સિક્રેટ સોસાયટી Arjun દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિક્રેટ સોસાયટી

''Hiram...tell me secret''

''come on Hiram tell me secret ...''

''No never, i can't tell untill my Death...''

આ શબ્દો છે, બાઇબલ ના પન્ના પર લખાયેલા એક મહત્વની ઘટના ના, જેણે જન્મ આપ્યો મેસનરી
વિચારધારાને. એક એવો ધર્મ જેમાં કોણ ખુદા કોણ ઈશ્વર એ જ ગુપ્ત છે, કહીએ તો ગુપ્તતા તેના માટે ભગવાન છે.

સામાન્ય રીતે એક સમાન વિચારધારા વાળા લોકો નો સમૂહ જ એક ધર્મ ને જન્મ આપે છે, જેમાં એક તેનો લીડર કે મસીહા હોય છે જેને આપણે ભગવાન કહીએ છીએ. આવી જ રીતે એક અલગ જ વિચારધારા ધરાવતા લોકો મળીને બનાવે છે એક સમાજ. આ વસ્તુ આજકાલ ની નહિ, પુરાતન કાળથી છે. અને આવી સોસાયટીઝ કેવી રીતે ગુપ્તતા થી આખી દુનિયા ને ચલાવે છે.....

મારી સ્ટોરી ડાર્ક સક્સેસ વાંચ્યા પછી ઘણા લોકોના મેસેજ આવતા હતા. આ ઇલ્લુમીનાટી શુ છે? તેના વિશે વધારે જણાવો.... એટલે ઉપર ખાસ લેખ લખી રહ્યો છું.

લેખ નો હેતુ કોઈ ધર્મ કે વ્યક્તિ ને દુઃખ લગાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવાનો નથી, માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલી છે.

જેરુસેલમ એક પ્રાચીન અને પવિત્ર શહેર. જેવી રીતે ભારતમાં તક્ષશિલા, કાશી, વારાણસી એ બધા ખૂબ જ પવિત્ર અને પ્રાચીન શહેર ગણાય છે. તેવી જ રીતે હાલ ના ઇઝરાયેલ માં આવેલું જેરુસેલમ નો પણ પોતાનો એક આગવો ઇતિહાસ છે. યહૂદીઓ નું પવિત્ર ધામ ગણાતું આ શહેર એ સમયે ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી ત્રણ ધર્મ નું શ્રદ્ધાકેન્દ્ર હતું. કારણ ''રાજા સોલોમન નું મંદિર'' દુનિયા નું સૌથી પહેલું પવિત્ર મંદિર. જેને જિસસ ક્રાઈસ્ટ ના નિર્દેશ થી બનાવવામાં આવ્યું હતું. તે સમય ની વાત છે.

રાજા સોલોમન ના શાસનકાળમાં આ મંદિર નું કામ ચાલતું હતું. આ એટલા માટે ખાસ હતું કે આ મંદિર બનાવવાના નિર્દેશો ખુદ ભગવાન જિસસ એ પોતે આપ્યા હતા. તે બધા નિર્દેશો એક જ પવિત્ર વ્યક્તિ ને આપ્યા હતા. જેનું નામ ''હાઇરમ અબીફ'' હતું. તે આ મંદિર નો મુખ્ય મેસન(મિસ્ત્રી) હતો. બાકીના મિસ્ત્રીઓ ને તેનાથી ખૂબ ઈર્ષ્યા થતી. કારણ કે મંદિર ના બધા સિક્રેટ હાઇરમ પાસે જ હતા. અને આ નિર્દેશો જેની પાસે હોય માનવામાં આવતું તેની પાસે એક ખાસ શક્તિ ધરાવે છે. આ જ કારણે બાકીના મિસ્ત્રીઓ તેનાથી બળતા હતા. એક દિવસ હાઇરમ પ્રાર્થના કરવા ચર્ચ જતો હતો, ચર્ચ પહોંચતા જ દરવાજા પાસે એક મિસ્ત્રી ઉભો હતો. તેણે હાઇરમ ને કહ્યું ''હાઇરમ મને સિક્રેટ કહી દે..''
હાઇરમ એ ના પાડી, તો પેલા મિસ્ત્રી એ તેને એક મેસોનિક ટૂલ(મિસ્ત્રીકામ નું સાધન) માર્યું. હાઇરમ ઘાયલ થતો થતો બીજા દરવાજે પહોંચ્યો. ત્યાં બીજો મેસન ઉભો હતો, તેણે પણ હાઇરમ ને સિક્રેટ જણાવવા કહ્યું. પણ હાઇરમ ની ના સાંભળતા બીજા મિસ્ત્રીએ પણ વાર કર્યો અને હાઇરમ ઘાયલ થઈ ગયો. હાઇરમ જેમતેમ બચવાની આશા સાથે ત્રીજા દરવાજે પહોંચ્યો. ત્યાં ત્રીજો મિસ્ત્રી તેની રાહ જોતો હતો તેણે હાઇરમ ને સિક્રેટ જણાવવા કહ્યું. હાઇરમ એ કહ્યું હું સિક્રેટ નહિ કહું, ભલે મારી મોત આવી જાય.... અને આખરે ત્રીજા મિસ્ત્રીએ વાર કરતા ત્રીજા હુમલામાં હાઇરમ નું મૃત્યુ થઈ ગયું. અને તેની મોત સાથે જ બધા સિક્રેટ દફન થઈ ગયા.
હાઇરમ ની મોત પછી એક અલગ વિચારધારા નો ઉદભવ થયો. અને આ વિચારધારા એ જન્મ આપ્યો સોસાયટી ને ''ફ્રીમેસન્સ સોસાયટી'' આ સોસાયટી મેસોનિક વિચારધારા પર આધારિત હતી. મેસોનિક વિચારધારા એટલે એક એવી વિચારધારા જેમાં હાઇરમ જેવા એવા લોકો જેની પાસે કોઈ સ્પેશ્યલ જ્ઞાન, કળા કે ટેલેન્ટ છે જે દુનિયામાં કોઈ પાસે નથી. પછી તે કોઈ પણ પ્રકાર નું જ્ઞાન, કલાકારી, આવડત, સત્તા.. હોય તેને પોતાના જીવનપર્યંત ગુપ્ત રાખવું, એવા લોકો નો સમૂહ એટલે મેસનરી વિચારધારા અને આવા લોકો નો સમાજ એ જ ફ્રીમેસન્સ....


ફ્રીમેસન્સ માં દરેક બાબત ને અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે. તે ખૂબ જ ગુપ્ત રીતે કામ કરે છે. તેમાં જોડાનાર દરેક મેમ્બર ને જોઈન કરતા પહેલા ગુપ્તતા ની શપથ લેવડાવવામાં આવે છે. આ ગુપ્તતા જીવનપર્યંત રાખવી પડે છે. જો તેનો કોઈ ભંગ કરે તો તેની અસામાન્ય રીતે મોત થઈ જાય છે. એવા ઘણા સેલિબ્રિટી છે જેની મોત માનવામાં આવે છે આ કારણે થઈ હતી. ફ્રીમેસન્સ પોતાના સભ્યોના નામ પણ ગુપ્ત રાખે છે. અને સમયાંતરે ખૂબ જ વિચિત્ર પ્રકારના રિવાજો અને વિધિઓ કરે છે. જેની દુનિયાને ભણક પણ નથી લાગતી. ફ્રીમેસન્સ ની નીચે ઘણી સિક્રેટ સોસાયટી કામ કરે છે જમ કે ઇલ્લુમીનાટી, શરીનર્સ, મેસોનિક બોડીઝ, નાઈટ ટેમ્પલર્સ...

તમે કહેશો આ બધી સોસાયટીઝ નો હેતુ શુ છે? અને ઇલ્લુમીનાટી શુ છે? તેના જવાબ માટે પાછા જવું પડશે ફ્લેશબેકમાં...

ફ્રીમેસન્સ ની ગુપ્ત રીતે સ્થાપના થઈ અને જેવી રીતે મેં કહ્યું તેમ તે દુનિયાભરના ખાસ એબીલીટી ધરાવતા લોકોને પોતાના ગ્રુપમાં લાવતા હતા. જેમાં મોટા મોટા સત્તાધીશો, બિઝનેસમેન, વગેરે હતા. જેના કારણે આ ગ્રુપ દિવસે દિવસે વધુ પાવરફુલ થતું જતું હતું. આ બધા લોકો પોતાના ક્ષેત્રમાં નવું નવું સંશોધન અને નિર્ણયો લઈને માનવસમાજ ને એક અલગ દિશામાં લઈ જતા હતા. સમાજમાં અંધશ્રદ્ધા દૂર કરી પોતાની પાસે રહેલા જ્ઞાન ફેલાવો કરતા હતા. તેનો હેતુ ખૂબ જ સારો હતો. તે સમયે જેરુસેલમ માં ઘણી વાર યુધ્ધો થયા અને ઘણા રાજાઓ એ શાસન કર્યું. આ સમયે ફ્રીમેસન્સ એ તેની તેની પકડ વધુ મજબૂત કરી લીધી.

ઇલ્લુમીનાટી નો ઉદય:



1 મે 1776 બવેરિયા જે હાલ જર્મનીમાં છે. ત્યાંની યુનિવર્સીટીના લો પ્રોફેસર ''એડમ વેઈશફટ'' એ અમુક લોકો ને લઈને એક સિક્રેટ સોસાયટી ની સ્થાપના કરી જેનું નામ ''ધ બવેરિયન ઇલ્લુમીનાટી'' ઇલ્લુમીનાટી શબ્દ લેટિન શબ્દ ''એનલાઈટમેન્ટ'' ઉપર થી આવ્યો છે, જેનો અર્થ ''ટુ એનલાઈટ ધ વર્લ્ડ'' એટલે કે ''દુનિયામાં જ્ઞાન ના પ્રકાશનો ફેલાવો.'' એડમ પોતે એનલાઈટમેન્ટ ની વિચારધારાથી પ્રભાવિત હતો. તેથી તેણે આ સોસાયટીમાં આવી નવી વિચારધારાનો ફેલાવો કર્યો અને મોટા મોટા લોકો ને આ ગ્રુપમાં જોડ્યા જેથી, જ્યારે પોતે સત્તામાં આવે ત્યારે આ નવા ખ્યાલને લાગુ કરી શકે. તેના આ ઇરાદાને અલગ કહી શકાય પણ ખોટો નહિ.. કારણ કે એ સમયે દરેક રાજ્યો પર ચર્ચનો નો પ્રભાવ હતો. રાજા દરેક પગલું ભરતા પહેલા ચર્ચની સલાહ લેતું હતું, જેથી આખું રાજ્ય ધર્મના અટપટા અને તર્ક વિનાના નિયમો પર ચાલતું હતું. જેથી લોકોમાં અંધશ્રદ્ધા વધુ હતી. તેનો ચર્ચના પાદરી ઉઠાવતા હતા. આ એવા લોકો હતા, જેણે ''પૃથ્વી સૂર્યની આસપાસ ઘૂમે છે'' ની શોધ કરવા બદલ નિકોલસ કોપરનીકસ ને જીવતા સળગાવી દીધા અને ગેલેલીયોને નજરકેદમાં રાખ્યા હતા. જ્યાં અંધશ્રદ્ધા અને રૂઢિવાદી લોકસમુહ હોય ત્યાં વિકાસ નથી થતો, નવા વિચારોનો જન્મ નથી થતો. ના હું અહીં કોઈ ધર્મ ની અવગણના નથી કરતો કે ફ્રીમેસન્સ ઇલ્લુમીનાટી ને સપોર્ટ નથી કરતો, ધર્મ અંધ નથી હોતો, ધર્મ જીવન જીવવાની રીત શીખવાડે છે. પણ માણસ તેને આંધળો બનાવે છે. તો શા માટે ઇલ્લુમીનાટી બદનામ છે? શા માટે તેને કાળા જાદુ અને શેતાન સાથે જોડવામાં આવે છે? તે પણ આગળ જણાવીશ...

ધીમે ધીમે ઇલ્લુમીનાટી વધુ પાવરમાં આવી ગઈ. મોટા મોટા લોકો જે એનલાઈટ વિચારધારાથી પ્રભાવિત હતા તે આ ગ્રુપને હેન્ડલ કરી રહ્યા હતા. જેથી ચર્ચને આ વાતની ખબર પડી અને તેણે બવેરિયાના તત્કાલીન શાસક ''ચાર્લ્સ થિઓડોર'' પર પ્રેસર નાખ્યું. ચાર્લ્સ એ ઇલ્લુમીનાટી ને બંધ કરાવી નાખ્યું, તેના સભ્યો ને શોધી શોધી ને મોત ને ઘાટ ઉતારી દીધા. અને અમુક લોકો ભાગી ને અમેરિકા અને જર્મનીના અન્ય ભાગોમાં છુપાઈ ગયા. આ રીતે ઇલ્લુમીનાટી નો અંત થઈ ગયો. પણ લોકોનું માનવું છે કે ઇલ્લુમીનાટી હજુ સિક્રેટલી આખી દુનિયા ને કન્ટ્રોલ કરે છે. અને ફ્રીમેસન્સ હજુ સિકેટલી કામ કરે છે. તેની ભૂતકાળના ઓફિશિયલ સભ્યો ની લિસ્ટમાં ઘણી અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટના નામ છે. જેની ઉપરથી આપ અંદાજ લગાવી શકો છો કે આ સોસાયટી કેટલી પાવરફુલ છે, અને તેનો શુ હાથ હશે આપણા રોજબરોજ ના કામો માં, સોનાના ભાવોમાં, શેરબજારની તેજીમાં, સરહદપાર થતા ગોળીબારમાં કે પછી કોઈ કલાકારના ગીતના શબ્દો અને રંગબીરંગી કપડાંમાં!! વેલ આ બધી વાત આગળ મોડર્ન ઇલ્લુમીનાટી માં કરીશું. હાલ એ જાણી લઈએ ઇલ્લુમીનાટી ને સેટનીઝમ સાથે જોડવામાં આવે છે.

ઇલ્લુમીનાટી અને સેટનીઝમ:



''શેતાન એટલે શુ?..''
''- જે ભગવાન માં ન માને..
આપમાંથી મોટાભાગના લોકોનો જવાબ આજ હશે. જે માણસ ભગવાનમાં નથી માનતો એ શેતાન નો પૂજારી!! બસ આ જ ખ્યાલ એ સમયમાં હતો. બધી ઘટનાઓ માટે જવાબદાર ભગવાન જ છે, પણ છતાં કોઈ માણસ તેમાં વૈજ્ઞાનિક તર્ક શોધવા જાય તો તેને શેતાનીક વૃત્તિનો માનવામાં આવતો. આસ્તિક, એનલાઈટમેન્ટ અને સેટનીઝમ આ ત્રણેય વિચારો અલગ અલગ છે. આસ્તિક એટલે એ વ્યક્તિ જે ભગવાનમાં માને છે. તેના મુજબ દરેક વસ્તુ કે ઘટના નો જવાબદાર ભગવાન જ છે. આ ખ્યાલ તેને કોઈપણ વૈજ્ઞાનિક તર્ક કે વિચાર ને માનવાથી રોકે છે. ક્યારેક આ જ વિચાર અંધશ્રદ્ધામાં પરિવર્તન કરે છે.
એનલાઈટ લોકો એ છે, જે ભગવાનમાં નથી માનતા એ માને છે. તર્કને, વિજ્ઞાન ને. તેઓ અંધશ્રદ્ધા પર વિશ્વાસ નથી કરતા. તેના મતે જ્ઞાન જેવી કોઈ શક્તિ નથી. તમારી પાસે જેટલું વધુ જ્ઞાન હશે, એટલું તમે વધુ સારી રીતે જીવી શકશો અને એટલી વધુ ઉન્નતિ કરી શકશો, આ લોકો ભાગ્યમાં નથી માનતા તેઓ કર્મ માં માને છે. લોકો જેને ચમત્કાર કહે છે, આ લોકો તેની અંદર કારણ શોધવાનો પ્રયત્ન કરે છે.
તેથી જ આ લોકો ને શેતાન ના લોકો કહેવાય છે. ભગવાન બુદ્ધ પણ એક એનલાઈટ વ્યક્તિ હતા. તેઓ પણ કોઈ ભગવાનમાં ન માનતા, તે કહેતા પોતાની અંદર જ જ્ઞાન ની ખોજ કરો, તે જ તમારો ભગવાન છે, તે જ તમને રસ્તો બતાવશે. તેથી જ ઘણા લોકો બૌદ્ધ ને ધર્મમાં સ્થાન નથી આપતા, તેને શેતાનીક ધર્મ માને છે...
પછી આવે છે સેટનીઝમ, આ એવો ધર્મ છે, જેમાં લોકો શેતાન ને જ ભગવાન માને છે, નેગેટિવ એનર્જી ની પૂજા કરે છે. માનવબલિદાનો આપે છે, ખોપરી. ની પૂજા કરે છે, કાળાજાદુ નો પ્રયોગ કરે છે. આત્મા-ભૂતો પાસે પોતાના કામ કરાવે છે ટૂંકમાં શેતાન ને જ ભગવાન માનવો. તમને એમ થશે આવું તે કેવું!! પણ તમને જાણવી દવ કે દુનિયામાં આવું માનનનારાઓ ની સંખ્યા પણ કાઈ ઓછી નથી. વિદેશોમાં આ ફિલોસોફી પરથી બનાવેલ સેટેનિક મંદિર પણ છે. અને હજારોની સંખ્યામાં લોકો ત્યાં જાય પણ છે. તેના અનુયાયીઓ ખુલ્લેઆમ તેનો પ્રચાર પણ કરે છે!! વેલ, આતો મેં વાત કરી આસ્તિક, એનલાઈટ અને સેટનીઝમ ની, શુ ભગવાનમાં ન માનનાર દરેક વ્યક્તિને સેટેનિક કહી શકાય?
શુ એનલાઈટમેન્ટ નો વિચાર સેટનીઝમ ને વેગ આપે છે? આનો જવાબ હું તમારી ઉપર છોડું છું...

ઇલ્લુમીનાટી અને ફ્રીમેસન્સની સ્થાપના તો એનલાઈટમેન્ટ ના વિચારથી થઈ હતી, પણ તેની વાત જ અલગ હતી. લાલચ એક એવું વિષ છે જે ગમે તેવા માણસ ને ખરાબ કરી શકે. પાવર અને સત્તા ની લાલચ માણસ ને બરબાદ કરી નાખે છે. ફ્રીમેસન્સ માં ધીરે ધીરે નવા સભ્યો આવતા ગયા, અહીં સોસાયટીમાં બધા એવા લોકો હતા જે પોતાને બધાથી અલગ અને શ્રેષ્ઠ માનતા હતા. તેથી અમુક લોકો ને એવું ખાસ જ્ઞાન કે કળા મેળવવાની લાલસા જાગી જે આખી દુનિયામાં કોઈ પાસે ન હોય, પણ એ શક્ય ન હતું. કારણ કે દરેક માણસ પાસે કોઈક ને કોઈક કળા હોય જ છે, અને જો પોતે ભગવાન પાસે માંગે તો ખૂબ જ સમય લાગે. તેથી તેણે એક શોર્ટકટ અપનાવ્યો શેતાન ની પૂજા કરવાનું ચાલુ કર્યું, કાળા જાદુ થી શક્તિઓ મેળવી, શેતાનીક વિધિઓથી ખાસ જ્ઞાન મેળવ્યું, પોતાની આત્મા શેતાન ને વેચી દુનિયામાં નામ કીર્તિ પૈસા મેળવ્યા, આથી એક નેક ઈરાદાથી શુરું થયેલી સંસ્થા ખરાબ થઈ ગઈ. એનલાઈટમેન્ટ ના વિચારો વાળી સંસ્થામાં સેટનીઝમ નું વિષ ભળી ગયું. હવે અહીં લોકોને સત્તા ની લાલસા હતી લોકો ને ખૂબ પાવર, પૈસા અને નામ જોતું હતું, અને આખી દુનિયાને પોતાના પગ નીચે રાખવી હતી.એનલાઈટમેન્ટ અને જ્ઞાન નો પ્રકાશ એ માત્ર સામન્ય લોકોને બતાવાના અને સારી છબી બતાવાના વાક્યો જ રહ્યા, અંદરખાને સેટનીઝમ નું વિષ ફેલાઈ ચૂક્યું હતું. આ વાત હું એ આધારે કહી શકું કે એવા ઘણા પુરાવાઓ બહાર આવ્યા છે. અને આવા લોકો આપણી ઉપર શાસન પણ કરે છે. એમ જોવા જઈએ તો ફ્રીમેસન્સ અને ઇલ્લુમીનાટી એક જ છે, કારણ કે એક સમયે ઇલ્લુમીનાટીનો સ્થાપક એડમ પોતે ફ્રીમેસન્સ નો સભ્ય રહ્યો હતો, અને સિક્રેટ સોસાયટી ને હેન્ડલ કરતા શીખ્યો હતો. અને જ્યારે ઇલ્લુમીનાટી નું પતન થયું ત્યારે અમુક તેના અમુક સભ્યો ફ્રીમેસન્સમાં જોડાઈ ગયા હતા. ઇલ્લુમીનાટી અને ફ્રીમેસન્સ વિશે ઘણી બધી થિયરીઓ પ્રચલિત છે.

દજ્જાલ અને જેરુસેલમ:

નાઈટ ટેમ્પલર્સ, એક વિશાળ સૈન્ય, જેને જેરુસેલમ ની રક્ષા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ એક કટ્ટર ક્રિશ્ચિયન ધર્મ નું ગ્રુપ હતું. જેને ખ્રિસ્તી ધર્મની રક્ષા માટે બનાવવામાં આવ્યું હતું. તેનું મૂળ કાર્યક્ષેત્ર જેરુસેલમ પર થતી અવનવી ચડાઈમાં ખ્રિસ્તી ધર્મ નું રક્ષણ કરવાનું હતું. એક સમયે નાઈટ ટેમ્પલર્સ ને એક શ્રાપિત ખજાનો મળ્યો. તેમાંથી તેને ખાસ પ્રકારનું જ્ઞાન અને શક્તિઓ મળ્યા. પણ આ જ્ઞાન શ્રાપિત હતું. તેણે આ લોકોના મન અને વિચાર ભ્રષ્ટ કરી નાખ્યા. તેથી આખું નાઈટ ટેમ્પલર ભ્રષ્ટ થઈ ગયું. એ સમયે જેરુસેલમ માં તખ્ત પલટો થતા. બધા નાઈટ ટેમ્પલર્સ નું ખુલ્લેઆમ કતલ કરવામાં આવ્યું. તેમાંથી અમુક લોકો ભાગી ગયા. જે લોકો જર્મની માં ગયા તેણે ઇલ્લુમીનાટી ની સ્થાપના કરી અને જે લોકો અમેરિકા ભાગ્યા તેણે ફ્રીમેસન્સ બનાવ્યું. આ થિયરી મુજબ યહૂદી એક સેટેનિક ધર્મ છે.
યહૂદી લોકો દજ્જાલ(શેતાન) ને પૃથ્વી ઉપર બોલાવી રહયા છે. જે જેરુસેલમ આવશે.. આવી રીતે ઘણી થિયરી પ્રચલિત છે. જો કે આ એક સિક્રેટ ગ્રુપ છે તો તેનું સત્ય જાણવું મુશ્કેલ છે. આપ શુ વિચારો છો? આપના પ્રતિભાવો અમને જરૂર જણાવશો. આ લેખને લોકોનો સપોર્ટ મળશે તો બીજો ભાગ જરૂરથી પ્રકાશિત કરીશ...

Aryan Luhar
wts: 7048645475
Insta: @official.lionheart