પ્રિત એક પડછાયાની - ૪૮ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત એક પડછાયાની - ૪૮

નયન એક અજીબ બેકરારી સાથે નિયતિનાં જવાબની રાહ જોઈ રહ્યો છે. મનમાં એક ખુશી પણ છે..તે પણ દેખાવે એક આકર્ષક અને વળી હવે તો એક ડૉક્ટર તરીકેની ઓળખ થતાં રાશિ અને શિવાનીનાં મનમાં એનાં માટે માન જાગ્યું...અને હજું સુધી જે કહાની જેવી સત્ય હકીકત કે જે એ બંને દીકરીઓએ પણ પહેલીવાર સાંભળી એમને એનાંથી બમણી નફરત નયનનાં પિતા પર થઈ.

શિવાની અને નયનનાં પિતા તો એક જ છે આથી આમ તો બંને ભાઈ બહેન જ થાય...શિવાનીને આજે પહેલીવાર પોતાનાં પિતા વિશે જાણ થઈ...અને પોતાની માતાએ સૌમ્યકુમાર પ્રત્યેનાં પોતાનાં પ્રેમને અખંડ રાખવાં અને શિવાનીને ઉમદા જીવન આપવાં કોઈ બીજાં સાથે આજીવન વિવાહ ન કરવાનો નિર્ણય કર્યો છે એની આજે ખબર પડતાં તેને પોતાની માતા પર એક ગર્વની લાગણી થઈ...

બંને હવે તો સમજું છે આથી કંઈ પણ બોલ્યા વિના નિયતિ કંઈ પણ નિર્ણય કરે એની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે....આખરે નિયતિએ કહ્યું, " જો તારાં પિતા સાથેનાં બધાં જ સંબંધો કાપી દે તો હું અને આ પરિવાર તને અપનાવી શકે... બાકી એક પાપી નરાધમનો પુત્રને એક ઘડી પણ અહીં રહે એમ ઈચ્છતા નથી.

નયન સહેજ મુંઝાયો પણ થોડી જ વારમાં કંઈક વિચારીને બોલ્યો," મને તમારી શરત મંજૂર છે પણ હું મારી જન્મદાતા માને જરૂર મળીશ.."

વિરાજ અને સૌમ્યાએ હકારમાં સહમતિ આપતાં નિયતિએ હા પાડી અને તેને પુત્ર તરીકે સ્વીકારી લીધો... પોતાનાં પહેલી જીતને વધાવતો નયને એક ખંધું હાસ્ય કર્યું ને પોતાનાં હોસ્પિટલનાં શુભારંભમાં બધાંને આવવા માટે જણાવ્યું... બધાંએ પ્રસ્તાવ સ્વીકારી દીધો...ને નયન તૈયારી માટે ત્યાંથી નીકળી ગયો.

*****************

હોસ્પિટલનો આજે શુભારંભનો દિવસ છે. ડૉ. કેવલના બધાં જ પરિવારજનો, સગાં સંબંધીઓ મોટાં પ્રમાણમાં હાજર છે કદાચ એટલાં મોટાં મહારાષ્ટ્રમાં પણ ગુજરાતની નજીક કહી શકાય એવી માથેરાનથી નજીકની જગ્યામાં બનાવેલી એકમાત્ર આટલીમોટી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ.... જ્યારે ડૉ. નયનનાં પરિવારજનોમાં નિયતિ, વિરાજ, સૌમ્યા, રાશિ અને શિવાની છે...

શુભ મુહર્ત કરવાનું એલાન કરવામાં આવ્યું એ પણ રાશિ અને શિવાનીનાં હાથે... બધાં એકબીજાંની સામે જોવાં લાગ્યાં... કેટલાંય મોટાં માથાં હોવાં છતાં...

ત્યાં જ થતી અંદરોઅંદર ચર્ચા સંભળાતાં ડૉ કેવલે કહ્યું કે અમારે મુહુર્ત અને ઉદ્ધાટન તો કુંવારી દીકરીઓ જ કરે...એમ કહીને બાજી સંભાળી લીધી...

થોડાં જ સમયમાં હોસ્પિટલ ધમધોકાર ચાલવા લાગી કારણ એટલાં પટમાં એકમાત્ર મોટી હોસ્પિટલ અને વળી રાખવામાં આવેલાં બહું વ્યવસ્થિત ભાવ... હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની ગઈ..

*****************

હવે તો નયનને રાશિને જોવાનું કોઈ બહાનાની જરૂર નથી. તે અવારનવાર નિયતિ એ લોકોનાં ઘરે આવતો જતો...પણ આ વાત રાશિને ખટકતી. રાશિને હવે ખબર પડવાં લાગી કે નયન તેને કોઈ બીજી નજરે જોઈ રહ્યો છે. બસ એ કોઈ પણ રીતે રાશિ સાથે એકાંતમાં આવવાનો પ્રયત્ન કરે છે...પણ એનો સૌની હાજરીમાં એકદમ વ્યવસ્થિત વ્યવહાર જોઈને એ કોઈને આ વાત કરી નહોતી શકતી.

આમ જ સમય વીતતો ગયો.. નયનને રાશિ જોવાં જરૂર મળે છે રાશિ તેને જરાં પણ મચક ન આપતી હોવાથી તે મનોમન બહું ગુસ્સે થાય છે....એક દિવસ અચાનક તે ઘરે આવ્યો. જોગાનુજોગ રાશિ ઘરે એકલી હોય છે. રાશિ નયનને જોઈને જ મનમાં ગભરાઈ ગઈ. તેણે બહારથી જ ક્હ્યું કે ઘરે કોઈ નથી...પછી આવજો..

નયનને તો ભાવતું હતું ને વૈદે કહ્યું એવું થયું પહેલીવાર આજે રાશિ એકલી મળતાં ખુશ થઈ ગયો. પણ રાશિ પણ એટલી જ ઉજળા ચારિત્ર્યવાળી અને સંસ્કારી હોય છે...તેણે સાંજે આવવાનું કહીને નયને અંદર ન પ્રવેશવા દીધો..નયને એક ચિઠ્ઠી રાશિને આપીને ચાલ્યો ગયો....

***************

ઘણાં દિવસો થઈ ગયાં છે પણ નયન હજું એ નિયતિનાં ઘર પાસે ફરક્યો નથી...પણ રાશિ ખૂબ ઉદાસ રહેવા લાગી છે.. સૌમ્યાએ પણ ઘણીવાર એને પુછવાનો પ્રયત્ન કર્યો કે એને કંઈ તફલીક છે પણ રાશિ ચુપ જ રહે છે‌....

રાશિને આવી ઉદાસ રહેતી જોઈને સૌમ્યાએ રાશિ અને શિવાનીને જેક્વેલિન પાસે થોડાં દિવસો મોકલ્યાં... જેક્વેલિનને બંને પોતાની દાદી જેવું જ રાખતાં...આથી પહોંચી ગયાં....

****************

નયન ફરી વિદેશ આવી ગયો...ને બધાંની જાણબહાર પોતાનાં ઘરે આવ્યો.. સિમોની તો ખુશ થઈ ગઈ...તેને નયને આપેલા પ્રોમિસ મુજબ તેને લાગ્યું કે હવે અહીં જ રહેશે....પણ નયનના મનમાં કંઈક બીજું જ રંધાઈ રહ્યું છે.. નયને પોતાની માતાને કહ્યું કે હું તને ભારત લઈ જવાં ઈચ્છું છું અને તું ખુશ થઈ જાય એવું હું ઇચ્છુ છું.

સિમોની : " પણ બચ્ચા અહીં આટલું બધું છે તું શા માટે ત્યાં જવાં ઈચ્છે છે અને વળી મને પણ લઈ જવાં ઈચ્છે છે. તારાં પિતા તૈયાર થશે ખરાં ?? "

" તે આવે તો એમને પણ લઈ જઈએ. પણ આપણે સાથે નહીં રહીએ ત્યાં "

સિમોની : "એમની તો વર્ષોથી પોતાનાં ભારતમાં પાછી ફરવાની ઈચ્છા છે પણ કંઈક એવું છે જે એમને ત્યાં પગ મુકતાં રોકી રહ્યું છે...એમની તબિયત અચાનક જ ખરાબ થઈ જાય છે એ તારી જાણ બહાર નથી. આ બાબતમાં તારૂં મેડિકલ સાયન્સ પણ કંઈ કામ નથી આવી રહ્યું. હવે એ બધામાંથી પરાણે બહાર આવ્યાં છે મારું મન ત્યાં આવવાં જરાં પણ તૈયાર નથી..પણ આપણે તારાં પિતા સાથે કેમ નહીં રહીએ ?? મને સમજાયું નહીં..."

નયન : " એ બહું મોટી વાત છે પછી કહીશ...પણ પ્લીઝ મા. એકવાર તો ચાલ. પછી ક્યારેય તને નહીં કહું..."

સિમોની : " દીકરા એકવાર એટલે ?? હજું તું ફરી પાછો ભારત જવાનો છે ?? તે તો કહ્યું હતું કે એકવાર જ જવાનું છે ક્યાંક તારો ઈરાદો ભારતમાં જઈને કાયમી રહેવાનો ઈરાદો નથી ને ??"

