Preet ek padchayani - 49 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૪૯

રાશિ..રાશિ..રાશિ..બુમો પાડતી જેક્વેલિન હાંફળી ફાંફળી થતી ત્યાં ટેકરીના કિનારે પહોંચી. સવારનો સમય થવાં આવ્યો છે છતાં શિયાળાની સવાર હોવાથી અંધારું હજું ઘનઘોર જ છે.. ટેકરીને કિનારે જઈ જેક્વેલિને નીચે જોવાનો પ્રયાસ કર્યો. પણ ના કોઈ એવો અવાજ આવ્યો કે કંઈ એવું દેખાતું હતું સ્પષ્ટ...નથી સંભળાતો રાશિનો કોઈ અવાજ..બચાવ માટેનો.

જેક્વેલિનનાં ધબકારા વધી ગયાં. કંઈ અજુગતું થવાનાં ભણકારા વાગવા લાગ્યાં. તે ઝડપથી પાછી ઘરમાં ગઈ. આમ પણ પહેલેથી તે બહાદુર તો છે જ પણ પોતાના પતિનાં અવસાન બાદ પોતે એકલી જ રહેતી હોવાથી તે એકદમ બાહોશ બની ગઈ છે. એ ચિંતિત એટલે છે કે તે સૌમ્યાને અને વિરાજને પોતાનાં સંતાનો કરતાં પણ વધારે રાખે છે અને રાશિ તો એનો જીવ બની ગઈ છે... એમાં પણ વળી એ અત્યારે એનાં ઘરે રહેવા આવી હતી અને કંઈ થઈ જાય તો ?? એને ખાસ એટલે ચિંતા થઈ કે રાશિ આવી ત્યારથી થોડી ઉદાસ રહેતી હતી . દરેક વખતે તો એ ખુશખુશાલ જ હોય. અહીં આવવા તો એ અને શિવાની બહાનાં બનાવે.

તેણે ઘણીવાર તેનાં મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો પણ તે ન જાણી શકી અને અચાનક આમ થયું કદાચ એણે પોતાનું જીવન ટુકાવવાનો પ્રયત્ન તો નહીં કર્યો હોય ને ?? આ વિચારમાત્રથી એ ગભરાઈ. ઘરમાં પહોંચતાં સુધીમાં તો અસંખ્ય વિચારોનું વાવાઝોડું ઘુમવા લાગ્યું...ને અંદર જઈને તરત જ શિવાનીને ઉઠાડી અને કંઈ પણ કહ્યાં વિના પોતાની સાથે તેને દોરવા લાગી... બાજુનાં મકાનમાંથી બે જણાંને ઉઠાડ્યા ને ઝડપથી એમની સાથે આવવાં કહ્યું.

બધાં ઝડપથી એની સાથે નીકળ્યાં પણ કોઇને સમજાતું નથી કે જેક્વેલિન કેમ આમ કરી રહી છે. પણ બધાંને એનાં પર એટલો તો ચોક્કસ વિશ્વાસ છે કે આની પાછળ કોઈ ચોક્કસ કારણ હશે બાકી એ ક્યારેય કોઈને નાની અમથી પણ તફલીક ન આપે.

થોડીવારમાં જ ટેકરીના નીચાં ભાગમાં પહોંચ્યાં. જેક્વેલિન કરતાં પણ શિવાની અને પાડોશીએ રાશિને ત્યાં જમીન પર પડેલી જોઈ કે તેઓ ગભરાઈ ગયાં કારણ જેક્વેલિન તો આ વાતથી વાકેફ છે. શિવાની તો એકદમ પાગલ જેવી થઈ ગઈ. ને રાશિ..રાશિ... બોલવાં લાગી. શિવાનીનાં શબ્દો જ જાણે અટકી ગયાં. ઝડપથી ત્યાં નજીક પહોંચી ગયાં. પણ આશ્ચર્ય વચ્ચે તે ભોય પર પટકાઈ પણ નીચે ઘાસ જેવું પથરાયેલું છે સાઈડમાં મોટાં પથ્થર પણ છે છતાંય તે વચ્ચેનાં ભાગમાં પડતાં તેને સહેજે લોહી વહેતું નથી દેખાતું.

જેક્વેલિને ઝડપથી તેનો હાથ પકડીને તેની નાડી તપાસી. તેનાં ધબકારા તો હજુંયે ચાલુ જ છે. શ્વાસોશ્વાસ પણ ચાલું છે. જેક્વેલિન રાશિ હજું પણ બચી શકશે. ઝડપથી તેને બહારની બાજુએ લઈ જઈએ. એક સારી વાત છે કે રક્તસ્ત્રાવ નથી થયો બીજી બાજું ગંભીર ઈજા બાદ રક્તસ્ત્રાવ ન થવો એ વધારે ગંભીર નિશાની પણ છે...

હવે આટલાં વર્ષોમાંમાં અહીં આવાં વિસ્તારમાં પણ ઘણો વિકાસ થયો છે. એક ત્યાં રહેલી ખુલ્લી ગાડી મંગાવી જે ત્યાંની ઝડપથી ગાડી કહેવાથી. થોડીવારમાં એને લઈને નજીકનાં એક ચાલું દવાખાનામાં પહોંચ્યાં. ડોક્ટરે તપાસ કરી. પછી કહ્યું જો અંદરનાં ભાગમાં તફલીક થઈ હોય અને રક્તસ્ત્રાવ થયો હોય તો એ ગંભીરતાની બહું ખબર ન પડે. માટે એણે એક બે ઇન્જેક્શનને આપીને તેને બને એટલું ઝડપી મોટી હોસ્પિટલમાં લઈ જવાં કહ્યું.

આ વાત થતાં જ શિવાની બોલી, "ચાચી નયનભાઈએ આટલી મોટી હોસ્પિટલ નવી બનાવી છે તો ત્યાં જ લઈ જઈએ તો. નજીક પણ કદાચ પડશે અને વળી ઘરનાંથી વધારે સારી સારવાર કોણ કરશે ?? વળી આધુનિક સારવાર સાથે મશીનો પણ ઉપલબ્ધ છે. "

જેક્વેલિનને તો વાત જાણવા મળી છે એ મુજબ તેની સામે તો નયનનું આદર્શ ડોક્ટરનું ચારિત્ર્ય જ એણે સાંભળ્યું છે આથી શિવાનીની વાત એને પણ ઠીક લાગતાં ફટાફટ એને નયનની હોસ્પિટલ લઈ જવામાં આવી.

ત્યાં પહોંચતાં જ ઝડપથી એને અંદર લઈ જવામાં આવી. હજું સુધી તેને જરાં પણ ભાન આવ્યું નથી. મોટી હોસ્પિટલ હોવાથી કંઈક તો વધારે હોય જ જે બધે સામાન્ય રીતે ન હોય. ગાડી પહોંચતાં જ ઝડપથી સ્ટાફ પૈડાવાળી ગાડી સાથે આવી પહોંચ્યો. ને અંદર લઈ જવામાં આવી. નવી હોવાં છતાં આધુનિકતા ને કારણે થોડો જ સમય થયો હોવા છતાં દર્દીઓ આવવાં લાગ્યાં છે.

અંદર જતાં જ ડૉ.નયનની આહૂજાની ઓળખાણ નીકળતાં જ આખું તંત્ર રાશિની સારવાર પાછળ લાગી ગયું. આવાં તત્કાલીન અકસ્માત કે તફલીક માટે ખાસ આધુનિક વ્યવસ્થા છે. સારવાર તો બહું જ ઝડપથી સરસ રીતે ડૉ.કેવલ દ્વારા કરી દેવામાં આવી. હજું સુધી નયનને કોઈ જાણ થઈ નથી.

ડૉ. કેવલે થોડીક વધારે તપાસ કરાવવા માટે કહ્યું. અને એના પછી ચોક્કસ કહી શકશે કે શું સ્થિતિ છે. બધી જ તપાસને કેવલે પોતાની રીતે જ એકદમ વ્યવસ્થિત રીતે કરાવવાં માંડ્યું અને નયનને આ વાતની જાણ કરવામાં આવી.....

****************

નયન થોડો અકળાયો છે કૌશલ પર. સિમોની પિતાપુત્રને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે... કૌશલની સુવર્ણસંધ્યા નગરી જવાની જીદ. અત્યારની સ્થિતિ જાણ્યાં પછી એને ચોક્કસ ખબર છે કે જો કૌશલ એ નગરીમાં પગ મુકી શકશે કે નહીં એ પણ વિચારવું કઠિન છે. પણ કૌશલની સ્થિતિ આટલી ખરાબ હોવાં છતાં એ પોતાની જીદ પર અડીને ઉભો છે.વળી પોતાનું નિયતિને આપેલું વચન કે તેનાં પોતાનાં પિતા સાથેનાં સંબંધો પુરાં થઈ ગયાં છે.

આ ઝપાઝપી ચાલી રહી છે ત્યાં જ નયનને એક દર્દીનાં ગંભીર સ્થિતિનાં સમાચાર મળ્યાં. અને તેમનું કોઈ પરીચિત રાશિ નામની છોકરી છે એવું ખબર પડતાં જ તે કૌશલની સાથે માથાકુટ છોડીને હોસ્પિટલ ભાગ્યો.

આ બાજું આ બધાંથી અજાણ કૌશલને સાથ આપતાં સિમોનીએ કૌશલની નગરીમાં તેની ઈચ્છા પૂર્ણ કરવાં જવાનું નક્કી કર્યું....ને બંને જણાં બપોરે જ ત્યાં જવાં નીકળી જશે એમ નક્કી થયું.

બપોરે એક ગાડી બોલાવવામાં આવી અને બહું ખુશી સાથે તે સિમોનીને લઈને પોતાની નગરી જવાં નીકળ્યો. ગાડીમાં બેસી ગયો ને ત્યાં સાથે જ એને શરીરમાં કંઈ થવાં લાગ્યું. આખું શરીર દાઝી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. આંખો પણ જાણે આગમાં બળતી હોય એવું લાગવા માંડ્યું. એ આમ તેમ જોવાં લાગ્યો ત્યાં જ ખબર પડી કે એનાં ગળામાં પહેરેલ દોરો અને હાથની એક વીંટી એ ત્યાં રૂમમાં ભૂલી ગયો છે. તે ઝડપથી પાછાં રૂમ પર આવ્યાં . ને એ લેવાં સિમોની પહોંચી. બહું શોધખોળ કરી પણ એ દોરો જ મળ્યો. વીંટી ન જ મળી.

દોરો પહેરતાં એને શરીરમાં થોડું સારું લાગ્યું. દાહ ઓછી થઈ ગઈ. કૌશલને થોડી શાંતિ થઈ .એને લાગ્યું કે કદાચ એ વીંટી બહું કામની નહીં હોય આ દોરાથી જ બધું સારૂં થશે એમ વિચારીને ફરીથી ગાડીમાં બેસીને રવાનાં થયાં....

સિમોનીને તો કૌશલે આખી કહાની જુદી જ સંભળાવી છે. આથી એ તો પોતાનાં પતિનાં મજબૂરીનાં કારણે છોડવાં પડેલાં નગરને જોવાં ઉત્સુક છે કે કેવું હશે એ નગર ને કેવાં હશે એ લોકો.... જ્યારે કૌશલ તો પોતાની જુનાં દિવસોને યાદ કરી રહ્યોં છે. તે સૌમ્યા પ્રત્યેનો એનો પ્રેમ, નંદિનીકુમારી સાથેનાં લગ્ન બધું જ એક પછી એક સ્મૃતિપટ પર છવાવા લાગ્યું. વર્ષોનાં વ્હાણા વીત્યાં પણ ના કોઈ દુઃખ કે ના કોઈ અફસોસ...એ જ તો છે કૌશલનો કેર...

******************

નયન ઝડપથી હોસ્પિટલ પહોંચ્યો. આજે તો ન કોઈ વાત કે ચીત ઝડપથી મોટાં ડગલે પહોંચ્યો. એને રાશિની ચિંતા થવાં લાગી. બસ રાશિ જ રાશિ...તે ઝડપથી તાત્કાલિક સારવાર વિભાગમાં પહોંચ્યો. ડૉ. કેવલ સારવાર આપી રહ્યાં છે.

ડૉ. કેવલ : "નયન હજું પણ એને કળ નથી વળી. મે બધાં જ રિપોર્ટ માટે મોકલી આપ્યું છે. કદાચ ઈન્ટર્નલ ડેમેજ હેમરેજ કે કોમા..."

નયન થોડો ગુસ્સે થઈ ગયો,' કંઈ નહીં થાય એ સારી થઈ જશે. મેં કહ્યું ને હવે આવું બોલીશ પણ પણ નહીં. "

કેવલને કંઈ સમજાયું નહીં. નયને ક્યારેય તેની સાથે ગુસ્સામાં વાત કરી નથી પણ આજે આ છોકરી માટે તે આમ કેમ પાગલ જેવું વર્તન કરી રહ્યો છે. છતાં પરિસ્થિતિ મુજબ અત્યારે કંઈ પણ બોલવાનું એને ટાળી દીધું.

એને ઇન્જેક્શનને સારવાર શરૂં રાખવામાં આવી છે. રિપોર્ટની રાહ જોવાય છે. હોસ્પિટલમાં બીજાં પણ ઘણાં પેશન્ટો હોવાથી નયને કેવલને એમને જોવાનું કહ્યું અને રાશિની સારવાર એ પોતે જ જોશે એવું કહ્યું. જરૂર હશે તો એને ચોક્કસ જણાવશે.

નયને શિવાની અને જેક્વેલિનને બધું જણાવ્યું અને પરિસ્થિતિની ગંભીરતાની પણ વાત કરી. પણ હાલ એકવાર રિપોર્ટ આવે પછી ઘરે જાણ કરવા કહ્યું.


****************

સૌમ્યાનું જ્યાં બાળપણ વીત્યું છે એ દીદાર રાજહવેલી અવારનવાર જતી. દુનિયા ભલે ત્યાં દરવાજે પણ ન પહોંચી શકતી હોય પણ એ તો બેજીજક કોઈ અટકાયત કે ગભરાહટ વિના આજે પણ આખી હવેલી ફરી શકે છે. અલબત્ત , વિરાજ હંમેશાં તેની સાથે જ હોય છે.

આજ સવારથી સૌમ્યાનું મન એક અશાંતિ અનુભવી રહ્યું છે. તેને કંઈ પણ એવું દેખીતુ કારણ ન હોવાં છતાં મનમાં એક મુંઝારો થાય છે. તેણે સવારે જ વિરાજને કહ્યું, "આજે મને હવેલી જવું છે..બસ મને ત્યાં જઈશ તો શાંતિ મળશે."

સવારનું દેનિકકાર્યો પતાવીને વિરાજ અને રાશિ બંને હવેલી જવાં તૈયાર થયાં. નિયતિને કહ્યું પણ એ થોડાં કામને કારણે એણે આજે ના કહી અને તે કોઈ કામ માટે ઘરેથી બહાર નીકળી...

***************

કૌશલ અને સિમોની ખુશી સાથે સુવર્ણસંધ્યા નગરી પહોંચ્યાં. નગર પાસે પહોંચતાં જ કૌશલને મનોમન ખુશી થવાં લાગી. પણ બધો જ બદલાવ... નખશિખ કહી શકાય તેવો. ક્યાં એ રાજનગરી અને ક્યાં આજની સામાન્ય જીવન વાળી સ્વતંત્રતાની જિંદગી. ન કોઈ ચોકીદાર કે ના કોઈ બીક. લોકો પોતાની મરજી મુજબ ફરી રહ્યાં છે.

કૌશલ નગરમાં પ્રવેશે છે. આખી દશા દિશા બદલાઈ ગઈ છે. લોકોનાં નાનાં મોટાં મકાનો દેખાય છે. મોટાં ભાગનાં જુવાનિયાઓ દેખાય છે. કોઈ જાણે એને ઓળખતું જ હોય એમ બધાં તેને એક અજનબીની જેમ જોતાં જતાં રહે છે. એને થયું હું એક સમયનો રાજા, ત્રણ ત્રણ રાજ્યોનો સ્વામી અને આજે તો કોઈ એને ભાવ પણ નથી આપી રહ્યું. તેણે એક મફલરને મોં ફરતે વીંટાળી દીધું જેથી કોઈ એને ઓળખી ન શકે.

તે પહેલાં જ રાજહવેલી તરફ ગયો... ત્યાં તો એ વિશાળ હવેલીની રોનક જ ઉડી ગઈ છે.બહાર બાઝેલા એ જાળેજાળા એક ભુતબંગલા જેવું વર્તાઈ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે.

તેણે એક સિમોની દ્વારા એક સ્ત્રીને બોલાવી પાસે અને રુક્મિણી રાણી વિશે પુછ્યું કે એ ક્યાં છે. ત્યાં એ સ્ત્રીએ કહ્યું અહીં તો કોઈ રાણી નથી. અમારાં રૂક્મિણીમાતા હતાં એ તો થોડાં મહિનાઓ પહેલાં જ ગુજરી ગયાં છે...

કૌશલ : "શું એ હવે આ દુનિયામાં નથી ?? "

એને થોડું દુઃખ થયું. આટલાં વર્ષે પોતાની માતા મળશે કદાચ એવી મનોમન આશા હતી એ પણ જતી રહી."

કૌશલ : " આ હવેલી કેમ આવી છે ?? તેમાં કોઈ રહેતું નથી અત્યારે ??"

સ્ત્રી બોલી, " ભાઈ તમે પહેલીવાર આવ્યાં લાગો છો. આમ પણ પરદેશીઓ આમ જ અહીં આવતાં રહે છે હવેલી જોવાં. બધાંની જેમ તમે પણ જવાનો પ્રયાસ કરો પછી શું થાય છે તમે પણ અનુભવ કરો બાકી જતાં રહો."

કૌશલને કંઈ સમજાયું નહીં પણ એ કંઈ બોલે એ પહેલાં એ સ્ત્રી ચાલવા લાગી. કૌશલને તો જવું જ હતું એટલે એણે એ સ્ત્રીની વાત મન પર ન લીધી. અને સિમોનીને લઈને એ હવેલીનાં દ્વાર પાસે પહોંચ્યો.

એની જાણ બહાર જ ઘણાં લોકો એની સામે જોઈ રહ્યાં છે ને જેવો ત્યાં પહોંચ્યો ને પ્રવેશ કરવાં ગયો કે ત્યાં જોઈ રહેલાં બધાં જ એકઝાટકે ઉભાં થઈને હવેલીનાં દ્વાર પાસે ભાગ્યાં....

શું કૌશલ અને સિમોની અંદર હવેલીમાં પ્રવેશી શકશે ?? કૌશલની સ્થિતિ પણ બધાંનાં જેવી જ થશે કે એનાંથી બદતર થશે ?? રાશિનાં રિપોર્ટ નોર્મલ હશે ?? કે તે કોઈ ગંભીર તફલીકમાં ફસાઈ જશે ?? નયન રાશિને સારી કરી શકશે ?? શું તેનો પ્રેમ સાચો છે કે ફક્ત એક વાસનાનો ચાહક ?? કોઈ નયનનાં ઈરાદો સમજી શકશે ખરાં??

જાણવાં માટે વાંચતાં રહો, પ્રિત એક પડછાયાની - 50

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....
















બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED