જોસેફ Arjun દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોસેફ

તા. 3 ફેબ્રુઆરી વર્ષ 2060 !!!

''હેય ફૌજી કમ હિયર.....''

દૂર અંધારામાં એક અવાજ આવ્યો, પણ કાન ને જાણે સાંભળવાની આદત જ ન હતી, મન નો વહેમ સમજી પાછો બેસી ગયો.

''હેય ઓલ્ડમેન....

''રન....સોલ્જર....રન....
''હા....હા...હા...''

હવે આ વહેમ નહોતો, પણ શુ ફરક પડે છે! કદાચ હવે મને જ પ્રેમ થઈ ગયો છે, આ થાકેલા શરીરથી, આ નિરાશા ના કાળા ચશ્માથી
આ કેળખાના થી,

કદાચ....આ અંધારાથી....
અચાનક....

''ખટ....ખટ.....''
કરતો દરવાજો ખુલ્યો, મારી આંખો અંજાઈ ગઈ, કદાચ એને ટેવ પડી ગઈ હતી અંધારાની,
એક હાથ આડો રાખી સામે જોયું તો..

દરવાજા પાસે બે રોબોટ જેવા લાગતા માણસ ઉભા હતા, ભરાવદાર બોડી, ખભા પર ટીંગડેલી ગન, એક આંખમાં માં થતી લાલ રોશની, અને યુનિફોર્મ પર યુએસ આર્મી લખેલો લોગો..

હું થોડી વાર બેય ની સામે જોઈ રહ્યો...

''કર્નલ જોસેફ ફર્નાન્ડિઝ...રશિયન આર્મી ઓફિસર અને જાસૂસ...''
આવા શબ્દો મારા કાને પડ્યા,

''સિક્રેટ અમેરિકન રિસર્ચ સેન્ટરો ની જાસૂસી કરવા બદલ તમને એરેસ્ટ કરવામાં આવેલા. જે સજા આજે 10 વર્ષ બાદ પુરી થાય છે..''
પેલો રોબોટિક લય માં એકીશ્વાસે બોલી ગયો...

પણ શુ ફરક પડે છે, જ્યારે મોત ની વાટ હું જોઉ છું અહીં, 10 વર્ષથી !!! કે કોઈ એવું નથી જેને આ સમયમાં પોતાનું કહી શકું. સમય સમય નો જ ખેલ છે ને, પણ આ સમય ને મેં જેટલો જાણ્યો છે, એટલો કોઈએ નહિ જાણ્યો હોય, જિંદગી ના આ 70 વર્ષ મારી જેવા કોઈ નહિ જીવ્યું હોય, ગેરેન્ટી!!
ચાલો હું તમને કહું આ બધું કેવી રીતે બન્યું...

હું જોસેફ ફર્નાન્ડિઝ, પપ્પા એક પ્રોફેસર હતા, અને મમ્મી ઘરકામ કરતી, નાનું કુટુંબ અને પરિવાર સાથે એક સીમિત આવક માં સુખી કુટુંબ. હું ભણવામાં કાઈ ખાસ ન હતો, પ્રોફેસરો મને હંમેશા ''ગેટ આઉટ ફ્રોમ માય કલાસ'' કહીને બહાર કાઢતા. મારુ બોડી તો અત્યારે જોઈને તમે ધારી શકો, મારી જુવાની માં કેવું હશે, સાડા 5 ફૂટ ની હાઈટ, ગોરો રંગ, અને મજબૂત સ્નાયુબદ્ધ શરીર. સાચું કહું તો...છોકરીઓ પાગલ હતી, પણ સમય ને જતા ક્યાં વાર નથી લાગતી,

એક દિવસ રશિયન મિલિટરી માં કામ કરતા મારા અંકલ મારા ઘરે આવ્યા, તે સમયે રશિયા એક મોટી કટોકટી માં ગુજરી રહ્યું હતું, ચીન તરફથી રશિયા પર રોજ મિસાઈલ અને બોમ્બમારા થતા હતા જેમાં હજારો રશિયન સૈનિકો મરતા હતા, ચીનના બોમ્બમરા થી રશિયાના કેટલાય શહેરો બરબાદ થઈ રહ્યા હતા, આ યુદ્ધમાં અમેરિકા પરદા પાછળથી ચીન ને સપોર્ટ કરી રહ્યું હતું, જેથી આખી દુનિયા ભયમાં હતી, અને ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થઈ જાય કોને ખબર !!

અંકલ ની આ બધી વાતો સાંભળી મને પણ વિચાર આવ્યો, એક નાદાન વિચાર, મૂર્ખ વિચાર, એક ફિલ્મી ઝનૂન, જાણે હું એકલો જઈને આ આખું યુદ્ધ ખતમ કરી આવું... પણ આ મારો જિંદગી નો સૌથી ખરાબ નિર્ણય હતો..

મારા કદ કાઠી અને કાકા ની લાગવગ થી મને ટ્રેનિંગ માં 1 વર્ષ માટે સમારા મોકલવામાં આવ્યો, અજાણ્યું શહેર, અજાણ્યા લોકો, મારી જેવા હજારો નવયુવાન જેને રશિયન આર્મી માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. 1 વર્ષ ની સખત ટ્રેનિંગ પછી હું ઘરે આવ્યો, મારી માં મને ભેટી પડી, પણ કોને ખબર હતી, આ મારી ફેમિલી સાથેનું છેલ્લું મિલન હશે, 10 દિવસ ફેમિલી સાથે કેમ નીકળી ગયા ખબર જ ન પડી, 10 દિવસ પછી મારો શિફ્ટ નો ઓર્ડર આવ્યો, મોસ્કો મને બોલાવી રહ્યું હતું. હું સમાન પેક કરી મોસ્કો રવાના થયો. મને આજે પણ યાદ છે, મારી માં ની આંખ માં આંસુ ની ધાર હતી, કદાચ એને પણ લાગતું હશે કે ભવિષ્ય માં પોતે ક્યારેય એના દીકરા ને નહિ જોઈ શકે, ખરેખર માં ખૂબ સમજદાર હોય છે...

મોસ્કો માં મારે 5 વર્ષ થઈ ગયા હતા, મારી આવડત અને બુદ્ધિમતા ના કારણે હું કર્નલ ના પદ પર આવી ગયો હતો. એક દિવસ ડ્યુટી પર મારા ઉપરી અધિકારી નો ઓર્ડર આવ્યો. મારે સોવિયેત રિસર્ચ સેન્ટર પર જવાનું હતું, 2 દિવસ પછી હું ત્યાં ગયો. આ રશિયાની એક ગુપ્ત રિસર્ચ સંસ્થા છે. આર્મી વેપન્સ, અને આર્મી ને લગતા ટેસ્ટિંગ અહીં થાય છે. હું સર ને મળ્યો

''કમ હિયર જોસેફ.. ચાલ હું તને આખી લેબ બતાવું...'' એમ કહી મને આખું સેન્ટર બતાવ્યું

''બટ સર... મને અહીં કેમ બોલાવ્યો છે?''

''જો જોસેફ... અત્યારે તો તને હાલત ની ખબર છે. અમેરિકા અને ચીન આપણા માથા પર ચડી બેઠા છે, રશિયા પાસે અત્યારે રિસોર્સ ની તંગી છે, આટલા વર્ષોથી 70% ઇન્કમ માત્ર આ વોર માં બરબાદ થાય છે,''

''હા તો સર, આમાં હું શુ કરી શકું?..''

''જે કરવાનું છે તે તું જ કરી શકે છે...,''

''શુ?..''

''રશિયા 10 વર્ષ થી એક એક્સપેરિમેન્ટ કરી રહ્યું છે, ટોપ સિક્રેટ એક્સપેરિમેન્ટ. એની પાછળ કરોડો ખર્ચ કરી રહ્યું છે. ''

''એવો કયો પ્રોજેકટ સર?''

''પ્રોજેકટ 103...!
12 વર્ષ પહેલા મોસ્કો ના એક માણસે આઈન્સ્ટાઈન ના સામાન્ય સિદ્ધાંતો ના આધારે એક પેટન્ટ તૈયાર કરી, આ પેટન્ટ હતી, 'ટાઈમ મશીન' ની તે માણસ ટાઈમ ટ્રાવેલિંગ નું મશીન પણ બનાવી રહ્યો હતો, રશિયન ગવર્મેન્ટ ને આ ખબર પડી. એટલે મોં માગ્યા પૈસા દઈને આ પ્લાન ખરીદવાની ઓફર આપી. પણ તે વ્યક્તિ આને પેટન્ટ કરવી સામાન્ય લોકો ના ઉપયોગ માટે વેચવા માંગતો હતો, તેથી એક રાતે રશિયન ગવર્મેન્ટએ તેનું રહસ્યમયી રીતે મર્ડર કરવી નાખ્યું. અને પેલો પ્લાન અને તે અડધું-પડધુ બનાવેલ મશીન પર અહીં વર્ષોથી રિસર્ચ ચાલે છે...''

''ઓહ...તો હવે શુ કરવાનું છે.?''

''જો જોસેફ, તું ખૂબ જ હોશિયાર છે, મારી ઈચ્છા છે કે તું પણ આ પ્રોજેકટ નો ભાગ બને, અમે આજ સુધીમાં 102 જવાનો પર એક્સપેરિમેન્ટ કર્યું છે, પણ હવે મને લાગે છે, આ પ્રયત્ન નિષ્ફળ નહિ જાય. તારે ફ્યુચર માં જવાનું છે, મને વિશ્વાસ છે તું ના નહિ પાડે..''

''પણ સર..હું તો એક સામાન્ય...''

''નો..નો..જોસેફ ક્યારેય પોતાને કોમન ન સમજો..''

કેવું લાગે જ્યારે કોઈ આપણને ખાસ માને અને આપણે એની વાત ટાળતા હોઈએ, અને ભવિષ્ય જોવાની તો કોને ના હોય, ખાસ કરીને પોતાનું...

મને એક કોન્ટ્રાકટ સાઈન કરવા કહ્યું, પછી મને સેન્ટર ની એક સિક્રેટ ટનલ માં લાવવામાં આવ્યો. ટનલ તો કહેવાની હતી, બાકી અંદર નો નજારો જ કૈક અલગ હતો. એક મોટો હોલ ચારે બાજુ મોટી મશીનરીઝ, સફેદ કપડા અને માસ્ક માં કામ કરતો સ્ટાફ. પણ મેઈન વસ્તુ તો બાકી જ હતી !! મારા શરીરમાં અમુક કેમિકલ ઇન્જેકટ કરવામાં આવ્યા. જેનાથી શરીર ની સેન્સ ઓછી થઈ ગઈ, અને મદહોશી ફેલાઈ ગઈ, પછી મને લાવવામાં આવ્યો એ બાહુબલી મશીન પાસે. એ હાલત માં મને ખાસ કાઈ યાદ ન હતું પણ, માં કસમ જો હોશોહવાસ માં હોત તો પાક્કો ડરી ગયો હોત. 6 ફૂટ નો એક ગેટ જેવી મશીન હતી અને તેની પાછળ મોટું મશીન, મોટા મોટા 10 જનરેટર જેવી મશીનરીઝ જોડેલી હતી.

''લેટ્સ સ્ટાર્ટ ધ પ્રોજેકટ 103...!!'' પેલાનું એટલું બોલતા જ આખી લેબ જમા થઈ ગઈ. એક માણસ ટાઇમમશીન સાથે જોડેલ સુપરકોમ્પ્યુટર ના વિશાલ મોનીટર પાસે જઈને કૈક ટચ કરવા મંડ્યો. અને પેલા મશીન મોટા અવાજ સાથે ચાલુ થયું, જનરેટર ચાલવા મંડ્યા અને ગેટ પર મોટી લાઈટ થઈ, જે એક સ્ટારગેટ થી કમ નહોતો લાગતો.

'' આ કેમિકલ ટાઈમ ટ્રાવેલ માં તારા બોડી ડિહાઇડ્રેટ ન થાય એટલે ઇન્જેકટ કરવામાં આવ્યા છે. એની અસર થોડી વાર સુધી જ રહેશે. ટાઈમ શિફ્ટટિંગ થવાથી થોડી ગભરામણ જેવું થશે. ટાઈમ શિફ્ટટિંગ નો ગાળો 3-4 સેકન્ડ નો હશે, તમે ડાયરેકટ વર્ષ 2050 માં પહોંચી જશો, અને જો મિશન સક્સેસ થાય તો પહેલા આ નમ્બર પર કોન્ટેકટ કરવા પ્રયાસ કરશો, અમારી લેબ માં એક સોફ્ટવેર બનાવેલ છે, આ નમ્બર ડાઈલ કરશો એટલે આ સોફ્ટવેર અમને આ સમયમાં તમારી મિશન સક્સેસ થયાની જાણ કરશે. તમારા લાઈવ લોકેશન અને તમારી સાથે કોમ્યુનિકેટ....''

આવા આવા ટેક્નિકલ સૂચનો આપી જે અર્ધા ઉપરથી જતા હતા મને તૈયાર કરવામાં આવ્યો, પેલા એ મશીન નો પાવર વધાર્યો, મારી સામે જ બ્લુ લાઈટ થતો ગેટ હતો. પણ હવે તે 8 ફૂટ દૂર મોતના મુખ જેવો લાગતો હતો, જે મને ખેંચી રહ્યો હતો... મોતને ગળે લગાવી શકતો હતો, બસ ડરવાનું મારી ફિતરત માં ન હતું.... હું મક્કમ પગલે આગળ વધ્યો. ધીરે ધીરે ગેટમાંથી ખેંચાણ આવી રહ્યું હતું. મારુ શરીર ગેટ તરફ ખેંચાઈ રહ્યું હતું. અને ગેટ પાસે આવતા જ ભયંકર ખેંચાણ આવ્યું, જાણે 10 માળની બિલ્ડીંગ પરથી નીચે પડી રહ્યો હોઉં! ગભરામણ અને ડરના કારણે મારી આખો બંધ થઈ ગઈ, બ્લડ પ્રેશર વધી ગયું. એ અનુભવ ખૂબ ભયાનક હતો. જાણે મારુ શરીર અને આત્મા અલગ થઈ રહ્યા હતા. એ 4-5 સેકન્ડ નો ગાળો મને 4-5 લાગ્યો. અને અચાનક મોટો ઝાટકો લાગ્યો હું તો ડરી ગયો, મારુ શરીર અને આત્મા સાચે જ અલગ થઈ ગયા કે શુ!!! હા....હા.....હા....હા..... અચાનક મારી બન્ધ આંખો સામે અજવાળું આવ્યું. અને ફૂલ પ્રેશર સાથે હું જમીન પર પડ્યો, અસહ્ય સિરદર્દ થતું હતું. મેં આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો, તો મારી આંખો ખુલી જ રહી ગઈ. સામે નો નજારો જ એવો હતો દોસ્ત..!!

ચારે બાજુ ઉંચી ઉંચી બિલ્ડીંગ, તેની ચારે બાજુ મોટી લાઈટો, હવામાં પ્લેન નહિ, રંગબેરંગી કારો ઊડતી હતી. પ્રદુષણ એટલું વધી ગયું હતું કે સુરજ પણ દેખાતો નહોતો, ફૂટપાથ પર લોકો માસ્ક પહેરીને ચાલતા હતા, રોડ પર ટ્રાફિક પોલીસ ના બદલે ચારે બાજુ કાળા મેટલના માનવ આકારના રોબોટ પોતાની લાલ આંખો ફેરવી રહ્યા હતા. મારી આંખો પહોળી થઈ ગઈ. હું રોડ પરથી દોડીને જલ્દી એક કાફે માં ગયો. ત્યાંના બેઠેલા લોકો જોઈને હું વધારે ચકિત થઈ ગયો, બધાના કપડાં આજના કહેવાતા મોડર્ન લાગતા હતા, ફાટેલા ટી શર્ટ, જાંઘો થી નીચે સુધીનું ફાટેલું પેન્ટ, બધાના મોઢા પર ટેટુ, હસે તોય ડરી જવાય એવા દાંત.. આવી આંધળી ફેશન !! બેશક એ બધા પણ મને જોઈને મનમાં હસતા હશે, આ ભિખારી અહીં ક્યાં આવી ચડ્યો!!...હા....હા....હા...

હું જલ્દી કાઉન્ટર પર ગયો, કાઉન્ટર પર ક્યૂટ છોકરી ને વર્ષ પૂછ્યું

''13 જાન્યુઆરી 2050..''
જવાબ સાંભળીને મને 2 વાત તો ખબર પડી ગઈ
એક, ટાઇમ ટ્રાવેલ સક્સેસ ગયું છે... અને
એ છોકરી, છોકરી નહિ રોબોટ હતો...

કાફે માં મોટા ભાગ ના લોકો તો રોબોટ જ હતા, એ જોતા તો એમ લાગતું હતું કે દુનિયામાં 50% લોકો માણસ નહિ રોબોટ હતા, હા જે ફિલ્મો માં જોતા હોઈએ એ મારી નજર સામે જ હતું. દરેક કંપની, દરેક ફેકટરી, દરેક જગ્યા એ રોબોટ માણસ નો મુકાબલો કરી રહ્યો હતો, આર્મી માં રોબોટ, હિટમેન હાયર કરવા રોબોટ, ઓફિસ માં રોબોટ...

બસ આ એક એવો દૌર હતો, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું બીજું સ્ટેપ આખી દુનિયા ચડી ગઈ હતી. જેના ભયાનક પરિણામો દેખાઈ રહ્યા હતા. અને એનાથી પણ ભયંકર પરિણામો આવે છે, આગળના 10 વર્ષ માં!!

હું જલ્દી કાફે ની બાર નીકળી ગયો. મારે ફોન કરવો હતો. પણ આ જમાના માં જાણે ટેલિફોન બુથ નું જડમૂળથી થી વિસર્જન થઈ ગયું હતું. મને દૂરથી ફૂટપાથ પર ચાલતી એક લેડી દેખાઈ, ઉફ્ફ.. લેડી હસીના થી કમ ન હતી. હું જલ્દી તે તરફ દોડ્યો, એનો સેલફોન માંગ્યો અને મારા ખીચામાંથી નમ્બર કાઢી ડાઈલ કર્યો.

ટરરરરર....ટરરરરર....

''હલ્લો...''
સામેથી અવાજ આવ્યો..

''હેલ્લો સર....''

''યસ જોસેફ....''

''યસ સર... પ્રોજેકટ 103 સક્સેસફુલ.. હું 2050 માં છું..!!''

''વેરી ગુડ જોસેફ...વેરી ગુડ...મને ખબર હતી કે તું કરી શકીશ...''

''યસ સર હું અહીંયા પહોંચી તો ગયો હવે મારે શુ કરવાનું છે?''

''એ બધી ઇન્ફોર્મેશન હું તને આપીશ..ત્યાં સુધી તું તૈયારી કર...''

''શેની તૈયારી?...હલ્લો...હલ્લો...''

જો મને ખબર હોત કે મારે શેની તૈયારી કરવાની છે, શુ કરવાનું છે, તો હું પોતે જ ફોન કાપી નાંખત.
ક્યારેક ક્યારેક તો પસ્તાવાથી દિલ ભરાઈ જાય છે. 10 વર્ષ જેલમાં રહેવા માટે નહિ, પણ આગળ આવનાર કાળા ભવિષ્ય માટે!!

અમેરિકામાં મારુ ફેક આઈડી તૈયાર થયું. મારા ફેક ડેટાની RFID ચિપ મારા કાંડા પર ઈંપ્લાન્ટ કરાઈ, રશિયાના ઓર્ડર પ્રમાણે હું જાસૂસી કરવા લાગ્યો. એ સમયે મને ખબર પડી કે અમેરિકા મહયુદ્ધ ની તૈયારી કરી રહ્યું છે, તે બાજુના અમુક યુરોપિયન અને આરબ ના દેશો મળીને ત્રીજા વિશ્વયુદ્ધ કરવાના ફિરાકમાં છે. રશિયા મેઇન ટાર્ગેટ છે, અમેરિકા આ યુદ્ધમાં પોતાની ખૂબ આધુનિક વેપન્સ નો ઉપયોગ કરવાનું છે. અને આ યુદ્ધમાં એટમબોમ્બ નો ઉપયોગ થવાનો હતો. એટલે કે કોઈ એક દેશ જ નહિ, પુરી માનવજાતિ, આખી પૃથ્વી ખતરામાં છે!! મેં અમેરિકાની હજારો ગુપ્ત માહિતી ની જાસૂસી કરી. આ માહિતી મેં તરત જ રશિયા આપી. એ સમયના લોકો આ માનવા જ તૈયાર ન હતા. પણ જો પરમાણુ યુદ્ધ થાય તો કોઈ જ ન બચે, પૃથ્વી ખતમ....!!
આ ખૂબ ટૂંકો વિચાર હતો.ખરી રમત મને ત્યારે સમજાઈ જ્યારે હું જેલ માં ગયો....

એક દિવસ સવારે હું ન્યુઝ જોતો હતો, ''જાપાને ચીન પર બે ફાઇટર ડ્રોન થી કર્યો બોમ્બમારો, ઇઝ ધેટ એ સાઈન ઓફ સ્ટારટિંગ ઓફ WORLD WAR 3?...અચાનક મને દૂરથી પોલીસ ની સાયરન સંભળાઈ, હું સાવધાન થઈ ગયો. મેં વિન્ડોમાં નજર નાખી તો નીચે 10 થી 15 ગાડીઓ મારી વાટમાં ઉભી હતી. હું તરત જ અંદરના રૂમમાં આવી ગયો. ડ્રોવરમાં થી ગન કાઢી. મને ખબર હતી આજે મારો ખેલ ખતમ....

અચાનક મોટા ધડાકા સાથે મેઈન ડોર તૂટ્યો. અને બહારથી એક ગેસબોમ્બ આવ્યો, મને બેહોશી જેવું લાગવા માંડ્યું, અને હું ત્યાં જ પડી ગયો....

મારી આંખો ખુલી, મારી સામે કોઈ FBI ઓફિસર હતો. એ અવનવા પ્રશ્નો પૂછી માથાનો દુખાવો કરી રહ્યો હતો. પછી મને ટોર્ચર રૂમમાં લઈ ગયા. ક્યારેક 64 વોલ્ટ નો કરંટ ગળા પર આવતો તો ક્યારેક લાઇ ડિટેક્ટર મશીન લગાવતા, છેલ્લે મારી પાસે કાઈ માહિતી ન મળતા, મને આ સુરંગ જેવા અંધારિયા કેળખાના માં નાખ્યો. બસ ત્યારથી આ કેળખાનમાં સડી રહ્યો છું. તમે કહેશો બહુ ખરાબ થયું.. એટલે જ તો કહેવાય છે ''કિસ્મત બડી કુત્તી ચીઝ હૈ.'' આજે બહાર આવું છું, આ ફ્યુચર ની દુનિયા જોવા જઈ રહ્યો છું.

મારી બંને બાજુ બે અર્ધા રોબોટ અર્ધા માણસ જેવા માણસો મારા હાથ પકડીને ચાલી રહ્યા છે.

''ધડામ........''

અચાનક દરવાજા પાસે મોટો ધડાકો થયો. દરવાજાના ચીંથરા ઉડી ગયા. જોસેફ અને પેલા બે રોબોટ ઉડીને દૂર પડ્યા. જોસેફ એ માંડ માંડ ઉભો થયો. ચારે બાજુ અફર તફરી થઈ. જોસેફ જલ્દી ઉભો થઈને પેલાના હાથમાં રહેલી હેન્ડગન લઈ પોતાના હાથ પર લાગેલા મશીન પર ફાયર કર્યું. અને જોસેફના બંને હાથ ખુલી ગયા. જોસેફ જલ્દી તૂટેલા દરવાજા તરફ ભાગ્યો, અને બંકર ના ઉપરના માળે ગયો. ચારે બાજુ બધા કેદીઓએ અફરાતફરી મચાવી દીધી હતી. ધડાકાના કારણે ઉપરના ભાગ તૂટી ગયો હતો. કેદીઓ એમાંથી બહાર નીકળી રહ્યા હતા, જોસેફ પણ જેમતેમ બહાર નીકળી ગયો. પણ સામેનું દ્રશ્ય જોઈને જોસેફના હોશકોશ ઉડી ગયા!!

ચારે બાજુ સૂર્યાસ્ત જેવું અંધારું, મોટી મોટી બિલ્ડીંગો તૂટેલી પડી હતી, વેરાન ઘરોના મલબા ના કોઈ માણસ, ના કોઈ રોબોટ, ના કોઈ ઊડતી કારો, મોટા મોટા મલબા નીચે દબાયેલી હજારો માનવ ખોપડીઓ. ધરતી જાણે ધરતી નહિ નર્ક બની ગઈ હતી.જોસેફની આંખો આ જોઈ શકતી નહોતી. કેદમાંથી કેદીઓને આમતેમ ભાગતા જોઈને, જોસેફ પણ તેની પાછળ ભાગવા મંડ્યો. ભાગતા ભાગતા જોસેફ એક વિરાન જગ્યા એ આવી ચડ્યો..

સામેથી એક પક્ષી ઉડીને જોસેફ તરફ આવી રહ્યું હતું, તે વસ્તુ જોસેફ ની સાવ નજીક આવી ગઈ. જોસેફ ની નજર તેની તરફ ગઈ. પેલું પક્ષી ની જેમ ગોળ ગોળ ફરી પાંખો ફફડાવવા લાગ્યું અને અચાનક શાંત થઇ ગયું અને એકધારું જોસેફની સામે જોવા લાગ્યું. જોસેફ ને કાઈ સમજાતું નહોતું. અચાનક પેલા પક્ષીની ની આંખોમાં લાલ લાઈટ થવા માંડી. જોસેફ એ ડરીને છલાંગ મારી પેલી વસ્તુ ફૂટે એ પહેલા જ એના માથા પર ક્યાંકથી ફાયર બુલેટ વાગી અને પેલું ત્યાંજ પડી ગયું. જોસેફ બેઠો થઈને આમતેમ જોવા લાગ્યો. કોણ હતું? પોતાની મદદ કરવા વાળું. અચાનક એક માણસે જોસેફ ને હાથ આપ્યો. જોસેફ તેને જોઈ જ રહ્યો! મોટી મોટી ઝનૂની આખો આખો પર ઘાવ નું નિશાન સફેદ વાળ મોટા મોટા પોકેટ વાળું આર્મી જેકેટ, આર્મી નું ટાઈટ જીન્સ, એક હાથમાં બ્લુ લાઈટ થતી અત્યાધુનિક ગન... શુ આ હતો ફ્યુચર નો આદમી!!

''કોણ છો તમે.? અને કેમ?...''

''જવાબ આપવાનો સમય નથી..સી ધેટ..''
જોસેફ એ પાછળ જોયું તો પાછળથી આવા હજારો ડ્રોન તેની તરફ આવતા હતા. પેલાએ પોતાના હાથ પર રહેલા ટચપેડ પર કૈક ટચ કર્યું અને દૂર થઈ એક વેહિકલ આવ્યું..

''કમ હિયર...બેસો જલ્દી...''
જોસેફ વેહિકલમાં બેસી ગયો અને એકીઝાટકે ઉડયું...

વેહિકલ એક સુરંગ જેવી જગ્યા એ ઉભું રહ્યું.

''ફોલો મી...''

જોસેફ અને પેલો આદમી એક સુરંગ જેવી જગ્યા માં આવ્યા. પેલા માણસે દીવાલ પર કૈક ટચ કર્યું અને દરવાજો ખુલી ગયો. બંને લિફ્ટમાં ગયા. નીચે આવીને જોસેફ તો જોઈ જ રહ્યો. પતન જેવા કેટલાય લોકો અહીં હતા!!!

''આ...આ બધું શુ છે? અને કોણ છે તું? આ જગ્યા કઈ છે??...'' જોસેફ એકધારા સવાલો પૂછવા લાગ્યો.

''કામ ડાઉન...કામ ડાઉન... બિયર કે વહીસ્કી?''

''બિયર..''
બેય એક ટેબલ પર બેઠા પેલો વહીસ્કિ ના ઘૂંટ મારી રહ્યો હતો. પણ જોસેફ ને તો બિયર ગળે જ નહોતું ઉતરતું આમતેમ જોઈ રહ્યો હતો....

''બાય ધ વે.....હું ક્રિસ'' પેલો બોલ્યો.

''ઓહોહો વેરી નાઇસ તો ક્રિસ મહાશય, હવે મને આપ એ જણાવશો કે આ બધું શુ છે? જો વહીસ્કી નો એક ઘૂંટ ઉતરી ગયો હોય તો..'' જોસેફ કટાક્ષમાં બોલ્યો.

''તમે આવો બાળક નો સવાલ કરી રહ્યા છો, તો સવાલ મારે પહેલા તમને કરવો જોઈએ, કોણ છો તમે? અને ક્યાંથી આવ્યા છો? બિકોઝ અત્યારે વધેલા ગણેલા બધા જ લોકો ને ખબર છે કે શુ થયું હતું. અને તે જીવતા કેવી રીતે રહ્યા!!...'' આટલું બોલતા જ ક્રિસ ની આંખોમાં આંસુ નીકળી ગયા.

''વધેલા ગણેલા એટલે? શુ થયું હતું અહીંયા? બોલો?''

''ઘણું બધું...''

''જો હું એક ટાઈમ ટ્રાવેલર છું. હું ભૂતકાળમાં થી અહીં આવ્યો હતો 10 વર્ષ પહેલા..''

''વોટ!!..'' ક્રિસ નો ચહેરો ફિકો પડી ગયો.

''હા હું 2050માં અમેરિકાની ગુપ્ત એજન્સીસ ની જાસૂસી કરવા માટે 10 વર્ષ જેલમાં હતો. બહાર નીકળીને જોયું તો બધાની હાલત પતલી થઈ ગઈ હતી..''

''તું હસીશ નહિ બુઢ્ઢા નકર અહીંયા ને અહીંયા તારી હાલત પતલી કરી નાખીશ..'' ક્રિસ ગુસ્સામાં બોલ્યો.

ક્રિસ એ એક મોટો વહીસ્કી નો ઘૂંટ મારી બોલવાનું શરૂ કર્યું..

''2050 માં દુનિયાના બધા દેશો વચ્ચે કોલડવોર ચાલતો હતો, ત્યાં સુધી બધું ઠીક હતું. બધું જ શાંતિમય હતું. પણ જાપાન ના ચીન પરના હુમલા થી આખી દુનિયાના બધા દેશો સક્રિય થઇ ગયા. અને બધા વિશ્વયુદ્ધ 3 ની તૈયારી કરવા મંડ્યા. બસ આ વાત નો લાગ લઈને દુનિયા ની બે મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માં એક્સપર્ટ કમ્પનીઓ ટેસ્લા અને ફેસબુકે દુનિયા સામે એક એડવાન્સ એઆઈ નો પ્રોગ્રામ ''વિગેસસ'' રજૂ કર્યો, આ પ્રોગ્રામ માં જાતે નિર્ણય લેવાની શક્તિ હતી. તેને જે કાઈ શીખવાડવામાં આવે તેને આ પ્રોગ્રામ એક જ વાર માં શીખી શકતો. અને બીજી ઘણી વસ્તુઓ...
દુબઇ ના એક એક્સપો માં આ પ્રોગ્રામ લોન્ચ કરતા જ દુનિયા ની મોટા ભાગની ગવર્મેન્ટ એ આ પ્રોગ્રામ પર કામ કરતા લડાયક રોબોટ્સ અને વેપન્સ બનાવવા ઓર્ડર આપી દીધો. પણ એ પ્રોગ્રામ નહિ એક માલવેર હતો. જ માત્ર દુનિયા પર કબ્જો કરવાના હેતુ થી જ બનાવવામાં આવ્યો હતો. અને બસ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. દુનિયાભર ની સરકારો પાસે વિગેસસ થી બનેલા હથિયારો આવી ગયા હતા. બસ પછી શુ, અમેરિકા એ રશિયાને વોર ની ડેડલાઈન આપી અને શુરું થઈ ગયું વિશ્વયુદ્ધ 3
એક દિવસ અચાનક દુનિયાભરના વિગેસસ મા ખામી આવી ગઈ અને આઉટ ઓફ કન્ટ્રોલ થઈ ગયું. દુનિયાભરના રોબોટ અને વેપન્સ ખુલ્લેઆમ ઘુમવા લાગ્યા અને જે સામે મળે એનું ખુલ્લેઆમ કતલ કરવા મંડ્યા. ગવર્મેન્ટ ખુદ તેંને રોકવામાં નાકામ થઈ અને એક દિવસ અમેરિકામાં વિગેસસ એ પરમાણુ હથિયાર નું લાઇસન્સ હેક કરીને એક્ટિવ કરી દીધું. અને વિગેસસ પાસે એક મોટું શસ્ત્ર આવી ગયું હતું. દુનિયાભરના વિગેસસ એ બધા દેશોના નુક્લિયર હબ પર પરમાણુ હુમલો કરાવ્યો અને ખેલ ખતમ!! એક દિવસ, માત્ર એક દિવસમાં આ પૃથ્વી નર્ક બની ગઈ, અબજો ની સંખ્યામાં લોકો મરી ગયા, પૃથ્વી 90% વસ્તી ખતમ!! બચ્યા તો અમુક લોકો જે અન્ડરગ્રાઉન્ડ કે બંકર માં હતા. આખી દુનિયાની સરકાર ખતમ થઈ ગઈ માત્ર એક દેશ ''ઇઝરાયેલ '' ને છોડીને, ઇઝરાયેલ ની ડિફેન્સ સિસ્ટમ મજબૂત હોવાથી ત્યાં ખૂબ ઓછી અસર પડી. ત્યાં સત્તા પર એક નવો લીડર આવ્યો. એની એક આંખ નથી. કોઈ નથી જાણતું એ ક્યાંથી આવ્યો છે, ક્યાંનો છે. લોકો તેને શેતાન નો અવતાર માને છે. તેણે વિગેસસ સાથે સંધિ કરી ''ન્યુ વર્લ્ડ ઓર્ડર'' નામનો ઓર્ડર પાસ કર્યો.

એક દિવસ ઇઝરાયેલએ, વિગેસસ સાથે મળીને બીજી ગેલેક્સી માં રહેલા એક ગ્રહ ''ટીનસ'' ના એલિયન્સ ને પૃથ્વી પર બોલાવ્યા. અને તેની વસાહત ને વધેલા માનવીઓના જીનેટિક્સ સાથે ચેડાં કરીને એક અપગ્રેડેડ જાતિ પેદા કરવાની છૂટ આપી, પણ અમે તેની સામે વિરોધ કર્યો. તેથી ઇઝરાયેલ એ વિગેસસ ને છુટા મૂકી દીધા, તેના રોબોટ માણસો ને શોધી શોધીને કતલ કરવા મંડ્યા. ત્યારથી અમે વધેલા ગણેલા લોકો વિગેસસ થઈ છુપાઈ છુપાઈ ને અન્ડરગ્રાઉન્ડ રહીએ છીએ માનવજાત નું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે...''

જોસેફ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો. શુ આ છે ભવિષ્ય? માનવજાતે પોતાના પગ કુહાડી મારી છે! હવે આ પરિણામ ને રોકવું પણ શક્ય નથી.

અચાનક મોટો ધડાકો થયો. અને એક મોટું બાકોરું પડ્યું. ચારે બાજુ અફરા તફરી થઈ ગઈ.

''લો ખેલ ખતમ!!.. બધા પોતપોતાની ગન લઈ લો.. લો ફૌજી તમારી જંગ શુરું થઈ ગઈ છે...''
એમ કહી ક્રિસ એ એક ગન જોસેફ ના હાથમાં આપી. બધા જ્યાં બાકોરું પડ્યું હતું તેની સામે નિશાન રાખી ઉભા રહી ગયા.

અચાનક એક હાડપિંજર જેવો રોબોટ હાથમાં ગન લઈને નીચે ઉતર્યો. ક્રિસ એ તેને એક ગોળીમાં પછાડી દીધો. પાછળ બકોરા માંથી એક સાથે રોબોટ નીચે આવવા મંડ્યા.

''ફાયર......'' ક્રિસ એ ઓર્ડર આપતા જ બધા એક સાથે ફાયરિંગ કરવા મંડ્યા. પણ પેલા પુરા થવાનું નામ જ નહોતા લેતા.

અચાનક એક મોટું કિલ મશીન અંદર આવ્યું. બંને હાથોમાં મોટી તલવાર પકડીને કેહરી તરફ ઘુમાવી રહ્યો હતો.

''કમ ઓન જોસેફ... આ આપણી વારી છે.'' ક્રિસ બોલ્યો

જોસેફ એ એક હાથમાં હેમર ઉઠાવ્યો અને મોટો કૂદકો મારી પેલા રોબોટ ના માથા પર ચડી ગયો અને ધડામ કરતો વાર રોબોટના માથા પર કર્યો. અને પેલો રોબોટ ત્યાં જ ઢળી ગયો. રોબોટ ના નીચે પડતા જ મોટો ધડાકો થયો! જોસેફ ક્રિસ બધા દૂર ફંગોળાઈ ગયા, બંકર ના ચીંથરા ઉડી ગયા. જોસેફ એ ઉભા થવાનો પ્રયત્ન કર્યો જોયું તો વિગેસસ ના નાના મોટા રોબોટ ની આર્મી એ બધાને ચારે બાજુથી ઘેરી લીધા હતા. જોસેફ એ ક્રિસ સામું જોયું

''બસ....ખેલ ખતમ!!'' ક્રિસ આટલું જ બોલી શક્યો.

અચાનક આકાશમાં એક મોટું ફાઇટર યાન આવ્યું અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. લોકો આમતેમ મરવા માંડ્યા. એક ગોળી જોસેફ ને વાગી તે ત્યાં જ પડી ગયો, બસ સેકન્ડો માં બધા લોકો ની લાશ બિછાઈ ગઈ. જોસેફ સુતા સુતા પોતાની અંતિમ ક્ષણોમાં વિચારતો હતો

"શુ આ છે ભવિષ્ય?.......


હા, આ છે ભવિષ્ય!! જો આપણે આપણા રિસોર્સ નું રક્ષણ ન કર્યું તો, જો ટેકનોલોજી ને પોતાના કામ પૂરતી સીમિત ન રાખી તો, જો મનુષ્ય જાતિ શાંતિ ને ભૂલી જશે તો...

આપના પ્રતિભાવો અમને જરૂર જણાવશો...

Aryan Luhar(અર્જુન)
wts: 7048645475
insta: @arts_arjun