જીવન સંગ્રામ 2 - 10 Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સંગ્રામ 2 - 10

પ્રકરણ ૧૦


આગળ આપણે જોયું કે ગગનના કેસની સીઆઇડી તપાસ કરાવવા માટે જીજ્ઞા દીદી એક પ્લાન કરે છે ને એ માટે નીરુ તૈયાર થાય છે.રાજ પણ પૂર્વ તૈયારરૂપે બીજા એક વકીલને આ આખો પ્લાન સમજાવે છે. હવે બધાં કોર્ટની તારીખની રાહ જુવે છે.
હવે આગળ.........

"નીરુ તને બધું સમજાઈ ગયું ને કે હવે તારે કોર્ટમાં કંઈ રીતે બોલવાનું છે."એમ કહી પોતાનો મોબાઈલ કાઢી જીજ્ઞાદીદી રાજને કોલ કરે છે. સામે થી કોલ ઉપાડ્યો એટલે.. હેલ્લો રાજ..... તારે બીજા વકીલ સાથે બધી વાત થઈ ગય છે ને,મે નીરુ ને બધું સમજાવી દીધું છે.સામેથી વાત પૂરી થતાં કોલ કાપીને પાછા નીરુ તરફ જોઈને બોલ્યા તો ચાલો હવે આપણે કોર્ટ તરફ જઈએ.

આ તરફ રાજ પણ કોર્ટ પહોંચી ગયો ને પગથિયાં ચડવા લાગ્યો.ત્યાં જ મિસ્ટર નાથન પણ આવી ગયા. નાથનને જોઇને રાજ ત્યાં જ ઉભો રહી ગયો.

"કેમ મિસ્ટર રાજ;આજે તમે મને જોઈને ઊભા રહી ગયા"!

"બસ એમ જ નાથન સાહેબ.આજે તો તમે પૂરી તૈયારી સાથે આવ્યા લગો છો! ગગનનો કેસ આજે જ પૂરો કરી દેવાના લાગો છો"!

"હા,મિસ્ટર રાજ!પણ તમે કેમ એવું બોલો છો.તમે તો જે કેસ હાથ માં લ્યો એ જીતો જ છો ને !તો પછી આ વખતે કેમ અગાઉ હાર માની લ્યો છો ,કે પછી આ કેસ તમે મુકી દિધો"!

"ના હો નાથન સાહેબ!હાર થાઈ કે જીત કેસ હાથમાં લઈ તો છેલ્લે સુધી લડવું જ પડે ને. આતો બધા પુરાવા તમારી તરફેણમાં છે એટલે મારાથી બોલાઈ ગયું".
"હા રાજસાહેબ .... એટલે જ આ વખતે તમારું કે તમારા મિત્રો નું કઈ ચાલે એમ નથી.... નહિ તો તમારી સામે કેસ લાડવો......તોબા....તોબા"!

"મિસ્ટર નાથન,,( ગુસ્સે થતા) જોઈ વિચારીને બોલો.... હું કે મારા મિત્રો કાનૂનના દાયરામાં રહીને જ બધું કરીએ છીએ.....તમારી જેમ પૈસા માટે નહિ".અને જવાબની અપેક્ષા રાખ્યા વગર રાજ સીધો કોર્ટ રૂમમાં આવીને પોતાની જગ્યાએ બેસે છે.
નીરુ અને જય તથા જીજ્ઞા દીદી કોર્ટમાં આવે છે અને પોત પોતાની જગ્યા એ બેસે છે.
થોડી વારમાં કોર્ટની કાર્યવાહી ચાલુ થાઈ છે. ગગનને કઠેડામાં ઊભો રાખવામાં આવે છે. નાથન સાહેબ ગગન પાસે જઈને પ્રશ્ન કરે છે.
તો ગગન કુમાર તમે આ આરોપ સ્વીકારો છો ને?
ગગન હજુ બોલવા જઈ રહ્યો હતો ત્યાં જ એક છોકરી જજ સાહેબને સંબોધીને બોલે છે સાહેબ એ અપરાધીને સાંભળતા પહેલા મને સાંભળો ?
જજ સાહેબ તે છોકરીને જે કહેવું હોય એ કઠેડામાં આવીને બોલવાનું કહે છે.

એ છોકરી નીરુ હતી.
જીજ્ઞાદીદીનો પ્લાન હવે શરૂ થાય છે.....
નીરુ કઠેડામાં આવીને જજ સાહેબને કહે છે. "આ અપરાધી એ મારા જેવી બીજી અનેક છોકરીઓને ફોસલાવી,દબાવી,છેતરીને તેની ઇજ્જત લૂંટી હશે"!
ત્યાં જ એક વકીલ ઉભો થઈને જજ સાહેબને પોતાનો કેસ લડવાનો કાગળ આપે છે ને કહે છે સાહેબ હું આ શ્રીમતી નીરુબેન વતી કેસ લડવા માગું છું.
જજ સાહેબ પરવાનગી આપે છે.મિસ્ટર વાયાણી તમે તમારી કાર્યવાહી આગળ વધારો.
આભાર સાહેબ.
મિસ્ટર નાથન સામે જોઈને બોલે છે નાથન સાહેબ તમે આ કેસ હેન્ડલ કરો છો ને?
હા મિસ્ટર વાયાણી.
તો આપણે આ કેસ માટે સીઆઇડી તપાસની માગણી કરીએ તો?
સીઆઇડી તપાસની વાત થતા નાથનનું મોઢું પડી જાઈ છે... ને બોલે છે "એતો મારે મારા ક્લાયન્ટને પૂછવું પડેને"?
"અરે નાથન સાહેબ એમાં પૂછવાનું શું હોય? આપણે તો સત્ય સામે લાવવું છે તો પછી"!
નાથન કંઈ જવાબ આપ્યા વગર પોતાની જગ્યાએ બેસી જાય છે.... વાયાણી પોતાની વાત કોર્ટ સમક્ષ મુકી છે અને દલીલ માં કહે છે...
જજ સાહેબ .....શ્રીમતી નીરૂબહેનનું કહેવું છે કે આ ગગન કુમારે કેટલીયે છોકરીઓની ઇજ્જત પર હાથ નાખ્યો હશે..... તો જો આ કેસની સીઆઇડી તપાસ કરવામાં આવે તો બધી છોકરીઓને ન્યાય મળે અને આ હવશખોર ગગનને એના બધા ગુનાની વધુ આકરી સજા પણ મળે.એમ કહી પોતાની વાત પૂરી કરે છે.
જજ સાહેબ રાજને કહે છે આપ આ બાબતે કંઈ કહેવા માંગો છો?
ના જજ સાહેબ જો કોર્ટને એમ લાગતું હોય કે આ કેસની સીઆઇડી તપાસ કરાવવી જોઈએ તો એ બાબતે આમારાં તરફથી જે કોર્ટ માન્ય કરે એ અમને માન્ય છે.
બધાની દલીલ સાંભળ્યા બાદ જજ સાહેબ આદેશ કરતા કહે છે કે આ કેસની સીઆઇડી તપાસ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
સાથે સાથે આ કેસની સીઆઇડી તપાસ કરવાની હોવાથી ગગન કુમારને સીઆઇડીને સોંપવામાં આવે.ધેટ્સ ઓલ.
ફરિયાદી પક્ષમાં સોપો પડી ગયો..રાજ નાથન પાસે જાઈ છે ને કહે છે અભિનંદન નાથન સાહેબ.તમે તો સીધું નિશાન પર તીર માર્યું.અલબત્ત રાજ સમજતો હતો કે નાથનને આ ગમ્યું નથી.
નાથન પરાણે હસતા હસતા કહ્યું... "હા શ્રીમાન રાજ સાહેબ તમારા મિત્રને બચાવી લેજો .... હવે તો એક ના બદલે બે કેશ થયા એમના ઉપર. હજુ કહો એ નિર્દોષ છે"!
"નાથન સાહેબ એ તો તપાસને અંતે ખબર પડે ને કે કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર"?
બધા કોર્ટમાંથી બહાર નીકળે છે.પણ જીજ્ઞા દીદી ક્યારે કોર્ટમાંથી ચાલ્યા ગયા એ જ ખબર ના પડી... બધા કોર્ટ બહાર આવી દીદીને ગોતે છે પણ દીદી ક્યાંય દેખાતા નથી.રાજ દીદીને કોલ કરે છે તો એમનો મોબાઇલ સ્વીચ ઓફ આવે છે...... એટલે બધા સીધા જ તપોવન ધામ પહોંચે છે.
બધા આજ બહુ જ ખુશ હતા.... અલબત્ત ગગનને સાથે લાવી શક્યા ન હતા કેમ કે એને સીઆઇડી કસ્ટડીમાં રાખવાનો આદેશ હતો.
કોર્ટમાંથી ખબર નહિ પણ જીજ્ઞાનું મન ઉદાસ બનાવવા લાગ્યું.તેને કંઇક અણબનાવ બનવાના એંધાણ દેખાવા લાગ્યા એટલે એ કોર્ટથી આવીને સીધા પોતાની મનગમતી જગ્યા... (અલબત્ત પરમાનંદ પણ એ જ જગ્યાએ સમાધિમાં બેસતા) જીજ્ઞા પણ એ જ જગ્યાએ ધ્યાનમાં બેસવાનું પસંદ કરતી... એટલે એ જગ્યાએ જઈને ધ્યાનમાં બેસી જાઈ છે..
બધા તપોવનધામ આવીને જુવે તો દીદી ક્યાંય દેખાતા ન હતા..રાજન તરત જ પરમાંદની મનપસંદ જગ્યા તરફ નજર કરી તો દીદી ત્યાં ધ્યાનમાં બેસેલા દેખાયા.એ જોઈને બધાને આશ્ચર્ય થયું કે આજે કેમ હજુ ધ્યાનમાં બેઠા છે.રાજને તરત જ મહારાજ ને બોલાવ્યા ને પૂછ્યું કેમ આજે દીદી હજુ ધ્યાન માં બેઠા છે.
બધાને આવકારતા મહારાજ બોલ્યા;"દીદી પોતાના ગુરુ પાસે માર્ગદર્શન અથવા વાતો કરવી હોય ત્યારે આવી રીતે ગમે ત્યારે ધ્યાન માં બેસે છે"!
આ સાંભળી ને બધાને પાછું આશ્ચર્ય થયું!ને બધા કાર્યાલયમાં બેઠા. દીદી ધ્યાનમાંથી ઉભા થાઈ એની રાહ....
બધાના ચહેરા પર આનંદ દેખાતો હતો... અરે આનંદનો અતિરેક હતો..... પણ એ લોકોને ક્યાં ખબર હતી કે આ આનંદનો સમય થોડો મોડો હતો ને અત્યારે તો બીજી તરફ કોઈના ખૂનના સમાચાર આવવાની તૈયારી કરી રહ્યા હતા!!!
થોડી વાર થઇ ત્યાં જીજ્ઞા દીદી ધ્યાનમાંથી ઉઠી ને સીધા કાર્યાલય માં આવ્યા.બધાને આવકાર્યા. પણ તેના ચહેરા પર ખુશી જોવા મળતી ન હતી. એટલે "રાજ ખુશ થતા બોલ્યો દીદી ગગનના કેસની સીઆઇડી તપાસનો આદેશ થઈ ગયો...પણ તમે કેમ કોર્ટમાંથી કહ્યા વગર આવી ગયા. કેમ કઈ અગત્યનું કામ આવી ગયું હતું"?

હા એતો ખ્યાલ આવી ગયો તમારા ચહેરા જોઈ ને પણ હવે આગળ તપાસ વહેલી તકે ચાલુ કરી દો. કદાચ આપણે મોડા પડીએ એ પહેલા!રાજના પ્રશ્નનો જવાબ આપ્યા વગર દીદી બોલ્યા.
"કેમ દીદી મોડા ન પડીએ એ પહેલા....કંઈ સમજાયું નહિ"? પોતાના ચહેરા પર ગંભીરતા લાવી રાજન બોલ્યો;"દીદી કંઇક તો છે જ આજે, પહેલી વખત તમને બપોર બાદ આ સમયે ધ્યાનમાં બેસતા જોયા. તમને ખબર હતી કે સીઆઇડી તપાસ ચાલુ થઈ તો પણ તમારો ચહેરો કોઈ ગંભીર બાબત સૂચન કરે છે"!!
"રાજન એતો સમય આવ્યે ખબર પડે કે સીઆઇડી તપાસને અંતે આપણને કેટલો ફાયદો ને કેટલું નુકશાન થયું?પણ તમે લોકો અહીંયા આવવાને બદલે સીધા ગગન પાસે જવું જોઈતું હતું?એક કામ કરો હવે સીધા ગગન પાસે જાવ અને પેલા એનું સ્ટેટમેન્ટ લ્યો,એનું શું કહેવું છે? અને એના કહેવા પ્રમાણે વહેલામાં વહેલી તપાસ કરવાનું ચાલુ કરી દો".
વાતની ગંભીરતા સમજતા રાજન રાજને કહે છે;" દીદી સાચું કહે છે.આપણે ગગન પાસે પહેલા જવું જોઈએ.કેટલા સમયથી એ પોતાની આપવીતી પોતાના હૃદય માં ધરબી ને બેઠો છે.આપણી પાસે આજે એ ખુલી ને બોલે એવા આશીર્વાદ લઇ ને જઈએ".
"હા મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે.... ગગન જે કંઈ કહે એ પહેલા મને કહેજો ......અને રાજન તુ સીધો તપાસમાં લાગી જજે......અને હા નીરુ તે ખૂબ જ સારું કર્યું . તારા સર માટે તારાથી બનતું બધું તે કર્યું... હવે હમણાં કદાચ તારી જરૂર નહી પડે. એટલે તમે તમારે ગામ જવું હોઇ તો જઈ શકો છો".
બધાને એ આશ્ચર્ય થતું હતું કે દીદી આજે કે આમ બોલે છે... એના શબ્દો કેમ ભાવહીન દેખાય છે.... પણ દીદીની આ ભાષા કોઈની સમાજમાં ન આવતાં બધા પોતપોતાના કામ માં લાગી જાઈ છે..... અને દીદી પાછા ધ્યાનમાં બેસવા પોતાની જગ્યા તરફ ચાલવા લાગે છે... પાછું કંઇક યાદ આવ્યું હોય એમ મહારાજ ને કહે છે.... આજ સાંજનું મારું જમવાનું ના બનાવતા.... અને વંદનને કહેજો સાંજે પ્રાર્થના કાર્યક્રમ એ લોકો પોતાની રીતે પૂરો કરી લે.... મને કોઈ ધ્યાન માંથી ઉઠાડવા ન આવે એનું ધ્યાન રાખજો..... રાજન તારે મારું કંઈ પણ કામ હોઈ તો સવારે જ મળશું.... એમ કહી ચાલવા લાગે છે....... નીરુ અને જય પોતાને ગામ જતા રહે છે. રાજ અને રાજન સીધા ગગન પાસે જવા નીકળે છે.

ક્રમશ::::
શું અણબનાવ બનવાનો અંદેશો હસે જીજ્ઞા દીદી ને????????

શું ગગન ના કેશની તપાસ બાબતે કંઈ અણબનાવ હશે???????

જીજ્ઞા દીદી કેમ ધ્યાન માં બેસી ગયા હશે?????????

આ બધા પ્રશ્નોના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામ ૨ નું પ્રકરણ ૧૧ ..........

આપના પ્રતિભાવો ની રાહ ....રાજુ સર.........