Adhuro Prem. - 34 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 34 - લગ્નની કંકોત્રી

લગ્નની કંકોત્રી
પલકનો હાથ તરછોડી અને આકાશ પલકનાં ઘેરથી નીકળી ગયો. આ તરફ લગ્નની પુરજોશમાં તૈયારી થવા લાગી. પલક પોતાની ઓફિસમાં જ્ઈ અને લાંબા ગાળાની રજા મુકી આવી અને રજાઓ મંજૂર પણ થઈ ગઈ હતી. કારણકે એનાં પોતાના લગ્ન હોવાથી પલકને લાંબી રજા મળી ગ્ઈ.પોતાનો ભાઈ હજી એનાથી ઘણો નાનો હતો.પરંતુ એને કોઈને કોઈ ની જરૂર હતી. એથી એકાદ વીક પછી પલકે એની મમ્મીને કહ્યું કે મમ્મી તું આકાશને બોલાવી લાવે તો હું આ થોડું પેકીંગ કરી શકું. આકાશ પહેલાં પણ મને પેકીંગ કરવામાં મદદરૂપ થયો છે. એને એ બધું બરાબર ફાવે છે તો તું જા અને આકાશને બોલાવી લાવ.મમ્મીએ કહ્યું સારું થોડીવાર પછી એ પાછી આવી અને કહ્યું આકાશ હાજર નથી એ તો કોઈ કારણસર અમદાવાદ ગયો છે અને એને પણ આજે અઠવાડિયું થઈ ગયું છે.વીભાભાભીએ એમ કહ્યું કે આકાશ હવે ત્યાં જ રહેવાનો છે,મારા પિયરમાં એને આગળ ભણવાં માટે મોક્લ્યો છે.પલકની મમ્મી ખૂબ જ ચિતામાં પડી ગ્ઈ.અરે આ છોકરો તારા લગ્ન થવાનાં છે અને આમ કોઈદી મને કહ્યાં વગર ઘરની બહાર પણ પગ ન મુકે અને મને કહ્યું પણ નહી અને અમદાવાદમાં જતો રહ્યો. પલકની મમ્મી રડવાં લાગી. અને પલકને કહ્યું કે તે તો આ છોકરાને કશું ખોટું કહ્યું નથીને. તું કાલે એની સાથે વડસડ કરતી હતી. પલકે વાત ફેરવી નાખી કહ્યું સારું હવે તું મારું દીમાગ ન ખા હું કરી નાખીશ આ બધું, મારે કોઈની જરૂર નથી.
પલક પોતાના હાથ જોરથી પછાડી પછાડીને બધું પેક કરવા લાગી. મમ્મીએ કહ્યું અલી છોકરી તું આમ કેમ બધું વસ્તુઓ પેકિંગ કરે છે.એમાં ઘણી કાચની વસ્તુઓ છે,એ ટુટી જશે.પલકે મમ્મીની વાતમાં ધ્યાન ન દીધું એ ગુસ્સામાં ભરાઈ ને એમજ બધું બરાબર પેક કરવામાં વ્યસ્ત હતી. એમજ દિવસો ઉપર દિવસો પસાર થઈ ગયાં. હવે પલકનાં લગ્નને માત્ર પંદર દિવસ બાકી રહ્યાં. એટલે એનાં ઘેર મહેમાનોની અવર જવર ચાલું થઈ ગઈ હતી. કરીયાવર ઘણો ખરો આવી ગયો હતો. હવે બ્રાહ્મણને બોલાવી અને એકબીજા સાથે વાતચીત કરી અને મુર્હત કાઢીને "લગ્નની કંકોત્રી"છપાવવા માટે આપવાની હતી.બધું જ બરાબર ગોઠવાઈ ગયું. આજે પલકને એનાં પપ્પાની યાદ આવી ગઈ. અને રડવાં લાગી, એણે કહ્યું કે મારા પપ્પાએ મને એકવાર કહ્યું હતું કે જયારે હું તારા લગ્ન કરીશને ત્યારે ચાંદીના દોરા વાળી કંકોત્રી છપાવીશ.મારાં પપ્પાની ઈચ્છા આજે હું પુરી કરીશ. કંકોત્રી વાળો ઘેરજ ડ્રાફ લેવા આવ્યો હતો. એટલે પલકે કહ્યું ભાઈ કંકોત્રીમાં એક ચાંદીનો તાર બહાર દેખાય એવીરીતે રાખજે.પેલાએ કહ્યું બેન તો કંકોત્રી થોડી મોંઘી થશે.એટલે પલકે કહ્યું ગમેતેવી મોંઘી થાય તું ફીકર ના કરીશ આલે અડધી કીંમત એડવાન્સ અને બાકી રહેલી કીંમત જયારે કંકોત્રી છાપીદે ત્યારે મળી જશે.(ઠીકઠીક બેન કોઈ વાંધો નહીં પેલો જતો રહ્યો)હવે બહું જ થોડાં દિવસો બાકી હતાં લગ્નની તૈયારી કરવા માટે. વારાફરતી બધી જ બહેનપણીઓ પલકની મદદરૂપ થવા ટાઈમસર પહોંચી જતી હતી.
