Chamatkarik vaky hu tamari sathe j chhu books and stories free download online pdf in Gujarati

ચમત્કારીક વાક્ય હું તમારી સાથેજ છું

બધુજ બરોબર ચાલતુ હોય, મીઠા સુમધુર સબંધો હોય એવામા આપણાથી જાણે અજાણે કોઇ ભુલ થઈ જાય કે ન પણ થઈ હોય તેમ છતા લોકો આપણને ફર્યાદો કરે, ગુસ્સો કરે, આરોપો નાખે કે આપણા પ્રત્યે કડવાહટ અનુભવે ત્યારે આપણને ખુબ ગુસ્સો ચઢતો હોય છે, આવા સમયે આપણે લોકોને શાંત પાળવાને બદલે દલીલબાજીમા ઉતરી ગુસ્સાયેલા લોકોને સામે વળતો પ્રહાર ફેંકતા હોઇએ છીએ જેથી મામલો વધુ બગળતો હોય છે. હકીકતમાતો આવા સમયે પોતાનો પક્ષ ખેંચવાને બદલે લોકોના દિલમા આપણા પ્રત્યે કુણી લાગણીઓ ઉત્પન્ન કરવાનુ તેમજ તેઓ આપણી વાત સાંભળવા કે સમજવા તૈયાર થાય તેવા વાતાવરણની રચના કરી સબંધોને તુટતા બચાવી લેવાના હોય છે પણ મોટે ભાગે એવુ બનતુ હોતુ નથી. કોઇ વ્યક્તી ગુસ્સામા આવી અપશબ્દો બોલે કે ટીકા ટીપ્પણી કરે ત્યારે તેની સામે વળતા પ્રહાર રુપે ગાળા ગાળીતો હરકોઇ કરી શકે છે, કોઇ મુર્ખ માણસ પણ આવી રીતે જવાબ વાળી શકે છે તેમા કશી મોટી વાત નથી અને એ આપણી જીત પણ નથી કારણકે આપણી ખરી જીતતો ત્યારેજ થઈ ગણાશે કે જ્યારે પેલા વ્યક્તીના દિલમા આપણા પ્રત્યે માન અને પોતે આચરેલા વર્તન પર અફસોસ થાય. તો આવુ કેવી રીતે શક્ય બને? તો તેનો સીધો સાદો જવાબ એટલોજ છે કે તમે તે વ્યક્તીની મનોવ્યથા સમજો અને તેના પ્રત્યે સહાનુભુતી દર્શાવો. આવા સમયે તમારે એમ કહેવુ જોઈએ કે જો હું તમારી જગ્યાએ હોત તો કદાચ હું પણ એવુજ કરી બેસેત. તમે જે પરીસ્થીતિનો સામનો કર્યો છે કે તમે જે મનોદશામાથી પસાર થાવ છો તે ખુબજ હીંમત માગી લે તેવુ કામ છે. તમે આટલી હીંમત અને ધીરજથી કામ કરો છો તે ખુબજ વખાણવા લાયક છે. આવા સંજોગોમા તમે જે લાગણી અનુભવો છો તે તદ્દન વ્યાજબીજ છે, તમે જે વાત મને કહેવા માગો છો એ હું બરોબર સમજુ છુ અને હું પણ ઇચ્છુ છુ કે આપણા સબંધો સુધરી જાય, એટલે હું તમારી સાથેજ છું. તમારી આવી સહાનૂભુતી લોકોના દિલમા એવી જાદુઇ અસર ઉપજાવી બતાવશે કે જે તમામ પ્રકારની દલીલબાજીઓ બંધ કરાવી, કડવાશનો અંત લાવી લોકોને તમારી વાત સાંભળવા તૈયાર કરશે અને તેઓના દિલમા તમારા પ્રત્યે સમ્માન પણ જગાવશે.

પોતાની કોઇ માફી માગે, પોતાને કોઇ માન મહત્વ આપે, સહાનુભુતી દર્શાવે, પોતાની વાતનો કોઇ સ્વીકાર કરે કે સલાહ સુચન પ્રમાણે વર્તે એવુ દરેક વ્યક્તી ઇચ્છતા હોય છે એવામા જો તમે લોકોના આવા અરમાન પુરા કરી તેઓની વ્યથા શાંત કરી બતાવો તો ગમે તેવા લડાયક, કચકચીયા, ગુસ્સેલ કે ચીડાયેલ વ્યક્તીઓને પણ શાંત પાડી તેઓની ચાહના પ્રાપ્ત કરી શકતા હોવ છો કારણકે હવે તેઓ એવુ વિચારવા પ્રેરાતા હોય છે કે તમે અન્યો કરતા કંઇક અલગ વ્યક્તી છો, સારા વ્યક્તી છો, બીજાઓની જેમ તમે ગાળા ગાળી, વિરોધ કે લુલો બચાવ કરવાને બદલે તેઓનો પક્ષ સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે લોકો મનમાને મનમા આપણી સરખામણી પોતાના અન્ય વિરોધીઓ સાથે કરવા પ્રેરાતા હોય છે જેમા આપણી છાપ ખુબ સારા અને નિર્દોશ વ્યક્તી તરીકેની ઉપસી આવતી હોય છે. આ રીતે લોકોને તમારા પ્રત્યે બેવડુ માન થશે જેથી તેઓ કાયમને માટે તમારા શુભચીંતક બની જશે.

યાદ રાખો કે જેવા સાથે તેવા તો કોઇ પણ મુર્ખ વ્યક્તી થઈ શકે છે, તેમા કશી મોટી વાત નથી, ખરેખર મોટી વાતતો ત્યારેજ કહેવાશે કે જ્યારે તમે આવા વ્યક્તીઓની લાગણીઓને શાંત પાળી કીંમતી સબંધ જીતી બતાવશો. સામા વ્યક્તીને સબંધો રાખતા ન આવળતુ હોય તો તે પોતાની અણઆવળતનો પરચો આપશે પણ આપણનેતો સબંધ રાખતા આવળે છે ને ! તો આપણે આપણી આવળતનો પરચો આપીને કામ કરવુ જોઈએ. આ રીતે વહેલા મોડા લોકોને અહેસાસ થતોજ હોય છે કે તમે સાચા હતા ને પોતે ખોટા. આમ લોકોની લાગણીઓ પ્રત્યે સમ્માન કે સહાનુભુતી દર્શાવવાથી તેઓને કાયમને માટે જીતી શકાતા હોય છે.

ઘણી વખત આપણે ચોર–લુંટારા, ગુનેગારો, દારુળીયા, વ્યસનીઓ પર ગુસ્સો કરતા હોઇએ છીએ, તેને તીરસ્કારની નજરે જોતા હોઇએ છીએ પણ હકીકતમાતો આવા વ્યક્તીઓ આપણા તીરસ્કાર કે ગુસ્સાના નહી પણ આપણા રહેમ, દીલગીરી અને સહાનૂભુતીને લાયક હોય છે કારણકે આજે આપણે જેવી અનુકુળ પરીસ્થીતિઓ ભોગવી રહ્યા છીએ તેવી પરીસ્થીતિઓ તેઓને ભોગવવા નથી મળી એટલા માટેજ આજે તેઓ આવા છે. જો તેઓની અમુક જરુરીયાતો સંતોષાણી હોત કે અમુક દુ:ખ સહન કરવા પડ્યા ન હોત કે સમય રહેતા યોગ્ય માર્ગદર્શન મળી ગયુ હોત તો તેઓ આજે જેવા છે તેવા ક્યારેય ન હોત. આ વાત હું એટલા માટે કહુ છુ કારણકે આજે જે લોકો તમારા પ્રત્યે ગુસ્સો, અપમાન કે તીરસ્કાર અનુભવે છે કે ગુનાહીત, નકારાત્મક કે વિરોધી પ્રવૃતીઓ કરે છે તેનુ કારણ તેઓને ભોગવવા મળેલુ અપમાનજનક, ઉશ્કેરાટભર્યુ વાતાવરણજ હોય છે. જો ભગવાન તમારા પર મહેરબાન ન હોત અને તમને પણ પહેલેથી આવુજ નકારાત્મક વાતાવરણ મળ્યુ હોત તો તમે પણ એવાજ બનવાના હતા. માટે આવા વ્યક્તીઓ તમારા ગુસ્સા કે તીરસ્કારના નહી પરંતુ તમારી સહાનુભુતી અને મદદને લાયક હોય છે. માટે હવે જ્યારે પણ કોઇ વ્યક્તી તમારા પર ગુસ્સે થાય કે તમને નુક્શાન પહોચાળવાનો પ્રયત્ન કરે ત્યારે વળતો પ્રહાર કરવાને બદલે લોકોને જે ગુસ્સો ઉપજાવનાર વાતાવરણનો સામનો કરવો પડ્યો છે તેના માટે દિલગીર થજો અને તેઓને આવા સંજોગોમાથી બહાર લાવવા મદદરુપ બની દુશ્મનીને દોસ્તીમા ફેરવતા શીખી મુર્ખાઓથી અલગ પડજો. આ રીતે લોકોની ફર્યાદો, ગુસ્સો, અપમાન, દુ:ખ, ઇર્ષા, અણગમાઓને દુર કરવા તેઓને મદદરુપ થવાથી ક્યારેય કોઇ સબંધ ગુમાવવાનો વારો આવશે નહી.

ઘણા લોકોને ગાળનો જવાબ ગાળથી આપવાનો કે તરતજ વળતા પ્રહારો કરવાની ટેવ હોય છે, ઘણા લોકો એવી માનસીકતા ધરાવતા હોય છે કે આજના જમાનામા આક્રમકતાથી વળતો જવાબ આપવાથીજ લોકોને કાબુમા કરી શકાય છે. તો હું આવા વ્યક્તીઓને એક વાત ખાસ કહેવા માગીશ કે જેવા સાથે તેવા બની ગાળા ગાળી કે વળતા પ્રહારો કરવાથી તમને જેટલો આનંદ આવશે તેના કરતા પણ વધારે આનંદ ત્યારે આવશે કે જ્યારે તેજ વ્યક્તી તમને માન આપતા, પસંદ કરતા કે તમારી સાથે સહમત થઈ સહકાર આપતા થાઇ જાય. જરા વિચારો જોઇએ કે જે વ્યક્તી દિવસ રાત તમારો વિરોધજ કરતા હતા તેજ વ્યક્તી હવે તમારુ જાહેરમા સમ્માન કરતા થઈ જાય તો એ કેટલી ખુશીની વાત કહેવાય ! જો તમે લોકોને થયેલી તકલીફો પ્રત્યે દિલસોજી કે સહાનુભુતી દર્શાવી તેને દુર કરવાનો પ્રયત્ન કરશો તો ૧૦૦ % તેઓનુ હ્રદય આ રીતે પરીવર્તીત કરી શકતા હોવ છો.

આ દુનિયાના દરેક દુ:ખી, નિરાશ, થાકેલા, હારેલા કે પોતાનો માર્ગ ભટકી ગયેલા લોકો હંમેશા પોતાના દુ:ખ દર્દ કે મજબુરીઓ દર્શાવી અન્યોની સહાનૂભુતીઓ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે કે તેના માટે આતુર રહેતા હોય છે. ઘણા લોકોને તો પોતે ખુબ દુખી અને લાચાર છે તેવુ દર્શાવવામા પણ અજીબોગરીબ આનંદ આવતો હોય છે. તમે તમારી આસપાસ નજર કરશો તો એવા ઘણા લોકો જોવા મળશે કે જેઓ તમારી પાસેથી સહાનૂભુતી મેળવવાની અપેક્ષા રખાતા હશે, તેઓ પોતાની આપબીતીઓ, દુ:ખ દર્દ, તકલીફ કે થયેલા ઓપરેશનની વિગતવાર વર્ણન કરી પોતાની વાત રજુ કરવા તત્પર રહેતા હશે. તો આવા સમયે મેળવવામા આવતી સહાનૂભુતીઓ તેમના માટે દવારુપ સાબીત થતી હોય છે, તેનો એક ડોઝ પણ તેઓને ઘણો આરામ કે શાંત્વન્ના આપતો હોય છે, તેઓના દિલની કડવાશ દુર કરતો હોય છે. આમ તમે જ્યારે લોકોને થયેલી તકલીફ પ્રત્યે સહાનૂભુતી દર્શાવતા હોવ છો ત્યારે તમે તેઓના સુખ દુ:ખમા સામેલ થાવ છો કે તેઓની તકલીફોને સમજો છો તેવો ભાવ સામેની વ્યક્તીના મનમા ઉદ્ભવતો હોય છે જેથી તેઓને હીંમત મળતી હોય છે અને આવી હીંમત આપનાર લોકો પ્રત્યે તેઓ સમ્માનની લાગણી અનુભવતા હોય છે. આમ જો તમે દુ:ખી, નિરાશ, થાકેલા કે હારેલા માણસને ફરી પાછા બેઠા કરવા માગતા હોવ કે નારાજ લોકોને મનાવી તેઓના દિલની કડવાહટ દુર કરવા માગતા હોવ તો તેઓ જ્યારે તકલીફમા હોય કે જેવા સંજોગોનો સામનો કરવો પડ્યો છે તેના માટે સહાનૂભુતી દર્શાવજો અને કહેજો કે હું તમારી સાથેજ છું. આ રીતે તેઓના ઘાવને રુજાવામા ઘણી મદદ મળશે અને તેઓનુ દિલ પણ જીતી શકાશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED