જેના તપ ત્યાગ ટેક અને શૌર્ય જગતભરમાં મશહૂર છે, એવા આકરા પાણીએ તો સિંહ ઉછરે છે. એવી આ સૌરાષ્ટ્રની પુનિત ધરતી માથે કેટલાય સંતો- ભક્તો સતીઓ અને શૂરવીરો થઈ ગયા. આજે પણ જેના ઇતિહાસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ગવાય છે આ સૌરાષ્ટ્રની ધરતીનું આકર્ષણ પણ ધરતીનું આકર્ષણ પણ અનેરું છે.
હજારો ગાઉ થી માણસો આપુનીત ધરાના દર્શને આવતા રહ્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણ પણ મથુરા ગોકુળ તજી અને કોઈ આવાજ આકર્ષણથી ખેંચાય અને સૌરાષ્ટ્રની પુનિત ભૂમિને તીર્થધામ બનાવવા પધારેલા હશે ને?
અનેક સંતો-ભક્તો થી વિભુષિત આપણી આ સૌરાષ્ટ્રની ધરતીને એક મહાન વિભૂતિ એવા પરમ વંદનીય સિદ્ધ સંત એવા શ્રી ફકડાનાથ બાપા એ વધારે પાવન કરી છે.
તો આવો જોઈએ પૂજ્ય શ્રી ફક્કડાનાથ બાપા નો પરિચય.
મારવાડ નું કેતકી ગામ આ ગામમાં એક સરદારસિંહ નામે રાઠોડ રાજપુત રહે પોતાની આજીવિકા માટે ગામગરાસ તથા ખેતીવાડી હતી .
પોતાના કુટુંબમાં પત્ની તથા બે બાળકો હતા ખુબજ ભક્તિભાવ વાળુ કુટુંબ હતું. બાળકોમાં બે પુત્ર હતા મોટાનું નામ ફતેસિંહ તથા નાનાનું નામ નાથુજી હતુ.
ફતેસિંહ ને બાળપણથી જ વૈરાગ્ય વૃત્તિ જાગેલી હતી.
સંસારના કોઈ કામમાં મોહમાયા મા જીવ ખુંચતો નહોતો.
પૂર્વના કોઈ યોગ અધૂરા રહેલા આત્મા નો ફેરો પૂર્ણ કરવા જ જાણે અવતાર ધર્યો હોય ! એવો એનું જીવન અને વર્તન લાગતા હતા.
હવે એક દિવસ સરદારસિંહ બીમાર પડ્યા ટૂંકી માંદગી ભોગવી મૃત્યુને લોક છોડી અને સ્વર્ગમાં સિધાવ્યા. કુટુંબ માથે અચાનક આફત આવી પડી, પણ જેનું જીવન ઈશ્વર પરાયણ છે એવા મોટાભાઈ ફતેસિંહ માતા તથા નાના ભાઈને આશ્વાસન આપે છે. માતાને કહે છે કે 'હે માં આ દુનિયામાં સૌ કર્મ સાથે લઈને આવે છે આ દુનિયા ઉપર જેટલા શ્વાસ લખ્યા હોય એટલા લેવાય છે જીવન અને મૃત્યુ આ મૃત્યુલોકના નો નિયમ છે, માટે મારા પિતાનો શોક કરવો નહીં આ સંસાર ઈશ્વરની ઇચ્છા મુજબ ચાલે છે જેમાં મારો રામ રાજે તેમ આપણે રાજી રહેવાનું 'આવી આવી ઞાન વાતો કરે છે ,
અને માતા તથા નાના ભાઈને આશ્વાસન આપે છે અને દુઃખ ભુલાવવા પ્રયત્ન કરે છે ,પછી તો દુઃખ નુઓસડ દાડા , એ ન્યાયે જેમ જેમ દિવસો વિતતા ગયા એમ દુઃખ ઓછું થતું ગયું ,
પણ આ પિતાશ્રીનો સ્વર્ગવાસ માંદગી યોગ વગેરે મૃત્યુલોકના દુઃખ જોઈ સાંભળી ફતેસિંહ ના મનમાં વૈરાગ્ય નો વધારો થયો , સંસાર હવે તો ખોટો લાગવા માંડ્યો . થોડોક સમય વીત્યા પછી એક દિવસ પોતાના માતા ને વાત કરે છે 'માં મારે સૌરાષ્ટ્રની યાત્રા કરવા જવાનો વિચાર છે '. 'નાનો ભાઈ ખેતી તથા ઘરનું ધ્યાન રાખશે આપ જો રજા આપો તો હું યાત્રાએ નીકળી નિકળુ'.
માતાજી મનમાં વિચાર્યું કે ફતેસિંહ ખેતીવાડીમાં ધ્યાન દેતોનથી હવે ગામમાં કોઈ સાધુ સંત આવે તો તેમની સેવામાં લાગી જાય છે અને સાધુસંતો પાસેથી છે સૌરાષ્ટ્ર નીભૂમિની વાતો સાંભળે ને સૌરાષ્ટ્ર ની યાત્રા કરવાની ઈચ્છા કરે છે તો ના પાડવી યોગ્ય નથી, તેથી નાના ભાઇ અને પોતાને પણ સાથે જવું એવો વિચાર કર્યો અને યાત્રાની હા કઈ અને સૌ તીર્થાટને નીકળ્યા.
કાશી - અયોધ્યા થઈ સિધ્ધપુર ડાકોર વગેરે સ્થળે દેવદર્શન કરતા કરતા સૌરાષ્ટ્રની ધરતી તરફ યાત્રા સ્થળોએ નિકયા.
સંત સાધુઓ પાસેથી સૌરાષ્ટ્રના ભીમનાથ મહાદેવ ની પ્રશંસા સાંભળી મનમાં વિચાર કર્યો કે ભીમનાથ મહાદેવના દર્શન કરવા જવું જોઈએ .
સંતો પાસેથી સાંભળેલી ભીમનાથ મહાદેવ ની વાત આ પ્રમાણે હતી .
પાંડવો વનવાસ દરમિયાન ફરતા ફરતા આ બાજુ ધંધુકા પાસે જ્યાં હાલ ભીમનાથ છે ત્યાં તે વખતે જંગલ હતું . અને ભીમને શિવની પૂજા દર્શન કર્યા વગર જમવું નહિ એવું નિમ હતું, પાંડવો ફરતા આ જંગલમાં આવ્યા બપોરનો સમય થયો પણ કોઈ શિવ મંદિર નજરે ચડ્યું નહીં , દર્શન કર્યા વગર ભીમ ખાય નહીં . અજુનને ચિંતા થઇ કે મોટાભાઈ ભૂખ્યા રહી શકશે નહીં તેથી લાવને હું સમાધાન થાય એવું કંઈક કરું. આમ વિચારે અને માટેની એક લોટી ભરી અને ઉંધીવાળી ઉપર ફુલડા ચડાવી એ ઉતાવળે ઉતાવળે ભીમ પાસે આવ્યા અને વાત કરી કે ભાઈ ઝાડની નીચે મહાદેવની એકલિંગ છે તમે તેની પૂજા કરી અને જમી લો . એમને તો ખૂબ ભૂખ લાગી એટલે ઉતાવળે ઉતાવળે જઈને પૂજા કરી આવ્યા અને જમી લીધું .
પછી અર્જુનને જોયા અને ભીમે કઈક ભેદ છે એવું જાણ્યું ,
પૂછ્યું હસવાનું કારણ??
ત્યારે અર્જુને હસતા હસતા કહ્યું કે ભાઈ તમે પૂજાશેની કરી ?
તો ભીમેં જવાબ આપ્યો કે મેં શિવની પૂજા કરી, ત્યારે અર્જુને હસતા હસતા કહ્યું કે ત્યાં તો કોઈ ભોળાનાથ નથી અમે માટીની લોટી ઉંધી રાખી છે, અને આ સાંભળી ભીમે મનોમન ભોળાનાથને પ્રાર્થના કરી કે "હે શિવજી આમાં હું કાંઈ જાણતો નથી મેતો શ્રદ્ધાથી આપને વંદન કર્યા છે આપની પૂજા કરી છે આમાં મારો કોઈ દોષ નથી'. માટે મારુ સત રાખવા આપ પ્રગટ થાઓ . અને અર્જુનને કહ્યું ચાલો આપણે ત્યાં જઈ અને ખાતરી કરીએ ચોક્કસ ત્યાં ભોળાનાથ છે. તો બંને ભાઈ આ ઝાડ નીચે માટે ની લોટી ઉંધી વાળેલીછે ત્યાં આવે અને દૂરથી ભીમે ધીમે ગેડીયાનો ઘા કર્યો તો શિવલિંગમાંથી દૂધની ધારા વછૂટી!!!
આ દિવસ બળેવ એટલે કે શ્રાવણ સુદ પૂનમનો હતો, તેથી ત્યાં હાજર દરેક બ્રાહ્મણને લાડુનો ભોજન તથા દક્ષિણા આપી અને તે દિવસનો મહિમા વધાર્યો તેથી આજે પણ ભીમનાથ જગ્યામાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બ્રાહ્મણને લાડુનુ ભોજન તથા દક્ષિણા અપાય છે . ભીમનું સત રાખવા મહાદેવ પ્રગટ થયા તેથી આ સ્થળનું નામ ભીમનાથ મહાદેવ થયુ.
આ ભીમનાથ મહાદેવના દર્શન કરવાની ફકડાનાથ બાપાની ઈચ્છા થઈ તેથી આ બાજુ આવતા હતા, ભીમનાથ મહાદેવના દર્શન કરી બે ચાર દિવસ રોકાણા આ દરમિયાન બીજા યાત્રાળુ પાસેથી વાત સાંભળવા મળી કે બાજુના ધંધુકા ને આગળ રંગપુર નામે ગામમાં મહાન સંત શ્રી રામા બાપા એટલે કે રામગરસ્વામી બિરાજે છે. તે મહાન સંત છે, દર્શન કરવાને લાયક મહાત્મા છે ,આ સાંભળી ને પછી માતા અને ભાઇ સાથે રંગપુર દર્શન કરવા આવે છે, અને ત્યાં શ્રી રામ બાપા નો ભેટો થાય છે. હવે વધુ આવતા અંકે
( પુરણ સાધુ , માલપરાભાલ)