આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત છૂટા પડે છે, ફિરોઝપુરમાં અનુજ ખોટો સાબિત થાય છે, ઈનાયતની ચીઠ્ઠી 6 મહિના બાદ અનુજને મળે છે હવે આગળ,
એક દિવસ અચાનક કમલેશ મારી બાજુ દોડતો આવ્યો અને મારા માટે ચિઠ્ઠી આવી છે એવું કહ્યું, મને નવાઈ લાગી કે ઘરવાળાની ચીઠ્ઠી તો 2 દિવસ પહેલા જ આવી હતી, કમલેશ મારી પાસે આવ્યો અને બોલ્યો, 'ભાભીની ચીઠ્ઠી આવી છે, '
મેં ફટાક કરતી કમલેશનાં હાથમાંથી ચિઠ્ઠી ઉપાડી અને ફટાફટ બમણાં હૃદયના ધબકારે વાંચવાનું શરુ કર્યું,
અનુજ.....
ગુલમર્ગની ઠંડી વધતી જાય છે સાથે સાથે કાશ્મીરમાં ગરમી પણ વધતી જશે, ટૂંક સમયમાં વાતાવરણમાં ફેરફાર થશે, ટેલિફોનની સેવા જલ્દી શરુ થશે, નંબર જલ્દી જ મોકલીશ,
નવચંડીની કથા સાંભળજો બે વખત, અને સપ્તપદીના વચનો યાદ રાખજો, એકવીસમી સદીમાં ભયાનક કાળ આવવાનો એવું બાપુએ કહ્યું હતું, સત્તે પે સત્તા પિક્ચર મેં જોયું તમે પણ જોજો, ત્રીસ તારીખે બાપુની જન્મતિથિ છે, ચિઠ્ઠી લખીને મોકલજો, હું રાહ જોઇશ....
તમારી સખી,
પહેલા તો મને કંઈજ સમજમાં જ નાં આવ્યું, મને વિચારતો જોઈને કમલેશએ મારી જોડેથી ચિઠ્ઠી લઈને વાંચી, વાંચ્યા બાદ તે બોલ્યો, 'કોઈ પોતાના પ્રેમીને આટલા સમય બાદ ચિઠ્ઠી લખે તો આવી લખે ' આમ કહીને જોરજોરથી હસવા લાગ્યો,
મેં ફરી તેના હાથમાંથી લઈને વાંચ્યું, આ વખતે મને સમજ પડી ગઈ કે ઇનાયત મને શું કહેવા માંગતી હતી,
'ડોબા, તારી ભાભીએ નંબર આપ્યો છે, કોડવર્ડમાં લખી છે ચીઠ્ઠી', મેં કમલેશના માથે હાથ મારતા કહ્યું,
'અચ્છા શું નંબર આપ્યો અને ક્યાં લખ્યો છે?? 'તેણે માથું ખંજવાળતા પૂછ્યું,
ત્યારબાદ મેં તેને નંબર બતાવ્યો,
'ભાભી તો એકદમ જાસૂસ નીકળ્યા ', કમલેશે ઈનાયતના વખાણ કરતા કહ્યું,
જવાબમાં મેં ફક્ત સ્માઈલ આપી,
બીજે દિવસે આર્મી કેન્ટોન્મેન્ટમાં જઈને ઈનાયતે આપેલ નંબર લગાવ્યો, ટેલિફોનની રિંગ રિંગ સાંભળીને મારું હૃદય પણ જોરજોરથી ધબકવા લાગ્યું,
સામે છેડેથી ફોન ઉઠાવ્યો કોઈકે,
'હેલો '......આહ કેટલો મીઠો અવાજ, ઈનાયતનો આટલા મહિનાઓ બાદ અવાજ સાંભળીને મને શરીરમાં ઝણઝણાટી આવી ગઈ ઘડીક તો....
'બોલોને અનાયત , બોલતા કેમ નથી !! ' તેણે જાણે મારા શ્વાસોની સુવાસ ટેલિફોનથી પારખી હોય એમ બોલી,
'કેમ છે?? ' હું માંડ આટલું બોલી શક્યો,
'કાલે ગુલમર્ગ આવવા નીકળવાનું છે અમારે, બાકીની વાત ત્યાં આવીને કરીશ, પરમદિવસે આવી જજે મળવા 'આટલું કહીને તેણે ફોન મૂકી દીધો,
મને લાગ્યું કે જરૂર કંઈક તો વાત હશે નહીં તો તે આટલી વાત કરીને નાં કાપી દે,
હું વિચારોના વંટોળ સાથે પાછો કેમ્પ પર આવ્યો,
થોડીવાર બાદ કર્નલ સાહેબ આવ્યા,
'અમુક લોકોની બદલી કરવામાં આવી રહી છે જેમાં અનુજ અને જયદીપની ગુલમર્ગ અને કમલેશ તથા હર્ષદની જમ્મુમાં કરવામાં આવી રહી છે, તમારે લોકોને કાલ સવારે નીકળવાનું રહેશે, સમજી ગયા, કોઈ સવાલ?? 'કર્નલ સાહેબે અમારી બદલીની વાત કરતા કહ્યું,
હું તો ખુશીનો માર્યો નાચવા લાગ્યો, જાણે ગુલમર્ગમાં મારી બદલી નહીં પણ મારી ઇનાયત મને મળી જવાની છે એ ખુશી સાથે હું મારા ટેન્ટમાં આવીને હોંશે હોંશે સામાન પેક કરવા લાગ્યો, કમલેશ પણ ખુશ થઇ ગયો પણ તે મારાથી હવે દૂર થઇ જશે જે મને નહીં ગમે, ત્યારબાદ મેં અને કમલેશે ખુબ બધી વાતો કરી અને એકબીજાને શુભેચ્છા પાઠવીને સુઈ ગયા,
બીજે દિવસે હું ગુલમર્ગ જવા ઉપડ્યો,
મારી ખુશીનો કોઈ પાર નહોતો,
હું હવે ઈનાયતના નવા મેસેજની રાહ જોવા લાગ્યો, ગુલમર્ગની ઠંડી એકદમ રોમેન્ટિક હતી, ત્યાંનું કુદરતી સૌંદર્ય દરેકને કાશ્મીરના પ્રેમમાં પાડે એવું હતું, ત્યાં સહેલાણીઓની અવર જવર વધુ હતી, અમારે પણ ત્યાં એટલે જ ખુબ સાવચેતી રાખવી પડે એમ હતી, કેમ્પમાં હું બીજા લોકો સાથે સરસ ભળી ગયો હતો, મારી સાથે ટેન્ટમાં હરપાલસિંહ કરીને એક પંજાબી હતો, તેનું ખડતલ બાંધો જોઈને મને પણ તેની ઈર્ષ્યા થતી હતી પણ તે સ્વભાવનો ખૂબજ સરસ માણસ હતો, એમ પણ પંજાબીઓ મોટે ભાગે મજાના જ માણસ હોય છે,
બીજે દિવસે જયારે હું ગુલમર્ગમાં ડ્યુટી ઉપર હતો ત્યારે કોઈકનો પાછળથી અવાજ આવ્યો, મેં પાછળ ફરીને જોયું તો ઇનાયત બુરખો પહેરીને ઉભી હતી, હું ખૂબજ ખુશ થઇ ગયો તેને લઈને હું આગળ જ્યાં પ્રવાસીઓની અને કેમ્પમાં કોઈ ફૌજીની નજર ના પડે એમ એક ઝાડની પાછળ લઇ ગયો અને જોરથી તેને વળગી પડ્યો, ઇનાયત પણ મને કસીને વળગી ગઈ, તે રોવા લાગી, મેં તેને અળગી કરી અને પૂછ્યું, 'કેમ રોવે છે પાગલ?? '
'બહુ યાદ આવતી હતી તમારી, હવે ફરી હું નથી જવા માંગતી સુલેમાન જોડે ' તેણે રડમસ સ્વરે કહ્યું,
'શું થયું કહે મને પૂરી વાત ' મેં તેને હિંમત આપતાં કહ્યું,
'અનુજ કાશ્મીરની ગલીઓમાં તબાહી મચી જવાની છે, કોમી રમખાણો થઇ જવાનાં છે, મને કંઈજ ખબર નથી પડતી શું કરીશું?? 'ચિંતાતુર સ્વરે ઈનાયતે કહ્યું,
'તું ચિંતા નાં કરીશ આપણે બનતા પ્રયાસો કરીશું ' મેં ઈનાયતના માથે હાથ ફેરવતા કહ્યું,
'અનુજ હવે હું સુલેમાન પાસે નહીં જઈ શકું એમ ' ઈનાયતે મને સુખદ ઝાટકો આપતાં કહ્યું,
'કેમ શું થયું? તને કોઈ તકલીફ તો નથી આપીને એણે?? ' અનુજે ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું,
'અનુજ સુલેમાનને ખબર પડી ગઈ હશે કે સિયાલકોટથી મેં બારામુલામાં ફોન લગાવ્યો હતો, પણ તમારી પર વહેમ નહીં જાય કેમકે મેં જ તમારી બદલી અહીં કરાવી દીધી જેથી સુલેમાન જાણી ના શકે તમારા વિશે ', ઈનાયતે સ્વસ્થ થતા કહ્યું,
'એક મિનિટ મારી બદલી તે કેવી રીતે કરાવી?? ' મેં આશ્ચર્યભાવે પૂછ્યું,
'કર્નલ સાહેબ પાસે '
'એમને કઈ રીતે ખબર કે..... '
'તેઓ બધુજ જાણે છે, તેઓ આપણા ગુપ્તચર છે ટૂંકમાં એટલું સમજો ' ઈનાયતે ચોખવટ કરતા કહ્યું,
'અરે વાહ બીજું કોણ કોણ છે એ પણ કહી દે ' મેં ખુશ થતા કહ્યું,
'જુઓ એ વાત જવા દો, મારે હવે સુલેમાનથી ભાગવું પડે એમ છે, એણે મને 2-3 વખત રંગે હાથ પકડી છે તેના કામમાં દાખલ થતા એટલે હવે ત્યાં પાછું જવું ઉચિત નથી ' ઈનાયતે ચિંતા કરતા કહ્યું,
'તો તું ક્યાં રહીશ?? ' મેં પ્રશ્નસૂચક નજરે પૂછ્યું,
'તમારી સાથે ' તેણે ખુશ થતા કહ્યું,
'પાગલ થઇ ગઈ છું ત્યાં કેમની રહીશ?? ' મેં ઇનાયતની વાતને મજાકમાં લેતા કહ્યું,
'એ તમે જાણો, હું કાંઈ નાં જાણું ' તેણે નાના બાળકની જેમ મોઢું ફુલાવતા કહ્યું,
'ઓક્કે અત્યારે તું અહીંયા બુરખો પહેરીને ફર, સાંજે કેમ્પ પર જોડે જઈશું ' મેં તેના ગાલ ખેંચતા કહ્યું,
ત્યારબાદ અમે છૂટા પડ્યા,
હું ડ્યુટી પર ગોઠવાયો અને તે ત્યાં બીજા પ્રવાસીઓ માફક ફરતી રહી,
સાંજે મેં તેને કેમ્પની અંદર તો લાવી દીધી પણ હવે મારા ટેન્ટ સુધી લાવવું અઘરું હતું, મેં તેને કેન્ટીનનાં સ્ટોરરૂમમાં સંતાડી દીધી અને રાત થતા ટેન્ટમાં લઇ જવા આવવાનું કહીને નીકળ્યો,
હું ટેન્ટ તરફ જતો હતો ત્યાંજ મને હરપાલસિંહે બુમ મારીને કહ્યું કે મારા માટે ફોન આવ્યો છે આર્મી ઓફિસથી,
મને ખુબ નવાઈ લાગી કે કોનો ફોન હોઈ શકે?? મેં ટેલિફોનનું રીસીવર લઈને કાને લગાવ્યું,
'હેલો કોણ?? '
'ઇના ઘેરા વાદળોમાં સંપડાઈ છે, કાળા વાદળોને જાણ થતા જ તે વરસવાનું શરુ કરશે, ગુલમર્ગની ઠંડીથી બચવું નહીં તો બરફના કરા જીવનમાં આગ લાવી દેશે'
એ અવાજ કર્નલ સાહેબનો હતો હું સમજી ગયો કે તેઓ શું કહેવા માંગતા હતા,
મને ડર લાગવા લાગ્યો હવે, ઇનાયત ઉપર મોતનું સંકટ આવીને ઉભું હતું, મારે તેને ગમે તેમ કરીને બચાવવાની હતી, હું ફરી કેન્ટીનમાં ગયો અને સ્ટોરરૂમમાં જ્યાં ઈનાયતને પૂરીને આવ્યો હતો ત્યાં આવીને જોયું તો ઇનાયત ત્યાં નહોતી......
ઇનાયત ક્યાં જતી રહી હતી?? શું ઇનાયત બચી શકશે?? અનુજ ઈનાયતને બચાવી શકશે?? કાશ્મીર પર કેવું સંકટ આવશે?? અનુજ અને ઇનાયત તેનો સામનો કરી શકશે?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં....