Adhuro Prem. - 33 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 33 - સંજોગો

સંજોગો
પલક હજીતો પ્રવાસમાં થઈ આવીજ હતી,અનને તાત્કાલિક ધોરણે લગ્નની તૈયારી કરવાં લાગી ગઈ.પલકની બધી બહેનપણીઓ પણ પલકની સાથે ખરીદી કરવાં લાગી ગઈ. પલકને સરીતા એની સહેલીએ પુછ્યું કે પલક આટલી જલ્દી કેમ લગ્નની ઉતાવળ કરી નાખી.હજીતો એકાદ વર્ષ નીકળી શકેત. પલકે કહ્યું મને એ વાતની કશી ખબર નથી સરીતા,પણ મને એવું લાગે છે કે વીશાલને હવે બહુજ જલ્દીથી લગ્ન કરી લેવા હોય એવું લાગે છે. જેથી હું એની ભાવનાને કદર કરું છું. પછી એણે પ્રવાસ દરમિયાન બનેલી અણઘટીત ઘટનાં વીશે સલીતાને અવગત કરી.એ મને જલ્દીથી પામવા માટે તાત્કાલિક લગ્ન કરવાં એનાં મમ્મી પપ્પા અને સગાઓને મોક્લ્યાં અને લગ્નની ઉતાવળ કરી નાખી હવે હું એને સમજી ચુકી છું. એને જે જોઈએ છે એ એને લગ્ન પછી જ મળશે,એ સમજી ચુક્યો છે.એટલે વીશાલ ખૂબ જ ઉતાવળ કરી રહ્યો છે. એનાં મનમાં હવે મને પુર્ણતા પામવાની તાલાવેલી જાગી હશે,જેથી એણે એનાં મમ્મી પપ્પા ને કહીને તાબડતોબ લગ્ન નક્કી કરવાં મોકલ્યાં હશે.
પલકની વાત સાંભળીને સરીતાએ મોઢું બગાડ્યું, કહ્યું યાર પલક જે માણસે તારી સાથે લગ્ન પહેલાં જ આવી બદસલુકી કરી અને જેણે તારી ઈઝ્ઝત લેવાની કોશિશ કરી એની સાથે તું કેવીરીતે સુરક્ષિત રહીશ. જેથી પલકે સરીતાને એ રાતની આખી સીચુરેશન થી વાકેફ કરી.કહ્યું કે એ સમયે એ એટલો બધો નશામાં હતો કે એને સાચા ખોટાનું ભાન નહોતું. નશામાં ? હે ? શું બોલી રહી છે તું ?તું જેની સાથે લગ્ન કરવાની છે, એ નશેડી છે ? પલક,આર યું સીરીયસ ?તું પાગલ તો નથી થઈ ગઈ ને ? સરીતાએ એક સાથે કેટલાય સવાલો ખડા કરી દીધાં. પછી પલકે એને.વીગતવાર સમજાવી. કહ્યું કે હવે એણે કસમ ખાધી છે કે હવે કયારેય નશો નહીં કરે.પરંતુ સરીતાને મનનો ભાવ બદલાઈ ગયો. હશે તારી જીંદગી છે તને શું કરવું જોઈએ એની ભલીભાંતી ખબર હશે.પછી પલકે વાતને ફેરવી લીધી એણે કહ્યું કે યાર સરીતા તું એક કામ કરને આકાશને હજી મારા લગ્ન નક્કી કર્યું એ વાત ની જાણ નથી. તું પ્લિઝ એને બોલાવી અને કહે તો સારું. સરીતાએ બહાર આવી અને આકાશને બોલાવ્યો અને પછી કહ્યું કે આકાશ તું અંદર આવ તને એક વાત કરવી છે.આકાશ પલકનાં ઘરમાં આવ્યો, સોફામાં બેઠતાં બોલ્યો કે હાં બોલ સરીતા શું વાત છે ? સરીતાએ કહ્યું આકાશ કાલે પલકનાં સસરા અને એ લોકો આવ્યાં હતાં તને ખબર છે ને,આકાશે કહ્યું હા ખબર છે, હમમમ તો આકાશ એમણે પલકનાં લગ્ન નક્કી કર્યાછે,ત્રણ મહીનાં પછી પલકનાં લગ્નનું મુહૂર્ત આવ્યું છે, તો આપણે બધાં ભેગાં મળી અને એને મદદ કરવાની છે લગ્નની તૈયારી માટે.આકાશ એકીટશે સરીતા સામે જોઈ રહ્યો. પલક એ સમયે ઘરમાં જતી રહી હતી.એ આકાશનું રીએકશન જાણવા મથી રહી હતી.
આકાશ ઊભા થઈ અને પલક જયાં હતી ત્યાં ઘરમાં ગયો.પલક દીવાલ તરફ ફરી અને દીવાલ ખોતરવાની કોશિષ કરી રહી હતી. જાણે આકાશની અંદર આવવાની પોતાને જાણ જ ન હોય એવો ડોળ કરી રહી હતી. આકાશે એકદમ પલકનો હાથ પકડી અને પલકને કહ્યું પલક હજીસુધી મોડું નથી થયું. તું એ માણસ સાથે સુખી નહી રહી શકે. જો તું એકવાર હજી કે તો અત્યારે જ હું માસીને સમજાવી લ્ઈશ.તું જરાયે ચિંતા ન કરીશ પલક.આકાશની વાત સાંભળી અને પલક દીવાલ સાથે પોતાનું મોં દબાવી અને ચોધાર આંસુડે રડતી હતી.આકાશે જબરજસ્તી પલકને પોતાની તરફ ખેચી.એટલે પલક આકાશને પોતાની બાથમાં ભીડી અને કહેવા લાગી. આકાશ હવે એ શક્ય નથી,મે નીર્ણય લેવામાં બહું જ મોડું કરી નાખ્યું છે આકાશ. મને અત્યારે સમજાય છે કે મે જો એ સમયે ફેસલો કરી લીધો હોત તો સારું હતું. આજે મને તારાથી દુર થવાનો ડર લાગી રહ્યો છે આકાશ. મને આજે સમજાય છે કે આ આખીય દુનિયામાં મને તારા જેટલો પ્રેમ કોઈ નહી કરી શકે. બીજા કોઈ તો શું પણ મારી મમ્મી પણ તારા જેટલો પ્રેમ અને તું જેટલી મારી ભાવનાઓની કદર કરે છેને આકાશ એટલી કોઈ નહીં કરી શકે.મે મારા જીવનની સૌથી મોટી ભુલ કરી નાખી છે. આ ભુલ મારા માટે અતી ઘાતક પણ સાબિત થઈ શકે છે. મને અંદર અંદર બહુજ ડર લાગે છે આકાશ. હું કરું તો શું કરું, હું તને છોડવાં નથી માંગતી, પરંતુ હું હવે વીશાલને પણ જગતમાં અને સમાજમાં હાસીને પાત્ર બનાવવા નથી માગતી.
પલકનો રડતો ચહેરો આકાશે હળવેકથી પોતાના બન્ને હાથમાં લીધો.જેવીરીતે કોઈ પક્ષીનાં માળાને પોતાના હાથમાં હળવેથી રાખે એમ આકાશે પલકનો ચહેરો પોતાના હાથમાં એવીરીતે પકડ્યો,અને બીજા હાથે પલકનાં ગુલાબી ગાલ ઉપરથી ટપકતાં આંસુ લુછવાં લાગ્યો. ફરી કહ્યું પલક તું એકવાર કહીદે કે આકાશ તને જે યોગ્ય લાગે એમ કરી શકે છે. પછી જો હું બધું બરાબર કરી લ્ઈશ. હું એટલાં માટે નથી કહેતો કે તું મને ગમે છે.અથવા હું તને પ્રેમ કરું છું, પણ હું એટલાં માટે કહું છું કે મે એ માણસની આંખોમાં માત્ર હવસ જોઈ છે.એ તને નહી તારા શરીરને ચાહે છે.પલકે કહ્યું એ વાતની પણ મને બરાબર ખબર છે આકાશ, પણ હવે એની સાથે મારો સંસાર સંકળાયેલા છે.ને આજે નહી તો કાલે મારે મારું શરીર એને સોપવાનું તો છેને આકાશ. અને આકાશ આજે એવાં"સંજોગો"નીર્માણ થયાં છે કે હવે હું કાઈ પણ કરી શકું તેમ નથી.આકાશ થોડો રાતોપીળો થઈ ગયો. કહ્યું તો જા મર જ્ઈને હાથે કરીને પડીજા કુવામાં. એકવાર તું એની સાથે લગ્ન કર્યા બાદ હું તને કયારેય નહીં મળું પલક,મારે તારી મદદ કરવી હશે તો પણ હું કશું જ નહીં કરી શકું.હું એટલો મજબૂર બની જ્ઈશ કે તને ભડભડ બળતાં પણ નહી ઉગારી શકું.(થોડીવાર પછી પલક પોતાના આંસુ લુછી અને આકાશને હાથ પકડીને પલંગમાં બેસાડીને)પલકે કહ્યું આકાશ મને જયારે તે કહ્યું કે તું મને પ્રેમ કરે છે,ત્યારે મને એ વાતની ગંભીરતા નહોતી. આજે મને એ તારી વાતનું મુલ્ય સમજાયું છે.પરંતુ હવે બહુજ મોડું થઈ ગયું છે. હવે એ વાત આપણે આપણા કાળજાનાં ઉંડાણમાં દફન કરી દેવી જોઈએ. જેથી આપણું ભવિષ્ય ખરાબ ન થાય.
ઓહહહહહ આકાશે કહ્યું તને એવું લાગે છે કે હું ક્યારેય તારું ભવિષ્ય ખરાબ કરવાં માટે આવીશ. તને એવું તો નથી લાગતું ને કે હું તને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીઓ ઉભી કરીશ. અને એટલે તો તું મને નથી સમજાવી રહીને પલક.તો એક વાત કાન ખોલીને સાંભળી લે પલક જયારે તારા લગ્ન થઈ જાય પછી મારાં આખાયે જીવનમાં હું તને કયારેય નહી મળું પલક આ મારું તને વચન છે.હું મારો જીવ આપી દ્ઈશ પણ મારું વચન કયારેય નહી તોડું.પણ મને એક વાતનો હંમેશાં અફસોસ રહેશે પલક તું મને ઓળખી નથી શકી.તે મને આજ મારી નજરથી ઊતારી દીધો.એટલું કહી અને આકાશ પલકનાં રુમમાંથી ઊભા થઈ અને નીકળવાં લાગ્યો. એટલે પલકે આકશનો હાથ પકડ્યો. પરંતુ આકાશે કહ્યું પલક હવે નહી પ્લિઝ પલક હવે મને જવાદે.મારે મારું વચન પણ નીભાવવાનું છે.પણ હાં હું ભગવાનને પ્રાર્થના જરૂર કરીશ કે તારા ભાગ્યમાં કોઈ દુઃખ હોય તો એ તારા ભાગ્યનું દુઃખ મને આપે.અને એક છેલ્લી નજર પલકની આંખોમાં ઉતારી અને જેમ હાથમાંથી સાગરની રેત સરી પડે એમ આકાશે પલકનો હાથ પોતાના હાથમાંથી સરકાવી લીધો............. ક્રમશઃ




(પલકની વાત આકાશનાં કાળજે ઘા કરી ગ્ઈ.અને પલકને કોઈ દિવસ નહી મળવાનું પ્રણ લઈ લીધું.આકાશનું શું થયું એ આગળ જોઈશું.... પણ પહેલા..ભાગ:-34 લગ્નની કંકોત્રી)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED