સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - 3 પુરણ લશ્કરી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - 3

આગળના ભાગમાં આપણે જોયું કે ભીમજી દરબાર એક સંતના વારંવાર દર્શન કરે છે.
હવે આગળ જોઇએ એ સંત કોણ છે અને દરબાર કોણ છે, ભેમજી દરબાર ચોમાસાના ચાલુ વરસાદમાં લીમડી થી ઘોડી લઈને પોતાને ગામ આવવા નીકળ્યા છે એવામા વચ્ચે તળાવની પાળે એક સંતને ધૂણી ધખાવીને બેઠેલા જોયા નમસ્કાર કર્યા ને બીજે ગામ પણ એ જ ઘટના બની તળાવની પાળે એજ સંત બેઠા હતા ધૂણી ચાલુ હતી ,આવું જોઈને દરબાર તરત ઘોડી ઉભી રાખી અને ઘોડી પરથી નીચે ઉતરી મહાત્માને સામે જઈને બેઠા, બે હાથ જોડી માથું નમાવી પગે લાગ્યા, તે સાધુ એ પણ સામું જોઈને માથું હલાવ્યું અને પછી ચીપિયાથી ધૂણા માથી દેતવા લઈને ચલમ ઉપર મૂકવા લાગ્યા, ફરીવાર તેના સામુ સામુ જોયું નહીં, ભીમજી થોડી વાર બેસી ઉભા થયા અને ઘોડી ઉપર સવાર થઇ ચાલી નીકળ્યા. વરસાદ વધારે વરસવા લાગ્યો અને રસ્તામાં પાણી ભરાય ગયા હતા , વીજળીના ચમકારા થવા લાગ્યા અને ચાલતા ચાલતા બીજા ગામની નજીક આવ્યા તો ત્યાં પણ તળાવની પાળ ઉપરધૂણા ની પાસે બેઠેલા એ જ સાધુને જોયા!!
બે હાથમાં ચલમ લઈને પીતા હતા અને મોઢામાંથી ધુમાડાના ગોટેગોટા કાઢી રહ્યા હતા ધુણો પણ એવો જ લખી રહ્યો હતો, દરબાર ઘોડી પર થી નીચે ઉતરી અને વરસાદમાં ગારો હોવાથી ગારો ખુંદતા ખુંદતા મહાત્મા બેઠા હતા ત્યાં આવીને પ્રણામ કરીને બેસી ગયા. પોતાના કપડા ધૂળ ગારાથી ખરડાઇ ગયેલા છે તેનું પણ ભાન નથી, પોતાની ચિત્તવૃત્તિ એકાગ્રતા નો અનુભવ કરી રહી છે દેશ કાળ નું જેનેભાન નથી ફક્ત પોતાનું વચન પાળવા નો જ દ્રઢ નિર્ણય છે એવા દરબાર બે હાથ જોડી નમસ્કાર કરે છે, માથું નમાવે છે, એ જ પ્રમાણે મહાત્મા એ પણ એની સામે જોઈ માથું હલાવ્યું અને પછી કંઈ જ જોયું ન હોય એમ શાંત થઈને ચલમ પીવા માં મશગુલ થઈ ગયા. દરબાર ઘડીક બેસી ઘોડી લઈ ચાલતા થયા પોતાના ગામ રંગપર નજીક પહોંચ્યા તો ત્યાં પણ એ જ ચમત્કાર જોયો !!
એ જ મહાત્મા તળાવની પાળ ઉપર એ જ ધૂણાપાસે બેઠા છે,
આવો બનાવ જ્યારે ગામના તળાવ ઉપર જોયો તો દરબારે વિચાર્યું કે આ કોઈ ચમત્કારી પુરુષ છે હું ઘોડી ઉપર આવું છું અને આ મહાત્મા અદ્રશ્યબની મારી પહેલા આવી જાય છે!
હવે પોતાનું ગામ નજીક આવેલ હોય ઘોડી ને છુટ્ટી મૂકી ઘોડી પણ રસ્તાની જાણકાર હોય ઘર તરફ રવાના થઇ, અને દરબાર મહાત્માની સામે આવીને બેસી ગયા, મહાત્મા ચલમ ખાલી કરતા હતા, એવામાં દરબારે બે હાથ જોડી માથું નમાવ્યું એટલે મહાત્મા એ પણ સામે જોઈ અને હાથ ઊંચો કરી નમસ્કાર ઝીલી લીધા , ત્યાર પછી ચલમ લઈએક સળીયાથી ચલમ ખોતરવા લાગ્યા કોઈ બેઠું જ નથી એવી રીતે બીજીવાર સામું પણ જોયું નહીં અને પોતાના કામમાં લીન થઈ ગયા. થોડા વખત સુધી બંને શાંત જ બેસી રહ્યા લગભગ 15- 20 મિનિટ સુધી કોઈ કંઈ જ બોલ્યું નહીં, દરબારે મનમાં દૃઢ નિશ્ચય કરી લીધો હતો કે હવે મોડું થાય તો પણ કાંઈ વાંધો નથી અને આ મહાત્મા જ્યાં સુધી બોલેનહી ત્યાં સુધી આપણે બોલાવવા નથી અને ન બોલે ત્યાં સુધી અહીંથી ઉઠવું પણ નથી , આ સંકલ્પ કરી બે હાથ જોડી નત મસ્તક સામે બેસી રહ્યા .
મહાત્મા વિચારવા લાગ્યા કે હવે બોલ્યા વગર ચાલશે નહીં , તેથી બોલ્યા તારી ઘોડી આગળ જાય છે કે રામ નો ઘોડો એ તો ઠીક પણ મેં તારી ભક્તિ જોઇ, ચારચાર ગામ થી તુ નમન કરવા માટે ઘોડી ઉપર થી ઉતર્યો એટલું જ નહીં પણ ચોમાસાનો વખત વરસાદ વરસતો તારા કપડાં ગારાવાળા થતાં તેની પણ તે પરવા કરી નહીં, તે તારુ નિમનિભાયુ તેથી તારે જે જોઈએ એ માંગી લે.
દરબાર સાંભળી રહ્યા હતા તે વિચાર કરીને બોલ્યા પ્રભુ મારે ઘેર ગરાસ છે, વસ્તી સારી છે, બાપ દીકરા જેવો સંબંધ છે ,વળી આપને દયાથી મારે ઘરે ત્રણ દીકરા છે, કોઈ વાત ની ખામી નથી પણ જો આપ પ્રસન થયા હો તો અહીં રહો અને હું અહર્નિશ આપના દર્શન કરું અને આપની સેવા કરુ એટલું જ જોઈએ.
મહાત્મા કહે દરબાર સાધુ તો ફરતા સારા જેમ નાદી વહેતી રહે તેને બાંધી રાખવી સારી નહીં, તેમ મહાત્મા પણ ફરે , બાંધવા સારું નહીં . માટે તારે જોઈએ તે બીજું માગીલે દરબાર કહે પ્રભુ મારે કાંઈ મોટા ચક્રવર્તી રાજા થાવું નથી કે મારે સ્વર્ગનું સુખ જોઈતું નથી , એ બધુ ક્ષણભંગુર છે પાણીના પરપોટા સમાન છે, કાયમ રહેનારું નથી. આજે આપની મરજી હોય તો આ સેવકને આપના દર્શન નો લાભ તથા સેવા આપો આ દરબારે કાયમ સાધુસંતોનો સહવાસસેવેલો તેમજ અહર્નિશ સાધુ-સંતોના સેવાથી મહાત્માને વચન નથી બંધીત્યાં રોક્યા .
તળાવની પાળ ની બાજુમાં રહેવા લાગ્યા બધા લોકો તેમને રામગર સ્વામી ના નામથી ઓળખવા લાગ્યા સંપૂર્ણ ત્યાગી હોવા થી કોઈની પાસે કોઈ પણ વસ્તુની ઈચ્છા આ રાખતા નહીં .ઘણા માણસો કાયમ તેમના દર્શને આવવા લાગ્યા રામગર સ્વામી રંગ પર ગામના તળાવની પાળે રહેવા લાગ્યા .
આવો ઇતિહાસ સાંભળીને ફતેસિંહ ને રામગરસ્વામીના દર્શન કરવાની ઈચ્છા થઈ.
એટલે ભીમનાથ થી ફતેસિંહ તથા નાથુજી રામા બાપાના દર્શન કરવા રંગપુર આવ્યા અને રામા બાપાના આસન પાસે રાત રોકાયા એવામાં બંનેને દેવી અવાજ સંભળાયો,
" કરેગા સેવા મિલેગા મેવા"
બેય ભાઇ જાગી ગયા અને એક બીજાને પૂછ્યું કે આવો કાંઈ અવાજ સંભળાયો?
અને ત્યારે બંને ભાઈ ને સચોટ થઈ ગયું અને સાચા દિલથી રામા બાપા ની સેવા કરવા ત્યાં જ રોકાઈ ગયા .
હવે બન્ને ભાઈઓ કુમાર અવસ્થા છોડી યુવાવસ્થામાં દાખલ થઈ ગયા હતા, શરીર સુદ્રઢ હતા અને રાજપૂત ના દિકરા હતા તેથી ખડતલ પણ હતા .
બંને ભાઈ સાથે રહીને રામા બાપા ની એક ચિત્તે સેવા કરતા હતા, બાપાએ એકનું નામ સદારામ અને બીજાનું નામ સેવાદાસ રાયુ હતુ એક ભાઈએ કાવડ બનાવી હતી, તે કાવડ લઈ ગામમાં તથા આજુબાજુના ગામમાં ફરતા, એમા રોટલા તથા લોટ આવે એનાથી આવતા એમાં ધાતુ સંત અને ગરીબોને જમાડવામાં વાપરતા હતા, બાકી વધેલા માંથી ગાયો અને કુતરાને રોટલા કરીને ખવડાવતા હતા, બીજો ભાઈ પાણી લઈ આવતો અને એક નાની ઓરડીમાં પરબ બનાવી ત્યાં જે આવે તેને પ્રેમથી પાણી પાતા હતા, હંમેશા રાત્રે સૂતી વખતે રામા બાપાના ચરણોમાં ચાપતા હતા, અને તે વખતે સત્સંગ કરતા, આશ્રમમાં એક અણદી બા નામે લુહાર ની દીકરી પણ રહેતા હતા, તે પણ સાધુ સંતોની સેવા કરતા હતા. એક દિવસ આનંદીબા ને ખૂબ તાવ આવ્યો અને થોડા દિવસ સુધી કામ કરી શક્યા નહીં . તેથી રસોઈ દરણુ વગેરે દરેક કામ સદારામ ને સંભાળવું પડ્યું ,
અને એક દિવસ રામા બાપાએ સદારામ ને કહ્યું કે 'જા અણદી ના લુગડા ધોઈ આવ'. સદારામ ના મનમાં જરા પણ સંકોચ થયો નહીં કેમકે તે આનંદીબા ને માતા સ્વરૂપ માનતા હતા .
તેથી માતા ના લુગડા ધોવામાં કોઈ જ લાજશરમ નો ભાવ આવ્યો નહીં.
અને તરત લુગડા ધોઈ આવ્યા, ગુરુ નું વચન થયું એટલે લુગડા ધોય આવ્યા, બીજો વિચાર પણ કરવાનો ન હોય .
આવી રીતે અડગ સેવા જોઈ બાપા તેના ઉપર પ્રસન્ન થયા. બીજા દિવસે સવારમાં રામા બાપાએ સદારામ ને પાસે બોલાવી અને આનંદથી કહ્યું 'બચ્ચા હવે તમારો સમય આવી ગયો છે, તમને બધી સિદ્ધિ પ્રાપ્ત થશે અને અત્યારે અહીં થી ચાલી નીકળો, હું મંત્ર આપું છું તેનો હંમેશા જાપ કરજો અને જ્યાં દિવસ આથમે ત્યાં બેસી જાજો.' અને ત્યાં જ આસન જમાવી દો રામો તમારી સહાય કરશે અને દુનિયા તમને ફ્કકડો નાથ કહીને પૂજશે . અને ગુરુ દિક્ષા મંત્ર આપીને ફતેસિંહ એટલે કે સદારામ એટલે કે આજના આપણા ફકડાનાથ અને આશીર્વાદ આપે અને જગ પ્રસિદ્ધ થવા ની યાત્રા શરુ કરાવી . વધુ આવતા અંકે
( પુરણ સાધુ- માલપરાભાલ)