" મોમ તું બહું વધારે વિચારે છે. બસ હવે હું કહું છું એટલે ફાઈનલ... પ્લીઝ. તું મારી સાથે એક અઠવાડિયામાં જ ભારત આવે છે... પિતાજીની ઇચ્છા હોય તો એમને પૂછી લઉં છું..."

ફાઈનલી એક અઠવાડિયામાં પછી નયન, સિમોની અને કૌશલ ત્રણેય ભારત જવાં માટે નીકળી ગયાં... કૌશલની સ્થિતિ ખરાબ તો થઈ હતી પણ એણે કોઈ વિદેશીબાબા પાસે કોઈ દોરો કરાવી દીધો છે અને એ પહેરેલો છે એટલે એને વિશ્વાસ છે કે કંઈ નહીં થાય.

વર્ષોબાદ પોતાની નગરીમાં પાછો ફરવાનો હોવાથી એ મનોમન ખુશ થઈ રહ્યો છે...એને ફરી સૌમ્યાકુમારીને જોવાની ઈચ્છા થઈ...એની વાસના, લોલુપતા હજુયે એવું જ છે. જેવી ગુજરાતની એ ધરતી પર પગ મુક્યો કે કૌશલનાં પગ ઝકડાઈ ગયાં. તેને માથામાં સખત દુખાવો થવા લાગ્યો...કોઈ તેનાં માથામાં હથોડા મારી રહ્યું હોય એવું તેને લાગવા લાગ્યું...તેનો પગ જાણે એક ડગલું પણ આગળ માંડી શકે એમ નથી.

નયને ઝડપથી તેને એક જગ્યાએ સુવાડીને થોડી તપાસ કરી ઇન્જેક્શનને આપ્યું પણ કોઈ જ ફેર ન પડ્યો. સિમોની ચિંતામાં આવી ગઈ..તેને હજું પણ નયનને કહ્યું કે પ્લીઝ બેટા હજું પણ આપણે પરત જતાં રહીએ. મને એમની બહું ચિંતા થાય છે.

નયન : " મોમ તું વિદેશમાં રહેવા છતાં આવી બધી વાતોમાં માને છે.. કંઈ નહીં થાય પાપાને. આપણે એક જગ્યાએ જઈએ પછી ત્યાં પપ્પાને મુકીને હું તને એક જગ્યાએ લઈ જઈશ..."

સિમોનીને કંઈ સમજાયું નહીં પણ આખરે એ લોકો કૌશલને લઈને તેનાં મિત્ર કેવલનાં ગેસ્ટહાઉસ પર પહોંચ્યાં. હજું કૌશલની સ્થિતિ એવી જ છે. પરાણે બે ચાર લોકોની મદદ લઈને તેને અંદર સુધી લઈ જવો પડ્યો....ફરી થોડીવાર આરામ કર્યા બાદ કેવલ પણ આ લોકોને મળવાં આવ્યો.

કૌશલને તો નયનની હવે કોઈ જ ખબર નથી કે તે ફરી એ નગરીમાં અને ખાસ કરીને સૌમ્યાકુમારીને એનો પરિવાર બધાંને મળ્યો છે...વળી નંદિનીકુમારી જે એની પત્ની હતી એક સમયે એ જીવિત અને એ જ નગરીમાં છે. નયન બધી જ સાચી હકીકત જાણી ચૂક્યો છે એ કંઈ જ કૌશલને જાણ નથી. અત્યારે શું સ્થિતિ છે નગરમાં ?? વર્ષોબાદ પોતાની સ્થિતિ બહું જ ખરાબ છતાં એ ત્યાં પહોંચવા તલપાપડ બન્યો છે. નાનાં બાળકોની જેમ કૌશલે સુવર્ણસંધ્યા નગરી જવાની જીદ પકડી....સિમોનીએ પણ એને સાંત્વના આપવા હા પાડી અને બહું જલ્દીથી તેને લઈ જશે એવું કહેતાં એ ખુશ થઈ ગયો....

****************

રાશિ અને શિવાની બંને જેક્વેલિન પાસે આવતાં એમને થોડું વાતાવરણ બદલાતાં સારૂં લાગ્યું...રાશિને મનમાં એક શાંતિ થઈ કે નયન હવે અહીં તો નહીં આવે. હવે તો અહીં પણ ઘણો વિકાસ થતાં બધું બદલાઈ ગયું છે. પણ એ યુદ્ધમાં ઘણાં લોકો માર્યા ગયાં હોવાથી હવે બહું ઓછાં લોકો ત્યાં વસવાટ કરે છે...આખી એ પ્રદેશની જાહોજલાલી એનો ધીકતો ધંધો બધું ખોરવાઈ ગયું છે...શિવરામચાચાએ પણ એમાં જ પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં..

તેમને કોઈ સંતાન ન હોવાથી જેક્વેલિન એકલી હોવાથી વિરાજ અને સૌમ્યાએ તેમની સાથે રહેવા ઘણો આગ્રહ કર્યો હતો પણ એને એ ભુમિ સાથે લગાવ હોવાથી એ વેરવિખેર થયેલી જગ્યામાં એ ત્યાં જ રહે છે. છતાંય વિરાજ અને સૌમ્યાએ તેને માતાનો દરજ્જો આપ્યો હોવાથી તે લોકો અવારનવાર આવતાં રહે છે અને તેમની કાળજી રાખે છે.

આજે સવારે વહેલાં જ રાશિની ઉંઘ ઉડી ગઈ. તેને બહું જ બિહામણું ખરાબ સ્વપ્ન આવ્યું... નયનનું.નયન તેની પાસે આવી ગયો છે અને..... વહેલી પરોઢનો ચારેક વાગ્યાનો સમય.

વહેલી સવારનું સ્વપ્ન સાચું પડે એવું એણે સાંભળ્યું છે...આથી એ વિચારમાત્રથી એ ધ્રુજી ગઈ... એ જાણે રીતસર રડવા લાગી... એનું આખું શરીર ઠંડું પડી ગયું. બાજુમાં જ શિવાની સુતી છે પણ એને ઉઠાડવાની એની હિંમત ન થઈ. આખરે એને થયું કે એ શિવાનીને કહેશે કે શું ?? "કે એનો ભાઈ નયન મારી સાથે...." વિચારતાં જ એનાં રૂંવાટા ખડાં થઈ ગયાં.

થોડીવાર એમ જ બેસી રહી.‌..ફરી આંખો બંધ કરવાની તેની હિંમત નથી. આમ તો ત્યાં રહેલાં ગણ્યા ગાંઠ્યા લોકો વહેલી સવારે ઉઠી જ જાય પણ શિયાળાની ઋતુ હોવાથી કડકડતી ઠંડીમાં લોકો કદાચ જાગીને પણ એ અંધકારમાં રજાઈમાં લપાયેલા રહે છે...રાશિ ધીમેથી ઘરમાંથી બહાર નીકળી અને ત્યાં સાઈડમાં એક પથ્થર હોય છે ત્યાં બેસે છે.

સુંદર પરોઢિયે સાદાં પહેરવેશમાં પણ તે એટલી જ આકર્ષિત, સોહામણી અને મોહક લાગી રહી છે... કદાચ આ સમયે કોઈ પણ પુરુષ એને જુએ તો એકવાર એનાંથી મોહાઈને એને જોયાં વિના તો ન જ રહી શકે.

બહાર આવી પણ હજુ એનાં મનમાં ગભરાહટ એમ જ છે...તે ડુંગરની બાજુએ ઉભી ઉભી નીચેનો ભાગ જોઈ રહી છે... ત્યાં જ અંદર અચાનક જેક્વેલિનની આંખ ખૂલે છે તેની શિવાની તરફ નજર પડે છે તો બાજુમાં રાશિ નથી દેખાતી. થોડીવાર આમતેમ જોયું. તે ચિંતામાં આવી ગઈ. ત્યાં જ તેનું ધ્યાન ગયું કે દરવાજો સહેજ ખુલ્લો છે. તે ઝડપથી ઉભી થઈને બહાર નીકળી. બતી લઈને આમતેમ જોવાં લાગી ત્યાં જ એનું ધ્યાન સામે ઝાડીની કિનારી નજીક ઉભેલી રાશિ પર ગઈ. બૂમ પાડવા કરતાં ઝડપથી ત્યાં પહોંચવાનું યોગ્ય લાગતાં જેક્વેલિન ઝડપથી ભાગી પણ એ પહેલાં જ રાશિનું શરીરનું સમતુલન ખોરવાઈ ગયું...ને ધબાક દઈને ઘણી ઉંડાઈવાળી કાંટાળી વેરાન જગ્યામાં પડી ને.... જેક્વેલિનથી ચીસ પડાઈ ગઈ, રાશિ...રાશિ...રાશિ...!!

શું રાશિ બચી જશે ?? જો બચી જશે તો એનું આવેલું બિહામણું સ્વપ્ન સાચું પડશે ?? કૌશલ પોતાની નગરી ફરી એકવાર પહોંચી શકશે ખરાં ?? ડૉ.નયનનો આગળનો વાર શું હશે ?? તે પોતાની માતા સિમોનીને ક્યાં લઈ જવાનો હશે ??
રાશિને નયને આપેલાં એ કાગળમાં શું હશે ??

અનેક સવાલ જવાબો ઉભાં છે... જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૪૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે..