Kashmirni Galioma - 7 books and stories free download online pdf in Gujarati

કાશ્મીરની ગલીઓમાં... 7

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ પોતાની આવનાર ટ્રેનિંગ અને પરીક્ષા પર સંપૂર્ણ ધ્યાન આપવા ઇનાયતને મળવાનું ટાળે છે, તે પરીક્ષા પૂરી કર્યા બાદ ઈનાયતને મળવા તેના ઘેર આવી જાય છે, જ્યાં સુલેમાન તેની તરફ આગળ વધે છે હવે આગળ,

મનમાં તો હું ખૂબજ ખુશ થવા લાગ્યો કે મેં ઉલ્લુ બનાવીને અંદર પ્રવેશ મેળવ્યો પણ મારું હસવામાંથી ખસવું ત્યારે બની ગયું જયારે સુલેમાન મારી નજરો સામે આવી ગયો અને તે મારી તરફ જ આવી રહ્યો હતો,..........
'આપ કર્નલ સાહેબની પાર્ટીમાં હતા બરાબર ને?? 'સુલેમાને મારી આગળ ઉભા રહીને પૂછ્યું,
'જી સર', મેં હડબડાટમાં કહ્યું,
'તો આપ અહીં?? ' સુલેમાને મારી સામું પ્રશ્નસૂચક નજરે જોયું,
એટલામાં પાછળથી ઇનાયત આવી અને બોલી, 'મેં જ એમને બોલાવ્યા છે', ઇનાયત મારો બચાવ કરતા બોલી,
'શા માટે?? ' સુલેમાને આંખો પહોળી કરીને પૂછ્યું,
'તમે મળો તો ખરા પહેલા, આ અનુજ છે, અનુજ ભારદ્વાજ, હમણાં ટ્રેનિંગ લેવા માટે આવ્યા છે, તેમને પિયાનો વગાડતા સારો આવડે છે એટલે મેં જ એમને સંદેશો મોકલીને કહેવડાવ્યું હતું ', ઈનાયતે મારા બચાવમાં સુલેમાન આગળ જુઠ્ઠાણું ચલાવ્યું,
'ઓહહ સરસ Mr. ભારદ્વાજ, તો હમણાં સાંભળીએ તમારી કળા ' હાથ મિલાવતા સુલેમાને મને આવકાર્યો, અને ત્યાંથી નીકળીને તે બીજે મહેમાનનવાઝી કરવા લાગ્યો,
મારા તો જીવમાં જીવ આવ્યો, મેં ઈનાયતની સામું જોયું,
આ ચક્કરમાં મેં ઈનાયતને મન ભરીને જોઈજ નહોતી એટલે ઘડીક તો હું એને જોઈજ રહ્યો,
તેણે કાળા રંગનો અનારકલી ઘેરદાર ડ્રેસ પહેર્યો હતો, તેના વાંકડિયા લાંબા કેશમાં નાખેલ પિનો તેની આગળ રહેલી લટોને ખુબસુરત બનાવી રહ્યા હતા, આંખોમાં કાજલ અને હોઠો પર ઘેરા લાલ રંગની લિપસ્ટિક જોઈને ઘડીક તો મને તેના મુલાયમ હોઠોનો સ્પર્શ યાદ આવી ગયો, તે ખૂબજ મનમોહિની લાગી રહી હતી, જો તેણે મારી આંખો આગળ ચપટી ના વગાડી હોત તો મારું ધ્યાન તૂટત જ નહીં, હું મારા વિચારોમાંથી બહાર આવ્યો,
'કઈ દુનિયામાં ખોવાઈ જતા હોવ છો Mr. ભારદ્વાજ?? 'તેણે મારી સામું હસતા સવાલ કર્યો,
'મારે તો જો તમે મંજૂરી આપો તો તમારામાં જ ખોવાઈ જવું છે ', મેં આંખ મારીને ઈનાયતને જવાબ આપ્યો,
'અચ્છા તો આટલા દિવસોથી તો મારી યાદ નહોતી આવતી, આજે યાદ આવી ગઈ?? ' ઈનાયતે પ્રશ્નસૂચક નજરે મારી સામું જોઈને કહ્યું,
પણ જાણે તે મારો જવાબ જાણતી હોય એમ ફરી બોલી, 'રહેવા દો હવે સફાઈ ના આપશો, તમારી પરીક્ષા હતી એ વાત હું જાણું છું પણ આમ અહીંયા અચાનક તો ના આવી જવાય ને?? !!'
'હા એ માટે માફ કરી દે પણ હવે મારે શું સાચેમાં પિયાનો વગાડવો પડશે?? ' મેં આંખોના ભવા ઉપર કરીને પૂછ્યું,
'બહુ હોંશિયાર ના થશો, હું જાણું છું તમને આવડે છે વગાડતા ', તેણે હસતા હસતા જવાબ આપ્યો,
'તને કેવી રીતે ખબર આ વાતની, મેં તો કયારેય નથી કીધું ', હું ચોંકી ગયો અને મેં તેને સવાલ કર્યો,
'હું ઘણું બધું જાણું છું તમારા વિશે એમનેમ તમારા પ્રેમ...... '
'પ્રેમ શું?? '
'કાંઈ નહીં '
અને શરમાતી શરમાતી તે ત્યાંથી નીકળી ગઈ, મને પણ પહેલીવાર આટલી શરમ આવી રહી હતી,
એટલામાં સુલેમાને બધાને આવકાર્યા અને મને પિયાનો વગાડવા માટે બોલાવ્યો,
હું પિયાનો વગાડી શકતો પણ આજે મારે મારા પ્રેમનો પણ ઈઝહાર કરવો હતો મારી ઈનાયતને એટલે ફટાફટ મારા મગજમાં આને અનુરૂપ ગાન વિચારવા લાગ્યો,
હું ખુરશીમાં ગોઠવાયો, અને મારી આંગળીઓ પિયાનો પર ફેરવવાની ચાલુ કરવા લાગ્યો, અને મેં જોડે જોડે ગાવાનું પણ શરુ કર્યું,

તુમ મિલે પ્યાર સે, મેરા જીના કંવારા હુઆ,
તુમ હુયે જો મેરે, મેરા સબકુછ તુમ્હારા હુઆ,
ઝીંદગી જોડ દી મેને તેરી ઝીંદગી સે,
અબ છુપાતે રહે,
થા પ્યાર થા તુમ્હી સે જીવન સંવારા,
દુનિયા સે પ્યારા તું હમે......

મારી દરેકે દરેક લાઈન મેં ઈનાયતની જ આંખોમાં જોઈને કહી હતી, અને તે શરમાતી વારે વારે આંખો ઢાળી દેતી હતી,
મારું ગાન પૂરું થતા જ સુલેમાને મને ખુશ થઈને ગળે વળગાડી દીધો અને સૌ મહેમાનોએ તાળીઓથી મને વધાવી લીધો, પણ મને તો ઇનાયત તરફથી મળનાર પ્રતિભાવની જરૂર હતી જે તેણે ખૂબજ સરસ રીતે નજાકતથી તાળીઓ પાડીને કોઈનું પણ ધ્યાન ના પડે એમ મને ફ્લાયિંગ કીસ આપી હતી, હું તો પાગલ જેવોજ થઇ ગયો હતો, પછી હું ત્યાંથી નીકળીને ઈનાયતને શોધવા લાગ્યો, તે મને ક્યાંય નજરે નહોતી ચઢી રહી, એટલામાં એક નાનકડો છોકરો મારી પાસે આવ્યો અને મારા હાથમાં એક કાગળનો ડૂચો પકડાવીને જતો રહ્યો,
મેં તેને ઉભો રાખ્યો પણ તે તો પોતાની જ ધૂનમાં નીકળી ગયો, મેં તે કાગળ ખોલ્યો અને વાંચ્યું,
'ઉપરના રૂમમાં આવો ' અનાયત....
હું સમજી ગયો કે આ ઈનાયતે જ મોકલ્યું હશે, હું કોઈનું ધ્યાન ના પડે એમ ઉપરના માળે જવા લાગ્યો,
આ પહેલા પણ હું આવી ગયો હોવાથી મને ઈનાયતનો રૂમ શોધવામાં વધુ મહેનત ના કરવી પડી, હું તરત રૂમ પાસે આવીને ખોલવા ગયો અને ઈનાયતે મારા શર્ટને પકડીને ખેંચ્યો અને તરત દરવાજો બંધ કરી દીધો અને ઇનાયત મને ગળે વળગી ગઈ, હું પણ તેને કસીને વળગી ગયો,
'અનુજ હું તમને ખૂબજ પ્રેમ કરવા લાગી છું, એક દિવસ પણ નથી ગમતું તમારી વગર, ખબર નહીં તમને જયારે પ્રથમ વખત ફોટામાં જોયા હતા ત્યારથી તો જેટલી પણ વાર મળું છું મારા શરીરમાં કંઈક અજીબ લાગણીઓ પેદા થવા લાગે છે ' ઈનાયતે પોતાના પ્રેમની અભિવ્યક્તિ મારી આગળ રજૂ કરતા કહ્યું,
'ઇનાયત હું પ્રથમ નજરના પ્રેમમાં નથી માનતો પણ જ્યારથી તને પ્રથમ વખતે નકાબપોશમાં જોઈ હતી ત્યારથી મારા દિલોદિમાગ પર તારુંજ નામ છવાઈ ગયું હતું, હું પણ તને ખૂબજ પ્રેમ કરું છું ઇનાયત, તારી વગર હું પણ એક સેકન્ડમાં પણ રહી શકું એમ નથી 'મેં પણ મારી અંદર રહેલી લાગણીઓ ઈનાયતને દર્શાવતા કહ્યું,
ત્યારબાદ અમે એકબીજાની નજીક આવવા લાગ્યા અને સર્જાયું એક અપેક્ષિત ચુંબન....
ઘણીય વાર સુધી હું અને ઇનાયત એકબીજાના હોઠોનું રસપાન કરતા રહ્યા, ઈનાયતનું મને ચુમવું મને કંઈક અંશે અજીબ લાગી રહ્યું હતું કારણકે એ પાગલોની જેમ મને ચૂમી રહી હતી જાણે એ પછી અમે મળવાના જ ના હોઈએ એમ,
મેં તેને દૂર કરી અને હસતા હસતા કહ્યું, 'આ આપણી આખરી મુલાકાત નથી '
'આ હમણાં તો આખરી જ છે અનુજ ' તેણે પોતાની આંખોના ખૂણે આવેલ આંસુને રોકતા કહ્યું,
હું ઘડીક તો સ્તબ્ધ થઇ ગયો,
'આ શું બોલે છે?? પાગલ થઇ ગઈ છું તું?? ' મેં ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું,
'હું સાચું કહી રહી છું અનુજ, આ વાતની જાણ મારે હું તમને કેમ્પમાં મળવા આવી ત્યારે જ કરવી હતી પણ ત્યારે સમય જ ના મળ્યો ત્યારબાદ મને ખબર પડી કે તમારે પરીક્ષા આવે છે એટલે તમારું ધ્યાન ના ભટકે એ હેતુથી મેં તમને વાત કહેવાનું ટાળ્યું પણ આ સત્ય હકીકત છે, ' ઈનાયતે પોતાના આંસુને બહાર લાવતા કહ્યું,
'ના યાર હું નહીં જીવી શકું તારી વગર '
'સુલેમાને નક્કી કર્યું છે પાકિસ્તાન સિયાલકોટ જવાનું, તેને પોતાના કામને લઈને ત્યાં જવું છે ' ઈનાયતે વાત વધારતા કહ્યું,
'તો સુલેમાનને જવા દે, તું અહીંયા રોકાઈ જા કોઈકને કોઈક બહાનું બનાવીને '
'હું એમ કરી દેત પણ સુલેમાન સાથે મારું જવું જરૂરી છે મિશનને લઈને, એના લીધે હું સતત સુલેમાન પર નજર રાખી શકીશ ' ઈનાયતે આંસુ લૂછતાં કહ્યું,
'ઠીક છે હું પણ દેશ માટે થઈને આ બલિદાન આપી દઈશ પણ તમારે જવાનું છે કયારે?? ' મેં મન મક્કમ કરતા કહ્યું,
'કાલે સવારે જ '......


શું થશે અનુજ અને ઇનાયતની છેલ્લી મુલાકાતનું?? શું તેમની પ્રેમકથા આગળ વધશે?? ઇનાયતનું મિશન માટે અનુજથી દૂર થવું સાર્થક નીવડશે?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં નો આવતો ભાગ.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED