અધુુુરો પ્રેમ.. - 36 - પાનેતર Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ.. - 36 - પાનેતર

પાનેતર
આજે પલક પોતાની જાતને વિચારોનાં વમળને રોકી નથી શક્તી.આજનો દિવસ પલકની જીંદગીનો સૌથી મુશ્કેલીઓ ભરેલો પણ છે.અને સૌથી ખુશીનો પણ છે,મુશ્કેલીનો એટલાં માટે કે જે ઘરમાં પોતાનું બચપન વીતાવ્યું જે ઘરમાં પોતાની યુવાની અને હસીખુશી વીતાવી આજે અચાનક એ ઘરને છોડવાનો સમય આવી પહોચ્યો હતો. ને ખુશીનો એટલામાંંટે કે દરેક છોકરીનાં જીવનમાં આવતી પોતાની નવી જીવનની શરૂઆત થવાની છે.આજની રાત પલકને માથે જાણે ગ્રહણ લઈ અને આવી છે.કોઈપણ પ્રકારે એનો સમય રોકાતો જ નથી.એ વારંવાર ઘડીયાળ તરફ જોયાં કરે છે. બધીયે બહેનપણીઓ પણ પલક સાથે જાગી રહી છે.હસીખુશી અને મજાક મસ્તી કરતાં કરતાં અવનવી વાતોને વાગોળી રહી છે. તો કોઈ રંગીન મીજાજી સહેલી થોડી થોડી વારે પલકનાં કાનમાં કશુંક કહી રહી છે. પરંતુ પલક એની વાતમાં રસ નથી દાખવી રહી.એને એકતરફ એની મમ્મીની ચિંતા થાય છે, તો બીજી બાજુ આકાશની કમી પણ ખલે છે.વારંવાર આકાશનાં ઘરમાં ડોકીયું કરીલે છે. ભાભીને પુછે પણ ખરી ભાભી આકાશને કહ્યું કાલે આવી જવાનું ? ભાભીએ ના કહ્યું ને પાછી મોં ચડાવીને પાછી ફરી જાયછે. એમ કરતાં રાત્રીનાં લગભગ ત્રણેક વાગી ગયાં. એટલામાં પેલી બ્યુટીપાર્લર વાળી બહેન પોતાની સાથે મેકઅપનો સરસામાન લઈ અને આવી પહોંચી.આવો બેન બધાએ એકીસાથે કહ્યું, એટલે એણે કહ્યું કે મેકઅપ કરતાં કરતાં ત્રણેક કલાક વીતી જશે તો મને એ કહો કે જાન લગભગ કેટલાં વાગ્યે આવશે,તો હું એ પ્રમાણે આપનો મેકઅપ કરી શકું.
પલકે કહ્યું કે જાન વહેલી આવશે લગભગ છ વાગ્યે. અને હસ્તમેળાપ સવારે સાડાસાત વાગ્યે મુહૂર્ત છે,તો એ પ્રમાણે તમે તૈયારી શરું કરી શકો.એટલે એણે પલકને કહ્યું તો હવે ટાઈમ બરાબર છે. તમે પહેલાં નાહીને ફ્રેસ થઈ જાવ પછી હું તૈયાર કરી શકું. પલક થોડીવાર પછી નાહીને ફ્રેસ થઈ આવી ગઈ.પલક જાણે ભીનાં વાળમાં અતીસુંદર લાગી રહી છે. એ મેકપવાળી બહેને કહ્યું કે પલક તારે કયાં મેકઅપની જરૂર છે. તું આમેય ખૂબ સુંદર લાગે છે. પછી પલકને તૈયાર કરવામાં લગભગ ત્રણેક કલાક લાગી છ વાગી ગયાં હતાં. બધાં મહેમાનો જાનની રાહ જોતાં જોતાં બેઠાં હતાં. એવામાં કોઈએ આવીને કહ્યું કે જાન આવી પહોંચી છે.પલક પોતાનાં બન્ને હાથ પોતાની છાતી ઉપર લઈ ગ્ઈ.અને એનાં પગ એકબીજાને ક્રોસ કરવાં લાગ્યાં. એ મેકઅપ કરી ચુકી હતી. હવે એની સહેલીઓ એને "પાનેતર"પહેરાવી રહી છે.આ તરફ જાનને ઉતારો આપ્યો. ચાંદલાં વીધી પુરી કરી અને હવે માંડવે જાનની રાહ જોવાતી હતી.ગોરબાપા મંત્ર ફુકી રહ્યાં હતાં. વારંવાર ગોરબાપા પોતાના હાથમાં કાંડે બાંધેલી ઘડીયાળ જોઈ રહ્યાં હતાંં. અને કહેતાં કે ભય મુહૂર્ત વીતી જાય છે. જલ્દીથી જાનને બોલાવી લાવો.એટલામાં જાન આવી પહોંચી.
વરરાજાને સવીતાબેનને પ્રેમથી પોખણાં કર્યાં, હેત કરી નાક પણ ખેચ્યું,અને પ્રેમથી આવકાર આપ્યો. વરરાજા માંડવે રાખેલાં બાજોઠ ઉપર બેસી ગયાં. હવે જે સમયની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી પહોંચી. ગોરબાપા જોરથી બોલ્યાં"કન્યાં પધરાવો સાવધાન"પોતાનાં મામાનો હાથ પકડીને પલક આજે હંમેશને માટે પોતાની માં બાપનાં ઘરનો ઉંબરો ઓળંગવા પગને ઉપાડી લીધો. પણ એ ઘડીભર થંભી ગ્ઈ.પલક વહેલી સવારનાં અજવાળામાં આવી ત્યારે ઘડીભર ઉભેલાં મહેમાનો પલકનાં રુપને જાણે છાનામાના વારી રહ્યાં છે.આજે પલક ક્ઈક નોખી લાગતી હતી.(થોડું એનાં આકર્ષક રુપનું વર્ણન કરી લવ)જાણે કોઈ મૃગનયની પોતાનાં પ્રિયતમને પામવાં ધીરે ધીરે પગલાં ગણી ગણીને માંડી રહી છે.એની આંખોમાં આંજેલું કાજળ જાણે અમાષને પણ શરમાવે એવું લાગે છે.એનાં લાંબા ચોટલાંમાં ગુથાયેલી વેણી સુગંધ પાથરી રહી છે.ગાલની લાલીમાં જાણે આકાશની સંધ્યાને પણ કરમાવે એવું લાગે છે. એના ગુલાબી હોઠ જાણે કોઈ કામદેવનાં બાણ વેધી રહ્યાં છે. આછાં ગુલાબી અને કેસરી રંગનું "પાનેતર"પલકની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. એક શબ્દોમાં કહીએ તો કોઈ ઈન્દ્ર લોકની અપ્સરા લાગે છે.
ધીમે ધીમે રહીને પગલાં ભરતી ભરતી પલક પોતાનાં બન્ને હાથમાં પોતાનાં મામાનો હાથ પકડીને મંડપમાં પધરામણી કરી.પંડિત મંત્રોચ્ચાર કરવાં લાગ્યાં,એકપછી એક મંત્રોચ્ચાર કર્યાં હતાં. એકાદ બે કલાક સુધી આમજ ચાલ્યું. લગ્નનીવીધી શરૂ હતી, ને કોઈએ કહ્યું કે ભાઈ જમણવાર શરૂ થઈ ગયું છે. તો જેનું અહીંયા કામ ન હોય તેવાં બધાં જ જાનૈયાઓ અને માંડવીયાઓ પણ જમવાં પધારો. અગીયાર વાગ્યે એક તરફ જમણવાર શરૂ થઈ ગયું. ને બીજી બાજુ પલકનો હસ્તમેળાપ થવાનો સમય પણ આવી ગયો.મહીલાઓ લગ્નગીતોની સરવાણી છેડી રહ્યાં હતાં. સહેલીઓ પલકને આજુબાજુ ગોઠવાઈ અને પલકને હીંમત પુરી પાડી રહીછે.અને ગોરબાપાએ કહ્યું કે હવે મંગળફેરાં ફરવાં ઉભાં થઈ જાવ.પલક અને વીશાલ ઉભાં થયાં, એક પછી એક ફેરા ચાલું થયાં. જવતલ હોમાઈ રહ્યાં છે. પોતનો નાનકડો ભાઈ પોતાની મોટીબેનને જવતલ હોમી અને એક ભાઈ હોવાની ફરજ પુરી કરી હતી.લગભગ સાડાઅગીયારે લગ્નની વીધી પુર્ણ થઈ. મહેમાનો જમી ચુક્યાં હતાં. હવે વરઘોડીયાં અને એમનાં મીત્રો અને સહેલીઓ જમવામાં બાકી હતી.બધાં જમવાં પધાર્યા, પલકને ગળાહેઠો કોળીઓ ઉતરતો નથી.સહેલીઓએ તાણ કરી કરીને પલકને થોડું જમાડ્યું.પરંતું પલક જાણે આજે ભાનમાં નથી,એને ખબર નથી પડતી કે પોતે શું કરી રહી છે. વારંવાર આંખમાંથી આંસુ સરકી રહ્યાં છે. વારંવાર પોતાનું સુંદર નાકને રુમાલથી પોછી રહી છે.વીશાલ આ બધું જ જોઈ રહ્યો છે, આજે એણે પલક સાથે એકપણ વખત વાત કરી નથી.કારણ ગમેતે હોય, પણ એકપણ વખત એણે પલક સામે જોયું પણ નથી.પલકે આડી નજરે એ નોટીસ કર્યું છે. એકાદ વખત પલકે એની સહેલીને કાનમાં કહ્યું હતું પણ ખરું કે વીશાલ મારાં તરફ જોવે છે ? એની સહેલીએ થોડોક આમતેમ જવાબ આપ્યો હતો. કે અત્યારે કોઈ પણ વ્યક્તિ સામે ન જુવે કારણકે અહીંયા બધાં બેઠેલાં હોય જેનાથી કોઈ શરમાળ છોકરો કન્યા સામે ન જોવે.
પલકને કશુંક અજુગતું બનવાનો અણસાર આવે છે.એણે સરીતાને કહ્યું કે સરીતાં ગમેતેમ હોય પણ મારો જીવ મુંજાય છે.મારા શરીરમાં કેમ કપકપી છુટી છે.મને લાગે છે કે મારી સાથે કોઈ અઘટીત ઘટના ઘટવાની છે.ખબર નહીં સરીતા શું થવાનું છે. પણ મને કશુંક અમંગળ થવાનું અણસાર આવી રહ્યો છે. એટલે સરીતાએ કહ્યું બેટા એવું મનઘડંત વીચાર્યા ન કર તું સતત ત્રણ મહીનેથી બરાબર સુઈ શકી નથી. એટલે તારું દીમાગ નીંદર માંગે છે, બસ થોડો આરામ મળશે એટલે અવળા વીચારો શાંત થઈ જશે.આવું જેવુંતેવું વીચાર્યા ન કરીશ.અને તારાંમાં રહેલી અતુટ હીંમતની અવગણના ન કરીશ.તું કેટલી હીંમતવાન છોકરી છે.ગમેતેવી મુશ્કેલીઓ આવે એને સામી છાતીએ લડી લેવાની હીંમત તારામાં છે.એનાથી અમે બધાં બરાબર વાકેફ છીએ,આજે તું કેટલી બધી સુંદર લાગે છે. આ તારા ખૂબ જ સુંદર ઉપર તારું"પાનેતર"કેટલું બધું રુડું લાગે છે પલક.સાચું કહું તો આજે અમને બધીજ બહેપણીઓને તારાં રુપની ઈર્ષા આવે છે.અમને એવું લાગે છે કે અમે કેમ તારા જેટલાં સુંદર નથી દેખાતાં. આજે તું એટલી બધી ખુબસુરત લાગે છે કે આજે ગમેતેવો યોગીપુરુષ તને જોવે તો તારા ઉપર મોહીત થઈ જાય. ઘડીભર માટે એનાં યોગને પણ નેવે મુકીને તારા આકર્ષક વદનમાં ખોવાઈ જાય. પલકે કહ્યું કે હવે બસ કર યાર ચુપ કરીને બેસ,આટલી બધી તારીફ ન કરીશ.અને હવે તારું મોઢું બંદ કર.સરીતા તું એકવાર જોઈને આવને પેલો નફફટ આવ્યો છે કે નહી.એને મે ત્રણ ચાર વખત ફોન કર્યો છાનામાના પણ સાલાએ ઉપાડ્યો નહી.બસ મારા જતાં પહેલાં હું એને એકવાર જોવા માગું છું.પલકની વાત સાંભળી સરીતાએ કહ્યું પલક હવે તું તારા જીવન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીલે.અને બહું આકાશ આકાશ ના કરીશ. કારણકે એનું નામ તારા ગળાની ફાસ થઈને તારો દમ ઘોંટી નાખશે.તારું જીવન ગુંગળામણ અનુભવ કરશે.અને કોઈ જો તારાં પતીને કહેશે તો તારું લગ્નજીવન મુશ્કેલી ભર્યું થઈ પડશે.......... .......................ક્રમશઃ




(પલકનાં લગ્ન સંપન્ન થયાં.... એનાં જીવનની સૌથી અઘરી ઘડી આવી પહોંચી..... જોઈશું ભાગ:-37 વીદાઈ માં )