એક ઉદ્યોગપતીને ૧૦૦થી પણ વધારે વેપારગૃહો હતા, આ દરેક વેપારોમા તેઓ ખુબ સફળ થયા હતા. તેમને જ્યારે તેમની સફળતાનુ રહસ્ય પુછવામા આવ્યુ કે કેવી રીતે તેઓ આટલા મોટા વેપાર સામ્રાજ્યને ચલાવી શકે છે તો ત્યારે તેમણે માત્ર એકજ શબ્દમા જવાબ આપ્યો હતો, અને એ જવાબ હતો "મારી યાદશકતી". તેમની યાદશક્તી એટલી બધી સતેજ હતી કે તેઓને ક્યાં એકમમા શું થઈ રહ્યુ છે, દરેક કંપનીની શું પરીસ્થીતિ છે, તે દરેકનુ વેચાણ કેવુ થાય છે, તેમા કેવી કેવી સમસ્યાઓ આવે છે અને તે દરેકમાથી કેવી રીતે પાર પડી શકાય તેમ છે તેને લગતુ એ ટુ ઝેડ સંપુર્ણ જ્ઞાન હતુ. પોતાની આવી યાદશક્તીને કારણેજ તેઓ દરરોજ પોતાના દરેક વેપારનો સંપુર્ણ હિસાબ રાખી શકતા હતા જેથી તેઓ સફળ થતા હતા.
આમ કોઈ પણ ક્ષેત્રમા સંપુર્ણ સફળતા મેળવવા માટે તેને અસર કરતી તમામ જરૂરી બાબતો આપણને વ્યવસ્થીત રીતે યાદ હોવી જોઈએ કારણકે તેમ થવાથીજ આપણે જળપથી નિર્ણયો લઈ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી શકતા હોઈએ છીએ.
યાદશક્તી શા માટે જરુરી છે ?
જો કોઈ વિદ્યાર્થીને વાંચેલુ બરોબર યાદ ન રહેતુ હોય તો તેઓ પરીક્ષામા સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકે ? જો એક ડોક્ટર ઓપરેશન કરવાની સચોટ રીત કે ધ્યાનમા રાખવાની બાબતો ભુલી જતા હોય કે ઓપરેશન કર્યા પછી પેટમા કાતર ભુલાઇ જતી હોય અને આવી ભુલો વારંવાર થતી હોય તો પછી તેઓ સફળ ડોક્ટર કેવી રીતે બની શકે? શું પછી આવા ડોક્ટરો સફળ થઇ શકે? આમ જીવનના દરેક કાર્યમા યાદશક્તીની જરુરીયાત રહેતી હોય છે. અમુક કાર્યો તો યાદ શક્તી વગર પુરા થઈ પણ શકતા હોતા નથી. તો આવા કાર્યોમા સફળતા મેળવવા માટે સચોટ યાદ શક્તીજ સફળતાની ચાવી બનતી હોય છે. ભુલક્કડ લોકો આવા કાર્યોમા સફળતા મેળવી શકતા હોતા નથી પણ પ્રબળ યાદશક્તી ધરાવતા લોકો આવા કાર્યોમા ખુબજ સરળતાથી સફળતા મેળવી જતા હોય છે.
સચોટ યાદશક્તી વધારવા માટે નીચે મુજબના ઉપાયો અજમાવી શકાય.
૧) કંઈ પણ વાંચતા પહેલા વ્યક્તીએ પોતાનો માઇન્ડસેટ બીલકુલ સ્પષ્ટ અને પ્રોત્સહક રાખવો જોઇએ. તે માત્ર પરીક્ષા આપવા કે પર્ફોર્મન્સ ઓરીએન્ટેડ નહી પરંતુ નોલેજ ઓરીએન્ટેડ હોવો જોઇએ એટલે કે પરીક્ષાનો કે પર્ફોર્મન્સ આપવાનો ડર રાખ્યા વગર પોતાએ કંઇક જાણવુ છે, સમજવુ છે કે કંઈક ઉપયોગી થાય એવુ જ્ઞાન પ્રાપ્ત કરવુ છે તેવા દ્રષ્ટીકોણથી વાંચવુ જોઇએ. આ રીતે વાંચન કરવાથી એકતો આપણો ડર દુર થઈ જતો હોય છે જેથી માહિતીને ગોખવાને બદલે તેને સમજીને વાંચી શકાતી હોય છે તેમજ તેની ઉપયોગીતા સમજી એક સ્પષ્ટ ચીત્ર મનમા ઉપસાવી શકાતુ હોય છે. એક વખત તમારા મનમા આ ચીત્ર સ્પષ્ટ થઈ જાય તો પછી એ ચીત્રને આધારે તમે તમામ પોઈન્ટ્સને ક્રમબધ્ધ રીતે યાદ રાખી શકતા હોવ છો અને ઉંઘમાથી ઉઠાળીને પુછવામા આવે તો પણ તમે તેને સમજાવી શકતા હોવ છો.
૨) માહિતીની ઉપયોગીતા સમજો.
તમે જે કંઈ પણ જુઓ છો, વાંચો છો કે અનુભવો છો તેની ઉપયોગીતા શું છે ? તેનો તમે ક્યાં અને કેવી રીતે ઉપયો કરી શકો છો તે સમજો અથવાતો તમે તેનો પોતાના હેતુને અનુરૂપ ઉપયોગ કરી રહ્યા છો તેવી કલ્પના કરો. આ રીતે તમારુ મગજ માહિતીને માત્ર યાદ રાખવાના ઇરાદાથી નહી પરંતુ તેનો ઉપયોગ કરવાના ઇરાદાથી ગ્રહણ કરશે જેથી તે વધુ જડપથી યાદ રહી જશે.
૩) એવા શબ્દો કે વાક્યો નીચે અંડરલાઇન કે પોઇન્ટ આઉટ કરો, અલગ લખી લો કે જેને યાદ કરતાજ આખી વાત સમજાઇ જાય કે યાદ આવી જાય. આવા ચાવીરૂપ પોઇન્ટ્સને આધારે તમે સમગ્ર વાત સમજાવી કે લખી શકતા હોવ છો.
૪) ફકરો કે ઘટનાઓને ઉંધા ચતા ક્રમમા યાદ કરો. કઈ ઘટના પછી કઈ ઘટના આવે છે તે બરોબર સમજવાનો પ્રયત્ન કરો. આ રીતે ઘટનાઓનો ક્રમ પર્ફેક્ટલી યાદ રહી જશે.
૫) જો અનેક પ્રકારના શબ્દો કે પોઇન્ટ બીલકુલ તેના ક્રમમાજ યાદ રાખવાના હોય તો તે બધાને એકબીજા સાથે લીંક કરી કોઇ વાક્ય કે વાર્તા બનાવી દો. દા.ત. અમેરીકા, ઘઉં, મુસાફરી, વૈજ્ઞાનીક જેવા શબ્દોને ક્રમમા યાદ રાખવા હોય તો તે બધાને જોડીને નીચે પ્રમાણેનુ વાર્તા બનાવી શકાય.
“ અમેરીકામા ઠંડી ખુબ પડતા આજ વખતે ત્યાં ઘઉં ખુબ સારા થયા છે જેથી તેઓની આવક પણ ખુબ વધી છે. આવક વધવાથી તેઓ બધા વિદેશોમા મુસાફરી કરવા નિકળી ગયા છે. લોકો પાસે ખુબ પૈસા વધી જતા ત્યાના વૈજ્ઞાનીકો હવે અંતરીક્ષમા પણ મુસાફરી કરી શકાય તેવા યાન બનાવવામા લાગી ગયા છે.
તો આ રીતે ગમે તેટલા શબ્દો આપેલા હોય તો પણ તેને ક્રમબધ્ધ રીતે યદ રાખી શકાતા હોય છે.
૬) દરરોજ સવારે, રાત્રે સુતી વખતે કે સમય મળે ત્યારે તમારે જે યાદ રાખવુ છે તેને એક વખત જરુર યાદ કરવુ જોઇએ. આ રીતે દરરોજ યાદ કરતા રહેવાથી કાયમને માટે તે યાદ રહી જતુ હોય છે. આમ અમુક ચોક્કસ કલાક કે દિવસ સુધી માહિતીઓને નિયમીત વારંવાર યાદ કરવતા રહેવાથી તેને યાદ રાખવી ખુબ સરળ બની જતી હોય છે.
૭) જે કાંઇ પણ વાચો કે સાંભળો તે બધી માહિતી તમારા નજર સમક્ષ ઘટી રહી છે, તમને દેખાઇ રહી છે તેમ માનીને વાચો, તેને ફીલ કરવાનો પ્રયત્ન કરો, તેનુ મનમા સ્પષ્ટ ચીત્ર બનાવો. આ રીતે તે વધુ જડપથી સમજાઇ જશે અને આખરે વગર પ્રયત્ને યાદ પણ રહી જશે.
૮) જે સાંભળો છો, જુઓ છો કે વાંચો છો તેમા વિવિધ પ્રશ્નો પુછતા જાવ, પ્રશ્નો પુછવાથી વિષયમા રસ ઉત્પન્ન થશે જે ધ્યાનને કેન્દ્રીત કરી વિષયને અનુરૂપ ઉડાણમા સ્પષ્ટતાઓ કરવા મદદરૂપ થશે. આ રીતે તે વિષયવસ્તુ વધારે સમજાશે અને યાદ પણ રહી જશે.
૯) યાદ રાખવા માટે ગંભીરતા હોવી જરુરી છે. આવી ગંભીરતા રાખવા માટે માત્ર વાંચી જવાને બદલે તે માહિતી પોતાને ક્યાં ઉપયોગી થઈ શકે તેમ છે તેની સરખામણી કરતા જાવ. ટુંકમા હેતુલક્ષી વાંચન કે નજર રાખવાથી માહિતી વધારે યાદ રહેતી હોય છે.
૧૦) જે લખ્યુ છે તે યાદ રાખવાને બદલે શું કહેવા માગે છે તે સમજવાનો પ્રયત્ન કરો.
૧૧) માત્ર વાંચવા ખાતર વાચે ન જવુ જોઇએ. એક ફકરો કે વાત સમજાય પછીજ આગળનુ વાંચવુ જોઇએ.
૧૨) ન સમજાતી માહિતી, દાખલા, સ્ટેપ્સ કે રીતને પોઇન્ટ આઉટ કરી તેને અલગથી સમજવાની પ્રેક્ટીસ કરવી જોઇએ. જે નથી આવળતુ તેને પોઇન્ટ આઉટ કરવાથી તેના પર ધ્યાન વધારે કેન્દ્રીત કરી શકાતુ હોય છે અને છેવટે તે યાદ રહી જતુ હોય છે.
૧૩) પોતાના મનમા રહેલી ચીંતા, દુખ, નિરાશા, ડર જેવી લાગણીઓ પર કાબુ મેળવી રાખો, આવી લાગણીઓ તમારા મનની ચંચળતા વધારી દેશે જેથી તમારુ ધ્યાન કોઇ વાત યાદ રાખવા પર કેન્દ્રીત થઈ શકશે.
૧૪) કાલ્પનીક રીતે તમે માહિતીઓનો ઉપયોગ વર્તમાનમા કરી રહ્યા છો તેમ સમજીને વાંચો કે માહિતી ગ્રહણ કરો. દા.ત. મેનેજમેંટનો અભ્યાસ કરી રહ્યા હોવ તો એવી કલ્પના કરો કે તમે અત્યારે મેનેજર છો અને જે કંઇ પણ વાંચી રહ્યા છો તે માહિતીઓનો તમે ઉપયોગ કરી રહ્યા છો. આ રીતે માહિતીનુ મહત્વ, ગંભીરતા અને તેની અસરકારકતા સમજાશે અને સાથે સાથે તે યાદ પણ રહી જશે.
૧૫) જો માહિતીઓ આડા અવળા ક્રમમા હોય તો સરખી માહિતીઓનુ ગૃપીંગ કરો, અલગ અલગ યોગ્ય ટાઇટલ હેઠળ તેની વહેચણી કરો તેમજ કઈ માહિતીનો કોની સાથે શું સબંધ છે તે સમજવાનો પ્રયત્ન કરો. આ રીતે તમારા મનમા વધુ સ્પષ્ટ ચીત્ર ઉત્પન્ન થશે જે માહિતીની જટીલતા દુર કરી તેને સરળ અને યાદ રાખવા લાયક બનાવી દેશે.
૧૬) જો બીલકુલ ક્રમસર અને શબ્દએ શબ્દ યાદ રાખવાનો હોય તો સૌ પ્રથમ કોઇ લીટી કે ફકરો વાંચી તેને યાદ કરો, મનન કરો, પછી બીજો ફકરો વાંચી તેને સમજી યાદ કરો. પછી બન્ને ફકરાને યાદ કરો અને તમામ પેરેગ્રાફને આ રીતે જોડતા જાવ.
૧૭) રોજનુ કામ રોજે કરવાનુ રાખો. દરરોજ થોડુ થોડુ વાંચતા જશો કે યાદ રાખતા જશો તો આરામથી બધુ યાદ રહી જશે કારણકે મગજ પર વધારે બોજો નહી પડે. જો બધુ એક સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો થાકી જશો અથવાતો તમારી ક્ષમતા બહાર જતુ રહેશે. તેના કરતા રોજની જેટલી ક્ષમતા હોય તેટલુજ વાંચવાથી આરામથી તે વધુ યાદ રાખી શકાશે.
૧૮) સતત પ્રેક્ટીસ કરો, માહિતીના સતત સંપર્કમા રહો, તેનો વારંવાર અભ્યાસ કરો, ચીંતન મનન કરો કારણકે કોઇ પણ બાબત વિશે સતત વિચારતા રહેવાથી તે કાયમને માટે યાદ રહી જતુ હોય છે.
૧૯) યાદશક્તી, ધ્યાનશક્તી અને સમજશક્તી આ ત્રણેય શક્તીઓ વધારવાનો સૌથી બેસ્ટ અને સરળ ઉપાય એ છે કે રાત્રે કોઇ શાંત સ્થળે બેસી સમગ્ર દિવસ દરમિયાન ઘટેલી કે કરેલી તમામ પ્રવૃતીઓ ક્રમશઃ યાદ કરો, દિવસે પણ આ પ્રક્રિયા કરી શકાય એટલે કે અમગ્ર દિવસ દરમિયાન આપણે કેટલી પ્રવૃતીઓ કરવાની છે તેને ક્રમશઃ મનમા યાદ કર્યે રાખવાથી આપો આપ એક પછી એક કાર્ય યાદ આવતા જતા હોય છે. નિયમીત આ પ્રક્રિયા કરવાથી આપણા મગજને સચેત રહેવાની કે યાદ રાખવાની ટેવ પડી જતી હોય છે.
૨૦) જો તમે ભાષણ આપવા માટે કોઇ લેખ યાદ કરવા માગતા હોવ, મુદ્દાસર ક્રમશઃ સમગ્ર લેખ સમજાવવા માગતા હોવ તો તમારે ક્વેસ્ચનરી રીડીંગનો સહારો લેવો જોઇએ. આ પ્રકારની રીડીંગમા વાંચતા વાંચતા પોતાને પ્રશ્નો પુછવા જોઇએ કે હું શું વાંચી રહ્યો છુ, પ્રથમ પેરેગ્રાફ શેના વિશે છે, બીજો પેરેગ્રાફ શેના વિશે છે, આવુ શા માટે થાય છે, સાથે સાથે આપણે કોઇને સમગ્ર વાત સમજાવી રહ્યા હોઇએ તે રીતે વાંચવુ જોઇએ અથવાતો મનમા ને મનમા જે તે વ્યક્તીને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ રીતે સમજાવવાથી આપણુ મન કોઇ વાત સમજવા માટે તૈયાર થતુ હોય છે, તેની તાલીમ મળે છે જેથી ખરેખર જ્યારે પર્ફોર્મ કરવાનુ થાય ત્યારે રીયલ, પ્રભાવી સ્પીચ આપી શાકાતી હોય છે.
૨૧) ચેસ, સુડોકુ, ક્રોસવર્ડ જેવી મગજને એક્ટીવ કરી દે તેવી રમતો રમો. તેનાથી ઘણો ફાયદો થશે.
૨૨) ઘણી વખત આપણે લોકોના નામ ભુલી જતા હોઇએ છીએ, મુકેલી વસ્તુ કે અગત્યનુ કામ ભુલી જતા હોઇએ છીએ અને પછી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ભુલી જવાની સમસ્યા એ એકાગ્રતાનો અભાવ કે મનોવૈજ્ઞાનીક બિમારીથી થઈ શકતી હોય છે તેમ છતા તેને દુર કરી શકાતી હોય છે. ઇમર્સને ખુબ સારી વાત કહી છે કે ભુલી જવુ એ કોઇ રોગ નથી પરંતુ તમારી એકાગ્રતાની ઉણપનુ પ્રતીક છે “ જો તમે એકાગ્રતા રાખતા શીખી લ્યો તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકતા હોવ છો.