Preet ek padchayani - 42 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૪૨

નંદિનીકુમારી સાંભળી રહ્યાં છે કે આ સૌમ્યાકુમારીને રાશિ અને ભાઈને વિરાજ નામથી સંબોધી રહ્યાં છે...

રાશિ : "તમે અહીં બેસો. પછી હું આપને બધી વાત શાંતિથી કરૂં..."

રાશિ બંનેને પ્રેમથી જમાડે છે...અને નંદિનીકુમારી તરફ જોઈને કહે છે, " આપ બહું ચિંતિત લાગો છો ?? નગરમાં આપને શું ખોટ પડી ?? બધાં ત્યાં હેમખેમ તો છે ને ??"

વિરાજ : " કાળજું કઠણ કરીને તારે વાત સાંભળવી પડશે..દિલ થંભી થશે..."

રાશિ : "જલ્દીથી બોલો."

વિરાજ : "હવે આપણાં એકબીજાનાં કહીં શકાય એવાં આપણે ત્રણ જ આ દુનિયામાં રહ્યાં છીએ..."

રાશિ :" મતલબ ??"

નંદિનીકુમારી તેમનાં ગયાં પછીની અત્યાર સુધીની બધી જ હકીકત જણાવે છે...

રાશિ : " શું આ જ સત્ય છે??" એમ કહેતાં જ એનો અશ્રુબંધ તુટી ગયો...એ જાણે ભોંય પર ફસડાઈ પડી.
બંનેએ એને સંભાળી લીધી.

વિરાજ : " હવે કદાચ આ જગ્યા જ આપણી જિંદગી બની જશે...ફરી પાછાં ફરવું બહું અઘરું છે...એ કરતાંય પરિવારને પોતીકાં વિના ત્યાં જવાનો કોઈ મતલબ જ નથી...

રાશિ : " કદાચ આપણું હવે અહીં રહેવું પણ અશક્ય છે."

વિરાજ : " કેમ ?? કોને ના કહી તને ?? ચાચા એ બધું જાણ્યાં બાદ જ આપણને રહેવાની પરવાનગી આપી છે ને ??"

નંદિનીકુમારી : " મારાં અહીં આવવાથી કોઈ તફલીક નથી થઈ ને ??"

રાશિ : " ના જરાય નહીં. તમે તો અમારાં પોતાનાં છો...એ પહેલાં થોડી વિષમ પરિસ્થિતિ સર્જાઈ છે...મને ચોક્કસ ખબર નથી પણ મને એવું લાગી રહ્યું છે..

વિરાજ :" મને પણ અહીંનું વાતાવરણ અત્યારે કંઈ અજુગતું લાગી રહ્યું છે...પણ શું છે એ ખબર નથી. તું અમને બધી વાત જણાવ.."

રાશિ બધી વાત કરે છે અને કહે છે, " તમે રાજાને હું રાણીને રાજકુમારી છીએ મતલબ હતાં એ ચાચા અને જેક્વેલિનચાચી સિવાય કોઈને ખબર નથી...તે લોકો બહું સારાં છે પણ જ્યારે લડાઈ સામાન્ય માણસો અને રાજાઓ વચ્ચે થઈ રહી છે તો એ લોકો આપણાં પર વિશ્વાસ કરીને આપણને અહીં રાખશે ખરાં ?? રખે ને બીજાં કોઈને ખબર પડી જાય??"

વિરાજ : " આપણે અહીં રહેવા માટે રાજાઓની વિરુદ્ધમાં આ લોકમેદનીને સહયોગ આપવો પડશે એ ચોક્કસ છે..."

નંદિનીકુમારી : " પણ એમનો બળવો આપણી સામે થોડો છે ?? જેની પાસે રાજ્ય, રાજગાદી આને સતા છે એની ઉપર છે... સાચું કહું તો આમાં જ રાજા કૌશલ લેવાં એક અધમી અને દૃષ્ટ રાજાનું સર્વસ્વ હણાઈ જવું જોઈએ..."

વિરાજ : " પણ રાશિ..." એટલામાં કોઈએ દરવાજો ખટખટાવ્યો...

બે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ઉભાં છે... બારણાં પાસે...

વિરાજ : "આપ કોણ ??"

તેમાંથી એક વ્યક્તિ બોલી, " તમારે આ ઘર આજે જ ખાલી કરવું પડશે...મને બાતમી મળી છે કે તમે આ બળવાની છુપા રહસ્યો જાણવાં માટે અમારી વસ્તીમાં સામાન્ય માનવી બનીને રહેવા આવ્યાં છો... ખરેખર તમે તો રાજપરિવારનાં સભ્ય છો..."

રાશિ : "પણ આપને આવું કોણે કહ્યું ??"

થોડીક રકઝક ચાલી રહી છે ત્યાં જ બાજુમાંથી ચાચા અને જેક્વેલિન બહાર નીકળીને જોરથી ચાલતી માથાકૂટને જોઈ રહ્યાં ને આવીને બોલ્યાં, "ભાઈ તમે અહીંથી નીકળો હું તમને મળું છું..."કહીને ચાચાએ એ લોકોને મોકલી દીધાં...અને પછી એ બંનેએ એ લોકોને એમનાં ઘર જવાં કહ્યું.

અંદર ગયાં પછી ચિંતાતુર રાશિએ ફટાફટ પહેલો સવાલ કર્યો, " ચાચા હવે અમારે બીજે જવું પડશે એવું કહેવા આવ્યાં છો ને ??"

જેક્વેલિન : " કેમ દીકરી આવું કહે છે ??"

રાશિ : " અમે તો એક રાજપરિવારમાંથી છીએ એ તમને તો ખબર જ છે ને...ભલે બીજાં ને ખબર નાં હોય. અને વળી આ લડાઈમાં આપ તો અગ્રેસર છો તો...??"

" દીકરા અમારી લડાઈ કોઈ ચોક્કસ રાજા સામે નથી...અને સાથે જ નગરની ખુશીએ ખુશ રહેતાં રાજાઓ અને તેમની સતા સામે નથી. જે ખુલ્લેઆમ લોકો પર પોતાનાં સ્વાર્થ અને સતા હેઠળ વર્ચસ્વ જમાવીને લોકોનાં જીવનમરણ સાથે ચેડાં કરી રહ્યાં છે...તમે લોકો એક સુખી શાતિસંપન્ન રાજ્યનાં સ્વામી હતાં એ અમને ખબર છે માટે આપને કોઈ આપત્તિ નહીં આવે."

વિરાજ : " પણ આ લોકોને કેમ ખબર પડી આ બધી ?? અમે તો તમારાં સિવાય કોઈને આ વાત નથી કરી ??"

ચાચા : " દિવાલોને પણ કાન હોય એમ કોઈ પણ રીતે તમે લોકો સ્પષ્ટપણે અમારાં લોકોથી અલગ વર્તાવો છો એટલે કોઈએ જાણકારી મેળવી હોય. બસ તમે નિશ્ચિત રહો. પણ તમારે એ લોકોને ભરોસો આપવો પડશે કે તમે કોઈ એ રાજવી લોકોનાં જાસૂસ નથી પણ એક સારાં માણસો છો..."

વિરાજ : " હા એ તો ચોક્કસ થશે...અમે એમને આ માનવતાની લડાઈમાં સાથ આપીશું...અમારી યુદ્ધ કુશળતા કદાચ અણધાર્યા દગાભર્યા વારને કારણે કામ ન આવી...પણ એ આખરે કોઈને તો મદદરૂપ થશે જ ને...!!"

નંદિનીકુમારી : " હા ચોક્કસ અમે ત્રણેય આપની સાથે જ છીએ...અને રાજા કૌશલ જેવાં રાજવીરોને વધ કરવાનો મોકો તો મને અવશ્ય આપશો જ.‌‌..."

રાશિ : " હવે આમ પણ આ બધાં પછી અમને એ રાજપાટ ફરી મેળવવાનો મોહ નથી રહ્યો...અમે પણ એક સામાન્ય જિંદગી જ વીતાવીશું...પણ અમને અમારાં રાજ્યોની પ્રજા કોઈ શાસક વિનાની મુક્ત રીતે ફરી એકવાર સુંદર ભયમુક્ત જીવન જીવતી જોવી છે...."

જેક્વેલિન :" બસ આપણી બધાંની ઈચ્છા ઈશ્વર પરિપૂર્ણ કરે" એમ કહીને ચાચા અને જેક્વેલિન એમનાં એ ઘરમાંથી બહાર નીકળી ગયાં.....

*****************

રાજા કૌશલ ખુશ થઈને એ મખમલી રજાઈ ઓઢીને તેમની માતાને બતાવવા ગયાં ત્યાં અંદર તો નંદિનીકુમારી છે નહીં ફક્ત મોટાં મોટાં બે તકિયા છે...

રાજા કૌશલ કંઈ પણ કહે એ પહેલાં ચાલાકીથી સંધ્યા બોલી, રાજન્, "છે ને રાણી સાહ્યબા આખું શરીર એમનું ધખધખી રહ્યું છે..આખો ચહેરો લાલઘૂમ થઈ ગયો છે. એ તો ના જ કહેતાં હતાં કે રાજન્ ને ખલેલ ન પહોચાડીશ તેઓ માતાની આગતાસ્વાગતામાં વ્યસ્ત છે...પણ એમની તબિયત મને વધારે ખરાબ લાગતાં હું આપને બોલાવવા આવી..."

રાજા કૌશલ : "જો અહીં આવીને જુઓ સેવિકા ??"

સંધ્યા અજાણ બનીને ત્યાં પહોચી..."કેમ શું થયું મહારાજ ??"

રૂક્મિણી રાણી વચ્ચે પડતાં બોલ્યાં, "પુત્ર કોણ રાણીસાહ્યબાની વાત કરી રહી છે આ સેવિકા ?? અંદર તો કોઈ છે નથી સુતેલું મને તો કંઈ સમજાતું નથી."

" ત્યાં જોતાં બોલે છે અરે આ શું ?? રાણી ક્યાં ગયાં ?? હું તો એમને અહીં સુવાડીને ઓઢાડીને તાબડતોબ આપને બોલાવવા આવી છું... એટલીવારમાં ક્યાં જાય ?? કક્ષની બહાર જોઈએ..."

રૂક્મિણી : "પુત્ર તે વિવાહ કરી લીધાં છે ?? તું એ રાણીને મળાવવા માટે અહીં લાવ્યો હતો..??"

રાજા કૌશલ અધમુઓ થતાં બોલ્યાં, " હા મા પણ એ ગઈ ક્યાં ?? "

રૂક્મણિ : "પુત્ર કઈ રીતે એમની સાથે વિવાહ થયાં એ હું નિરાંતે જાણીશ પણ એક સ્ત્રી અને એમાં પણ પત્ની કે અર્ધાગીની હોય એને આમ તુંકારે બોલાવવું એક રાજાને શોભા નથી દેતું...તમારી રાણી છે ક્યાં જશે ?? પ્રેમથી તમને પરણીને આવી હશે તો તમારી પાસે જ રહેશે ને ?? આમ ક્રોધિત ન થા પુત્ર. "

સંધ્યાના મુખમાંથી અમસ્તા જ નીકળી ગયું, " પ્રેમથી..?? પરણીને..??"

રૂક્મણિ :" શું બોલ્યાં તમે સેવિકા ??"

સંધ્યા વાત વાળી લેતાં બોલી કંઈ નહીં..."રાણીમા..એ તો જરાં... હું બહાર બધે તપાસ કરવા બધાંને આદેશ આપું છું આપના વતી...એમને શોધી કાઢે...મને તો એમની તબિયત ખરાબ હોવાથી વધારે ચિંતા થાય છે... ક્યાંય પડી બીજાં ન ગયાં હોય...કદાચ કોઈ સારાં સમાચાર હોય...??" એમ રાજા કૌશલને વિચારવા માટે મજબુર કરતું વાક્ય કહીને તે બહાર ચાલી ગઈ...

બપોરની સાંજ થઈ... આખું રાજ્ય અને રાજ્યનાં ખૂણેખૂણા તપાસી લીધાં...વળી તેણે પોતાનું રાજ્ય અને પ્રિતમનગરીમાં પણ તપાસ માટે સૈનિકોને રવાનાં કર્યાં...

રૂક્મિણી રાણીએ દિવસ દરમિયાન જોયું કે રાજા કૌશલના મનમાં રાણી નંદિની માટે પ્રેમ કાળજી કરતાં બસ એ એમને જોઈએ જ પાછાં એવું ઝનુન વધારે જોવાં મળી રહ્યું છે....જો એમને એટલી લાગણી હોત તો એ પોતે જ સૈનિકોની પહેલાં હાંફળાફાંફળા થતાં રથ લઈને પહોંચી શક્યાં હોત...હવે એમને આ સમયે પુત્રને કંઈ પણ પુછવા કરવાં તેમને બીજાં કોઈ વ્યક્તિને પુછવું યોગ્ય લાગ્યું...

થોડીવાર વિચાર્યા બાદ તેઓ પોતાના કક્ષમાં ગયાં....એક સુંદર લાલ રંગની રજવાડી સાડી એમનાં એ રૂમમાં જોઈ...એમણે જોયું કે બાકીનો બધાં વસ્ત્રો, ઝરઝવેરાત એમનું છે પણ આ ??

તેઓ થોડીવાર સુધી આંટા મારવા લાગ્યાં...એમને ખબર નહીં આ રૂમમાં શ્વાસ રૂંધાઇ રહ્યો હોય અને એક મનમાં પોતાનાં રૂમમાં આવીને પણ દિલને શાંતિ નથી થઈ રહી... કંઈ અજુગતું હોય એવું લાગી રહ્યું છે.

તેણે ઝડપથી સંધ્યાને પોતાનાં કક્ષમાં બોલાવવા માટે આદેશ આપ્યો...

સંધ્યાને રૂક્મિણી રાણીનાં સ્વભાવ વિશે બહું અનુભવ નથી.તેને આવી રીતે અચાનક તેમનાં કક્ષમાં ઝડપથી આવવાનું આદેશ આવતાં થોડી ગભરાઈ. પણ પછી તે સ્વસ્થ થઈને ગભરાયા વિના પહોંચી..

સંધ્યા હજું કક્ષમાં પ્રવેશ કરે એ પહેલાં જ રાણી બોલ્યાં," મને એકાંતમાં વાત કરવી છે તમારી સાથે..."

એકાંત થતાં જ રાણીએ પુછ્યું, " તમે કેટલા સમયથી રાજ્યમાં છો ??"

" આ રાજ્યમાં તો સમજતી થઈ ત્યારથી. જન્મી ને ઉછરી પણ અહીં જ છું.."

રાણી : "આપ મને બધી હકીકત જણાવશો ??"

સંધ્યા ખચકાતા બોલતી..." શે..ની... હકીકત ??"

"નંદિનીરાણી અને રાજા કૌશલનાં વિવાહની હકીકત..."

સંધ્યા : " મને નથી ખબર બધી કંઈ જ..."

રૂક્મિણીરાણી :" તું મને સત્ય જણાવ.. તું એક રાણીને નહીં પણ સત્યને પડખે રહેનાર રાણીને બધી વાત કહે. મને ઉંડે ઉંડે હવે લાગી રહ્યું છે કે મારો પુત્ર ખોટો છે...તે મારી સાથે આંખ મિલાવીને વાત નથી કરી રહ્યો... હું એની મા છું..મારે એની પાસેથી જ વાત જાણવી હતી પણ અત્યારે સંજોગો એવાં લાગે છે કે એ માટે રાહ જોઈ શકાય એમ નથી..."

સંધ્યા :" પણ.. હું શું કહું ?? સત્ય તમે સ્વીકારી શકશો ??"

"હા એ સત્યને પડકારવા હું તૈયાર છું..."

સંધ્યાએ રાજા કૌશલને સૌમ્યાકુમારી પસંદ હોવી ને પછી વિરાજસિંહની યુદ્ધની આગાહીને બધું જ સત્ય હકીકત અત્યાર સુધીની જણાવી....

રૂક્મિણીરાણી : " શું આ પ્રિયંવદારાણીની જ રજવાડી સાડી છે ને ??"

" હા રાણી...રાજાએ બધી જ વસ્તુઓ એમનાં રૂમમાંથી હટાવી દેવાનું ફરમાન આપ્યું હતું પણ ખબર નહીં આ કેમ અહીં રહી ગયું..."

રાણી : "જે હોય તે..એ પછી વાત કરીશ. પણ હવે એ જણાવ કે નંદિનીકુમારી ક્યાં છે એ પણ તું જાણતી જ હોઈશ ને ??"

સંધ્યાકુમારીએ નંદિનીકુમારીને વચન આપ્યું છે એટલે એમણે મક્કમપણે ના જ પાડી...આટલી બધી સત્યવાત પછી એમણે માની લીધું કે સંધ્યાને ખરેખર ખબર નહીં હોય....

બે દિવસની શોધખોળ પછી રાજા કૌશલ અત્યંત ક્રોધિત બન્યો છે...અને આખાં રાજ્યમાં ફરમાન આપી દીધું કે ધરતીનો ખૂણેખૂણો ફરી વળો...પણ કોઈ પણ સંજોગોમાં નંદિનીરાણી અહીં જોઈએ મને...અને સમગ્ર ત્રણે રાજ્યોનાં સૈનિકોને બધે જ મોકલી દીધાં....અને તેમનાં પરિવારજનોને પોતાનાં એક રાજ્યમાં બંદી બનાવી દીધાં.....ને નિશ્ચિતપણે નંદિનીરાણી એકલાં હોવાથી તેમને પરત મળી જ જશે એમ વિચારતો તે સિંહાસન પર બેસીને અટ્ટહાસ્ય કરતો મુછો મરડવા લાગ્યો.....ને લાચાર બનીને રૂક્મણિ રાણી મતિભૃષ્ટ બનેલાં એ પુત્રને યોગ્ય માર્ગે લાવવાં રસ્તાઓ શોધવાં લાગ્યાં.....

શું સૈનિકોને નંદિનીકુમારીને પકડી શકશે ?? શું થશે આ લડાઈમાં ?? કોની થશે હાર ને કોણ જીતનાં જંગને પહોંચશે ?? શું થશે વિરાજ રાશિનાં જીવનમાં આગળ ??
અવનવાં રોમાંચ અને રોમાન્સ અને રહસ્યોને માણતાં રહો, પ્રિત એક પડછાયાની - ૪૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED