રાજાએ કરી પરીક્ષા Amit vadgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજાએ કરી પરીક્ષા

એક રાજા હતો.. પ્રજા માટે દિવસ અને રાત સેવામાં કાર્યરત.. જ્યારે પણ કોઈને કઈ જરૂર પડે અને કોઈ સહાય જોઈતી હોય એટલે રાજા હંમેશા મદદ કરે... કોઈને ન્યાય આપવો, સહારો આપવો, મદદ કરવી , ગરીબ ને દાન આપવું... એવા અનેક કાર્ય રાજા પ્રજા માટે હંમેશા હાજર રહેતા.. એવા દાતાર અને દયાળુ અને સાહસિક રાજા માટે ગામ માં લોકો ના દિલ માં ઘણું માન સમ્માન હતું... રાજા ગામ માં ભ્રમણ કરવા જાય તો ત્યાં લોકો ભેટ આપે... એવી રીતે રાજા ને વિચાર આવ્યો કે હું રાજા કર્મયોગી છું એટલે પ્રજા ને મારા પ્રત્યે માન તો છે જ પણ પ્રજા ને એક બીજા પ્રત્યે માન છે કે નહીં એ જોવ જરાક... રાજા એ વિચાર્યું કે જો હું એક ભિખારી બની ને જાવ તો શું ઘટના બને મારી સાથે એ જોવા અને જાણવા રાજા ભિખારી બની ગામ માં જવાનું નક્કી કરે છે... અને જે દિવસ પર રાજા ભિખારી બની ને જવાના હોઈ છે એ દિવસ ગામ માં આદેશ મળે છે કે રાજા 2 દિવસ માટે પ્રજા માટે હજાર નહી હોઈ.. એની પ્રજા ને નોંધ લેવી...
એ દિવસ આવ્યો રાજા પ્રજા ની પરીક્ષા કરવા તેના રાજ્ય માં સવારના સમય એક ભિખારી ના વેષ માં ગયા.. કોઈને ખબર ના પડે કે આ રાજા છે એવી રીતે રાજા એ ભિખારી બની ગામ માં આવ્યા... ત્યાં ગામ માં એક મીઠાઈ ની દુકાન પર આવી ને મીઠાઈ ની સુગંધ લેતા જ ભિખારી થી રહેવાયું નહીં એને એક બે મીઠાઈ આપવા માટે માંગ કરી... એ કંદોઈ ગુસ્સે થઈ ને એ ભિખારી ને કાઢી મુક્યો. ત્યાં થી તે નીકળી ગયો પછી એક કપડાં ની દુકાન પર ગયો ત્યાં જય ને પેલા દુકાન વાળા ને કહ્યું ભાઇ મને એક કપડું આપોને પહેરવા મારી પાસે કંઈ જ નથી.... કાપડવાળા એ કહ્યું ભાઈ હજી મારે બોની પણ નથી થઈ ને તું એમનેમ મફત માં માગે છે.. ચલ અહીંથી નીકળ... એ કાપડવાળા એ પણ તેને કોઈ મદદ ના કરી... એ ભિખારી ત્યાં થી નીકળી ને થોડે આગળ એક શાક ભાજી વાળા પાસે ગયો.. ત્યાં જયને શાકભાજી વાળા પાસે થોડુક શાક માંગ્યું શાકભાજી વાળા કોઈ જવાબ ના આપ્યો... બીજી વાર માંગ્યું ફરી કોઈ હોંકારો ના આપ્યો પછી ભિખારી એ એક ટમેટું લીધું ત્યાં તો શાકભાજી વાળો લાલઘૂમ થઈ ગયો અને પેલા ભિખારી ને નિર્દયતા થી કાઢી મુક્યો... ભિખારી ના વેશ માં રાજા એ વિચાર્યું , "શાકભાજી વાળો થોડાક દિવસો પહેલા રાજા પાસે દુકાન માટે પૈસા લેવા અવ્યોતો ત્યારે રાજા એ એને મદદ કરી હતી એ શાકભાજી વાળો આજે એક ગરીબ ની મદદ કરવાનું ભૂલી ગયો છે"".. આમ બોપોર થઈ ભિખારી ને ભૂખ બવ લાગી એટલે એક ઘર પાસે લીમડા ના ઝાડ નીચે બેસી ને વિચાર કર્યો કે છે કોઈ દયાળુ વ્યક્તિ મારા ગામ માં જે ગરીબ ને મદદ કરે ત્યારે ત્યાં બાજુના ઘર માં એક બહેન આ વાત સાંભળી ગયા અને બહાર આવી ને પેલા ભિખારી ને ભોજન કરાવ્યું.. પેટની અગ્નિ શાંત થઈ એટલે ભીખરીએ આશીર્વાદ આપ્યા પછી ત્યાંથી નીકળી ગયો... રસ્તામાં જે મળે કોઈ આ ભિખારીને ભાવ ન આપતું... આમ સાંજ પડી મહેલ ના રસ્તે જતા ભિખારીએ એક કારીયાણા વાળાને રસ્તા પર કચરો ફેંકતા જોયો કોઈએ ધ્યાન ન આપ્યું... ભિખારીએ પેલા ને કીધું કે ભાઈ અહીં જ્યાં ત્યાં કચરો ના ફેલાવો અહીં ગંદુ લાગે છે, પેલો દુકાનવાળો ઉશ્કેરાયો'ને ભિખારીને કીધું, "તું કંઈ રાજા છો કે તું હુકમ કરે'ને હું એનું કામ કરૂં, ભિખારી છે તો ભિખારી રે.. રાજા બનવાની કોશિશ ના કર.." ભિખારીએ વિચાર્યું આ જ સમય છે હકીકત બતાવાનો... એને નકલી વાળ અને દાઢી કાઢીને કીધું કે હા "હું રાજા છું" બસ આટલી વાર હતી ને પેલો દુકાનવાળો અચંબામાં આવી ગયો ,રાજા તમે અહીં ક્યાંથી, મને માફ કરી દો... મારાથી મોટી ભૂલ થઈ ગઈ... રાજાએ એની ડાયાવાણી જોઈ માફ કર્યો ને સજા રૂપે એને જરૂરિયાતમંદ ને હમેશા દાન કરવાનું... આમ રાજાએ એની પ્રજાને દાનવીર બનાવી દીધું..

બોધ:- કોઈને નીચો સમજવો નહીં...