એમાંથી એક સહેલીએ પલકને પુછ્યું પલક તારા લગ્ન છે,અને તારો સૌથી સવાયો દોસ્ત આકાશ કેમ નજરમાં નથી આવતો.એટલે પલકે એને તાડુકીને કહ્યું તું તારું કામ કર કરવું હોય તો અને નાં કરવું હોય તો તારું મોઢું બંધ કરી અને ચુપચાપ ત્યાં બેસી રહે,મને પુછવાની કોઈ જરૂર નથી અને પુછવું જ હોય તો આકાશને જ પુછીજો.પેલી સહેલી ડઘાઈ ગ્ઈ. પલકે કયારેય એની સાથે આવી રીતે વાત નહોતી કરી. એણે કહ્યું અરે ! પલક હું તને ખાલી એમજ પુછું છું બકા તને દુઃખ થાય એ માટે નહી.સામેથી પલકે પણ કહ્યું કે અરે કા્ઈ નહી હું પણ એમજ કહું છું. કેટલાક સમયથી આમ દોડાદોડી કરું છું ને તો મારું દીમાગ જરા ગરમી પકડી રાખે છે. આઈમ સોરી મારો એવો કોઈ ઈરાદો નહોતો. હમમમ ઠીક છે, કાંઈ વાંધો નહીં ચલો આપણે કામમાં લાગી જ્ઈએ. જે જે વસ્તુઓ પેક કરવાની હતી તે બધીજ વસ્તુઓ પેક કરી લીધી. લગભગ નેવ ટકા ખરીદી કરી લીધી હતી. બસ હવે કંકોત્રી આવે એટલે કંકોત્રી લખીને મોકલાવી દ્ઈએ એટલે કામ પતે.બે દિવસ પછી કંકોત્રી આવી ગઈ. જેવી જોઈએ એવીજ કંકોત્રી બનાવી હતી.બધાએ ભેગાં મળી અને કંકોત્રી સગાંવહાલાંઓને મોકલાવી દીધી. નવ વર્ધુનાં લગ્ન લેવાયાં હતાં. અને સમય નજીક આવતાં જ મહેમાનો હોશે હોશે વારાફરતી આવવાનું શરુઆત થઈ ગઈ હતી.
હવે ઢોલી પણ આવી ગયો એ પોતાની આગવી અદામાં ઢોલને ઢબકાવવાં લાગ્યો. એક ઉત્સાહિત માહોલ સર્જાયો હતો. પીઠી ચોળાઈ,સખી સહેલીઓ હળવી કાનમાં ફુસફુસાહટ કરીને પલકને હસાવવાંની નાકામ કોશિષ કરતી હતી. ગમેતેવો પ્રયાસ પણ પલકને હસાવી શકે તેમ નહોતો. કારણકે આટલાં વર્ષો પછી પોતાની મમ્મીને એકલાં મુકી અને કોઈ પરાયા ઘેર જવાનું હતું. અને પોતાનો સૌથી સવાયો દોસ્ત પણ એનાં મરમ ભર્યા વેણ સાંભળીને પલકને છોડીને જતો રહ્યો હતો. એનું પણ ખૂબ જ દુઃખ હતું.કદાચ આકાશ એની પાસે આજે હોત.તો એનાં માટે બધું જ આસાનીથી થઈ જાત.કારણકે પલકને હરેક મુશ્કેલીઓ વચ્ચેથી આકાશે જ બહાર કાઢી હતી. પોતાનાં મનમાં વાતો કરી ને આકાશને કોસતી હતી.અરે ફટરે ભુંડા આવા સમયે જયારે મને તારી સૌથી વધારે જરૂરિયાત છે, ત્યારે તું મને એકલી મુકીને ભાગી ગયો ભગોડો કહી નો.એમ મનમાં મનમાં બબડાટ કરતી હતી. તે વેળાએ એક સહેલીએ કહ્યું પલક તું કોની સાથે વાત કરે છે.કયાક અત્યારથી તો જીજુની યાદ નથી આવતી ને.પરંતુ એની વાતમાં પલકનું ધ્યાન જ ન હોય એમ એ સતત બબડી રહી છે.કોઈએ પલકને પોતાના હાથથી હડબડાવી કહ્યું અરે ભય તું ક્યાં છે ? કયાં ખોવાઈ ગઈ છે ? આ તારી પીઠી પણ ચોળાઈ ગ્ઈ પણ તારું ધ્યાન કહી બીજે હતું. પલકે હેબતાઈ ને કહ્યું હે હે હે શું થયું ? નીરાલીએ કહ્યું પલક એક કલાક પસાર થઈ ગઈ. પીઠી ચોળાઈ ગ્ઈ પણ અમે બધાએ જોયું તું માત્ર શરીરથી અહીંયા હતી. તારો આત્મા ક્યાક બીજે હતો.
અરે ! ના ના એવું નથી પણ હું થોડી થાકેલી છું. અઢી મહીનેથી આમ એકલી એકલી દોડું છું ને તો હું માનસિક અને શારીરિક બન્ને રીતે થાકી ગઈ છું. જરા દીમાગ ઉપર થોડો થાક દેખાઈ રહ્યો છે બસ બીજું કશું નહીં. વીધી પુરી પાડી અને બધાં લગ્નગીતો ગાવાનું શરૂ કર્યું. "મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ"આવાં રુડાં ગીતો ગવાઈ રહ્યાં છે. ઘરની વચ્ચે બાજોઠ પાથરી એનૅ ઉપર સતારા ટાકેલો રુમાલ પાથરીને પલકને બાજોઠ ઉપર બેસાડીને વારાફરતી બધીજ બહેનો રુડાં સુરીલા અને ભાતીગળ ગીતો ગેહકાવી રહી છે. એ સાંભળી સાંભળીને પલક વારંવાર રડી રહી છે. પોતાની મમ્મીની સામે જોઈ જોઈને એની આંખોમાંથી દડદડ આંસુડાંની સરીતા વછુટી રહી છે. વારંવાર પોતાનું નાક પોછી રહી છે.એની મમ્મી પણ પલકની સામે આવતાં બચી રહી છે.એ પણ ઘરનાં ખુણામાં જ્ઈ અને પોતાનું હૈયું ઠાલવી રહી છે. એક તો ધણી વગરની બાઈ એમાં પણ દીકરો હજી નાનો છે.પોતાની વહાલસોયી દીકરીને પારકાં ઘરે મોકલતાં એનો જીવ નથી માનતો પણ આતો જગતનો નીયમ છે.દીકરીને બીજાને ઘેર વળાવવી જ પડે.ગમેતેવો બાપ હોય પણ એક સમયે પોતાની જીવ કરતાં વધારે વહાલી દીકરીને એનાથી અળગી કરવી જ પડે છે. આ નીયમ કોણ નરાધમે બાનાવ્યો હશે એમ વીચારી વીચારીને પલકની મમ્મી ખુબ આંસુ વહાવી રહી છે. શું થાય હશે જે ભાગ્યમાં લખ્યું હશે એ થશે.પણ મારી દીકરીને તો એનો વર ખૂબ સારો મળ્યો છે, અને એનાં સાસરીયાઓ પણ બહું જ સારા છે.એટલી મારી દીકરીને પોતાની દીકરી જેમ સાચવશે.આવીરીતે પોતાના મનને મનાવી રહી છે............................ ક્રમશઃ


આજ કાલ કરતાં એ સમય આવી પહોયો,જયાં એક માં અને દીકરી એકલાં થવાનાં છે..એની માથે બાપનો છાંયો પણ નથી.....જોઈશું.. ભાગ:-35 માં ની વેદનાં)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED