ભૂરાભાઈના પરાક્રમ Amit vadgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂરાભાઈના પરાક્રમ

લગ્ન ની સિઝન આવે એટલે દાંડિયા રાસ હોય, dj વાગતા હોય અને એમાં પાછું શિખામણ દેતું ગીત એટલે "કાલા કૌવા કાટ ખાયેગા , સચ બોલ" એ વાગતું હોય અને એ ગીત પાછું જમ્યા પછી જેમ છેલ્લે icecream આવે એમ બધા રાસ રમી લીધા પછી છેલ્લે વાગતું હોય હોંશે હોંશે લોકો રાસના ગોળ ચકકર લગાવતું લગાવતું ભૂલી ડિસ્કો કરવા લાગે પણ જોવો એમાં કૌવાની જગ્યાએ કૂતરું કરડી જાય તો? તો આવી બને...

એક વખત ભૂરો ખૂબ નાનો હતો લગભગ 3-4 વર્ષનો અને વાંદરા જેવા લખણ... પગ ક્યાંય ટકે નહીં એમાં એના ઘર પાસે કુતરીએ ત્યાં લાકડા ની આડસ પાછળ બચ્ચાને જન્મ આપ્યો હતો એટલે એ ગલુડિયા ને જોઈ ગયો... એક તો વાંદરાની હાડકી (વાંદરા જેવા લખણ) એમાં ભૂરો થોડોક ગલુડીયા પ્રેમી બનવાની કોશિશ કરતો... લાકડામાં રહી થોડીક મોટી તિરાડમાંથી ગલુડિયાને બોલાવે અને ગલુડિયા ડોકું બહાર કાઢે ને ભૂરો રાજીનો રેડ (હરખાઈ પડે) થઇ પડે.... દિવસે દિવસે ગલુડિયા રમાડતા રમાડતા એમાં એને થોડોક દયા ભાવ જાગ્યો... રસોડામાં જઇ રોટલીનું બટકું લઇ આવ્યો અને ગલુડિયાને ખવરાવા લાગ્યો... હવે તો ગલુડિયા પણ સમજી ગયા'તા કે આ ભૂરો તો રોજ અમને રમાડે અમે પણ રમાડીએ એટલે જેમ ભૂરાએ રોટલીનું બટકું ગલુડિયા તરફ કર્યું ગલુડિયાએ ભૂરાના જમણા હાથી ટચલી આંગળીમાં દાંત બેસાડી દીધો.. ભરો પાછો ભોળો બોવ એટલે બોપોરે બધી વાત એના મમ્મીને કીધી... હવે એના મમ્મી એવા ગરમ થયા પહેલા તો ભૂરાને બે ઝાપટ નાખી... પછી ત્યાં ભૂરાના પપ્પા આવ્યા એટલે ભૂરાએ કરેલા પરાક્રમ ને જણાવ્યું ત્યાં એના પપ્પાએ ભૂરાને બે ઝાપટ નાખી.. પછી ભૂરાની મમ્મીને કીધુ ભૂરા ને કાલે સવારે દવાખાને લઈ જજે... બીજે દિવસે સવારે ભૂરા ને એની મમ્મી સાથે દવાખાને લઇ ગયા, ત્યાં ડોક્ટરને બતાવ્યા પછી ડોક્ટરએ જણાવ્યું કે ભૂરાને સાત ઇન્જેક્શન આપવા પડશે... હજી તો ભૂરાને કાલની બેય ગાલ પર પડેલી બબ્બે ઝાપટના નિશાન ગયા નહતા ત્યાં આ સાત ઇન્જેક્શનની વાત સાંભળી રાડા- રાડ થઈ પડ્યો ત્યાં પાછી એક ઝાપટ પડી ભૂરાને ગાલ પર એના મમ્મી તરફથી... ભૂરો અત્યાર સુધી પાંચ ઝાપટ ખાઈ ચુક્યો હતો'ને ઉપરથી સાત ઇન્જેક્શનનો ઓર્ડર પણ આવી ગયો.. ભુરાને ત્યાં સુવડાવ્યો.. ભૂરો ભોળો જરૂર હતો પણ ઈન્જેકશન ની બીક કોને ના હોઈ.. એમ ભૂરો પણ બીકના માર્યા રડવા લાગ્યો.. નર્સે બે પગ પકડી રાખ્યા અને ડોક્ટરે પહેલું ઈન્જેકશન ડુંટી (નાભિ) પાસે આપી દીધું... આમ ડોક્ટરે સતત સાત દિવસ સુધી આવવા કીધું... ભૂરાને ડોક્ટરે ચોકલેટ આપી શાંત કર્યો.. બીજે દિવસે ફરી ઇન્જેકશનનું નામ પડતા રડવાનું શરૂ કરી દીધું ફરી પાછી મમ્મીએ ભૂરાને એક ઝાપટ ભેગો દવાખાને હાલતો કરી દીધો.. આ વખતે ડોકટરે ઈન્જેકશન આપતા પહેલા ભૂરાને ચોકલેટ આપી મનાવી લીધો ને બીજું ઈન્જેકશન પણ ખાઈ લીધું... ગલુડિયાએ ભૂરાને અત્યાર સુધી છ ઝાપટ અને બે ઈન્જેકશન ખાઈ ચુક્યો તો અને પાંચ ઈન્જેકશન બાકી હતા.. પછી તો ભૂરો ડોક્ટર સાથે એવો મિત્ર બની ગયો કે ઈન્જેકશન આપવા વખતે રોવે પણ નહીં.. આમ સાત દિવસ અને સાત ઈન્જેકશનના ડોઝ ખાય ભૂરાનું પેટ લાલ થઇ ગયું હતું.... આ એક ગલુડિયાના દાંતે ભૂરાને સાત ઈન્જેકશન ખાવા પડ્યા.. આ વાતને પંદર વર્ષ વીતી ગયા છે ભૂરો 18 વર્ષનો થઈ ગયો છે.. સોસાયટીમાં એક કુતરીએ બચ્ચા જન્મ આપ્યાના બે મહિના પછી ગલુડિયાને જોઈ ભૂરો જૂની યાદ તાજી કરી હસે છે અને હોંશે હોંશે ગલુડિયાને રોટલી ખવડાવે છે... ગલુડિયા પૂંછડી પટપટાવતા રોટલીનો આનંદ લે છે...

આવા હતા ભૂરાના બાળપણના પરાક્રમ....😂😂😂😂😂