આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત અને અનુજ ગુલમર્ગ છોડી દે છે, ઇનાયત પોતાની સચ્ચાઈ અનુજને જણાવે છે, હવે આગળ,
હું ઈનાયતની કહેલી વાત પર વિચારવા લાગ્યો કે એવી કઈ જગ્યા હોઈ શકે જ્યાં આતંકવાદીઓ બૉમ્બ બ્લાસ્ટ કરશે??
અચાનક મારા દિમાગમાં એક વિચાર આવી ગયો.....'જો આતંકવાદીઓ કાશ્મીરને મુસલમાનનીજ વસ્તી કરી દેવા માંગતું હોય તો એ કોમી કરાવશે હાથે કરીને એટલે એ પ્રમાણે જોવા જઉં તો કાશ્મીરમાં પંડિતોની વસ્તી વધુ છે એટલે કોઈ એવી જગ્યાને ટાર્ગેટ કરશે એ લોકો જ્યાં મુસ્લિમ વસ્તી વધુ હોય પણ એવા તો ઘણાય ગામડા છે એટલા બધામાં એ જગ્યા કેમની શોધીશુ?? કંઈજ ખબર નથી પડતી, આના માટે હવે એકજ રસ્તો છે અને એ છે સુલેમાનનાં કોઈ માણસનીજ ધરપકડ, તેની જોડેથી જ કાંઈ જાણવા મળશે' હું સ્વગત બબડ્યો,
મેં નક્કી કર્યું કે હું ઈનાયતને ફિરોઝપુર નગ્મા પાસે જવા કહું અને હું અહીં ગુલમર્ગમાં રહીને તપાસ કરું, મેં તરત ઈનાયતને ઉઠાડી અને તેને પૂરી વાત સમજાવી,
'અનુજ હું પણ તમારી સાથે આવીશ ' તે રડમસ સ્વરે બોલી,
'ઇનુ સમજ, તારી પાછળ સુલેમાનનાં માણસો પડ્યા છે એટલે તારું સુરક્ષિત રહેવું વધારે જરૂરી છે, મારી ચિંતા ના કરીશ, મને કંઈજ નહીં થાય, હું કાલે બપોર સુધીમાં ત્યાં આવી જઈશ ઓક્કે તું હિંમત રાખ ' મેં ઈનાયતને સમજાવતા કહ્યું, તે મારી વાતમાં સહમત થઇ અને બસને રોકાવીને હું ઉતરી ગયો, જતા જતા ઈનાયતની આંખો મને જોરજોરથી એમજ કહી રહી હતી કે હું તેનાથી દૂર ના જઉં પણ દેશ માટેના પ્રેમ માટે તેણે મને ના રોક્યો, હું ઉતરીને મારી મંઝિલ તરફ આગળ વધ્યો,
હું પાછો કેમ્પ પર આવી ગયો, ત્યાં જઈને મેં હરપાલસિંહને પૂરી વાત કરી અને તેને પણ મારી સાથે લઇ લીધો, મેં ત્યાં ઓફિસમાં જઈને કર્નલ સાહેબના ઘરે ફોન જોડ્યો અને કહ્યું, 'સર આર્મીના જવાનો તૈયાર રાખો, હું કાલે ફિરોઝપુરમાં તમને મળીશ, જય હિન્દ ' આટલું કહીને મેં ફોન મૂકી દીધો, ત્યાંથી નીકળીને હું અને હરપાલસિંહ સુલેમાનનાં ગુલમર્ગ સ્થિત બંગલે આવ્યા,
હરપાલસિંહને મેં આગળ ધ્યાન આપવા કહ્યું અને હું પાછળના ભાગે અંદર પ્રવેશ્યો, મેં જોયું તો સુલેમાન કોઈક માણસ સાથે વાતચીત કરતો હતો,
'સામાન બધો આવી ચુક્યો છે બસ હવે પંડિતો પાસે સારુ મુહૂર્ત જોવડાવાનું છે હાહાહા ' તે માણસે સુલેમાનને કહ્યું,
'મેં સાંભળ્યું છે કે કર્નલની છોકરી અદિતિ મિશન ચલાવે છે, એને એમ છે કે એના ફાલતુના મિશનથી આપણો પ્લાન તે લોકો જાણી શકશે તો એ એમની ભૂલ છે હાહાહા '
અદિતિ તો કદાચ ઈનાયતની બહેનનું નામ અદિતિ છે, હું સ્વગત બબડ્યો,
'મારો માણસ અદિતિની પાછળ જ છે, એ જ્યાં રોકાશે ત્યાં સવારમાં 10 વાગે બૉમ્બ બ્લાસ્ટ કરી દઈશું બરાબર એટલે એની મોત થતા બીજા લોકોને સબક મળે ', સુલેમાને દારૂનો ગ્લાસ અથડાવીને કહ્યું,
મને ચિંતા થવા લાગી, મને યાદ આવ્યું કે ઈનાયતે કહ્યું હતું કે આ મિશન ચલાવનાર કોઈ બીજું છે, મતલબ એ જરૂર અદિતિ હોવી જોઈએ, મારે કર્નલ સાહેબને જાણ કરવી પડશે આ વિશે, ' આટલું વિચારતો હું ત્યાંથી આગળ કાંઈ સાંભળવાની ઈચ્છા વગર નીકળી ગયો,
બહાર આવીને હરપાલસિંહને પણ ત્યાંથી નીકળવાનો ઈશારો આપી દીધો, હરપાલસિંહ ગુલમર્ગમાં 2 વર્ષથી ડ્યુટી નિભાવતો હતો એટલે મેં તેને બારામુલા તાત્કાલિક જવું પડશે કહ્યું અને હરપાલસિંહે તરત પોતાના એક મિત્રની જીપ કરાવી દીધી, એ જીપની વ્યવસ્થામાં અડધી રાત નીકળી ગઈ,
સવારના પાંચ વાગી રહ્યા હતા, અહીંથી બારામુલાનો રસ્તો અઢી કલાકનો હતો પણ બરફના વરસાદના લીધે 3-3.5 કલાક નીકળી જાય એમ હતું, ગાડી અડધે રસ્તે પહોંચતા જ બંધ પડી ગઈ, મને ખૂબજ ગુસ્સો આવી ગયો પણ હવે આ કાશ્મીરની ગલીઓમાં મારે ગુસ્સો કરવાથી કાંઈ વળે એમ નહોતું, હરપાલસિંહે જોયું તો પંચર પડ્યું હતું, મેં તેને જલ્દી બદલવાનું કહ્યું, તેણે ફટાફટ ટાયર બદલી નાખ્યું પણ જીપ શરુ કરી તો તે શરુ જ ના થઇ, મેં હરપાલસિંહને અહીંયા રહીને જીપનું કંઈક કરવાનું કહ્યું અને હું ચાલવા માટે મન બનવવા લાગ્યો, મારે ગમે તેમ કરીને 10 વાગતા બારામુલા પહોંચવું જરૂરી હતું, સવારના 6 વાગી ગયા હતા, સૂરજના કિરણો બરફ પર પડીને એક અદ્ભૂત દ્રશ્ય સર્જી રહ્યા હતા, મેં ફટાફટ દોડવાનું શરુ કર્યું, જો હું દોડતો જઉં અને મારી સ્પીડ થોડી વધારે રાખું તો નિયત સમયે બારામુલા પહોંચી શકું એમ હતો, મને ખૂબજ થાક લાગ્યો હતો, મારું ગળુ પણ ઠંડીનું થીજી ગયું હતું, મને ખુબ તરસ લાગી હતી પણ મારાથી એક મિનિટ માટે પણ રોકાવું ઠીક નહોતું, મારી આંખો ધીરે ધીરે ઘેરાવા લાગી, આખી રાતનો ઉજાગરો કરીને મારું શરીર મારો સાથ છોડી રહ્યું હતું, અચાનક હું નીચે ચક્કર ખાઈને પડી ગયો,
મેં મારી આંખો ખોલી જોયું તો 9 વાગી ચૂક્યા હતા, હું કોઈકના ઘરમાં સુઈ રહ્યો હતો, મારી આંખો ખુલતા સામે એક ભાઈ આવ્યા, 'આરામ કરો જવાન, હજુ તમને ઠીક નથી લગતું ', તે ભાઈએ મને કહ્યું,
'તમને કેવી રીતે ખબર કે હું આર્મીમાં??... 'મેં પ્રશ્નાર્થભાવે પૂછ્યું,
'તમારો ચહેરો અને સંઘર્ષ જોઈને હું શું કોઈ પણ કહી દે કે તમે જવાન છો ', તે ભાઈએ સ્પષ્ટતા કરતા કહ્યું,
'જુઓ મારે ખૂબજ અગત્યનું કામ છે, મારે 10 વાગ્યાં પહેલા પહોંચવું જરૂરી છે, કોઈના જીવન મરણનો સવાલ છે ', મેં તે ભાઈને સમજાવતા પથારી પરથી ઉભા થતા કહ્યું,
'એક કામ કરો, મારો ઘોડ઼ો છે એ લેતા જાઓ તમારે કામ આવશે ' તે ભાઈએ મારી મદદ કરતા કહ્યું,
મેં તેમનો આભાર માનીને ઘોડા પર બેસીને કેમ્પ જવા પ્રયાણ કર્યું, હું ફટાફટ બારામુલા કેમ્પ પાસે પહોંચ્યો, ઘોડા પરથી ઉતર્યો તો જોયું કે હરપાલસિંહ જીપ સાથે આગળ ઉભો હતો, તેણે મને જોયો અને મારી પાસે આવીને બોલ્યો, 'ક્યાં રહી ગયા હતા પાજી?? '
મેં તેને ટૂંકમાં કહ્યું, અને હું કર્નલ સાહેબને શોધવા લાગ્યો,
એટલામાં મારો રસ્તો અર્જુને રોકી લીધો,
'કઈ બાજુ નીકળ્યા છે જનાબ?? ' અર્જુને પોતાનો હાથ મારી આગળ રાખતા કહ્યું,
'જો અર્જુન અત્યારે મારું મગજ ખરાબ ના કરીશ, મારું કર્નલ સાહેબને મળવું ખૂબજ જરૂરી છે, હટી જા અહીંથી ' મેં તેની સાથે પ્રેમથી વાત કરતા કહ્યું,
'અને જો હું ના મળવા દઉં તો?? ' અર્જુને મને છેડતા કહ્યું,
'તો હું તારું મોઢું તોડી નાખીશ આમ ' આટલું કહીને મેં જોરથી અર્જુનના મોંઢા પર મુક્કો મારી દીધો અને તે સીધો નીચે પટકાઈ ગયો,
હું તેની પરવા કર્યા વગર આગળ ચાલવા લાગ્યો, પાછળથી આવીને તેણે મને મારવાનું શરુ કરી દીધું પણ હરપાલસિંહના લીધે હું અર્જુનથી લડાઈમાં બચી ગયો કેમકે મારામાં ખૂબજ અશક્તિ આવી ગઈ હતી તેની સાથે લડવા માટે હું સક્ષમ નહોતો, હરપાલસિંહે અર્જુનને રોકી રાખ્યો અને હું કર્નલ સાહેબની ઓફિસમાં જવા લાગ્યો,
કર્નલ સાહેબની ઓફિસમાં પહોંચતા જ મેં જોયું તો કર્નલ સાહેબ ફોન પર કોઈક સાથે વાતચીત કરી રહ્યા હતા, હું માંડ માંડ અંદર પ્રવેશ્યો, મને જોતાજ કર્નલ સાહેબ મારી પાસે આવ્યા અને મને ખુરશીમાં બેસાડ્યો, મને પાણી આપ્યું, પાણી પીધા બાદ તેમણે મને ફોન આપ્યો વાત કરવા,
'લે અદિતીનો ફોન છે ' કર્નલ સાહેબે મને ફોન ધરતા કહ્યું,
કોણ હોય છે અદિતિ?? શું અનુજ અદિતિને બચાવી શકશે?? ઇનાયત અને અનુજની પ્રેમકથા આગળ વધશે?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં....