Preet ek padchayani - 41 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૪૧

સિંચનકુમાર નંદિનીકુમારીને પુછી રહ્યાં છે કે તે ખરેખર તેમની સાથે આવવાં તૈયાર છે...કારણ કે તે અને સૌમ્યાકુમારી તો અત્યારે રાજપરિવારની સરખામણીમાં સાવ વામણું કહી શકાય એવું સામાન્ય જીવન જીવી રહ્યાં છે...આ તો થોડાં જરઝવેરાત સાથે હોવાથી ચાલી રહ્યું છે પણ આખી જિંદગી થોડું ચાલશે ?? હવે તો એણે કામ પણ કરવું પડશે...પરસેવો પાડવો પડશે...

નંદિનીકુમારી : " ભાઈ અહીં સોનાની બેડીઓમાં કઠપુતળીની માફક બંધાઈ રહેવા કરતાં એક નિરાંતે શ્વાસ લેવાય એવું શુદ્ધ જીવન તો મળશે ને ?? પોતાનાં જ સ્વામી અને પરિવારનું નામોનિશાન મીટાવનાર એ પાપી રાજાની પત્ની બનીને રહેવા કરતાં સૌમ્યકુમારની વિધવા તરીકે આજીવન જીવવું પણ મને મંજૂર છે..."

સિંચનકુમાર :" સારું તો બહેન હું તને લઈ જઈશ...પણ આપણે આ કાળ કોટડીમાંથી નીકળશુ કેમ ?? અને કેમેય કરીને જો રાજા કૌશલને ખબર પડી તો ખબર નહીં શું થશે ??"

" ભાઈ એ રસ્તાની મને ખબર છે જ્યાંથી તમે લોકો નીકળ્યાં હતાં અને એ જ જગ્યાએ એ કૌશલકુમારે સૌમ્યકુમારને પાછળ ઘા કર્યો હતો..."

સિંચનકુમાર :" પણ કોઈને ખબર પડી જશે તો ??"

"મારી એક ખાસ સેવિકા છે સંધ્યા. જે આ રાજ્યની જ છે અને તે સૌમ્યાકુમારીની ખાસ સખી હતી. પણ સૌને પોતાને જીવની પડી હોય એમ એણે પણ પેટ ચલાવવાં માટે આ રાજ્યમાં રહેવું પડે છે...એને બધી જ વાતની ખબર છે...એ મને ચોક્કસ મદદ કરશે."

સિંચનકુમાર : " તો એણે અત્યારે જ બોલાવવી જોઈએ.."

એણે ત્યાં બહાર રહેલાં ચોકીદારોને સંધ્યાને બોલવવાનું કહ્યું..

થોડીવારમાં જ સંધ્યા આવી એ બહું ચાલાક છે એ સિંચનકુમારને જોતાં જ વેશપલટો કર્યો હોવા છતાં કહે છે, "રાણીસાહ્યબા આ તો રાજા સિંચન જેવાં નથી લાગતાં??"

નંદિનીકુમારી બધી જ સાચી હકીકત જણાવે છે અને અહીંથી તેને ભગાડવામાં મદદ માટે કહે છે...

સંધ્યા તો સૌમ્યાકુમારી અને સિંચનકુમાર જીવિત છે અને એકબીજાની સાથે છે એ સાંભળીને ખુશ થઈ જાય છે...અને કહે છે " કાશ !! હું પણ મારો પરિવાર છોડીને આ નરકની બહાર આવી શકત...આવી નરક સમાન દુનિયા તો અમારાં જેવાં સામાન્ય માણસોએ પણ નહોતી કલ્પી ધન્વંતરિ મહારાજા જેવાં ભગવાન જેવાં રાજાનાં સાનિધ્યમાં... ત્યારે આપ જેવાની તો શું સ્થિતિ થાય એ તો હું સમજી શકવા સમર્થ પણ નથી...રાણી આપ આ નરકમાંથી મુક્ત થવા ઈચ્છતાં હોવ તો હું આપને ચોક્કસ મદદ કરીશ..."

નંદિનીકુમારી : " મારાં ગયાં પછી સૌથી પહેલી પુછપરછ તારી થશે કારણ તું મારી અંગત સેવિકા છો..."

" રાણીસાહ્યબા તમે ચિંતિત થયાં વિના જાવ. હું અહીં બધું જોઈ લઈશ..."

એ એક કક્ષમાં જઈને થોડાં કપડાં લઈ આવી અને એમાં કંઈક ગડમથલ પછી નંદિનીકુમારીને પહેરાવી દીધાં...અને એવી રીતે તૈયાર કરી કે કોઈને ખબર જ ના પડે કે એ સ્ત્રી છે... રાણી છે...

સંધ્યાએ આખા રાણીનાં કક્ષમાં એ રજવાડી પલંગ પર એવી રીતે બધું ઓઢાડીને તૈયાર કર્યું કે કોઈને એમ જ લાગે કે નંદિનીકુમારી સુઈ ગયાં છે...

યોજના મુજબ એ છુપા રાજમાર્ગ પર નંદિનીકુમારી એક ચોકીદારનાં વેશમાં પહોંચી ગયાં...જ્યારે સિંચનકુમાર એ છુપાવેશમાંથી હવે ભાનમાં આવ્યાં હોય એવું બતાવ્યું... થોડીવારમાં રાજા કૌશલ પોતાની માતા સાથે રાજદરબારમાં પધાર્યા...તેઓ તો એ સમજીને ખુશ છે કે તેમનાં દીકરાએ બહાદુરીથી લડીને આ રાજ્ય મેળવ્યું છે અને તેમનાં પતિ રાજા વિરાજસિંહ એ યુદ્ધમાં બહાદુરી લડતાં લડતાં વીરગતિ પામ્યાં છે...એક રાજપુતાની માટે તો આ બહું અહોભાગ્ય ગણાય...પણ સાચી હકીકતથી તો હજું એ વાફેક જ નથી.

આટલાં મોટાં રાજ્યને જોઈને રાણી રૂક્મિણી ખુશ થઈ ગયાં...તેઓ બોલ્યાં, " જુગ જુગ જીઓ...અને હવે એક મારે આ આટલાં મોટાં નગરની સાથે મારાં વ્હાલાં રાજકુમાર માટે રાણી લાવી દો હવે..."

ત્યાં ઉભેલાં બધાં એકબીજાંની સામે જોવાં લાગ્યાં...રૂક્મિણીરાણી બોલ્યાં, શું થયું કુમાર ?? કેમ બધાં આમ જોઈ રહ્યાં છો ??

" મારે આપને કંઈ બતાવવાનું છે આપ બહું ખુશ થઈ જશો...એ માટે આપ મારી સાથે ચાલો."

આ વાત સંધ્યાનો પતિ કોહર સાંભળી ગયો...આ બધી જ વાતની જાણ એને સંધ્યાએ કરેલી હોવાથી યોજનાનાં આગળનાં પગલાં મુજબ તે સિંચનકુમાર અને શિવરામચાચાને દરબારમાં લઈ આવ્યાં...

સિંચનકુમાર : "રાજન્ આપનો ખૂબ ખૂબ આભાર...અમને જો અમારી કિંમતી ચીજોનું મૂલ્ય મળી જાય તો અમે અમારે દેશ જવાં નીકળીએ..."

રાજા કૌશલ : " હા... ચોક્કસ" કહીને તેણે ખજાનચી પાસે તેનાં મૂલ્ય મુજબની મહોર મંગાવીને આપી. અને પછી સિંચનકુમારે ત્યાંથી જવાં માટે અનુમતિ માગી.."

આજે તો ખુશીઓથી મલકાતો કૌશલરાજા બોલ્યો, " હા તમે જઈ શકો છો પણ હવે બીજીવાર બીજી આનાથી પણ સુંદર ચીજવસ્તુઓ લઈ આવજો... હું જેટલી હશે ખરીદી લઈશ.."

સિંચનકુમાર અને ચાચા રજા લઈને બહાર નીકળ્યાં અને આ બાજું રાજા કૌશલ પોતાની માતાને નંદિનીકુમારીને મળાવવા લઈને નીકળ્યો.... કદાચ એ કારણથી જ તે નંદિનીકુમારીને તેમની માતાને લેવાં માટે સાથે નહોતો લઈ ગયો....

******************

સૌમ્યાકુમારી જે હવે રાશિનાં નામથી એક સામાન્ય જીવન જીવી રહી છે...એને થોડાં દિવસો વીતી જતાં સિંચનકુમારની બહું યાદ આવી રહી છે...ક્યારે આવશે એ પણ ખબર નથી...સવારથી જ ઉદાસ રાશિને જોઈને જેક્વેલિને કહ્યું, મને તો આવી આદત પડી ગઈ છે...જોકે અમારૂં તો હવે આયખું ચાલ્યું...તને વિરાજ યાદ આવી ગયો છે કે શું ??

રાશિનાં આંખમાંથી બોર જેવડાં આંસુ બહાર આવી ગયાં..અને હકારમાં માથું ધુણાવ્યું...

"ચિંતા ન કર...બસ કદાચ થોડાં દિવસોમાં હવે પરત ફરશે...પ્રિયતમ વિના એક એક પળ કેમ વીતાવવી એ પણ જાણું છું...બસ ફરી વાર હવે એને તને મુકીને ક્યાંય નહીં જવાં દઉં બસ..."

રાશિ રડતાં રડતાં જેક્વેલિનને ભેટીને બોલી," ખબર નહીં મારો પરિવાર પણ ક્યારેય ફરી મને મળશે કે નહીં ??"

જેક્વેલિન : "બધું સારૂં જ થશે" કહીને તેણે રાશિને સાંત્વના આપી.

ત્યાં બહાર થોડાં લોકોનો કોલાહલ સંભળાતાં બંને ઘરની બહાર નીકળ્યાં....

*****************

સિંચનકુમાર અને ચાચાએ નગરની બહાર એ જગ્યાએ પહોંચ્યા જ્યાં નંદિનીકુમારી પહેલેથી જ ઉભેલાં હોય છે...પછી બંને જણાં પોતાનાં કુળદેવીનું સ્મરણ કરીને પરત જવાં નીકળ્યાં.

રસ્તો બહું ઉજ્જડ છે અને વેરાન મોટાં જંગલમાંથી પસાર થવાનું છે... નંદિનીકુમારી અત્યારે જાણે એક કેદખાનામાંથી છુટવાનો અનુભવ કરી રહી છે...

નંદિનીકુમારી : " ભાઈ હું તો મુક્ત થઈ પણ મને સંધ્યાની થોડી ચિંતા થાય છે...એ ક્યાંય એ નરાધમ રાજા કૌશલની શંકાનાં ઘેરામાં ન આવી જાય..."

" ચિંતા ન કર હવે. બધું સારૂં જ થશે...." કહીને ત્રણેય આગળ વધવા લાગ્યાં..."


******************

રાશિ ત્યાં ઘરની બહાર થતાં કોલાહલને જોઈ રહી. એને કંઈ સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યાં જ જેક્વેલિન આગળ થતાં બોલી, " ચિંતા ન કરો...આપણી વસ્તી બહું છે. આપણે એ રાજા મહારાજાઓનાં હુમલા સામે નહીં ડરીએ...આપણે ક્યાં એમને નડીએ કે એમણે અમારી સામે બળવો પોકારવો પડે છે. સામાન્ય માનવીઓ પણ કમ નથી..મને તો થાય છે જો સામાન્ય લોકો ભેગાં મળે તો આ રાજાશાહીનો જ સદાય માટે અંત આવી જાય...!!

રાશિ તો આમ અવાક્ પણે જોતી જ રહી. આ સામાન્ય માણસો પણ સાચાં જ હોય છે...જો રાજા કૌશલ જેવાં અધમી રાજાઓ હોય એનાં કરતાં તો સૌ એક સામાન્ય જીવન જીવે એ જ યોગ્ય છે...

લોકો તો આ માટે તૈયાર થઈ ગયાં...રાશિ એમની એકતાને જોવાં લાગી....કે રાજા રાજાઓ પણ પોતાનાં સ્વાર્થ માટે આખાં નગર અને નિર્દોષ લોકોને મારતાં એકવાર પણ વિચારતાં નથી...‌એના મોં માંથી અનાયાસે નીકળી ગયું..".કાશ આ બધી પ્રથા જ બંધ થઈ જાય !!"

****************

રાજા કૌશલ જેવાં રૂક્મણી રાણીને લઈને જવાં નીકળ્યાં કે સંધ્યા બોલી, " રાજન્, આપ ઉતાવળે આપનાં કક્ષમાં ચાલો...આપની બહું જરૂર છે ત્યાં..."

રાજાની સાથે રાજમાતા પણ ત્યાં ગયાં, કક્ષમાં એ રાજપાટ પર ત્રણ-ચાર મખમલની સાદડીઓ ઓઢીને સુતેલું કોઈ દેખાયું...

રાજા કૌશલ : " સેવિકા, શું થયું છે નંદિનીરાણીને ??"

સંધ્યા : એ સહસા પડી ગયાં...અને જોયું તો એ ઘખઘખતા તાવમાં સપડાયાં છે... એમનું શરીર ધ્રુજી રહ્યું છે માટે એમને ત્યાં સુવાડી અને ઓઢાડીને હું આપને બોલાવવા તાબડતોબ ત્યાં પહોંચી...

" મા તમને તમારી પુત્રવધૂને જોવી છે ને ચાલો આપને બતાવું...એને આપ મળીને ખુશ થઈ જશો.."

"નંદિનીકુમારીનાં એ શરીર અને વેદના માટે આ વ્યક્તિને
ફિકર નથી પણ એને પોતાની માતાને પુત્રવધુ બતાવવાની ઉતાવળ છે...કેવો અધમ પતિ... સારૂં થયું રાણી સાહ્યબા આ સોનાની કેદમાંથી જાતે જ મુક્ત થઈ ગયાં....

રાજા કૌશલે ત્યાં પાસે પહોંચીને પોતાની માતાને નંદિનીકુમારીને દર્શન કરાવવા એ મખમલી કંબલો એક પછી એક ખોલી....આ શું રાજાની આંખો આશ્ચર્યથી ગરકાવ થઈ ગઈ...... રુક્મિણી રાણી પણ કૌશલકુમાર સામે જોઈ રહ્યાં...કે આ બધું શું છે...???

*****************

ઘણાં દિવસો પછી વિરાજ અને ચાચા પરત ફર્યાં...આખરે પહોંચી ગયાં પોતાનાં મુકામે... નવી જગ્યાની એ રાશિએ અત્યારે ત્યાંના પ્રાદેશિક પરંપરાગત કપડાં પહેરેલાં છે..પણ એ તો આવાં કપડામાં પણ રૂપરૂપની અંબાર લાગી રહી છે...

રાશિ બહું દિવસો પછી મળેલાં વિરાજને જોઈને આંખમાં ખુશીનાં આંસુ સાથે વિરાજને ભેટી પડી અને તેની આરતી કરવાં લાગી...

વિરાજ : "હજું પણ કોઈ છે જેને હું અહીં લઈ આવ્યો છું...તારે મળવું છે ??"

પાછળ ઉભેલા નંદિનીકુમારીને જોઈને સૌમ્યાકુમારી ખુશ તો થઈ ગયાં...પણ સાથે જ બોલાઈ ગયું..."ભાઈ ક્યાં છે ??"

વિરાજ : " પહેલાં તમે એને ઘરમાં તો આવવાં દો પછી બધું જ નિરાંતે કરીએ..."

ત્યાં જ ફરી એક વિશાળ મેદની સાથે કોલાહલનો અવાજ સંભળાતાં રાશિ હળવેથી બધાંને પહેલાં ઘરમાં પ્રવેશી જવાં માટે પ્રેમભર્યું સુચન કરતા બધાં એ નાનકડાં ઘરમાં પ્રવેશ્યાં.....

શું હાલત થશે રાજા કૌશલની જ્યારે નંદિનીકુમારી રાજ્યમાં નહીં હોય ?? હવે રાજા કૌશલ શું આમ શાંત રહેશે ?? સામાન્ય પ્રજા અને રાજા રજવાડાઓની એ લડાઈમાં શું થશે ફરી ?? શું એ સામાન્ય જનતાને ખબર પડશે કે આ લોકો પોતે રાજા અને રાજપરિવારમાંથી છે તો એમને કોઈ ત્યાં આશરો આપશે ખરાં ??

જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૪૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED