કીટલીથી કેફે સુધી
આનંદ
(14)
ઓફીસનો આજે પહેલો દીવસ છે. કાયમની જેમ હુ ટાઇમ કરતા બે કલાક વહેલો ઉઠયો. રાતે ઉંઘ થોડી મોડેથી આવી પણ; લગભગ સાતેક વાગ્યે પાછી આંખ ઉઘડી. ત્યા કોઇ “બોલીવુડ પીક્ચર” ના ગીત વાગતા હોય એવો અવાજ આવ્યો. મને થયુ કોણ છે આ “નફ્ફટ” માણસ. હાથમા આવી જાય તો એક જાપટ “આંટી દઉં”.
હુ પથારી માથી બેઠો થયો. અભય અડધા કપડા પહેરીને પથારીમા બેઠો છે. એક હાથમા પાણીનો ગ્લાસ અને બીજા હાથમા રીમોટ. મજાની વાત તો એ લાગે કે દર દસ સેકન્ડે ચેનલ બદલાવે છે.
“યાર સુબહ સુબહ અચ્છે ગાને નહી મીલતે...કરતે કયા હે યે લોગ...યાર સુબહ કો તો આદમી કો સુકુન મીલના ચાહીયે ના યાર...કયા યાર...” કેટલી વાર સુધી મનમા બોલ્યો.
“એલા ભાઇ પેલી વાત તો સવારના પોર મા તારા સાટુ એમાય સવારના સાત વાગે સ્પેશીયલ હીન્દી ગીત વગાડવા કયો માણસ નવરો બેઠો હોય. બીજો પ્રશ્ન કે સવારના પહોરમા આવા નકટા સોંગ સાંભળીને કોને સુકુન મળે.” હુ અવાચક બની ને જોયા કરુ છુ.
“ઓ...હો બડી જલ્દી હે રે તુમે ઓફીસ જાને કી...” એને એની વીચીત્ર હાસ્ય સાથે જોયુ. મને ખબર નથી કે એને કેમ ખબર પડી ગઇ કે હુ એની સામે ક્યારનો જોવુ છુ.
“હા આજે પહેલો દીવસ છે ને...” મારાથી આટલુ જ બોલી શકાયુ.
“કયા બાત હે એકસાઇટમેન્ટ કા લેવલ તો દેખો લડકે કા...” દરેક વાતો સાથે એનુ મોઢુ વીચીત્ર લાગતુ. મને થયુ સવારના પહોરમા આવી નકામી વાતો કોણ કરે. આની પાસે બીજુ કાઇ જ કામ નહી હોય કરવા માટે... મને એકધારો એના ઉપર ગુસ્સો આવ્યો. જો આની જગ્યાએ દેવલો હોત તો “એકાદ જાપટ” તો નાખી જ લેત.
દેવલો હજી પણ સુતો છે. હુ પથારી માથી બેઠો થયો. જઇને દેવલાએ ઓઢેલો “બ્લેન્કેટ” ખેંચ્યો. “એલા સુવા દે ને ભાઇ...” આંખ ખોલ્યા વગર રોતો હોય એવા અવાજે બોલ્યો. વળી “બ્લેન્કેટ” પાછો ખેંચીને સુઇ ગયો. મે ફરી ખેંચી લીધો. “એલા સુવા દે ને...” આ વખતે અવાજ વધ્યો. ત્રીજીવાર મે પાછો ખેંચ્યો ત્યારે બોલ-બોલ કરતો ઉભો થયો.
દેવલો મોબાઇલમા પડયો. હુ નહાવા માટે બાથરુમમા ગયો. બાથરુમની ડીઝાઇન વીચીત્ર છે. “આર્કીટેકટ” નો મગજ પણ એમા કામ કરે એવુ નથી. હુ નાહીને બહાર આવ્યો.
“વાહ જી એમ્પલોયર સાહબ...તૈયાર હોકે ચલે...” એનુ લંબગોળ મોઢુ હવે તો મને પોપટ જેવુ જ લાગે છે. ગમે તે જોવે એટલે કાઇ તો બોલવાનુ.
હુ કાઇ ન બોલ્યો.
“રેડી ભાઇ...” દેવલો મોબાઇલ માથી બહાર નીકળીને બોલ્યો.
“જીવનમા પહેલી વાર “ફોર્મલ કપડા” પહેરવાનો દીવસ આયવો ભાઇ...”
“લ્યો આની પેલા નથી પેયરા કયારેય...”
“ના ભાઇ ના ગરીબ માણાને શુ હોય...”
“ગરીબની દેતી કામ કરને...”
“તુ પેલા ચા તો લેતો આવ...”
“હાલને બેય હાયલા જાય...” એ કામચોરી કરવાના બહાને બોલ્યો.
“તુ લઇ આવને...” મે ફરીથી કહ્યુ.
“હાલને એલા બેય જાય...” એણે પાછી વાતને ટાળી.
મારા બે-ત્રણ વાર કહેવા છતા એ ન માન્યો.
“હાલ તો બીજુ શુ થાય...તમારા થોડીને કાંઠલા પકડાય છે...” અમે બેય હાલતા થયા.
ત્યા જઇને જોયુ કે બધા પાણીના ગ્લાસમા ચા લઇને જાય છે. ત્યારે મને ખબર પડી કે અભય ગ્લાસ મા પાણી નહી ચા લઇને બેઠો હતો. અમે ચા લીધી અને બેવડા વળી ગયેલા બે પાંઉ.
ચા ના સ્વાદમા મને કાઇ ખાસ મજા ન આવી. “ખાલી કથ્થઇ કલરનુ પાણી પીવા જેવી જ વાત છે.”
મે ઉત્સાહમા આખો ગ્લાસ ભરીને ચા લીધી. પછી થયુ કે લેતા લેવાઇ ગઇ. હવે છ મહીના સુધી આવી જ ચા પીવાની એ વીચારીને મને થોડો ખચકાટ થયો. મને થયુ કે જે હોય તે આટલુ ભાડુ ભરી છી માલીકને ફરીયાદ કરવા જઇશ પછી.
ગમે તેમ ચા પતાવીને રુમમા પાછા આવ્યા. પહેલો દીવસ છે એટલે મને નવ વાગ્યે પહોચવાનુ કહેવામા આવ્યુ છે. હજી અડધા કલાકની વાર છે. મને કયો રસ્તો કયા જાય...મારી ઓફીસે જવા માટે વાહન ક્યાથી મળે કાઇ જ ખબર નથી.
“ભાઇ આ જગ્યા પર છે ઓફીસ...રીક્શા ક્યાથી મળશે...” મે ફોન પર એડ્રેસ ખોલીને બતાવ્યુ.
“ટાઇટેનીયમ સીટી સેન્ટર...નીઅર શ્યામલ ક્રોસ રોડ...” દેવલો મોટેથી બોલ્યો.
“રીકશા નુ કે તુ જલ્દી અડધા કલાકની જ વાર છે.” હુ ઉતાવળો થતો હતો. મને મનોમન થોડી ગભરામણ જેવુ લાગે છે.
“રીક્શામા જ જાવુ તારે...” મારી સામુ જોઇ બોલ્યો. “બાકી ઓલા કે ઉબર કરી લે ને...પહેલો દીવસ છે તો રસ્તો ખબર પડી જાય...”
મને લાગ્યુ કે એને રસ્તો નથી ખબર.
“ભાઇ ઉબર હી કર લે વહી સહી રહેગા...” પહેલી વાર કામના ટાઇમે કામની વાત બોલ્યો એવુ મને લાગ્યુ.
હુ હસ્યો અને મારુ બેગ ઉપાડયુ.
“હાલને ઉબરમા જ વઇ જાઉ...” બોલીને હુ નીકળ્યો.
હવે મારી માથે અભીમાનની ચાદર. મને ખાલી એટલી જ ખબર કે ઉબર શુ એ મને નથી ખબર. મારી ખોટી ટેવના લીધે મે હા પાડી કે મને ખબર છે.
બહાર નીકળો ઉબરની એપ ડાઉનલોડ કરી. રીક્શા બુક તો થઇ ગઇ પણ રીકશા લોકેશન પર જ નો આવી. વીસેક મીનીટ હુ રોડ પર બસસ્ટેન્ડ પર ઉભો રહ્યો તોય ન આવી. એમા બે વાર તો મે કેન્સલ કરી નાખી. ત્યા સુધી વટને ખાતર કોઇને નો પુછયુ. છેલ્લે મે એક બાપાને પુછયુ ત્યારે ખબર પડી કે હુ રસ્તાની ઉંધી સાઇડ પર ઉભો છુ.
મને મારી જાત પર એટલો ગુસ્સો આવ્યો. ઓલા બેય જણા કહેતા તા ત્યારે મે “હા” કહીને હંકારી. હવે મોડુ થઇ ગયુ. ગુસ્સામા રોડ ક્રોસ કર્યો અને પછી કોઇને પુછીને લોકલ રીકશામા ચઢયો.આગળ ચાર અને પાછળ છ જણા ફીટ કર્યા. મને થયુ સાવ આવી લુખ્ખાઇ. મને મારા અમદાવાદ આવવાના વીચાર પર શંકા થવા લાગી.
હુ જ્યા ઉતર્યો એ જગ્યાનુ નામ પ્રહલાદ નગર છે. જીવનમા ઘણી જ ઓછી વારમે કોઇ પાસેથી સીખીને કાઇ કર્યુ છે. મારો આત્મવીશ્વાસ ઘવાયો છે એનો ભાર મારા મનમા છે.
ફરીથી કોઇને પુછયુ તો ખબર પડી કે મારે હજી એક રીક્શા બદલાવવી પડશે. ત્યાથી હુ બેઠો ને સીધો “ટાઇટેનીયમ સીટી સેન્ટર” પહોંચ્યો. આ જગ્યા પર ઇનટર્નશીપ ચાલુ થયા પહેલા હુ એકવાર આવી ગયો હતો. જગ્યા જોઇને એવી કાઇ નવાઇ ન લાગી.
રોડ ક્રોસ કરીને હુ આગળ ગયો. “ક્રોસચેક” કરવા માટે મે ફરીથી ઓફીસના નંબર અને “એપાર્ટમેન્ટ” નો નંબર જોયો. અહી “એ” થી લઇને “એચ” સુધી ના “એપાર્ટમેન્ટ” છે. “ટાઇટેનીયમ મોલ” ની બાજુમા થઇને ઢાળ ચઢીને છેલ્લે “ટાઇટેનીયમ સીટી સેન્ટર” પહોંચ્યો.
એની નીચેની બે સાઇડ પર ખાવા-પીવા વાળાની...પાનની...સ્ટેશનરીની એવી કેટલીય દુકાનો છે. આમેય હવે દસ વાગવા આવ્યા છે અને મોડુ થયુ છે. એમાય મને સામે ચા લઇને જતો એક છોકરો દેખાય ગયો. “હાલો ચા મા આપડે શુકામ બાકી રઇ...લગાવી એક...મોજ આવશે...”
ચા પીવાની ઇચ્છાએ સીધા જવાને બદલે હુ જમણા હાથે વળ્યો. મે જોયુ કે લાઇનમા કેટલા બધા ચા વાળા છે. મને જે પહેલી દુકાન દેખાઇ ત્યા ઉભો રહી ગયો.
“પાંચ વાળી નહી દસ વાળી...” કહીને ચા લીધી.
ચા પીતા-પીતા કાંટા સામે જોયુ. દસ વાગી ગયા. ચા ના પૈસા આપીને હુ ઉપર પહોચ્યો. જેમ-જેમ લીફ્ટ ઉપર જઇ રહી છે એમ મારી ગભરામણ વધી રહી છે. પાછી લીફ્ટમા બે-ત્રણ છોકરીઓ વાતાવરણને વધારે ગભરામણ ભરેલુ બનાવે છે. એના કપડાની “સ્ટાઇલ” અને બોલવાની રીત જાણીને મને થયુ કે હુ આ બધાના “કલ્ચર” કેટલો પાછળ છુ. થોડીવાર તો મારી જીંદગી તો કેટલી પછાત છે.
મને એક પછી એક “શોક” મળી રહ્યા છે. લીફ્ટ ઉભી રહેતા-રહેતા પહોચી એટલે અગીયારમો માળ આવતા વાર લાગી. લીફ્ટની બહાર નીકળો એટલે ડાબા હાથ ઉપર બીજી જ ઓફીસ છે. “લાકડાના સફેદ દરવાજા પર મોટા અક્ષરે “એ.વી.એન આર્કીટેક્ચર” લખેલ છે.
દરવાજો ખોલીને હુ અંદર ગયો. સીધી લાંબી ઓફીસમા પહેલા બેય બાજુ ટેબલ છે પછી નાનકડી “પાર્ટેશન વોલ” અને પછી પાછુ એક ટેબલ. વચ્ચોવચ્ચ એક મોટુ ગોળ ટેબલ છે જેના પર ઘણી-બધી પ્રીન્ટો છે. ટેબલની એકબાજુ કાજલ બેઠી છે અને એની સામે સર.
હુ ટાઇમ કરતા ઘણો મોડો છુ. કાજલ તો ટાઇમ પર જ પહોચી ગઇ હશે. પહેલા જ દીવસે મોડુ થયુ એટલે મને એમ કે હમણા કાઇ કહેશે પણ; થોડી વાર ઓફીસની વાતો કરીને પછી સરે મને સ્કેચઅપ મોડેલ બનાવવા આપ્યુ.
પહેલો દીવસ હતો એટલે હુ પુરેપુરો ઉત્સાહમા હતો. બે દીવસનુ કામ મે એક દીવસમા પતાવી નાખ્યુ. હુ જેવુ વીચારતો રહ્યો એવુ કાઇ હતુ નહી. બપોર પડી મારી પાસે ટીફીન નહોતુ એટલે નીચે જઇ હુ ચા પી આવ્યો. ત્રણેક વાગે સર પાછા આવ્યા.
અચાનક ત્યાથી ચા વાળો નીકળ્યો અને સરે મને અને કાજલને પુછીને ચાનો ટાઇમ નક્કી કરાવ્યો. ચા વાળાને રોજ એ ટાઇમે મુકી જ જવાની એવુ કહી દીધુ. મે સરને ના પાડી છતા એણે રોજની ચા નુ નક્કી કર્યુ.
હુ ખુશ હતો કે મે આ ઓફીસ સીલેક્ટ કરીને કોઇ ભુલ નથી કરી. મોજમાને મોજમા કામ પુરુ કર્યુ સરને બતાવ્યુ. એ પણ કામ જોઇને ખુશ થયા.
ઓફીસમાથી અમે સાથે નીકળ્યા. લીફટની બહાર નીકળીને અમે છુટા પડયા.
મને ફરી એક નવી ચાની દુકાન મળી ગઇ.
મોજના કારણે મારાથી “બે દસવાળી” વધારે પીવાઇ ગઇ.
(ક્રમશ:)