કાશ્મીરની ગલીઓમાં... 2 Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ્મીરની ગલીઓમાં... 2

પાર્ટ 2


આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ પોતાના રિટાયરમેન્ટ પર પોતાના કાશ્મીરના અનુભવની વાત કરે છે, તે પાર્ટીમાં એક નકાબપોશને જોવે છે, જેનું નામ તેને ઇનાયત માલુમ પડે છે, હવે આગળ,


મને તે દેખાઈ ગઈ અને મેં આંગળી વડે તેને બતાવી,
કર્નલ સાહેબ બોલ્યા, 'અચ્છા, ઇનાયત ',
'ઇનાયત 'હું ખુશ થતા બોલ્યો,
કર્નલ સાહેબ ગુસ્સામાં બોલ્યા, 'જુનિયર સાહેબ જાગતી આંખે સપના નાં જોશો એ કોઈ બીજાની અમાનત છે ',
'મતલબ 'મેં આશ્ચર્યભાવ સાથે પૂછ્યું,
'એ ઇનાયત શેખ છે, અહીંના મેયર સુલેમાન શેખની બેગમ 'કર્નલ સાહેબે ચોખવટ કરતા કહ્યું,
મેં ફરી એ નકાબપોશની સામું જોયું, તેની આંખો મને કંઈક કહી રહી હતી પણ ખબર નહીં એ શું કહેવા માંગતી હતી, તેની કાજળઘેલી આંખોમાં હું ઊંડે ને ઊંડે ઉતરતો જતો હતો,
એટલામાં સ્ટેજ પરના એનાઉન્સમેન્ટથી મારું ધ્યાન તૂટ્યું,
'સૌ જોડીદારો પોતાની જોડી સાથે અહીંયા આવી જશે અને પોતાના સાથીદાર સાથે નાચ ફરમાવશે ',
ઇનાયત પણ એમાં સામેલ થઇ, તેની સાથે એક ખડતલ બાંધાનો વ્યક્તિ, ચહેરા પર દાઢી અને માથે મુસ્લિમ સંપ્રદાય પહેરે એવી સફેદ ટોપી સાથે જોડાયો, તેને જોઈને હું સમજી ગયો કે નક્કી એ જ સુલેમાન શેખ હોવો જોઈએ, હું પણ એક યુવતીને ડાન્સ માટે પૂછીને એમાં જોડાઈ ગયો, અને એક મધુર સંગીત રેલાયું,
'લગ જા ગલે કે ફિર યે હસીન રાત હો ના હો....
શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ના હો...... '

મારું પ્રિય સંગીત સાંભળીને જાણે મને હવે મારો પૌરુષત્વ બેકાબુ બનતો જતો લાગ્યો,
એટલામાં સુલેમાન શેખને કોઈક બોલાવવા આવ્યું અને જાણે મારા ભગવાને મારી પુકાર સાંભળી લીધી, ઇનાયત સાઈડમાં ઉભી હતી અને હું હિંમત કરીને તેની પાસે જતો રહ્યો અને હાથ લાંબો કરીને ડાન્સ કરવા માટેની પરવાનગી માંગી,
તેણે કોઈ પણ પ્રતિકાર વગર એનો કોમળ હાથ મારા હાથમાં મૂકી દીધો અને જાણે મને તો કાશ્મીર હવે સાચેમાં સ્વર્ગ સમાન લાગવા લાગ્યું,
મારી અને ઈનાયતની આંખો જાણે આંખોના પલકારાને નીચે ના પડવા દેવા રમત રમવા લાગ્યા હતા, તેની કમર પર મારો હાથ રાખવામાં મને એક અલગ જ રોમાંચ પેદા થઇ રહ્યો હતો,
'મારું નામ અનુજ છે, હમણાં જ આર્મી ટ્રેનિંગ બેઝ કેમ્પ 7 માં જોડાયો છું 'મેં વાતની શરૂઆત કરતા કહ્યું,
'હું છું ઇનાયત '
વાહ કેટલો સુંદર અવાજ, મને તો હવે આ ઘડી અહીંજ થોભાઈ જાય એવું લાગવા લાગ્યું,
'હા હું જાણું છું, સુલેમાન શેખના બેગમ છો, પણ ખબર નહીં તમારી આંખો મને કંઈક અલગ જ સંકેત આપી રહી છે 'મેં ઇનાયતનાં હાથ પર મારો હાથ કડક કરતા કહ્યું,
'અચ્છા, શું કહી રહી છે મારી આંખો?? 'ઇનાયતે પણ મારામાં રસ દાખવ્યો હોય એવું મને લાગ્યું,
'કોઈક રહસ્ય, કોઈક વસ્તુ જે આપ લોકો સમક્ષ છુપાવી રહ્યા છો 'મેં ઈનાયતની આંખોમાં જોતા કહ્યું,
'કાલે 10 વાગે રોઝવુડ ગાર્ડનમાં મળીને વાત કરશું 'આટલું બોલીને તે મારાથી છૂટી પડી ગઈ, અને સંગીત પણ પૂરું થવા આવ્યું એ વાતનો અંદાજ પણ મને ના રહ્યો પણ ઈનાયતને જરૂર રહ્યો એ વાત હું સમજી ચુક્યો હતો....પાર્ટીમાંથી ફરી મારા કેમ્પ પર હું પાછો ફર્યો, આજની રાત મને ઊંઘ જ નહીં આવે એ તો નક્કી હતું, ઇનાયત સાથે કાલે શું કરીશ? શું બોલીશ? બસ આ જ વિચારો આવતા હતા, અને કયારે હું સુઈ ગયો એ મને ખબર જ ના રહી,


સવારે ઉઠ્યો તો જોયું કે 8 વાગી ગયા હતા, હું ફટાફટ બેઠો થયો અને ટ્રેનિંગ બેઝ પર પહોંચ્યો,
કર્નલ સાહેબનો રાતો પીળો ચહેરો જોઈને હું સમજી ગયો કે આજે તો હું મરી જ ગયો...
મેં કર્નલ સાહેબ પાસે આવીને સલામી મારી...
'જુનિયર લાગે છે વિદેશી દારૂ તમને પચી નથી હજુ સુધી 'કર્નલ સાહેબ મને મ્હેંણો મારતા બોલ્યા,
'સોરી સર, હું કયારેય આટલું લેટ નથી ઉઠ્યો, હવે આવું નહીં થાય ' મેં માફી માંગતા કહ્યું,
'જુનિયર હવે પછી નહીં થાય એ તો હું જોઇશ જ પણ આજની ભૂલ માટે સજા તમને જરૂર મળશે, અને તમારી સજા છે આખા બેઝ કેમ્પની સફાઈ તમે એકલા જ કરશો કોઈની પણ મદદ લીધા વગર', કર્નલ સાહેબ બોલ્યા,
'પણ સર મારે... મને ઈનાયતની યાદ આવી પણ હું કાંઈ પણ બોલી શકવા અસમર્થ હતો એટલે મેં ઓક્કે સર કહીને કામે વળગવાનું જ વધુ પસંદ કર્યું,
હજુ હું જતો હતો ત્યાં જ ફરી કર્નલ સાહેબની 'જુનિયર એક મિનિટ 'બુમ સંભળાઈ,
તેઓ મારી પાસે આવ્યા અને બોલ્યા, 'કાલે તમારું ઇનાયત માટેનું વર્તન જોઈને મારું કહેવું છે કે તમે હવે ફરી કયારેય ઇનાયત સાથે મુલાકાત કરવાનું ના વિચારતા, તમારી માટે જીવલેણ સાબિત થઇ શકે છે ', આટલું બોલીને કર્નલ સાહેબ ત્યાંથી નીકળી ગયા...
હું બબડ્યો, 'હવે આ જીવને ઇનાયત સિવાય કાંઈ જ નહીં સુઝે, મોત પણ આવે તો કોઈ ગમ નથી '
10 વાગ્યાં અને મારા જાણે પગ પર ઠંડીના થીજી ગયા, મને ઈનાયતને મળવા જવું હતું પણ બેઝ કેમ્પની સફાઈ કરતા જ મારે સાંજ પડી જાય એમ હતું,
મારા દોસ્ત કમલેશને મેં કહ્યું કે મારે કોઈકને મળવું છે એટલે તેને અધૂરી વાત સમજાવીને હું ફટાફટ કર્નલ સાહેબ કે બીજા કોઈને ખબર ના પડે એમ કેમ્પની બહાર આવી ગયો,
બહાર નીકળતા જ એક નાની છોકરીને મેં રોઝવુડ ગાર્ડનમાં જવાનો રસ્તો પૂછ્યો, મને એમ હતું કે એ ગાર્ડન દૂર હશે પણ એતો 1કિલોમીટરમાં જ આવેલ હતું, હું દોડતો દોડતો ગાર્ડનમાં જવા લાગ્યો, અંદર ગાર્ડનમાં પ્રવેશ્યો અને હું તો જાણે કુદરતની કરિશ્મા પર આફરીન પોકારી ગયો.. રોઝવુડ નામ પ્રમાણે સાર્થક કરે એમ ગુલાબોનો બગીચો હતો, આસપાસ લાલ, ગુલાબી, સફેદ, પીળા અનેક રંગના ગુલાબો હતા, મને આસપાસ કોઈ દેખાયું નહીં, મારી નજર હવે મારા ગુલાબને શોધી રહી હતી, ત્યાંજ પાછળથી એક સુરીલો અવાજ નીકળ્યો, 'આપ કોને શોધો છો?? '
મેં પાછળ ફરીને જોયું તો કાજળઘેલી આંખો, કાળા ભમ્મર વાળ જાણે પીઠને સંપૂર્ણ ઢાંકી દે તેવા લાંબા કેશ, હોઠો પર હળવી લાલી અને ઘેરા મરૂન રંગનો ડ્રેસ પહેરેલ એક યુવતી ઉભી હતી...
મેં શરારતભર્યા સ્વરે કહ્યું, 'આ દિલને હવે તમારી જ રાહ રહેશે સદાય ',
'અચ્છા તો આપ મને ઓળખી ગયા !!', તેણે હસતા કહ્યું,
'હું કોઈ પણ વસ્તુ જલ્દી ભૂલતો નથી તો તમે તો કંઈક વધારે જ ખાસ છો મારી માટે ', મેં આંખ મારતા કહ્યું,
'ડર નથી લાગતો, કોઈને ખબર પણ પડી ગઈ કે તમે મને માત્ર મળ્યા છો તો કાશ્મીરની ખીણોમાં કયારે દફનાઈ જશો ખબર પણ નહીં રહે 'તેણે મને ડરાવવા કહ્યું,
'કાશ્મીરની ખીણમાં દફનાઈ જઈશ તો તમે મારું જયારે નામ લેશો તો મારા પ્રેમની માફક એ પણ તમને વારે વારે મારી યાદ દેવડાવશે ', મેં પણ હિંમતપૂર્વક જવાબ આપ્યો,
'પ્રેમ કરવો તો સરળ છે પણ નિભાવવો ખૂબજ કઠિન, નિભાવી શકશો?? 'ઇનાયતે પોતાના ગોરા હાથની અદબ વાળતા પૂછ્યું,
'હા નિભાવીશ, મારા અંતિમ શ્વાસ સુધી ફક્ત તમને જ પ્રેમ કરીશ 'હું બોલ્યો,
'હજુ મેં પ્રેમનો ઈઝહાર ક્યાં કર્યો જ છે, અંતિમ શ્વાસ તો પછીની વાત છે,'તેણે હસતા હસતા કહ્યું,
'તમારે કહેવાની જરૂર જ ક્યાં છે, તમે અહીંયા મને સામેથી મળવા બોલાવ્યો છે એટલું ઘણું છે ',
ત્યારબાદ અમે બાંકડે બેઠા,
વાતની શરૂઆત કરતા હું બોલ્યો,
'તમે સુલેમાનને પ્રેમ નથી કરતા બરાબર ને?? 'મેં પૂછ્યું,
'ના અમારા નિકાહ રાજકીય બાબતને લઈને થયાં છે ',
'અચ્છા, તમને શું ગમે છે બીજું એ કહો, '
'વેલ એતો જાણજો તમે ધીરે ધીરે, તમે કઈ જાતના છો?? '
'હું બ્રાહ્મણ છું ',
'અચ્છા હું પણ બ્રાહ્મણ છું... હમ્મ સોરી હતી '
'મતલબ '



ઇનાયત બ્રાહ્મણ હતી કે નહીં?? તેના સુલેમાન સાથે નિકાહ કેમ થયાં હતા?? અનુજ અને ઈનાયતની પ્રેમકથા કેવો વળાંક લેશે?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં....