(માનબાઈ)
સવંત 1890 આ શ્રાવણ માસની અજવાળી બીજ નો દિવસ છે સાંજનો વખત છે રાત્રિના જગ્યામાં ભજનભાવ રાખેલો છે, દિવસ આથમવાથી એક ભરવાડ પોતાની એકખડાઇ એટલે કે ભેંસ લઈ જગ્યા પાસેથી નીકળ્યો, ફકડાનાથ બાપા યે હાકલ કરી અલ્યા ગોવાળ ઉભો રહે આ તારી ભેંસ દોહી અને આજે રાત્રે ભજન છે તે માટે દૂધ જોઈએ તો દોઈ દે, ભરવાડ હાથ જોડીને બોલ્યો બાપા ભેંસ વરોળ છે, ( એટલે કે ક્યારે પણ વિયાય નહીં તેવી )બાપુ ઘરની ઉછેરેલી પાડી છે દશેક વર્ષની થય પણ વીયાતી નથી અને ઘરની ઉછેરેલી હોવાથી મુકતા જીવ ચાલતો નથી, આ પાડી રખડે આવું ન થાય તે માટે રોજ સાંજના ગોતી લાવી ઘરે બાંધી દઉં છું. બાપુ લાવો લોટો દૂધ જોતું હોય તો મારા ઘરેથી ગાયનુ તાજુ દુધ લાવી આપુ . આ વાતચીત દરમ્યાન ભેંસ જગ્યા બાજુ જોય ને ઉભી રહી ,બાપા બોલ્યા ગોવાળ દૂજણી છે એલા ભેંસને જગ્યામાં લાવી જોતો દૂધ દય છે કે નહીં, આમ કહીને બાપાએ ભેંસને જગ્યાના ફળિયામાં લઈ ગયા, અને એક મોટો લોટો ભરી તે ભેંસ દોહી લીધી .
ભરવાડ આ ઘટના જોઈ ફ્કકડા બાપાના પગમાં પડી ગયો, અને તે વરોળા ભેંસને જગ્યામાં બાંધી દીધી.
પછી ૮ વરસ ફ્કકડા બાપાએ એ ભેંસને વગર વિયાણે દોહી હતી.
એક લોટો એટલે કે લગભગ અડધો લીટર દૂધ એ ભેસ સવાર-સાંજ આપતી હતી .
તે ભેંસને ફકડાનાથ બાપા માનબાઈ કહીને બોલાવતા હતા સૃષ્ટિના નિયમ મુજબ ભેંસની આયુષ્ય પૂરી થતાં તે ભેંસ મરી ગઈ, ગામલોકો જગ્યામાંથી ભેંસને લઈ જવા માટે ચમાર લોકોને બોલાવી લાવ્યા , હરીજન ભેંસના નિર્જીવ દેહ ને લેવા આવ્યા ત્યારે ફકડાનાથ બાપાએ પૂછ્યું તમે આ આ મૃત શરીરને લઈ જઈને શું કરશો ?
ત્યારે એને કહ્યું કે આ ભેંસ નુ માસ અમે સૌ વહેંચી લઈશું અને ચામડું વેચી એના પૈસા આવે એ અમે બધા વહેંચી લઈશું.
આવી ચોખવટ એક માણસ એ કરી ત્યારે ફકડાનાથ બાપાએ ભેંસ નો મૃતદેહ લઈ જવાની ના પાડી, તમે લોકો અહીં જગ્યામા એક ખાડો ખોદી આપો , મારે આ માનબાઈ ભેંસને અહીં જ સમાધિ આપવી છે, હું તમને બધા જ ને મીઠાઈ જમાડીશ અને ઉપરાંત પૈસા પણ આપીશ કેમકે આ ભેસે આ જગ્યાને ઘણા વર્ષ દૂધ આપ્યું છે, અને હજી પણ એ ઘી તથા દૂધ આપતી જ રહેશે, તેથી એનું માંસ કે ચામડું મારે વહેંચવા દેવું નથી .
આમ કહી અને એ ભેંસને સમાધિ અપાવી,
ફકડાનાથ બાપા એ હરિજનોને મીઠાઈ જમાડી અને બધાને રોકડા પૈસા આપ્યા .
આજે પણ આ માંનબાઈ ની સમાધિને રોટલાના ટુકડાનો સ્પર્શ કરાવી પછી બીમાર ઢોરને એ ટુકડો ખવડાવવામાં આવે તો તે બીમાર ઢોર સાજુ થઈ જાય છે.
આવી શ્રદ્ધા આજે પણ આ જમરાળા ની જગ્યામાં જળવાઈ રહી છે , હજી પણ બધા જ માન્યતા નુ દુધ અને ઘુ માનબાઈ ની માનતાનુ આવી જ જાય છે, અને એ દૂધ ઘી થી જગ્યાનું કામકાજ ચાલે છે, એટલે કે જગ્યામાં ઘી દૂધની તમામ જરૂરિયાત સંતોષાય છે.
અને વધારાનું ઘી હરિદ્વાર સોમનાથ છાત્રાલય અથવા કોઈ યજ્ઞમાં વગેરે સ્થળોએ ભોજન તથા યજ્ઞોમાં વપરાય છે ,
આજે પણ જમરાળા ની જગ્યામાં માનબાઈ ભેંસની સમાધિ મોજુદ છે કેટલાયે શ્રદ્ધાળુઓની માનતા આવતી જ રહે છે. જે ઢોર દોવા ના દેતા હોય તેને એ જગ્યા નો ટુકડો ખવરાવવાથી તરત જ ધોવા દે છે.
શ્રદ્ધા અને વિશ્વાસ માં બળ હોય છે, એમને માપવા બુદ્ધિ અને તર્ક ની માપપટ્ટી ટૂંકી પડે .
"નહિ વીહાવુ નહિ વહુકવુ
એને માંનબાય દીધુ નામ
વરોળ્ય ભેંસને દૂજણીકરી
બાપા ફક્કડા તારા કામ."
(પુરાણ સાધુ)