષ..


" ઓહ.. એવુ છે... તો શુંવાનું નઈ આજે..? " - મોક્ષિતા


" ના મમ્મા.. હું તો બાકની ( બાલ્કની ) માં ઉભો હતો.. અને ત્યાં મેં તમને જોયા એટલે હું આવ્યો "- અક્ષ..


" ઓકે.. બેબી... " મોક્ષિતા


મોક્ષિતા ને મન થયું કે અક્ષ ને પૂછું હું.. કે તમારી મમ્મા નું નામ શું છે.. પણ પછી વિચાર આવ્યો કે.. ના ના.. એ ક્યુટ બેબી ને નથી યાદ અપાવી.. એને દૂખ થશે... ત્યાં અક્ષ બોલ્યો..


" મમ્મા તમાલુ ( તમારું ) નામ છું ( શું ) છે? " અક્ષ


" મારી નામ મોક્ષિતા છે.. ! " મોક્ષિતા


" ઓહ.. એક તો તમાલુ ( તમારું ) નામ અને પાપા નું નામ બને નું અઘલુ ( અઘરું ) નામ છે..એટલે હું તમને મમ્મા જ કહીશ .ઓકે " - અક્ષ..


" ઓકે.. બેબી.. " - મોક્ષિતા..


પછી એમને એમ.. બંને વાતો માં મસગુલ થઇ જાય છે..અને પછી બંનેય ફોટોસ પાડે છે... ગેમ્સ રમે છે... અને પછી મોક્ષિતા અક્ષ ને સરસ મજાની સ્ટોરી પણ કહે છે... અને સ્ટોરી સાંભળતા સાંભળતા અક્ષ મોક્ષિતા ના ખોળામાં જ માથું રાખી ને શૂઈ જાય છે... અને પછી મોક્ષિતા પણ ત્યાં જ શૂઈ જાય છે....


.....