મૃત્યુ પછીનું જીવન—૨૨
દેવદૂતો રાઘવને ૫ દિવસનો સમય આપીને જતાં રહ્યાં. રાઘવ એનાં પાવર વિના, એનાં શરીર વિના, માત્ર એનાં બુદ્ધિ બળ અને મનોબળનાં જોરે , એક પછી એક સમસ્યાઓ હલ કરતાં આગળ વધતો રહ્યો. હવે રાઘવ એનાં ખુનીને શોધી રહ્યો છે. એનાં એક સમયનાં ત્રણેય દોસ્તોમાંથી કોણ છે , એનો ખુની ?
આ બધું વિચારતાં વિચારતાં રાઘવ એનાં મનોમય શરીર સાથે રાશીદના બંગલા પર જઈ રહ્યો હતો. અને યાદ કરતો રહ્યો કે એક સમયે જય–વીરુની જેમ સાથે કામ કરનારા બંનેની વિચારસરણી બંનેને અલગ અલગ દિશામાં ખેંચી ગઈ. આરબ પાસેથી સોનું મળતાં જ રાઘવ હીના સાથે લગ્ન કરવાનાં સપનાં જોવાં લાગ્યો, પણ હીનાને સુજ્જુ સાથે લગ્ન કરીને આવતાં જોતા જ રાઘવ હાજી મસ્તાનની ગેંગમાં જોડાઈને, અંડરવર્લ્ડની દુનિયામાં એક નવા મુકામે પહોંચી ગયો.
રાઘવ રશીદના બંગલા પર જઈ રહ્યો હતો ..આ બધું ભુતકાળ યાદ કરતાં કરતાં ... આજુ બાજુ મંદ મંદ ઠંડી હવા વહી રહી હતી, સૂર્ય માથે ચડ્યો હતો, પણ વાદળોનાં હલકાં આવરણથી વાતાવરણ હળવું હતું , રાઘવને આવો દિવસ હંમેશા ગમતો, આવા દિવસોમાં કામ ઘણું થતું. રાઘવ આ ગુલાબી ક્ષણોને માણી રહ્યો હતો અને નીચે પસાર થતી માનવ મહેરામણને ય માણી રહ્યો. ચાર તરફ લોકો ...કારમાં જતાં લોકો , ઓટોમાં જતાં લોકો ....બસ દોડતાં રહેતાં લોકો ..કંઈક પકડતાં રહેતાં લોકો ... હાંફતાં રહેતાં લોકો....ક્યાં જાય છે આ લોકો ...બસ જઈ રહ્યાં છે , જાણે આજે જ બધુ જ મેળવી લેવાના હોય ...પણ જે હાથમાં છે, એ જીવંત ક્ષણોને ગુમાવીને....કોને ખબર છે કે કાલે એ એમની છે કે નહી, અને એક વાર ગુમાવ્યા પછી એ કયારેય પાછી નથી આવવાની ...અને મર્યા પછી રાઘવની જેમ માંગતા રહેવાની એ ક્ષણો ...રાઘવ યાદ કરતો રહ્યો, ‘ જીવતેજીવ ક્યારે ૨ મિનિટ અટકીને જીંદગીને સુકુનથી માણી શક્યો હું .... હું પણ તો આ લોકોની જેમ જ બસ ભાગતો રહ્યો ...ને ભાગતો જ રહ્યો , ને એ જીવંત ક્ષણો ક્યાં હાથથી સરી ગઈ, વિખરાયેલી માળાના મોતીની જેમ...હવે શું સમેટું ને શું નહી ....!
અને અચાનક એનું મનોમય શરીર ભારે ભારે થઇ ગયું. ‘આ શું થાય છે...? મારી ગતિ કોણ રોકી રહ્યું છે? ’ એણે આજુબાજુ જોયું, . . ‘ફરી દેવદૂતો આવ્યાં , મને લઇ જવા ?’ પણ કોઈ દેખાયું નહી. . ‘ પણ છતાયે, કંઇક અદ્રશ્ય મને રોકી રહ્યું છે , કોણ છે , શું છે એ..’ રાઘવને ફરી કોઈ નવો અનુભવ થયો... એની ચેતનાએ એ સમજવાની કોશિશ કરી , અને એને સમજાયું કે કોઈ ખુબ જ તીવ્રતાથી એને યાદ કરી રહ્યું છે...અને એનું મનોમય શરીર ભારે ભારે થઇ રહ્યું છે..એનાં મનોમય શરીરને જાણે કોઈ ખેંચી રહ્યું છે ..એણે ચેતનાને સ્થિર કરી સમજવાની કોશિશ કરી, ને એને ખ્યાલ આવ્યો કે એનું ફેમીલી એને યાદ કરી રહ્યું છે, ‘ એ લોકોને મારી જરૂર છે, મારે પહેલાં એમની પાસે પહોચવું જ પડશે. ખબર નહી , એવું કેમ લાગે છે કે એ લોકો કોઈ મુસીબતમાં છે.’
રાઘવ ફરી ઘર તરફ ભાગ્યો. એક અજાણ્યો ડર એનાં મનોમય શરીરને ઘેરી રહ્યો હતો. કંઇક અગુગતું થવાની આશંકા એને કોરી ખાતી હતી. ‘શું હશે ને શું થશે ...બસ, મારા ફેમીલીને સુરક્ષિત કરી દઉં, પછી દેવદૂતો જ્યાં કહે ત્યાં જવાં તૈયાર છું. ભગવાન, મારાં કર્મોની સજા મારા ફેમીલીને નહીં આપતાં , એટલું સાંભળજો મારું ...’
પણ ઘરે પહોંચતાની સાથે જ રાઘવ શું જુએ છે? હોલમાં માણસોની ચહલ પહલ ચાલી રહી છે, બધાયનાં ચહેરા પર ડર અને ફિકરની રેખાઓ ખેંચાયેલ છે, બધાય ટોળું વળીને કંઇક ગુસપુસ કરી રહ્યાં છે, ઓફિસરૂમની બહાર ૨ ૪ સ્ત્રીઓ ઊભી ઊભી રડ કકળ કરી રહી છે, અને રૂમનાં સહેજ ખુલા રહેલાં દરવાજામાંથી રૂમની અંદર ડોકિયાં કરી રહી છે ... રાઘવને ધ્રાસકો પડ્યો , શું થયું છે અહીં ? ગુડિયા ક્યાં છે? અંશ –સમીર ક્યાં છે? બધાં હેમ ખેમ છે ને?
ઓફિસ રૂમમાં રાઘવે જોયું કે એની ચેર પર ગોમતી બેઠી છે, શ્વેત વસ્ત્રોમાં શોભતી, અને જવાબદાર માના સ્વરૂપમાં, સ્વસ્થ અને સ્થિર રહી સામે ડર્યા વિના બેઠેલાં પુરૂષોની વાતો સમજવાની કોશિશ કરી રહી છે. સામે બેઠેલાં ૩ અજાણ્યાં પુરૂષો અસભ્યતાથી અને દાદાગીરીથી ગોમતીને ધમકાવી રહ્યાં છે, એમનાં વેશ અને ચાલ ઢાલ પરથી કોઈ ગેંગનાં માણસો હોય એવું લાગ્યું.
અરે, આ શું, મારા જ ઘરમાં , મારી પાછળ, મારી પત્ની સાથે આવી ધાક ધમકી? રાઘવનો જીવ ઉકળી ગયો. એ જોર થી હાથ ઉપાડવા ગયો , પેલાં માણસો પર ...પણ વ્યર્થ...! પછી યાદ આવ્યું કે એ હવે એની પત્ની ની રક્ષા કરવાને લાયક ક્યાં છે? ફરી પોતાની લાચારીને આધિન થઈને અટકી ગયો , ગુસ્સાથી બેબાકળો બની...પછી એને યાદ આવી ગઈ,આવી જ એક ઘટના; જ્યાં બાબા સાહેબનાં કહેવાથી એ ગયો હતો. બને ત્યાં સુધી એ ધાક ધમકીનાં કામ નહી કરતો, પણ એક દિવસ એક ઓફિસરની પત્નીની સામે આમ જ ઉભેલો હતો ,એને ધમકાવવા ,એ ઓફિસરની ગેરહાજરીમાં ..., આજે એને એનાં એ કામને યાદ કરીને પોતાની જાત પર ખુબ જ શરમ લગી રહી હતી .. ‘આજે જે મને નથી ગમતું ,ક્યારેક મેં પણ આવું જ કર્યું હતું, એક સ્ત્રી સાથે આવો વર્તાવ ...ધિક્કાર છે મારી જાત પર ...પણ હવે શું , આજે મારા જ કરેલા કામ મારા ફેમીલી સામે આવી ઉભા રહ્યાં છે ....! આ જ વાતનો તો મને ડર હતો...
રાઘવ સ્થિર થયો અને સમજવાની કોશિશ કરી કે મામલો શું છે? અંશ અને સમીરની ગેરહાજરીમાં ગોમતી એકલી આ લોકોની સામે શું કરી રહી છે ? એટલી વારમાં એવું તે શું બની ગયું?
એટલામાં પેલો કાળા શર્ટવાળો માણસ ,ગોમતી સામે દાદાગીરી કરતાં ફરી બોલવા લાગ્યો,
“ દેખિયે અમ્માજી ,હમ ફીર બોલ રઈલા હૈ, હમકો એક હ્પ્તેમે ઘર ખાલી ચાહિયે...હમ કુછ નહી જાનતા, શેઠને બોલા હૈ ,તો આપકો બતા દિયા. અભી તુમ્હારે બેટે આવે ,ઉતની દેર બેઠને કા ટાઇમ નહી હમકો ..અભી યે ઘર હમારે શેઠ કા હૈ હમ લોગ હપ્તે ભર કા ટાઇમ એતે હૈ આપ લોગ કો...
- અમીષા રાવલ
.........................................................................................................
આપ સૌ તરફથી મળતાં અદ્ભુત પ્રતિસાદ બદલ ખુબ ખુબ આભાર ..આપનાં રેટીગ અને રીવ્યુ આપતાં રહો
ALL RIGHTS RESERVED OF THIS BOOK
UNDER TRADE MARK .
THOSE WHO WILL COPY THIS,
WOULD BE UNDER LEGAL ACTIONS.