Preet ek padchhayani - 9 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૯

પ્રિતીબેન અપુર્વ અપુર્વ બુમ પાડવા લાગ્યાં એ સાંભળીને અન્વય બોલ્યો, શું થયું ??

પ્રિતીબેન : બેટા ચાલ અપુર્વ અંદર ઘસડાઈ ગયો... દરવાજો બંધ થઈ ગયો છે...તે હાંફળા ફાંફળા થઈ ગયાં. ત્યાં જઈને જોરજોરથી દરવાજો ખખડાવવા લાગ્યા.

અન્વયને તો જાણે હવે જ પરિસ્થિતિનું ભાન થયું..તે બોલ્યો, પહેલાં લીપી હવે અપુર્વ આ બધું શું થઇ રહ્યું છે...મને તો કંઈ સમજાતું નથી. બહું ખખડાવવા છતાં દરવાજો ખુલ્યો નહીં...

અન્વય ફરી બાજુનાં ઘરે જઈને દરવાજો ખોલવા લાગ્યો...તો ત્યાં તો દરવાજો ખુલો છે...અન્વયે ધીમેથી જોયું તો રૂમમાં કોઈ નથી... પેલાં ડ્રાઈવરને બહાર નીકળતા તો જોયો નથી તો એ ક્યાં ગયો...અને આ તો એક રૂમ જ છે... તેમાં એક સિન્ગલ ગેસવાળી સગડી છે ને થોડાંક એવા તુટલાફુટલા જેવા સ્ટીલનાં વાસણો છે..ને બે પોટલાં પડેલા દેખાય છે...એક ફાનસ લટકાવેલું છે...એક નાનો બલ્બ પણ છે..પણ એ વ્યક્તિ ગયો ક્યાં ??

અન્વય બહાર આવીને બોલ્યો, મમ્મી આ ઘરમાં હવે પેલો ડ્રાઈવર પણ નથી...અપુર્વને કેમ બહાર નીકળશુ ?? મમ્મી બાજુનાં ઘરમાં એક લાકડી જેવું દેખાય છે એ હું લઈ આવું...એનાથી બારણું તોડીએ તો??

પ્રિતીબેન : પણ બેટા ત્યાં અંદર લેવા જવામાં પણ મને તો જોખમ લાગે છે...અપુર્વ જેવું કંઈ તારી સાથે થાય તો...

અન્વય : મમ્મી મને તો એ જ સમજાતું નથી કે આ આધુનિક ટેકનોલોજી નાં જમાનામાં પણ આવું બધું શક્ય છે ?? મને તો લાગે છે કોઈ માણસ જ આવું કરતું હશે...

પ્રિતીબેન : આટલાં બધા આગળ વધેલાં જમાનામાં પણ આપણે ભગવાનને તો માનીએ જ છીએ ને...તેમને જોયાં નથી પણ અનુભવ અને શ્રદ્ધાથી આપણાં માનેલા બધાં કામો સફળ થાય છે...એમ જ આ ભુત પ્રેત બધાનું છે..જે લોકોની કમોત થાય છે... અતૃપ્ત ઈચ્છાઓ સાથે જેઓ મૃત્યુ પામે છે તે આત્માઓ આમ ભટકતી રહે છે...પોતાની અધુરી ઇચ્છાઓ પુર્ણ કરવા અથવા બદલા માટે થઈને એ જ્યાં સુધી એને મુક્તિ ન મળે ત્યાં સુધી ફક્ત શરીર બદલ્યાં કરે.

આટલું ભણેલાગણેલા આપણે આવી વાતોને સ્વીકારતાં નથી...પણ એનો અનુભવ થાય છે ત્યારે એને સ્વીકારવું પડે છે...કાળા માથાનો માનવી ધારે તો કંઈ પણ કરી શકે છે...એમ આ આત્માઓને વશ કરવી શક્ય છે એનાં જાણકાર પણ બધાં હોય છે...બસ આપણે સાચાં વ્યક્તિ સુધી પહોંચવાનું છે...

હું એક વાર ત્યાં હોસ્પિટલમાં ફોન કરી જોઉં... ત્યાં જ એમણે ફોન ચાલું કર્યો તો નેટવર્ક જ નથી આવતું... અન્વય નાં મોબાઈલમાં પણ એવું જ છે...

બંને હવે અપુર્વને મુકીને ત્યાંથી જઈ શકે એમ પણ નથી...અને ત્યાંથી કોઈને ફોન કર્યા વિના બોલાવી શકે એમ પણ નથી...બંને જણાં ત્યાં જ નીચે બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યાં.....

*. *. *. *. *.

લીપી બેડ પર બેસીને ઘમપછાડા કરવાં લાગી છે...જોર જોરથી જમવા માટે બુમો પાડી રહી છે... નિમેશભાઈ બહારથી આવ્યાં નથી..લીપીના પપ્પા અને તેનાં સાસુ હવે શું કરવું એની મુંઝવણમાં છે...

એટલામાં નિમેશભાઈ આવ્યાં હાથમાં તેઓ એક પ્લેટ ઢાંકીને લઈ આવ્યાં...અને લીપી પાસે આવીને બોલ્યાં, લે બેટા..તે કહ્યું હતું એ લઈ આવ્યો છું. હવે ખાઈ લે પણ એક વાત મારી માનીશ ને ??

લીપી ખુશ થઈને બોલી, હા.. પપ્પા..બોલો

નિમેશભાઈ : આ એક દવા પહેલાં ખાઈ લે...પછી જમી લે જે.

દીપાબેન વિચારે છે કે અન્વયનાં પપ્પા નોનવેજ લઈ આવ્યાં... એનામાં તો એ આત્મા છે એને કારણે આ બધું કરી રહી છે...પણ જો આમ જ એની ઈચ્છા પુરી થશે તો એ ક્યારેય લીપી નું શરીર છોડશે નહીં...પણ દવા નોર્મલ દવા જેવી તો નથી લાગતી તો એ શું હશે??

લીપીએ એ દવા ખુશ થઈને લઈ લીધી..પછી બોલી, હવે તો હું ખાઈ શકું ને ??

નિમેષભાઈ : હા બસ પાંચ મિનિટ પછી ખાઈ લેજે...દવા લીધી છે ને એટલે...લીપીએ ડીશ હાથમાંથી લઈ લીધી અને ખોલીને એ ખુશ થવા લાગી...

અંદર ખરેખર નોનવેજ છે એ જોઈને દીપાબેનને તો રીતસર ઉબકા આવવા લાગ્યાં.‌.પરેશભાઈને પણ સુગ ચડવા લાગી...પણ નિમેષભાઈ એકદમ સ્વસ્થ રીતે ઉભા છે... એટલામાં જ લીપીને આંખે અંધારા આવવા લાગ્યાં...અને તે બોલી...મને બહું ઉંઘ આવે છે બહું ખાઈ લીધું હવે મારે નથી જમવું...કહીને એને સામેથી એ ડીશ આપી દીધી અને બેડ પર સુઈ ગઈ...

એ જોઈને દીપાબેનને શાંતિ થઈ...પણ પરેશભાઈ એ વિચારીને દુઃખી થયાં કે નોનવેજ ના ખાધું એટલે સારૂં થયું પણ બિચારી ભુખી જ સુઈ ગઈ....

*. *. *. *. *.

અન્વય ભગવાનનું નામ લઈને બેઠો છે ત્યાં જ એકાએક તેનાં માથા પર કોઈ હાથ મુકે છે...એ હાથ અડતાં જ અન્વયે આંખ ખોલી દીધી...તો સામે એક જીર્ણ થયેલાં વસ્ત્રો, વિખરાયેલાં સફેદ થયેલાં વાળ, ચહેરા પર પડેલી કરચલીઓ... હાથમાં રહેલી લાકડી...અન્વય એમની સામે જોઈ જ રહ્યો... કદાચ તેમની ઉમર સિતેરેક ઉપર તો હશે જ..

પણ હવે આ કોણ છે એ અન્વયને સમજાયું નહીં...અન્વય ધીમેથી બોલ્યો, આપ કોણ ?? આપ અહીં રહો છો??

વૃદ્ધ વ્યક્તિ : બેટા હું કોણ છું... ક્યાં રહું છું... શું ફરક પડે છે એનાથી...તને શું તફલીક છે??

આ વાતચીત સાંભળીને પ્રિતીબેને પણ આંખ ખોલી દીધી છે...પ્રિતીબેન અત્યારે લીપી નું પુછવાનું ટાળીને આ ઘરનો દરવાજો ખોલીને અપુર્વને બહાર લાવવા માટે મદદ કરવાં કહે છે...

વૃદ્ધ વ્યક્તિ એ સાંભળીને ત્યાં ધીમે ધીમે એ ઘર પાસે જઈને દરવાજા પાસે પહોંચી...અને ધીમેથી દરવાજો પકડ્યો તો ખુલી ગયો... દરવાજો ખુલતાં ની સાથે જ અન્વય અને પ્રિતીબેન પણ ત્યાં પહોંચ્યા...

અંદર જોયું તો એક જ બાજુનાં રૂમ જેવો નાનકડો રૂમ... થોડાં પણ એકદમ ચોખ્ખાં ચકચકિત વાસણો...એક ખાટલો...એક પેટી છે લોખંડની...અન્વયની આંખો અપુર્વને શોધે છે... સાઈડમાં ખુણામાં એક પડદો લગાવેલો છે એક અલાયદી જગ્યા બનાવેલી છે... ત્યાં એકાએક પવન સુસવાટાભેર આવતા એ પડદો ઉડ્યો...અને અપુર્વનો શર્ટ દેખાયો...

અન્વય અને પ્રિતીબેન અંદર પહોંચી ગયાં...અપુર્વ ત્યાં બેભાન થઈને એ ખુણામાં જમીન પર પડેલો છે...અન્વયે એને હલાવ્યો પણ તે ભાનમાં ન આવ્યો...

ત્યાં પાણી માટે રૂમમાં જોયું એક માટલું પણ છે પણ એમાંથી પાણી લઈને તેના પર છાંટવાનો પણ તેને હવે વિશ્વાસ ન આવ્યો...અન્વયે અપુર્વને ઉંચકી લીધો અને બહાર લઈ આવ્યો...પ્રિતીબેન તેમનાં દુપટ્ટાથી તેને પવન નાંખવા લાગ્યા...થોડીવાર પછી અપુર્વ એ આંખો ખોલી...તેને હવે સારૂં લાગે છે...અન્વયે આસપાસ નજર કરી તો પેલી વૃદ્ધ વ્યક્તિ બહાર દેખાઈ નહીં.

અન્વય બોલ્યો, મમ્મી આપણો આટલો પ્રયત્ન કરવાં છતાં દરવાજો ન ખુલ્યો..તો એ વૃદ્ધ વ્યક્તિ એ તો કોઈ જ તાકાત વિના દરવાજો ખોલી દીધો...એ કેવી રીતે શક્ય છે...મારે તેમને જઈને જેક્વેલિન સિસ્ટર વિશે પુછવું છે....

અપુર્વએ અન્વયને ત્યાં જતો રોકવા તેનો હાથ પકડી દીધો અને બોલ્યો, ભાઈ ત્યાં કંઈ જાણવાં નહીં મળે...મને જે ખબર છે એ હું તમને પછી કહું...પણ પહેલાં વહેલી તકે આપણે અહીંથી નીકળી જવું જોઈએ.... સાંજ પડવા આવી છે..... અહીં વધારે રોકાવું એકદમ જોખમ ભરેલું છે અને ત્રણેય જણાં ત્યાંથી નીકળવા ઉભા થાય છે....

શું ખબર હશે અપુર્વને ?? અપુર્વ સાથે અંદર શું થયું હશે ?? અન્વયને લોકો આ જગ્યાએ પહોંચી તો ગયાં પણ પાછાં કેવી રીતે પહોચશે ?? ફરી કોઈ નવાં રહસ્યનો અહેસાસ થશે?? લીપીને હવે આ લોકો કેવી રીતે સંભાળશે ?? તેને એ લોકો નોર્મલ કરી શકશે ખરાં ??

અવનવાં રોમાંચ, રોમાન્સ... રહસ્યોને માણો, પ્રિત એક પડછાયાની - ૧૦

મળીએ બહુ જલ્દીથી એક નવાં ભાગ સાથે............


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED