Black Eye - 36 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - પાર્ટ 36

બ્લેક આઈ પાર્ટ 36
સાગર વાતની શરૂઆત કરતા કહે છે અમારા મિશન માટે જીગાની કોલેજ ને પસંદ કરવામાં આવી હતી આથી હું ત્યાં સ્ટુડન્ટ બનીને ગયો હતો .

સંધ્યા , જીગો ( સાથે ) : મિશન ? ક્યુ મિશન ?

સાગર પુરી હકીકત પણ કહી શકે તેમ ન હતો અને વાત ટાળી પણ શકે તેમ ન હતો . આથી વાત ઘુમાવી ફેરવીને કહેવાની નકિક કરે છે .

સાગર : તેમના કોલેજ ના પ્રિન્સિપાલ પાસેથી પરમિશન લઈને અમે તે કોલેજ માં વેશ બદલીને ગયા હતા .

સંધ્યા : એતો ખબર પડી જ ગઈ કે તેમાં પ્રિન્સિપાલ ના હાથ સિવાય તમે આ મિશન ન પાર પાડી શકો હવે આગળ વાત કરને .

સાગર : વાત એમ છે કે પ્રિન્સીપાલને કોલેજ વિશે ઘણી કમ્પ્લેઇન મળી હતી પણ તે કંઈક નકર પગલાં લે કે તરત જ તેમની કાર્યવાહી રોકવા માટેનું તેમની પર દબાણ આવતું અને તેઓને તેમનું કામ રોકવું પડતું . આથી તેમણે તેમના ખાસ મિત્ર કૅમિશ્નર ને આ પ્રોબ્લમ નું સોલ્યૂશન કરવા માટે કહ્યું અને તેઓ તૈયાર થઇ ગયા અને સાથે સાથે તેમને વિંનતી કરી કે ખાનગી રાહે કામ કરે અને ક્યાંય આની નોંધ ન લેવાય અને તેમનું કામ થઇ જાય .

કમિશ્નરે આ કામ માટે અમર ને બોલાવ્યો હતો પરંતુ અમરનું માનવું હતું કે તેને બધા પોલીસ ઓફિસર તરીકે ઓળખે છે આથી કોઈ બીજા વ્યક્તિને કામ આપવું જોઈએ . આથી તેમણે મને આ કામ માટે કહ્યું અને મેં પણ હા પાડી દીધી .

પેલા જ દિવસે મારી જીગા સાથે મુલાકાત થઇ ગઈ અને તેણે મને તેઓનો ફ્રેન્ડ બનાવી દીધો ત્યારે હું પણ તેને ઓળખતો ન હતો પણ મને સારો માણસ લાગ્યો આથી તેની સાથે દોસ્તી કરી લીધી . થોડા ટાઈમ પહેલા જ મને ખબર પડી કે જીગાની પણ સંધ્યા નામની બેન છે . આથી મેં તપાસ કરી તો તું જ એની બેન નીકળી , આથી મેં તમને બંનેને મેળવવાનું નક્કી કર્યું ને આજનો પ્લાન ગોઠવ્યો .

આટલું બોલીને સાગરે બાજુમાં પડેલો ગ્લાસ લઈને પાણી પીધું અને પછી હાશકારો કર્યો .

સંધ્યા : સાગર તે આપેલા બધા જ ગીફ્ટમાંથી આ શ્રેષ્ઠ ગિફ્ટ છે હવે મારે કઈ નથી જોતું .

સાગર : મેં કહ્યું હતું ને કે તને આ ગિફ્ટ બહુ ગમશે . સાલેસાહેબ તમારે કઈ નથી કહેવું ( મોઢું જીગા બાજુ ફેરવીને કહે છે )

જીગો : સેમી , સોરી જીજાજી તમે મને પણ આપેલી આ શ્રેષ્ઠ ગિફ્ટ છે . હું મારી બેનને કેટલા વર્ષોથી ગોતતો હતો પણ આજે તમારા લીધે મળી શક્યો છું , તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે . આમ કહીને જીગો રડવા લાગ્યો .

સાગર ઉભો થઈને તેની પાસે જઈને ભેટી પડે છે અને ક્યારેય આંખ માં આંશુ ન લાવવાનું કહે .

ત્યારપછી તેઓ વાતું કરતા કરતા જમે છે અને હોટેલનું બિલ દઈને બહાર નીકળે છે . સંધ્યા કારમાં બેસી ગઈ હોય છે સાગર બેસવા જાય ત્યારે જીગો તેને ભેટી પડે છે ને તેમનો આભાર માનતા કહે છે દીદીને કઈ ન કીધું એટલે થેન્ક યુ અને હવે પછી હું આવું કઈ કામ નહીં કરું . સાગર પણ તેને ભેટે છે અને કોલેજમાં કોઈને પણ આ વિશે જણાવવાની ના પાડે છે , પછીના દિવસે સાગર કોલેજમાં જીગાને મળવાનું કહે છે અને ત્યાંથી જ તેઓ આગળ ના પ્લાન વિશે વાત કરવાનું નક્કી કરે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED