Ek najar vigyaan taraf books and stories free download online pdf in Gujarati

એક નજર વિજ્ઞાન તરફ

''કેવા પ્રુફ?...

''જ્હોનસન સ્પેસ સેન્ટર, જ્યાંથી તેઓ એ સેટેલાઇટ દ્વારા પાડેલા યુએફઓ ના ફોટોગ્રાફ્સ, હું નાસાના એ પાર્ટ માં લોગ ઇન કરવા સક્ષમ હતો, તેમાં સેટેલાઇટ દ્વારા પડેલા હાઈ રિઝોલ્યુશન ના ફોટોગ્રાફ હતા, અમુક ફિલ્ટર્ડ અમુક અનફિલ્ટરડ, અને અમુક પ્રોસેસ કર્યા વગરના ડોક્યુમેન્ટ્સ હતા.

મેં તેમાંથી અમુક ફોટો ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કર્યો પણ, મારુ કનેક્શન 56K જે ખૂબ સ્લો હતું. પણ ઝાંખા ફોટાઓમાં મેં જે જોયું એ જોઈને મારા હોશ કોશ ઉડી ગયા...ના મારી પાસે ટેબલ પર પડેલ વહીસ્કી નો ઘૂંટ ન હતો માર્યો....એ સિલ્વર, સિગાર જેવી પાતળી કોઈ વસ્તુ હતી, એ વસ્તુ ની સાઈઝ વિશે કાઈ અંદાજો લગાવવો અઘરો હતો....તે ઉપરાંત મેં ''નોન ટેરેસ્ત્રીએલ ઓફિસર્સ'' ના ટાઇટલ વાળી એક્સેલ ડોક્યુમેન્ટ પણ મળ્યો, એમાં એવા યુએસ ઓફિસર ના નામ અને રેન્ક હતા, જેને ક્યાંય રજીસ્ટર કરેલા ન હતા....''

આ વાતચીતનો અંશ હતો સ્કોટિશ હેકર ગેરી ના ઇન્ટરવ્યૂનો............

...........માર્ચ 2002 માં જિનિયસ સ્કોટિશ હેકર ગેરી મેકીનન ને બ્રિટિશ નેશનલ હાઈટેક ક્રાઇમ યુનિટ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યો, જુર્મ? નાસા ના મેઈન સર્વર ને હેક કરી ટોપ સિક્રેટ ડેટાને લીક કરવા માટે.... નાસા ની સિસ્ટમમાં ઘુસી, વિસ્ફોટક માહિતી ફેલાવી રાતોરાત મસીહા બની ગયો હતો.... શુ જોયું ગેરીએ!...શા માટે જરૂર પડી ગેરીને આવું કરવાની?....શુ ખરેખર યુએસ ગવર્મેન્ટ છુપાવી રહી છે એવું કૈક આખી દુનિયાથી..?!

થોડા સમય પહેલા મેં પહેલો ભાગ પ્રકાશિત કરેલો, જો કે બહુ સારો પ્રતિભાવ ન મળેલો..પણ શુ કરું વિજ્ઞાન પ્રેમી છું, એટલે પાછો આવ્યો છું, અમુક અટપટા વિષયો અને મગજ નું દહીં કરી નાખે એવી થિયરીઓ સાથે.... એક નજર વિજ્ઞાન તરફ પાર્ટ 2 માં......

ગેરીને કૈક શંકા હતી, જે આજે આખી દુનિયાને છે. શુ અમેરિકા એલિયન્સ ના કોન્ટેક્ટમાં છે? એ રાઝ જે આખી દુનિયા થી છુપાવી રહ્યું છે? શુ છે તેનો પ્લાન? એરિયા 51...?

અમેરિકાના નેવાડા વિસ્તાર પાસે ની એક વિશાલ જગ્યા, જ્યાં તો રણ સિવાય કાઈ નથી, અને એક સિક્રેટ મિલિટરી બેઝ, જ્યાં યુએસ ની ટોપ સિક્રેટ વેપન્સ અને નવા નવા ફાઇટર જેટ ના ટેસ્ટિંગ થાય છે.એવું યુએસ ગવર્મેન્ટ નું માનવું છે પણ.....

આસ પાસ ના રાહીશોનું માનવું છે કે, યુએસ સરકારે અહીં એલિયન્સ ને રાખ્યા છે, એટલું જ નહિ અહીં એલિયન્સ સાથે મળીને નવી નવી ટેકનોલોજી બનાવવમાં આવે છે. અવારનવાર અહીં દેખાતા યુએફઓ અને વિચિત્ર વસ્તુઓ નું દેખાવું, આ અમેરિકાનો સૌથી ટોપ સિક્રેટ એરિયા છે. અહીં કોઈને પણ આવવાની સખત મનાઈ છે, અને 24 કલાક મિલિટરી શૂટ એટ સાઈટ ના ઓર્ડર સાથે તૈનાત રહે છે. ત્યાંના અમુક કામ કરી ચૂકેલા ઓફિસરો નો પણ દાવો છે, કે ત્યાં એલિયન્સ સાથે મળી નવા પ્રયોગો કરવામાં આવે છે... આટલા બધા ના પુરાવાઓ ને નકારી ન શકાય...''બોબ લેઝાર'' જેનો દાવો છે કે પોતે ત્યાં કામ કરી ચૂકેલા છે, તેના મત મુજબ એરિયા 51 માં એલિયન્સ સાથે નવી ટેકનોલોજી પર રિસર્ચ કરવામાં આવે છે, તેને પોતે ત્યાંના એલિયન્સ સાથે કામ કરેલું છે!! તેનાથી પણ ખતરનાક દાવો ત્યાંના ભૂતપૂર્વ અધિકારી 'બૉયડ બુશમેન'' નો છે. મરણપથારીએ પડેલો માણસ ક્યારેય ખોટું ન બોલે... થોડા સમય પહેલા તેણે પોતાના અંતિમ શ્વાસ ગણતા ગણતા એક વિડીયો યુટ્યુબ પર મુકેલો, જેમાં તેણે એલિયન્સ અને યુએફઓ ના ફોટો પણ બતાવેલા એ વિડિઓ હજુ યુટ્યુબ પર જોઈ શકો છો... અને યુએસ ગવર્મેન્ટ પાસે તેનો જવાબ???.... નથિંગ...... શુ ખરેખર અમેરિકા ગુપચુપ થી નવી નવી ટેકનોલોજી ની ક્રાંતિ કરી પુરી દુનિયા પર રાજ કરવા મથે છે? એનું એક ખૂબ પ્રચલિત થયેલું ઉદાહરણ ફાઇટર જેટ ''નાઈટ હોક'' છે, જેટ તો આખી દુનિયા બનાવે છે, પણ એની એક મુખ્ય ખાસિયત એ કે તે કોઈ પણ રડાર માં પકડાતું નથી, આ ટેક્નોલોજીની ખબર આખી દુનિયાને ત્યારે પડી જ્યારે તેણે પાકિસ્તાન માં ઘુસી ઓસામા બિન લાદેન ને માર્યો હતો, પાકિસ્તાન ના રડાર ને આંધળા કરી.... પણ એટલા ટુક સમયમાં આટલી બધી પ્રગતિ આટલી બધી ટેકનોલોજી નું નિર્માણ સામાન્ય ન કહેવાય... જેનું સીધુ કનેક્શન છે, રોઝવેલ એક્સિડન્ટ સાથે......

રોઝવેલ એક્સિડન્ટ:-

સને 1947 જયારે આપણો દેશ આઝાદી ની ચરમસીમા એ હતો, અને દ્વિતીય વિશ્વયુદ્ધ આકાર લઈ રહ્યું હતું, ત્યારે, મેક્સિકો નું રોઝવેલ ગામ માં એક ભયંકર ધમકો થયો, ફાર્મ ની જમીનમાં એક વિશાલ યુએફઓ ક્રેશ થયું હતું. અને ચારે તરફ આગ લાગી ગઈ... ખેતરના માલિકે તાત્કાલિક લોકલ પોલીસ ની બોલાવી લીધી અને આસ પાસની લોકલ પબ્લિક પણ આ નજારો જોવા જમા થઈ ગઈ, લોકલ પોલીસે તુરંત ઇન્ટેલિજન્સ ઓફિસર્સ ને બોલાવ્યા અને એ બધા એ તપાસ કરી તુરંત ક્રેશ યુએફઓ ને લાઇ ગયા. આ ખબર બધે આગ ની જેમ ફેલાઈ ગઈ, બીજા દિવસે રોઝવેલ ન્યુઝ ની માઇ હેડલાઈન હતી, ''રોઝવેલમાં એક ઉડન તશતરી ક્રેશ'' આ સમયે દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં યુએસ ગવર્મેન્ટ એ આખી દુનિયાથી આ વાત છુપાવી રાખી.. ન્યુઝ એજન્સીઓને પણ દબાણ કરવામાં આવ્યું, અને બધા ન્યુઝ ની હેડલાઈન્સ પણ રાતોરાત બદલી ગઈ એ યુએફઓ નહિ વેધર બલૂન હતું... સત્ય ક્યારેય અછતું નથી રહેતું, તે રાતે જેટલા લોકો હાજર હતા, એ બધા નું ચોક્કસ પણે માનવું છે કે એ કોઈ વેધર બલૂન નહિ પણ મોટું એલિયન્સ થઈ ભરેલું યુએફઓ જ હતું, અને તેમાંથી પતલા પતલા, મોટી ખોપરી અને મોટી આંખ વાળા ઘાયલ અને અમુક મૃત એલિયન્સ ને આર્મી ઓફિસર્સ દ્વારા લઇ જવાયા હતા.....લઈ જવાયા?...પણ ક્યાં??!! એરિયા 51.!!

રોઝવેલની એ દુર્ઘટના બાદ એ વિસ્તારમાં અચાનક લોકોને યુએફઓ દેખાવાના કિસ્સાઓ અસામાન્ય રીતે વધવા લાગ્યા, અમુક લોકોએ તો યુએફઓ લેન્ડિંગ થતા પણ જોવાના પણ દાવા કર્યા છે...ગોળ ગોળ રકાબી ની જેમ એક થી બીજી જગ્યા એ ફરતી અને પલક જપકતા જ ગાયબ થઈ જતા યુએફઓ ના કિસ્સાઓ આપણી અતીત સાથે સંકળાયેલ છે. એલિયન્સ અને યુએફઓ આજ કાલ ના નહિ લાખો વર્ષોથી આવ જા કરે છે. એનશિયન્ટ એલિયન્સ... ની થિયરી આપણે અન્ય કોઈ ભાગમાં મથીશું.....

આ તો વાત થઈ એલિયન્સ ની હવે વાત કરીએ થોડી વધુ સાયન્ટિફિક, મગજની પથારી ફેરવી નાખે એવી, પણ જેને હોય એને........ગયા ભાગ માં આપણે આયામો વિશેનો થોડો ઉલ્લેખ કરેલો, આ ભાગ માં આયામો વિશે પુરી જાણકારી મેળવીશું,...

આયામ- Dimensions

આયામ એક એવો અટપટો ખ્યાલ છે, જેના વિશે કોઈ પણ ચોકકસ નિષ્કર્ષ પર આવવું અશક્ય છે, વર્ષો થી વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે, પણ આપણે અહીં આટલી મગજમારી ન કરતા બેઝિક જાણકારી મેળવીશું,

જેવી રીતે કોઈ પણ ભૌતિક વસ્તુ ને અમુક માપ માં માપવામાં આવે છે, તેવી જ રીતે બ્રહ્માડ ને. માપવાનો એકમ આયામ છે...

સામાન્ય રીતે આપણે કોઈ પણ વસ્તુ ને કિલોગ્રામ, લીટર, મીટર, ફૂટ, વગેરે માં માપતા હોઈએ છીએ, એવી જ રીતે બ્રહ્માડ ને માપવાનો એકમ ''આયામ'' છે. હવે પ્રશ્ન છે કે બ્રહ્માડ કેટલા આયામ નું બનેલું છે? તો એના વિશે કોઈ ચોક્કસ ખ્યાલ નથી. બધી વૈજ્ઞાનિક થિયરીઓ અલગ અલગ આંકડા જણાવે છે પણ, કોઈક ના મતે 10 આયામ છે, તો કોઈના મતે 11, આપના પુરાતન વેદો માં 64 આયામો નો ઉલ્લેખ છે, આજ સુધી વૈજ્ઞાનિકો દ્વારા 10 આયામો ની ધારણા કરવામાં આવી છે.

પહેલો આયામ-

પહેલો આયામ એક એવું બ્રહ્માડ છે. જે સાવ નિર્જન વસ્તુઓ નું છે પહેલું આયામ એક બિંદુ જ સમજી લો જે ક્યાંય હાલી કે ચાલી શકતો નથી માત્ર એક જ જગ્યા એ પડ્યો રહે છે. પહેલા આયામ, નો જીવ ક્યાંય ફરી પણ શકતો નથી.

બીજો આયામ-

આ આયામ માં બે જીવો અલગ અલગ જગ્યા એ છે, તે બંને એક રસ્તા બનાવી મળે છે. તો એક રેખા બને છે. તો આ આયામ ના બંને જીવો માત્ર પોતાના બનાવેલ રેખા એટલે કે રસ્તા પર આગળ પાછળ જ જઈ શકે છે, ડાબી કે જમણી બાજુ ન જય શકે, તે છે બીજું આયામ નું બ્રહ્માડ...

ત્રીજો આયામ-

ત્રીજો આયામ એટલે કે અહીં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય પરિમાણ થઈ બનેલો હોય છે, આ આયામ એક ઓપન વર્લ્ડ ગેમ ની જેવું છે. જ્યાં તમે આગળ પાછળ ડાબી જમણી ની સાથે ઉપર નીચે પણ જઈ શકો છો..

ચોથો આયામ-

ત્રીજા આયામ ની જેમ જ ચોથો આયામ એ 3ડી આયામ છે. આ એ આયામ છે જ્યાં આપણે રહીએ છીએ, ચોથા આયામ માં અહીં એક વસ્તુ ઉમેરાય છે, અને એ છે સમય. સમય એ બ્રહ્માડ સાથે એક અલગ પ્રકારનો સંબંધ ધરાવે છે, એટલે જ તો એને સ્પેસ્ટાઈમ કહીએ છેએ, આપણે ચોથા આયામ માં એક સમયદોરીમાં જીવીએ છીએ, સમય ની સાથે આપણી વૃદ્ધિ થાય, અને મૃત્યુ પણ થાય છે. એ પરિબળ અલગ પાડે છે ત્રીજા આયામ ને ચોથા થી, આ આયામ માં જીવ ભુત વર્તમાન અને ભવિષ્ય માં ફરે છે...

પાંચમો આયામ-

સમય ની સાથો સાથ આગળ તો સમજ્યા પણ, જો આપણે સમયમાં ડાબી જમણી બાજુ જય શકીએ તો?... બસ આ જ ખાસિયત છે. પાંચમા આયામ ના બ્રહ્માડ ના જીવ ની.... મને ખબર છે તમને નથી સમજાયું..... ધારો કે આ અર્જુન ને ક્રિકેટર બનવુ છે અને સિંગર પણ બનવું છે. પણ ચોથા આયમના અર્જુન પાસે કોઈ એક જ વિકલ્પ છે જેમાં તે પોતાનું ભવિષ્ય બનાવી શકે છે. પણ પાંચમા આયામ નો અર્જુન એક જ સાથે, એક જ સમયે ક્રિકેટર અને સિંગર બની શકે છે!!! એટલે કે પોતે સમયમાં ડાબી અને જમણી બાજુ જઈ શકે છે... છે ને અજબ ગજબ... અહીં આ સ્થિતિમાં જે અર્જુન એક ક્રિકેટર છે એ અલગ બ્રહ્માડ અને જે સિંગર છે એ પણ અલગ બ્રહ્માડ માં વિભાજીત થઈ. જશે... એ રીતે બેય અલગ અલગ બ્રહ્માડ નો ભાગ બનશે..... આ વસ્તુ પેરેલલ યુનિવર્સ ની થિયરી પર વિચારવા મજબૂર કરે છે....

છઠો આયામ-

છઠો આયામ એ થોડો અલગ પ્રકાર નો ખ્યાલ રજૂ કરે છે '' જો સમાન બ્રહ્માડ ના બે જીવો પોતાના જ પ્રતિરૂપને મળવા માંગે તો બે માંથી એક બીજાના બ્રહ્માડ માં જવા માટે એક રસ્તો બનાવશે અને આ રીતે પોતાના પ્રતિરૂપ. ને મળી શકશે.
સામાન્ય શબ્દો માં જો ક્રિકેટર અર્જુન ને સિંગર અર્જુન જે બીજા વિશ્વમાં. છે તેને મળવું હોય તો તેની પાસે બે રસ્તા છે.
પહેલો એ કે પોતે ભૂતકાળ માં જઈને જ્યારે પોતે સિંગર ન હોતો બન્યો એટલે કે નાનો હતો. ત્યારે મળી આવે અને,
બીજો રસ્તો એ કે પોતે બીજા બ્રહ્માડમાં કોઈ પણ રીતે રસ્તો બનાવી ત્યાં જઈને પોતાના પ્રતિરૂપને મળી શકે, જો કે તેમ જોવા જઈએ તો તે પ્રાયોગિક રીતે શક્ય તો નથી પણ જો આવી રીતે બને તો ક્રિકેટર અર્જુન એ જે બીજો રસ્તો પસન્દ કર્યો બેય બ્રહ્માડ માં એક રસ્તો બનાવી મળ્યા તો આ જન્મ આપે છે છઠા આયામ ને જેવી રીતે બીજો આયામ બન્યો હતો....

સાતમો આયામ-

સાતમો આયામ એક અલગ ખ્યાલ રજૂ કરે છે. 6 આયામો વાળા બે બ્રહ્માડ જે અનંત છે, તેવા બે અલગ અલગ બ્રહ્માડ ને જો જોડવામાં આવે અને જે રસ્તો મળે તે સાતમો આયામ છે, હા તે છઠા થી થોડો મળતો આવે છે પણ તેનો ફરક એટલો કે, છઠા આયામ માં બે અલગ અલગ પાંચમા આયામ ની દુનિયા ને જોડતો રસ્તો છે. અને સાતમા આયામ માં આખા અનંત બ્રહ્માડ ને જોડવાની વાત છે. તે થોડી અટપટી જરૂર લાગે કારણ કે તે પ્રાયોગિક રીતે શક્ય નથી, માત્ર ધારણા ની વાત છે.

આઠમો આયામ-

જેવી રીતે આપણે સાતમા આયામ માં જોયું કે બે અનંત બ્રહ્માડ ને જોડી એક રસ્તો બનાવાય જે અમુક અંશે સમાન હોય છે, તેવી રીતે તે બ્રહ્માડ માં આગળ પાછળ જઈને એક ત્રીજું અલગ બ્રહ્માડ માં જવાનો રસ્તો બનાવાય તે આઠમો આયામ જેમ આપણે શરૂવાત માં બીજા આયામ માં જોયું તે રીતે...

નવમો આયામ-

નવમા આયામ માં અલગ અલગ ઘણા બધા અનંત બ્રહ્માડો ને જોડીને રસ્તાઓ બનાવવા માં આવે છે, અને એક અલગ જ આયામ બને છે તે છે નવમો આયામ., અહીં ઘણા બધા આયામ ને જોડવામાં આવે છે એટલે કે મલ્ટીવર્સ ની થિયરી અહીં લાગીઉ પડે છે. અને સમાન હોય તેવા ગુણધર્મ વાળા બ્રહ્માડ ની વાત હોવાથી થી અહીં પેરેલલ યુનિવર્સ ની થિયરી પણ લાગુ પડતી જણાય છે..

દસમો આયામ-

દસમો આયામ એટલે સુપ્રીમ ગોડ લેવલ નો આયામ અહીં રહેતો જીવ ભગવાન ને જેમ બધા કાર્યો કરી શકે છે.
બધા અલગ અલગ બ્રહ્માડ પછી તે એક આયામી હોય કે નવ તે બધા પરસ્પર એક ચોક્કસ સમયરેખા માં આગળ વધતા હોય ચોથા આયામ ની જેમ, તે બ્રહ્માડો ના સમૂહ અને સાથે જોડાયેલ સમયરેખા થી દસમો આયામ બને છે.
દસમા આયામ નો જીવ પલક જપકતા જ ગમે તે આયામ ના ગમે તે બ્રહ્માડ માં જઈ શકે છે, અને તેનામાં સમયને પણ કાબુ કરવાની તાકાત હોય છે. તેથી આ ગોડ લેવલ નો આયામ કહેવાય છે....

હવે સવાલ એ છે કે શુ આપણે કોઈ અન્ય આયામ માં જય શકીએ?

ના, કરણ કે આપણું ભૌતિક શરીર કોઈ પણ આયામ માં જવા માટે સક્ષમ નથી, દરેક આયામ ના ભૌતિકી ના બંધારણ અલગ અલગ હોય છે. માત્ર એક આયામી વસ્તુ જ બધા બ્રહ્માડો માં આવ જા કરી શકે છે... આપણું ચાર આયામી શરીર કોઈ પણ અન્ય આયામ માં જવા સક્ષમ નથી.... હા આપણે અન્ય આયામી સાથે કોમ્યુનિકેશન જરૂર કરી શકીએ જો આપણે એક આયામી પદાર્થ ને કન્ટ્રોલ કરવાની ટેકનોલોજી બનાવી શકીએ..... એલિયન્સ, પેરેલલ યુનિવર્સ, મલ્ટીવર્સ આ બધી જ થિયરી આ આયામો પર નિર્ભર કરે છે...

તો કેવી લાગી મગજ નું દહીં કરતી વૈજ્ઞાનિક થિયરીઓ આપના પ્રતિભાવો મને જરૂર જણાવશો, અને આનો ત્રીજો ભાગ બનાવું કે નહિ તે પણ.... નવા નવા અપડેટ્સ, અવનવા ફિલોસોફીક કવોટ્સ, ફોટો એડિટિંગ, લોગો ડિઝાઇન જોવા અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જરૂર વિઝીટ કરશો....

Aryan luhar
wts: 7048645475
insta: @arts_arjun


બીજા રસપ્રદ વિકલ્પો